1.ફોર્મ 15CC શું છે?
બિન-નિવાસી જે કંપની ન હોય અથવા વિદેશી કંપનીને નાણાં મોકલનાર દરેક અધિકૃત ડીલરે આવા રેમિટન્સ અંગેનું ત્રિમાસિક જાહેરાત ફોર્મ 15CCમાં સબમિટ કરવું જરૂરી છે.
2. ફોર્મ 15CC સબમિટ કરવાના માધ્યમ કયા છે?
ફોર્મ 15CC માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ સબમિટ કરી શકાય છે. આ ફોર્મ ઓનલાઈન ફાઈલ કરવા માટે, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી, ફોર્મ પસંદ કરો, તેને તૈયાર કરો અને સબમિટ કરો.
3. ફોર્મ 15CC ફાઈલ કરતા પહેલાં ITDREIN ફરજિયાતપણે જનરેટ કરવું જરૂરી છે?
હા. રિપોર્ટિંગ એન્ટિટી દ્વારા ઉમેરવામાં આવેલા અધિકૃત વ્યક્તિએ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવા અને ફોર્મ 15CC ફાઈલ કરવા માટે ITDREINનો ઉપયોગ કરવો પડશે.
4. ફોર્મ 15CC ક્યારે ફાઈલ કરવું જરૂરી છે?
જે નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળા સાથે આવી ચુકવણી સંબંધિત હોય, તે ત્રિમાસિક ગાળો પૂરો થયાના 15 દિવસની અંદર આવકવેરા વિભાગના સક્ષમ સત્તાધિકારીને ઈલેક્ટ્રોનિક રીતે સબમિટ કરવાનું રહેશે.
5. ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે તે મને કેવી રીતે ખબર પડશે?
તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ મળશે. આ ઉપરાંત, તમે તમારી ક્રિયાઓ ટેબમાં કાર્ય સૂચી હેઠળ પણ સ્થિતિ જોઈ શકો છો.
6. ફોર્મ 15CC સબમિટ કરવા માટે ઈ-ચકાસણી જરૂરી છે? જો હા, તો હું ફોર્મ 15CCની ઈ-ચકાસણી કેવી રીતે કરી શકું?
હા, ફોર્મ 15CCની ઈ-ચકાસણી કરવી જરૂરી છે. તમારે ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ઈ-ચકાસણી કરવી પડશે.