સેવાની વિનંતી ચકાસો વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમામ વપરાશકર્તાઓ માટે ERIની સેવા વિનંતીની ચકાસણી કરવી સેવા ઉપલબ્ધ છે. આ સેવા સાથે, તમે તમારા વતી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ચોક્કસ ક્રિયાઓ કરતી વખતે, રિટર્ન અને ફોર્મ ફાઈલ કરવા સહિત, ઈ-રીટર્ન મધ્યસ્થી દ્વારા સબમિટ કરેલી વિનંતીને ચકાસી શકશો.
ERIs તેમના ગ્રાહક વતી નીચે મુજબની સેવાઓનો અમલ કરી શકે છે:
- ગ્રાહક ઉમેરો (નોંધાયેલ અને નોંધાયેલ ન હોય તેવા વપરાશકર્તાઓ)
- ગ્રાહકને સક્રિય કરો
- ગ્રાહકની માન્યતા વધારો
- સેવાની માન્યતા વધારો
- સેવા ઉમેરો
- ITR-V સબમિટ કરતી વખતે વિલંબ માટે માફી વિનંતી
- અધિકૃત પ્રતિનિધિ ઉમેરો
- બીજા વ્યક્તિને પોતાના વતી કાર્ય કરવા માટે અધિકૃત કરો
- પ્રતિનિધિ કરદાતા તરીકે નોંધણી કરાવો
- અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે નોંધણી કરાવો
- આવકવેરા ફોર્મ ફાઈલ કરો
- રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી
- સુધારણા વિનંતી
- સમયમર્યાદા પછી ITR ફાઈલ કરવા માટે માફી વિનંતી
- બેંક ખાતા દ્વારા ચકાસાયેલ સંપર્ક વિગતો અનુસાર પ્રાથમિક સંપર્ક વિગતો અપડેટ કરો
- ડીમેટ ખાતા દ્વારા ચકાસાયેલ સંપર્ક વિગતો અનુસાર પ્રાથમિક સંપર્ક વિગતો અપડેટ કરો
તમારા ગ્રાહક દ્વારા ચકાસણી કર્યા પછી જ, ERI દ્વારા સબમિટ કરેલી વિનંતી પૂર્ણ થશે.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
- માન્ય અને સક્રિય PAN / TAN
- ઈ-રીટર્ન મધ્યસ્થી દ્વારા વિનંતી શરૂ કરવામાં આવી હોવી જોઈએ.
- ERI દ્વારા સબમિટ કરાયેલ વિનંતીની લેવડ -દેવડ ID
- સબમિટ કરેલી વિનંતીની લેવડ-દેવડ ID વિનંતીની ચકાસણી સમયે માન્ય/સક્રિય હોવી આવશ્યક છે
3. વિગતવાર માર્ગદર્શિકા
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને સેવા વિનંતી ચકાસો પર ક્લિક કરો.
પગલું 2: સેવા વિનંતી ચકાસો પેજ પર, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પ્રાપ્ત વિનંતીનો લેવડ -દેવડ ID અને PAN / TAN દાખલ કરો. માન્ય કરો પર ક્લિક કરો.
નોંધ:જો તમે પોર્ટલ પર નોંધાયેલા ન હોય, તો વિનંતી સબમિટ કરતી વખતે ERI દ્વારા આપવામાં આવેલ તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ લેવડ -દેવડ ID દાખલ કરો.
પગલું 3: સફળ પ્રમાણીકરણ પછી, ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 4: ચકાસણીની પદ્ધતિ ERI દ્વારા સબમિટ કરવામાં આવેલી વિનંતીના પ્રકાર પર આધારિત રહેશે.
| સબમિટ કરેલી વિનંતીનો પ્રકાર | ચકાસણીનું માધ્યમ |
|
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર 6-અંકનો OTP પ્રાપ્ત થયો |
|
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર બે અલગ-અલગ 6-અંકના OTP પ્રાપ્ત થયા |
|
ઈ-ચકાસણી |
પગલું 5ક: 6-અંકના OTP/OTP દાખલ કરો (વધુ વિગતો માટે પગલું 4 માં કોષ્ટકનો સંદર્ભ લો). ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ:
- OTP માત્ર 15 મિનિટ માટે જ માન્ય રહેશે.
- સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયત્નો છે.
- સ્ક્રીન પર OTP સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવે છે કે OTP ક્યારે સમાપ્ત થશે.
- OTP ફરીથી મોકલો પર ક્લિક કરવાથી, એક નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.
- જો તમે બિનનોંધાયેલ વપરાશકર્તા છો, તો તમારે ગ્રાહક તરીકે ઉમેરતી વખતે તમારા ERI દ્વારા આપવામાં આવેલા તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલા બે અલગ-અલગ 6-અંકના OTP દાખલ કરવા પડશે.
પગલું 5ખ: જો ERI એ તમારા વતી સમય મર્યાદા પછી પણ આવકવેરા ફોર્મ ફાઈલ કરવા, રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી, સુધારણા વિનંતી, ITR ફાઈલ કરવા માટે માફી વિનંતી જેવી સેવાઓ માટે વિનંતી કરી હોય, તો તમારે ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને વિનંતીની ઈ-ચકાસણી કરવી પડશે.
નોંધ: વધુ જાણવા માટે ઈ-ચકાસણી કેવી રીતે કરવી વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
સફળ ચકાસણી પર, સફળતાનો સંદેશ લેવડ -દેવડ ID સાથે પ્રદર્શિત થશે. ભાવિ સંદર્ભ માટે કૃપા કરીને લેવડ -દેવડ IDની નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારી ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.
4. સંબંધિત વિષયો