Do not have an account?
Already have an account?

પ્રશ્ન 1:

કયા આકારણી વર્ષથી ફરીથી સૂચિત કરવામાં આવતું ફોર્મ 10B લાગુ પડે છે?

સમાધાન:

21મી ફેબ્રુઆરી 2023 ના અધિસૂચના ક્રમાંક 7/2023 દ્વારા સૂચિત કરવામાં આવેલ ફોર્મ 10B, જે આકારણી વર્ષ 2023-24 થી એટલે કે આકારણી વર્ષ 2023-24 અને આગામી વર્ષો માટે લાગુ પડે છે.

 

પ્રશ્ન 2:

શું ફોર્મ 10B જે અધિસૂચના ક્રમાંક 7/2023 જારી કરતા પહેલા ફાઈલ કરવામાં આવ્યું હતું, તે હજુ પણ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે?

સમાધાન:

હા, જૂનું ફોર્મ 10B પણ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તે માત્ર આકારણી વર્ષ 2022-23 સુધી જ લાગુ છે.

આકારણી વર્ષ 2022-23 સુધીની ફાઈલિંગ માટે, ફોર્મ 10B ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને અહીંથી એક્સેસ કરી શકાય છે–

"ઈ-ફાઈલ -----> આવકવેરા ફોર્મ -----> આવકવેરા ફોર્મ ફાઈલ કરો --->આવકવેરાના કોઈપણ સ્રોત પર આધારિત ન હોય તેવી વ્યક્તિઓ ----> CA ને સોંપણી કરવા માટે ફોર્મ 10B".

અથવા

વૈકલ્પિક રીતે, "મારા CA" કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને પણ ફોર્મ સોંપી કરી શકાય છે.

 

પ્રશ્ન 3:

ઓડિટીએ અધિસૂચના ક્રમાંક 7/2023 દ્વારા સૂચિત ફોર્મ 10B ક્યારે ફાઈલ કરવું જરૂરી છે?

સમાધાન:

આકારણી વર્ષ 2023-24 થી, ફરીથી સૂચિત કરવામાં આવેલ ફોર્મ 10B લાગુ થશે જ્યાં નીચે દર્શાવેલ શરતોમાંથી કોઈપણ શરત સંતુષ્ટ થતી હશે.

  1. નીચે જણાવેલ કલમ/અનુચ્છેદની જોગવાઈઓને લાગુ કર્યા વિના, ઓડિટની કુલ આવક, લાગુ પડતી હોય તે મુજબ-
  1. કલમ 10 ના અનુચ્છેદ 23C ના પેટા-અનુચ્છેદ (iv), (v), (vi) અને (via)
  2. અધિનિયમની કલમ 11 અને 12,

પાછલાં વર્ષ દરમિયાન રૂપિયા પાંચ કરોડથી વધુ

  1. ઓડિટીને પાછલા વર્ષ દરમિયાન કોઈ વિદેશી યોગદાન પ્રાપ્ત થયું છે
  2. ઓડિટી એ પાછલા વર્ષ દરમિયાન તેની આવકનો કોઈપણ ભાગ ભારતની બહાર લાગુ કર્યો છે.

વધુ વિગતો માટે, આવકવેરા નિયમ, 1962 ના નિયમ 16CC અને નિયમ 17B નો સંદર્ભ લઈ શકાય.

 

પ્રશ્ન 4:

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 10B (આકારણી વર્ષ 2023-24 થી) ફાઈલ કરવાની પ્રક્રિયા શું છે?

સમાધાન:

કૃપા કરીને ફોર્મ 10B ફાઈલ કરવા માટે નીચેના પગલાં અનુસરો:

પગલું-1: કરદાતા ઈ-ફાઈલ ફોર્મ મોડ ----> થી CA ને ફોર્મ10B (AY 2023-24 થી) સોંપી શકે છે.

પગલું-2: CA કાર્યસૂચિ---> હેઠળ "તમારી ક્રિયા માટે ટેબ"માં સોંપણી તપાસી શકે છે

પગલું 3: CA સોંપણી સ્વીકારી અથવા નકારી શકે છે ----->

પગલું 4: જો CA સોંપણી સ્વીકારે છે, તો તેણે/તેણીએ ફાઈલિંગના ઓફલાઈન મોડ હેઠળ PDF

જોડાણો સાથે JSON અપલોડ કરવાની જરૂર છે----->

પગલું 5 : એકવાર CA માન્ય જોડાણો સાથે JSON સબમિટ કરે,

કાર્યસૂચિના "તમારી ક્રિયા માટે" ટેબ મારફત CA દ્વારા અપલોડ કરાયેલ ફોર્મ પછી કરદાતાએ સ્વીકારવું/નકારવું પડશે

 

પ્રશ્ન 5:

ઉપરના પ્રશ્ન નંબર 3 માં ઉલ્લેખિત "ઓડિટી" કોણ છે?

સમાધાન:

અધિનિયમની કલમ 10 ના અનુચ્છેદ (23C) ના પેટા-અનુચ્છેદ (iv), (v), (vi) અથવા (via) માં ઉલ્લેખિત કોઈપણ ભંડોળ અથવા સંસ્થા અથવા ટ્રસ્ટ અથવા કોઈપણ યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા અથવા કોઈપણ હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા અથવા અધિનિયમની કલમ 11 અથવા 12 માં ઉલ્લેખિત કોઈપણ ટ્રસ્ટ અથવા સંસ્થાને આ ફોર્મમાં "ઓડિટી" તરીકે સંદર્ભિત કરવામાં આવશે.

 

પ્રશ્ન 6:

ફોર્મ 10B (આકારણી વર્ષ 2023-24થી) ફાઈલ કરવાની નિયત તારીખ કઈ છે?

સમાધાન:

ફોર્મની નિયત તારીખ કલમ 44AB માં ઉલ્લેખિત નિર્દિષ્ટ તારીખ પર અથવા તે પહેલાંની છે એટલે કે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવાની નિયત તારીખના એક મહિના પહેલા.

 

પ્રશ્ન 7:

નવા ફોર્મ 10B માટે ઓફલાઈન ઉપયોગિતા કેવી રીતે ડાઉનલોડ કરી શકાય?

સમાધાન:

હોમ | આવક વેરા વિભાગની મુલાકાત લો> ડાઉનલોડ વિભાગ------> આવકવેરા ફોર્મ------> ફોર્મ 10B (આકારણી વર્ષ .2023- 24 થી) -----> ફોર્મ ઉપયોગિતા પર જાઓ પર ક્લિક કરો.

વૈકલ્પિક રીતે, CA ફોર્મ અપલોડ કરતી વખતે ઓફલાઈન ઉપયોગિતા વિકલ્પ હેઠળ ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ પાથનો ઉપયોગ કરી શકે છે.

નોંધઃ કૃપા કરીને ખાતરી કરો કે તમે હંમેશા json ડાઉનલોડ અને અપલોડ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઉપયોગિતાનાં નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરો છો.

 

પ્રશ્ન 8:

સિસ્ટમ પર ફોર્મ 10B ને ચકાસવા માટે ક્યુ માધ્યમ ઉપલબ્ધ છે?

સમાધાન:

ફોર્મ 10B (આકારણી વર્ષ 2023-24 થી) માટે ચકાસણીનું માધ્યમ:

  • CA માટે, ફોર્મ અપલોડ કરવા માટે માત્ર DSC વિકલ્પ ઉપલબ્ધ છે.
  • કંપનીઓ સિવાયના કરદાતાઓ (ઓડિટી) માટે, CA દ્વારા અપલોડ કરેલા ફોર્મને સ્વીકારવા માટે DSC અને EVC બંને વિકલ્પો ઉપલબ્ધ છે.
  • કંપનીઓ માટે, CA દ્વારા અપલોડ કરેલ ફોર્મ સ્વીકારવા માટે માત્ર DSC વિકલ્પ ઉપલબ્ધ છે.

 

પ્રશ્ન 9:

ફરીથી સૂચિત કરેલ ફોર્મ 10B ના સંદર્ભમાં પ્રશ્ન નંબર 3 માં ઉલ્લેખિત "વિદેશી યોગદાન" નો અર્થ શું છે?

સમાધાન:

નિયમ 16CC અને નિયમ 17B માટે, "વિદેશી યોગદાન" શબ્દનો તે જ અર્થ હશે જે તેને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, 2010 (2010 ની42) ની કલમ 2 ની પેટા-કલમ (1) ના અનુચ્છેદ (h) માં સોંપેલ છે.

 

પ્રશ્ન 10:

કોષ્ટક ધરાવતી અનુસૂચિઓ માટે રેકોર્ડ કેવી રીતે પ્રદાન કરવા, એટલે કે "વિગતો ઉમેરો" અને "CSV અપલોડ કરો" વિકલ્પ બંને એકસાથે?

સમાધાન:

"વિગતો ઉમેરો અને "CSV અપલોડ કરો" એમ બંને વિકલ્પ એકસાથે ધરાવતા પરિશિષ્ટ માટે, કૃપા કરીને નીચેની બાબતોની નોંધ લોઃ-

  1. 50 સુધીના રેકોર્ડની સંખ્યા માટે: ટેબલ અથવા CSV વિકલ્પમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકાય છે. બંને કિસ્સાઓમાં, ડેટા કોષ્ટકમાં પ્રતિબિંબિત થશે.
  2. 50 કરતાં વધુ રેકોર્ડની સંખ્યા માટે: ફક્ત CSV વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. ડેટા ફક્ત CSV જોડાણ તરીકે દેખાશે.
  3. CSV અપલોડ કરો વિકલ્પનો ઉપયોગ કરતી વખતે, નીચેના પગલાંઓ અનુસરવા જોઈએ:-

"એક્સેલ ટેમ્પ્લેટ ડાઉનલોડ કરો àરેકોર્ડ ઉમેરો àએક્સેલ ટેમ્પ્લેટને .CSV ફાઈલમાં કન્વર્ટ કરો à.CSV ફાઈલ અપલોડ કરો

  1. જ્યારે પણ CSV ફાઈલ અપલોડ કરવામાં આવે છે, ત્યારે તે હાલના રેકોર્ડ/ડેટાને ઓવરલેપ કરશે, જો કોઈ હોય તો. જૂના રેકોર્ડ કાઢી નાખવામાં આવશે અને નવીનતમ CSV દ્વારા અપલોડ કરેલા રેકોર્ડ પ્રચલિત થશે.

 

પ્રશ્ન 11:

શું ફોર્મ ફાઈલ કરવા માટે કોઈ સૂચના અથવા માર્ગદર્શન ઉપલબ્ધ છે?

સમાધાન:

હા, ફોર્મ 10B (આકારણી વર્ષ .2023-24 થી)ની ઉપયોગિતામાં CA સૂચના ફાઈલ ડાઉનલોડ કરી શકે છે.

 

પ્રશ્ન 12:

નવા ફોર્મ 10Bમાં લાગુ પડતું સરવૈયું, નફા અને નુકસાનનું નિવેદનપત્રક અને કર ઓડિટ રિપોર્ટ ક્યાં અપલોડ કરવો?

સમાધાન:

સહાયક દસ્તાવેજો હેઠળ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ સબમિટ કરતી વખતે ઓડિટરને સરવૈયું, નફા અને નુકસાન ખાતું અને 3 CA/3 CB હેઠળનો ઓડિટ રિપોર્ટ PDF અથવા zip ફાઈલમાં અપલોડ કરવો જરૂરી છે.

એક વૈકલ્પિક જોડાણ વિકલ્પ પણ છે જેને "વિવિધ જોડાણો" નામ આપવામાં આવ્યું છે જ્યાં અન્ય કોઈપણ સંબંધિત દસ્તાવેજ જોડી શકાય છે.

કૃપા કરીને નોંધ કરો કે દરેક દસ્તાવેજનું કદ 5 MB કરતા વધુ ન હોવું જોઈએ અને તમામ જોડાણો એકસાથે 50MBથી વધુ ન હોવા જોઈએ. સાથે જ તમામ જોડાણો ફક્ત PDF/ZIP ફોર્મેટમાં હોવા જોઈએ અને ZIP ફોલ્ડરમાંની બધી ફાઈલો માત્ર PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ.

 

પ્રશ્ન 13:

શું ફાઈલ કરેલ ફોર્મ 10 B (આકારણી વર્ષ 2023-24 થી) સુધારી શકાય છે?

સમાધાન:

હા, ફાઈલ કરેલ ફોર્મ 10B માટે સુધારાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

 

પ્રશ્ન 14:

ફોર્મ 10B ફાઈલ કરવાનું ક્યારે પૂર્ણ થયું હોવાનું માનવામાં આવે છે?

સમાધાન:

ફોર્મ ફાઈલ થયાનું ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે કરદાતા CA દ્વારા સબમિટ કરેલ ફોર્મ સ્વીકારે છે અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ સક્રિય DSC અથવા EVC સાથે તેની ચકાસણી કરે છે.

 

પ્રશ્ન 15:

ફોર્મ 10B ની ઓફલાઈન ઉપયોગિતા ભરવા માટે અનુસૂચિની પેનલ ક્યારે ઉપલબ્ધ થશે?

સમાધાન:

જ્યારે વપરાશકર્તા ફોર્મમાં અન્ય પેનલ પૂર્ણ કરે છે ત્યાર પછી જ અનુસૂચિની પેનલ ભરવા માટે ઉપલબ્ધ થશે.

 

પ્રશ્ન 16:

વપરાશકર્તાએ ગયા વર્ષે ફોર્મ 10B ફાઈલ કર્યું છે, આકારણી વર્ષ .2023-24 થી ફોર્મ, 10B અથવા 10BB બેમાંથી કયું ફોર્મ ફાઈલ કરવું જરૂરી છે?

સમાધાન:

આવકવેરા સુધારો (ત્રીજો સુધારો) નિયમ, ,2023 એ નિયમ 16CC અને નિયમ 17B માં સુધારો કર્યો છે. અગાઉનાં આકારણી વર્ષોમાં કયું ફોર્મ ફાઈલ કરવામાં આવ્યું હતું તે હકીકતને ધ્યાનમાં લીધા વિના, આકારણી વર્ષ 2023-24 થી ફોર્મ 10B અને 10BB ને લાગુ પાડવાનો નિર્ણય સુધારેલા નિયમ 16CC અને નિયમ 17B ના આધારે નક્કી કરવામાં આવશે.

 

પ્રશ્ન 17:

ફોર્મ 10B (આકારણી વર્ષ 2023-24 થી) ફાઈલ કર્યા પછી ફાઈલ કરેલા ફોર્મની વિગતો ક્યાં જોવી?

સમાધાન:

ફાઈલ કરેલ ફોર્મની વિગતો ઈ-ફાઈલ ટેબ--->આવકવેરા ફોર્મ--->CA અને કરદાતાના લોગઈન હેઠળ ફાઈલ કરેલા ફોર્મ જુઓ હેઠળ જોઈ શકાય છે.

 

પ્રશ્ન 18:

જો મારી આવક મહત્તમ રકમથી વધુ ન હોય તો પણ ફોર્મ 10B ફાઈલ કરવું જોઈએ કે જે કર માટે કરપાત્ર નથી?

સમાધાન:

કૃપા કરીને ફોર્મ 10B લાગુ કરવા માટે આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10ના અનુચ્છેદ (23C) થી દસમી પરંતુકના અનુચ્છેદ (b) અને કલમ 12A(1) ના અનુચ્છેદ (b) ના પેટા અનુચ્છેદ (ii) ની સાથે વાંચેલ આવકવેરા નિયમ, 1962ના નિયમ 16CC અને નિયમ 17B ની સંબંધિત જોગવાઈનો સંદર્ભ લો.

 

પ્રશ્ન 19:

ફોર્મ 10B ફાઈલ કરતી વખતે, મને સબમિશન નિષ્ફળ થયું અથવા "કૃપા કરીને નીચેની સમસ્યાઓને ઠીક કરો અને ફરીથી સબમિટ કરવાનો પ્રયાસ કરો: સંપૂર્ણ નામ માટે અમાન્ય ફોર્મેટ, અમાન્ય ફ્લેગ, અમાન્ય ઈનપુટ, કૃપા કરીને માન્ય ટકાવારી, અમાન્ય ફ્લેટ, અમાન્ય સરનામું, લાઈન દાખલ કરો, કૃપા કરીને માન્ય PIN કોડ દાખલ કરો." વગેરે જેવી ત્રુટિ મળી રહી છે. આ પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ કેવી રીતે મેળવવું?

સમાધાન:

ફાઈલિંગ કરવાનું શરૂ કરતા પહેલા, તમે નીચેના પગલાંની ખાતરી કરી શકો છો જે તમને ફોર્મનું સફળ સબમિશન કરવામાં મદદ કરશે,

  1. CA અને કરદાતાની પ્રોફાઈલને તમામ જરૂરી વિગતો સાથે અપડેટ કરવી જોઈએ.
  2. જો લાગુ હોય તો, મુખ્ય વ્યક્તિની વિગતો અપડેટ કરવી જોઈએ.
  3. JSON માં કોઈપણ ત્રુટિ વિના JSON ને ઉપયોગિતામાંથી ડાઉનલોડ કરવી જોઈએ .
  4. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માન્ય JSON જનરેટ કરવા અને અપલોડ કરવા માટે હંમેશા ડાઉનલોડ કરો વિભાગમાં ઉપલબ્ધ નવીનતમ ઉપયોગિતાનો ઉપયોગ કરો.

 

પ્રશ્ન 20:

જો અગાઉના સમયગાળા દરમિયાન આવા નિર્દિષ્ટ વ્યક્તિઓ સાથે કોઈ લેવડ-દેવડનું વર્ષ ન હોય તો પણ, શું આવકવેરા અધિનિયમ ,1961 ની કલમ 13(3) માં ઉલ્લેખિત નિર્દિષ્ટ વ્યક્તિઓની વિગતો ફોર્મ 10B ની S.no 41 માં પ્રદાન કરવી ફરજિયાત છે?

સમાધાન:

SI.No. 41 માં જરૂરી નિર્દિષ્ટ વ્યક્તિઓની વિગતો પ્રદાન કરવી ફરજીયાત છે. તમે 9મી ઓક્ટોબર 2023ના પરિપત્ર ક્રમાંક 17/2023નો આગળ સંદર્ભ લઈ શકો છો અને જો ઉપલબ્ધ હોય તો તે વ્યક્તિઓની વિગતો પ્રદાન કરી શકો છે.

 

પ્રશ્ન 21:

આકારણી વર્ષ 2023-24 માટે ફોર્મ 10B માટે UDIN કેવી રીતે જનરેટ કરવું?

સમાધાન:

ફરીથી સૂચિત ફોર્મ 10B માટે, આકારણી વર્ષ 2023-24 થી લાગુ, UDIN પોર્ટલ પર ફોર્મનું નામ "ફોર્મ 10B- કલમ 10(23C)(b)(iv)/(v)/(vi)/(via) અને કલમ 12A(1)(b)(ii)ની દસમુ પરંતુક પસંદ કરીને UDIN જનરેટ કરી શકાય છે."

 

પ્રશ્ન 22:

શું ફરીથી સૂચિત કરેલ ફોર્મ 10B તૃતીય પક્ષ સોફ્ટવેર દ્વારા ફાઈલ કરી શકાય છે?

સમાધાન:

હા, તૃતીય પક્ષ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ફોર્મ ફરીથી સૂચિત ફોર્મ 10B ફાઈલ કરી શકાય છે.

 

પ્રશ્ન 23:

લેવડ-દેવડના ઈલેક્ટ્રોનિક માધ્યમ શું છે જે ફોર્મમાં સંદર્ભિત છે?

સમાધાન:

આવકવેરા નિયમ, 1962 ના નિયમ 6ABBA માં ઉલ્લેખ કર્યા મુજબ, ઈલેક્ટ્રોનિક માધ્યમ નીચેનું માધ્યમ હશે:

(a) ક્રેડિટ કાર્ડ,

(b) ડેબિટ કાર્ડ,

(c) નેટ બેન્કિંગ,

(d) IMPS (તાત્કાલિક ચુકવણી સેવા)

(e) UPI (એકીકૃત ચુકવણી ઈન્ટરફેસ)

(f) RTGS (રિઅલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ),

(g) NEFT (નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર)

(h) BHIM (ભારત ઈન્ટરફેસ ફોર મની) આધાર પે.