1. ફોર્મ 10-IEA કયા આકારણી વર્ષથી લાગુ પડે છે?
21 જૂન 2023 ના રોજની અધિસૂચના ક્રમાંક 43/2023 દ્વારા અધિસૂચિત કરાયેલ ફોર્મ 10-IEA આકારણી વર્ષ 2024-25 થી આગળના વર્ષો માટે એટલે કે આ.વ 2024-25 અને આગામી વર્ષો માટે લાગુ પડે છે.
2. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 10-IEA કોણ ફાઈલ કરી શકે છે?
આ ફોર્મ વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવતા વ્યક્તિ, હિંદુ અવિભાજિત કુટુંબ (HUF), વ્યક્તિઓનું સંગઠન (સહકારી મંડળી સિવાયની), વ્યક્તિઓની સંસ્થા (BOI) અને કલમ 2(31)(vii) હેઠળ સંદર્ભિત કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP) દ્વારા ફાઈલ કરી શકાય છે.
3. મારે ફોર્મ 10-IEA સબમિટ કરવાની જરૂર કેમ છે?
જો તમે નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળવા અથવા તેમાં ફરીથી પ્રવેશ કરવા માંગતા હોવ અને "વ્યાપાર અને વ્યવસાયના નફા અને લાભ" શીર્ષક હેઠળ આવક ધરાવતા હોવ, તો તમારે ફોર્મ 10-IEA સબમિટ કરવું જરૂરી રહેશે.
4. ફોર્મ 10-IEA કઈ પદ્ધતિઓ દ્વારા સબમિટ કરી શકાય /છે?
ફોર્મ 10-IEA માત્ર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન જ સબમિટ કરી શકાય છે.
5. ફોર્મ 10-IEAની ઈ-ચકાસણી કેવી રીતે કરી શકાય?
કરદાતા આધાર OTP, EVC અથવા DSCનો ઉપયોગ કરીને ફોર્મની ઈ-ચકાસણી કરી શકે છે. વધુ જાણવા માટે તમે ઈ-ચકાસણી કેવી રીતે કરવી વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો. (વપરાશકર્તા માર્ગદર્શિકા માટેની લિંક અહીં આપવી જોઈએ).
6. શું હું મારા વતી ફોર્મ 10-IEA ફાઈલ કરવા માટે કોઈ અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકું?
હા, તમે તમારા વતી ફોર્મ 10-IEA ફાઈલ કરવા માટે કોઈ અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકો છો. વધુ જાણવા માટે તમે 'પ્રતિનિધિ તરીકે અધિકૃત / નોંધણી કરો વપરાશકર્તા માર્ગદર્શિકા'નો સંદર્ભ લઈ શકો છો. (વપરાશકર્તા માર્ગદર્શિકા માટેની લિંક અહીં આપવી જોઈએ).
7. ફોર્મ 10-IEA ફાઈલ કરવાની સમય મર્યાદા શું છે?
ફોર્મ 10-IEA આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(1) હેઠળ ઉલ્લેખિત રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખે અથવા તે પહેલાં ફાઈલ કરવું જોઈએ. જો કરદાતા નિયત તારીખ પછી ફોર્મ ફાઈલ કરે, તો તે ફોર્મ અસ્વીકાર્ય માનવામાં આવશે.
8. શું હું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી ફોર્મ 10-IEA સબમિટ કરી શકું?
ફોર્મ 10-IEA ફાઈલ કરવાનો લાભ મેળવવા માટે, આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા આ ફોર્મ ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે. ફાઈલ કરેલા ફોર્મ 10-IEAનો સ્વીકૃતિ નંબર અને ફાઈલ કર્યાની તારીખ આવકવેરા રિટર્નમાં આપવી જરૂરી છે.
9. ફોર્મ 10-IEA સબમિટ કરતી વખતે, ચકાસણી ટેબ અંતર્ગત હોદ્દો પહેલાથી ભરેલ જોવા મળતો નથી. મારે શું કરવું જોઈએ?
તમને "મારી પ્રોફાઈલ" કલમ અંતર્ગત "મુખ્ય વ્યક્તિગત વિગત" અદ્યતન બનાવવાની વિનંતી કરવામાં આવે છે. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફરીથી લોગ-ઈન કરો અને ફરી પ્રયત્ન કરો.
10. મારી પાસે કોઈ વ્યાપાર આવક નથી. ફોર્મ 10-IEA ફાઈલ કરતી વખતે, જો હું "શું આકારણી વર્ષ દરમિયાન 'વ્યાપાર અથવા વ્યવસાયના નફા અને લાભ' શીર્ષ અંતર્ગત તમારી આવક છે" માટે "ના" પસંદ કરું છું, તો હું આગળ વધી શકતો નથી. મારે શું કરવું જોઈએ?
જો તમારી પાસે કોઈ વ્યાપાર આવક નથી અને તમારે ITR 1/ ITR 2 ફાઈલ કરવાની જરૂર હોય, તો આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 115BAC(1A) અંતર્ગત નવી કર વ્યવસ્થાને નાપસંદ કરવા/તેમાં ફરીથી પ્રવેશવા માટે ફોર્મ 10-IEA ફાઈલ કરવાની કોઈ જરૂર નથી. આવા મામલામાં, આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(1) હેઠળ ઉલ્લેખિત નિયત તારીખે અથવા તે પહેલાં સંબંધિત ITR ફોર્મ (ITR 1/ ITR 2) ફાઈલ કરતી વખતે આ વિકલ્પ અમલમાં મુકી શકાય છે.
11. "આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે લાગુ નિયત તારીખ" માટે મારે શું પસંદ કરવું જોઈએ?
તમારે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139(1) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવા માટે લાગુ પડતી નિયત તારીખ પસંદ કરવાની રહેશે. તમે સ્ક્રીન પર ઉપલબ્ધ 'મદદ દસ્તાવેજ'નો સંદર્ભ લઈ શકો છો અને ફોર્મ 10-IEA ફાઈલ કરવા માટે લાગુ વિકલ્પ પસંદ કરી શકો છો.
12. શું મારે નવી કર વ્યવસ્થાને 'નાપસંદ કરવા' માટે દર વર્ષે ફોર્મ 10-IEA ફાઈલ કરવાની જરૂર છે?
જો તમે (વ્યાપાર/વ્યાવસાયિક આવક ધરાવતી વ્યક્તિ તરીકે) અગાઉના આકારણી વર્ષમાં નવી કર વ્યવસ્થાને 'નાપસંદ કરી' હોય અને તમે ITRમાં જૂની કર પ્રણાલી ચાલુ રાખવા માંગો છો, તો તમારે દર વર્ષે ફોર્મ 10-IEA ફાઈલ કરવાની જરૂર નથી. જોકે, વ્યાપાર/વ્યાવસાયિક આવક ન ધરાવતી વ્યક્તિઓ દર વર્ષે સીધા જ ITRમાં કર પ્રણાલીમાં બદલાવ કરી શકે છે.
13. ફોર્મ 10-IEA મને લાગુ પડે છે અને હવે હું મારા ITRમાં જૂની કર પ્રણાલીનો વિકલ્પ પાછો ખેંચવા માંગું છું. તેના માટેની પ્રક્રિયા શું છે?
જો તમે અગાઉના આકારણી વર્ષમાં જૂની કર પ્રણાલી પસંદ કરી હોય અને તમે નવી કર વ્યવસ્થામાં 'ફરીથી પ્રવેશવા' માંગો છો, તો તમારે ચાલુ આકારણી વર્ષ માટેના ફોર્મમાં આ વિકલ્પ પાછો ખેંચવા માટે ફોર્મ 10-IEA ફાઈલ કરવાની જરૂર રહેશે.
14. મેં ગત આકારણી વર્ષમાં ફરીથી પ્રવેશવાના વિકલ્પ સાથે ફોર્મ ભરીને ફોર્મ 10-IEAમાં જૂની કર પ્રણાલીમાંથી બહાર નીકળી ગયો હતો. શું હું ફોર્મ 10-IEAમાં ફરીથી જૂની કર પ્રણાલીનો વિકલ્પ અમલમાં મૂકી શકું?
જો તમે એકવાર જૂની કર પ્રણાલી પસંદ કર્યા પછી તેમાંથી બહાર નીકળી ગયા હોવ, તો તમે વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક મેળવવાનું બંધ ન કરો ત્યાં સુધી, તમે ફરીથી જૂની કર પ્રણાલીનો વિકલ્પ અમલમાં મૂકવા માટે ક્યારેય પાત્ર રહેશો નહીં.
15. હું ફોર્મ 10-IEAમાં નવી કર વ્યવસ્થાને નાપસંદ કરવા માંગતો હતો, પરંતુ મેં આવકવેરા રિટર્નની નિયત તારીખ પછી ફોર્મ 10-IEA ફાઈલ કર્યું છે. શું મને જૂની કર પ્રણાલીનો લાભ મળશે?
જો તમે નવી કર વ્યવસ્થાને નાપસંદ કરવા માંગો છો અને નિયત તારીખની અંદર ફોર્મ ફાઈલ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમે તમારા ITRમાં જૂની કર પ્રણાલીનો લાભ મેળવવા માટે પાત્ર રહેશો નહીં.
16. મેં ફોર્મ 10-IEA ફાઈલ કર્યું છે અને ફોર્મની સ્થિતિ અસ્વીકાર્ય ફોર્મ તરીકે દર્શાવે છે. મારે શું કરવું જોઈએ?
જો તમે આવકવેરા રિટર્નની નિયત તારીખ પછી ફોર્મ 10-IEA ફાઈલ કર્યું હોય, તો ફોર્મની સ્થિતિ અસ્વીકાર્ય ફોર્મ તરીકે દર્શાવવામાં આવશે. આવા મામલામાં, અનુગામી આકારણી વર્ષમાં નવેસરથી ફોર્મ ફાઈલ કરી શકાય છે.
17. ફાઈલ કરેલા ફોર્મ 10-IEAની સ્થિતિ 'માન્ય ફોર્મ'માંથી બદલાઈને 'અસ્વીકાર્ય ફોર્મ' થઈ ગઈ છે. મારે શું કરવું જોઈએ?
જો ફોર્મ 10-IEA ફાઈલ કરતી વખતે તમારા આવકવેરા રિટર્નને લાગુ પડતી સાચી નિયત તારીખ પસંદ કરવામાં ન આવી હોય, અને ITR ની નિયત તારીખ પછી ફોર્મ ફાઈલ કરવાને કારણે તમારું ફાઈલ કરેલું ફોર્મ 10-IEA તમારા ITRની પ્રક્રિયા માટે સ્વીકારવામાં ન આવ્યું હોય, તો તેવા મામલામાં ફોર્મની સ્થિતિ બદલાઈને "અસ્વીકાર્ય ફોર્મ" થઈ જશે. આવી પરિસ્થિતિમાં, અનુગામી આકારણી વર્ષમાં નવેસરથી ફોર્મ 10-IEA ફાઈલ કરી શકાય છે.
18. શું હું ફોર્મ 10-IEA સબમિટ કર્યા પછી તેમાં સુધારો કે ફેરફાર કરી શકું?
ના, ફોર્મ 10-IEAમાં સુધારો કરવાની મંજૂરી નથી. ઉપરાંત, એકવાર ફોર્મ 10-IEA ફાઈલ કર્યા પછી, તેને સમાન વર્ષમાં પાછું ખેંચી શકાતું નથી.
19. હું ફોર્મ 10-IEA ફાઈલ કર્યા પછી તેની સ્થિતિ કેવી રીતે તપાસી શકું?
તમે આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરીને ફોર્મ 10-IEAની ફાઈલિંગ સ્થિતિ તપાસી શકો છો. ફાઈલ કરેલા ફોર્મની વિગત ઈ-ફાઈલ ટેબ ----; આવકવેરા ફોર્મ ----; ફાઈલ કરેલા ફોર્મ જુઓ ----; આવકવેરા અધિનિયમ 1961 મુજબના ફોર્મ ----; અહીં ફોર્મ 10-IEA શોધીને તેની સ્થિતિ માન્ય છે કે અસ્વીકાર્ય તે ચકાસી શકો છો
20.જો હું ભવિષ્યમાં મારી આવકનો સ્ત્રોત બદલીને વ્યાપાર કે વ્યવસાય કરું તો શું થાય? શું મારે ફરીથી ફોર્મ 10-IEA ભરવાની જરૂર પડશે?
હા, જો ભવિષ્યમાં તમારા આવકનો સ્ત્રોત બદલીને વ્યાપાર અને વ્યવસાય થઈ જાય અને કરદાતા જૂની કર પ્રણાલી પસંદ કરવા માંગતા હોય, તો આવકવેરા અધિનિયમની કલમ 139(1) મુજબ લાગુ પડતી નિયત તારીખની અંદર ફોર્મ 10-IEA ફાઈલ કરવું જરૂરી છે.
21. શું હું દર વર્ષે જૂની અને નવી કર પ્રણાલી વચ્ચે બદલાવ કરી શકું?
વ્યાપાર અથવા વ્યવસાય સિવાયની આવક ધરાવતા કરદાતાઓ અધિનિયમની કલમ 139(1) મુજબની નિયત તારીખની અંદર પોતાનું આવકનું રિટર્ન ફાઈલ કરતી વખતે દર વર્ષે જૂની કર પ્રણાલી અથવા નવી કર વ્યવસ્થા વચ્ચે બદલાવ કરી શકે છે. વ્યાપાર અને વ્યવસાયમાંથી આવક ધરાવતા કરદાતાઓ કલમ 139(1) હેઠળની નિયત તારીખની અંદર ફોર્મ 10-IEA ફાઈલ કરીને જૂની કર પ્રણાલી પસંદ કરી શકે છે, અને ત્યાર બાદ તેઓ ફરીથી વૈકલ્પિક વિકલ્પ સાથે ફોર્મ 10-IEA ફાઈલ કરીને માત્ર એક જ વાર પરત નવી કર વ્યવસ્થામાં બદલાવ કરી શકે છે.