તમારું PAN ચકાસો વપરાશકર્તા માર્ગદર્શિકા
1. ઓવરવ્યૂ
‘PANની સ્થિતિની ચકાસણી કરવી’ એ બાહ્ય એજન્સીઓ સિવાયના તમામ વપરાશકર્તાઓ માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ પૂર્વ-લોગઈન (પોર્ટલમાં લોગઈન કરવું જરૂરી નથી) સેવા છે.
બાહ્ય એજન્સીઓ ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી આ PANની સ્થિતિની ચકાસણી કરવી સેવાનો ઉપયોગ કરી શકે છે.
આ સેવા સાથે, તમે નીચે મુજબ કરી શકો છો :
- PANની વિગતો, જેમ કે PAN પરનું નામ, જન્મ તારીખ વગેરે સાચી છે કે નહીં તેની તપાસ કરવી.
- PAN સક્રિય છે કે નહીં તેની ચકાસણી કરવી.
2. આ સેવા મેળવવા માટેની પૂર્વશરતો
- માન્ય PAN
- માન્ય મોબાઈલ નંબર (તમારા દ્વારા એક્સેસ કરી શકાય તેવો)
- બાહ્ય એજન્સીઓ માટે : માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ, સ્થાપના તારીખ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા.
3. ક્રમશઃ માર્ગદર્શિકા
3.1 PANની સ્થિતિની ચકાસણી કરવી
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ.
પગલું 2: ઝડપી સંપર્ક વિભાગમાં, 'PANની સ્થિતિની ચકાસણી કરવી' પર ક્લિક કરો.
પગલું 3: 'PANની સ્થિતિની ચકાસણી કરવી' પેજ પર, તમારું PAN, પૂરું નામ, જન્મ તારીખ અને (તમારા દ્વારા એક્સેસ કરી શકાય) તેવો મોબાઈલ નંબર દાખલ કરો અને'ચાલુ રાખો' પર ક્લિક કરો.
પગલું 4:'ચકાસણી' પાનાં પર, પગલું 3માં દાખલ કરેલ મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ 6-અંકનો OTP દાખલ કરો અને 'ચકાસો
નોંધ :
• OTP માત્ર 15 મિનિટ માટે જ માન્ય રહેશે.
• યોગ્ય OTP દાખલ કરવા માટે તમને 3 પ્રયાસો મળશે.
• OTP ટાઈમર ફરીથી OTP જનરેટ કરવા માટે બાકી રહેલો સમય દર્શાવે છે. 'OTP ફરીથી મોકલો' પર ક્લિક કરવાથી, એક નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.
ચકાસણી સફળ થયા બાદ તમારા PANની સ્થિતિ પ્રદર્શિત કરવામાં આવશે.
નોંધ :
આ માત્ર માહિતી હેતુ છે, તે ઈ-ફાઈલિંગમાં અન્ય કોઈ કાર્યક્ષમતાને અસર કરશે નહીં. કોઈપણ પ્રશ્નની સ્થિતિમાં વપરાશકર્તાએ ફક્ત JAOનો સંપર્ક કરવો
3.2 બાહ્ય એજન્સી માટે PANની ચકાસણી કરવી
પગલું 1:તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.
પગલું 2: ‘સેવાઓ’ > ‘PAN વિગતો જુઓ’ પર ક્લિક કરો.
પગલું 3: ‘તમારાં PANની ચકાસણી કરો’ પાનાં પર, PAN (જે તમે ચકાસવા માંગો છો), પૂરું નામ અને સ્થાપના તારીખ (DOI) / જન્મ તારીખ (DOB) દાખલ કરો અને ‘ચાલુ રાખો’ પર ક્લિક કરો.
સફળ પ્રમાણીકરણ પર, PAN સ્થિતિ પ્રદર્શિત કરવામાં આવશે.
4. સંબંધિત વિષયો