Do not have an account?
Already have an account?

પ્રશ્ન 1:

કયા આકારણી વર્ષથી ફરીથી સૂચિત ફોર્મ 10BB લાગુ થાય છે?

સમાધાન:

21મી ફેબ્રુઆરી 2023ના રોજની અધિસૂચના ક્રમાંક 7/2023 ના માધ્યમ દ્વારા ફોર્મ 10BB સૂચિત કરવામાં આવ્યું છે જે આકારણી વર્ષ 2023-24 થી લાગુ થશે.

 

પ્રશ્ન 2:

શું ફોર્મ 10BB જે અધિસૂચના ક્રમાંક 7/2023 જારી કરતા પહેલા ફાઈલ કરવામાં આવ્યું હતું, તે હજુ પણ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે?

સમાધાન:

હાલનું ફોર્મ 10BB પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તે માત્ર આકારણી વર્ષ 2022-23 સુધી જ લાગુ છે.

આકારણી વર્ષ 2022-23 સુધીના ફાઈલિંગ માટે, ફોર્મ 10BB ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ છે અને તેને અહીં એક્સેસ કરી શકાય છે–

“ઈ-ફાઈલ -----> આવેકવેરા ફોર્મ ----> આવકવેરા ફોર્મ ફાઈલ કરો ---> આવકના કોઈપણ સ્ત્રોત પર આધારિત ન હોય તેવી વ્યક્તિઓ----> CA ને સોંપવા માટે ફોર્મ 10BB”.

અથવા

વૈકલ્પિક રીતે, "મારા CA" કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને પણ ફોર્મ સોંપી કરી શકાય છે.

 

પ્રશ્ન 3:

ઓડિટીએ ક્યારે અધિસૂચના ક્રમાંક 7/2023 દ્વારા સૂચિત ફોર્મ 10BB ફાઈલ કરવું જરૂરી છે?

સમાધાન:

આકારણી વર્ષ 2023-24 થી, ફરીથી સૂચિત કરવામાં આવેલ ફોર્મ 10B લાગુ થશે જ્યાં નીચે દર્શાવેલ શરતોમાંથી કોઈપણ સંતુષ્ટ થશે-

  1. ઉલ્લેખિત અનુચ્છેદ/કલમની જોગવાઈઓ લાગુ કર્યા વિના, ઓડિટી ની કુલ આવક, લાગુ પડતી હોય તેમ-
  1. કલમ 10 ના અનુચ્છેદ 23C ના પેટા-અનુચ્છેદ (iv), (v), (vi) અને (via)
  2. અધિનિયમની કલમ 11 અને 12,

પાછલાં વર્ષ દરમિયાન રૂપિયા પાંચ કરોડથી વધુ

  1. ઓડિટીને પાછલા વર્ષ દરમિયાન કોઈ વિદેશી યોગદાન પ્રાપ્ત થયું છે
  2. ઓડિટી એ પાછલા વર્ષ દરમિયાન તેની આવકનો કોઈપણ ભાગ ભારતની બહાર લાગુ કર્યો છે.

 

અન્ય તમામ મામલા માટે, ફરીથી સૂચિત કરેલ ફોર્મ નં. 10BB લાગુ પડશે.

વધુ વિગતો માટે, તમે આવકવેરા નિયમ, 1962 ના નિયમ 16CC અને નિયમ 17B નો સંદર્ભ લઈ શકો છો.

 

પ્રશ્ન 4:

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 10 BB (આકારણી વર્ષ 2023 -24 થી) ફાઈલ કરવાની પ્રક્રિયા શું છે?

સમાધાન:

ફોર્મ 10 BB (આકારણી વર્ષ 2023-24 થી) ફાઈલ કરવા માટેના પગલાં નીચે મુજબ છે:

પગલું 1) કરદાતા લોગઈન: CA ને ફોર્મ સોંપો ફોર્મ બે રીતે સોંપવામાં આવી શકે છે-

  • ઈ-ફાઈલ -----> આવક વેરા ફોર્મ ----> આવક વેરા ફોર્મ ફાઈલ કરો ---> આવકના કોઈપણ સ્ત્રોત પર આધારિત ન હોય તેવી વ્યક્તિઓ----> ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી)
  • અધિકૃત ભાગીદારો-----> મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) -----> CA ઉમેરો (જો ઉમેરવામાં ન આવે તો)----> ફોર્મ 10BB સોંપો (આકારણી વર્ષ 2023-24 થી).

પગલું 2) CA લોગઈન: CA સોંપેલ ફોર્મનો સ્વીકાર કરશે અને કાર્યસૂચિ "તમારી ક્રિયા માટે" ટેબ દ્વારા ફોર્મ અપલોડ કરવાનું રહેશે.

પગલું 3) કરદાતા લોગઈન: કરદાતાએ CA દ્વારા અપલોડ કરેલ ફોર્મ કાર્યસૂચિ "તમારી ક્રિયા માટે" ટેબ દ્વારા સ્વીકારશે.

 

કૃપા કરીને ખાતરી કરો કે કલમ 44ABમાં ઉલ્લેખિત નિર્દિષ્ટ તારીખ પહેલાં ફોર્મ અપલોડ કરવામાં આવે અને સ્વીકારવામાં આવે, એટલે કે કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ ફાઈલિંગના કોઈપણ વિલંબિત પરિણામોને ટાળવા માટે, આવકનું રિટર્ન રજૂ કરવાની નિયત તારીખના એક મહિના પહેલાંની તારીખ.

 

પ્રશ્ન 5:

ઉપરના પ્રશ્ન નંબર 3 માં ઉલ્લેખિત "ઓડિટી" કોણ છે?

સમાધાન:

અધિનિયમની કલમ 10 ના અનુચ્છેદ (23C) ના પેટા-અનુચ્છેદ (iv), (v), (vi) અથવા (via) માં ઉલ્લેખિત કોઈપણ ભંડોળ અથવા સંસ્થા અથવા ટ્રસ્ટ અથવા કોઈપણ યુનિવર્સિટી અથવા અન્ય શૈક્ષણિક સંસ્થા અથવા કોઈપણ હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા અથવા અધિનિયમની કલમ 11 અથવા 12 માં ઉલ્લેખિત કોઈપણ ટ્રસ્ટ અથવા સંસ્થાને આ ફોર્મમાં "ઓડિટી" તરીકે સંદર્ભિત કરવામાં આવશે.

 

પ્રશ્ન 6:

ફરીથી સૂચિત કરેલ ફોર્મ 10 BB ના સંદર્ભમાં પ્રશ્ન નંબર 3 માં ઉલ્લેખિત "વિદેશી યોગદાન" નો અર્થ શું છે?

સમાધાન:

નિયમ 16CC અને નિયમ 17B માટે, "વિદેશી યોગદાન" શબ્દનો તે જ અર્થ હશે જે તેને વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, 2010 (2010 ની42) ની કલમ 2 ની પેટા-કલમ (1) ના અનુચ્છેદ (h) માં સોંપેલ છે.

 

પ્રશ્ન 7:

ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી) ફાઈલ કરવાની નિયત તારીખ શું છે?

સમાધાન:

ફોર્મ 10BB કલમ 44AB માં ઉલ્લેખિત નિર્દિષ્ટ તારીખ પહેલાં એટલે કે કલમ 139(1) હેઠળ રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખના એક મહિના પહેલાં ફાઈલ કરવામાં આવશે.

 

પ્રશ્ન 8:

ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24થી) ફાઈલ કરવાનું ક્યારે પૂર્ણ થયેલ માનવામાં આવે છે?

સમાધાન:

ફોર્મ ફાઈલ થયાનું ત્યારે જ પૂર્ણ માનવામાં આવે છે જ્યારે કરદાતા CA દ્વારા અપલોડ કરેલ ફોર્મ સ્વીકારે છે અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ સક્રિય DSC અથવા EVC સાથે તેની ચકાસણી કરે છે.

 

પ્રશ્ન 9:

ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી) માટે ચકાસણીના કયા માધ્યમ દ્વારા ઉપલબ્ધ છે?

સમાધાન:

ફોર્મ 10 BB (આકારણી વર્ષ 2023-24 થી) માટે ચકાસણીનું માધ્યમ:

  • CA માટે, ફોર્મ અપલોડ કરવા માટે માત્ર DSC વિકલ્પ ઉપલબ્ધ છે.
  • કંપનીઓ સિવાયના કરદાતાઓ (ઓડિટી) માટે, CA દ્વારા અપલોડ કરેલા ફોર્મને સ્વીકારવા માટે DSC અને EVC બંને વિકલ્પો ઉપલબ્ધ છે.
  • કંપનીઓ માટે, CA દ્વારા અપલોડ કરેલ ફોર્મ સ્વીકારવા માટે માત્ર DSC વિકલ્પ ઉપલબ્ધ છે.

 

પ્રશ્ન 10:

મેં ગયા વર્ષે 10BB ફોર્મ ફાઈલ કર્યું છે. આકારણી વર્ષ .2023-24 અથવા આગામી આકારણી વર્ષો માટે 10B અથવા 10BB, કયું ફોર્મ ફાઈલ કરવું જરૂરી છે?

સમાધાન:

આવકવેરા સુધારો (ત્રીજો સુધારો) નિયમ, ,2023 એ નિયમ 16CC અને નિયમ 17B માં સુધારો કર્યો છે. અગાઉનાં આકારણી વર્ષોમાં કયું ફોર્મ ફાઈલ કરવામાં આવ્યું હતું તે હકીકતને ધ્યાનમાં લીધા વિના, આકારણી વર્ષ 202324 થી ફોર્મ 10B અને 10BB ને લાગુ પાડવાનો નિર્ણય સુધારેલા નિયમ 16CC અને નિયમ 17B ના આધારે નક્કી કરવામાં આવશે.

 

પ્રશ્ન 11:

કોષ્ટક ધરાવતી અનુસૂચિઓ માટે રેકોર્ડ કેવી રીતે પ્રદાન કરવા, એટલે કે "વિગતો ઉમેરો" અને "CSV અપલોડ કરો" વિકલ્પ બંને એકસાથે?

સમાધાન:

અનુક્રમાંક 23(vii), અનુક્રમાંક 23(viii) અને અનુક્રમાંક 32 માં તમામ અનુસૂચિ માટે, કૃપા કરીને નીચેની બાબતોની નોંધ લો:-

 

  1. 50 સુધીના રેકોર્ડની સંખ્યા માટે: ટેબલ અથવા CSV વિકલ્પમાંથી કોઈપણનો ઉપયોગ કરી શકાય છે. બંને કિસ્સાઓમાં, ડેટા કોષ્ટકમાં પ્રતિબિંબિત થશે.
  2. 50 કરતાં વધુ રેકોર્ડની સંખ્યા માટે: ફક્ત CSV વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. ડેટા ફક્ત CSV જોડાણ તરીકે દેખાશે.
  3. CSV અપલોડ કરો વિકલ્પનો ઉપયોગ કરતી વખતે, નીચેના પગલાંઓ અનુસરવા જોઈએ:-

"એક્સેલ ટેમ્પલેટ ડાઉનલોડ કરો à - રેકોર્ડ ઉમેરો àએક્સેલ ટેમ્પલેટને .csv ફાઈલમાં કન્વર્ટ કરોà .csv ફાઈલ અપલોડ કરો"

  1. જ્યારે પણ CSV ફાઈલ અપલોડ કરવામાં આવે છે, ત્યારે તે હાલના રેકોર્ડ/ડેટાને ઓવરલેપ કરશે, જો કોઈ હોય તો. જૂના રેકોર્ડ દૂર કરવામાં આવશે અને નવીનતમ CSV દ્વારા અપલોડ કરાયેલા રેકોર્ડ પ્રચલિત થશે.

 

પ્રશ્ન 12:

શું ફાઈલ કરેલ ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી) માં સુધારો કરી શકાય છે?

સમાધાન:

હા, ફાઈલ કરેલ ફોર્મ 10BB માટે સુધારાનો વિકલ્પ ઉપલબ્ધ છે.

 

પ્રશ્ન 13:

શું ફોર્મ ફાઈલ કરવા માટે કોઈ સૂચના અથવા માર્ગદર્શન ઉપલબ્ધ છે?

સમાધાન:

હા, એકવાર CA સોંપણી સ્વીકારે અને તેના ARCA લોગઈન હેઠળ ફોર્મ ભરવા માટે આગળ વધે છે, ત્યારે તે સ્ક્રીનની ટોચ પર ઉપલબ્ધ સૂચના ફાઈલ, જ્યાં ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 ની) પેનલ આપવામાં આવી છે ત્યાંથી ડાઉનલોડ કરી શકશે.

ઉલ્લેખિત લિંક પર ક્લિક કરીને, સૂચના ફાઈલ ડાઉનલોડ કરી શકાય છે.

 

પ્રશ્ન 14:

ફોર્મ ફાઈલ કરતી વખતે કોઈપણ જોડાણો જોડવાની જરૂર છે કે કેમ?

સમાધાન:

હા, ફોર્મની "જોડાણો" પેનલ હેઠળ નીચેનાં જોડાણો જોડવાં ફરજિયાત છે-

  1. આવક અને જાવક ખાતું/નફો અને નુકસાન ખાતું
  2. સરવૈયું

એક વૈકલ્પિક જોડાણ વિકલ્પ પણ છે જેને "વિવિધ જોડાણો" નામ આપવામાં આવ્યું છે જ્યાં અન્ય કોઈપણ સંબંધિત દસ્તાવેજ જોડી શકાય છે.

કૃપા કરીને નોંધ કરો કે દરેક જોડાણનું કદ 5MBથી વધુ ન હોવું જોઈએ. બધાં જોડાણો ફક્ત PDF/ZIP ફોર્મેટમાં હોવાં જોઈએ અને ZIP ફાઈલમાંની બધી ફાઈલો ફક્ત PDF ફોર્મેટમાં જ હોવી જોઈએ.

 

પ્રશ્ન 15:

ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી) ફાઈલ કર્યા પછી ફાઈલ કરેલા ફોર્મની વિગતો ક્યાં જોવી?

સમાધાન:

ફાઈલ કરેલ ફોર્મની વિગતો ઈ-ફાઈલ ટેબ--->આવકવેરા ફોર્મ--->CA અને કરદાતાના લોગઈન હેઠળ ફાઈલ કરેલા ફોર્મ જુઓ હેઠળ જોઈ શકાય છે.

 

પ્રશ્ન 16:

હું ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી) ની ઓફલાઈન ઉપયોગિતા કેવી રીતે ડાઉનલોડ કરી શકું?

સમાધાન:

હોમ | આવકવેરા વિભાગ -----ની મુલાકાત લો > ડાઉનલોડ કરો પર જાઓ------> આવકવેરા ફોર્મ------> ફોર્મ 10BB (આકારણી વર્ષ.2023-24 થી) -----> ફોર્મ ઉપયોગિતા.

વૈકલ્પિક રીતે, CA ફોર્મ અપલોડ કરતી વખતે ઓફલાઈન ફાઈલિંગ વિકલ્પ હેઠળ ડાઉનલોડ બટન પર ક્લિક કરીને આ પાથને એક્સેસ કરી શકે છે.

નોંધ: કૃપા કરીને ખાતરી કરો કે તમે હંમેશાં ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઉપલબ્ધ ઉપયોગિતાના નવીનતમ સંસ્કરણનો ઉપયોગ કરો છો.

 

પ્રશ્ન 17:

શું ફોર્મ 10BB (આકારણી વર્ષ 2023-24 થી) ERI દ્વારા ફાઈલ કરી શકાય છે એટલે કે તૃતીય પક્ષ સોફ્ટવેર?

સમાધાન:

હા, આ ફોર્મ "ઓફલાઈન" ફાઈલિંગ માધ્યમનો ઉપયોગ કરીને ERI દ્વારા પણ ફાઈલ કરી શકાય છે.

 

પ્રશ્ન 18:

જો મારી આવક મૂળભૂત છૂટ મર્યાદાથી ઓછી હોય તો ફોર્મ 10 BB ફાઈલ કરવું જરૂરી છે કે નહીં?

સમાધાન:

કૃપા કરીને આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 10 ના અનુચ્છેદ (23C) થી દસમી પરંતુકના અનુચ્છેદ (b) અને કલમ 12A(1) ના અનુચ્છેદ (b) ના પેટા અનુચ્છેદ (ii) સાથે વાંચેલ ફોર્મ 10BB લાગુ કરવા માટે આવકવેરા નિયમ, 1962ના નિયમ 16CC અને નિયમ 17B સંબંધિત જોગવાઈનો સંદર્ભ લો.

 

પ્રશ્ન 19:

ફોર્મ 10BB માં, હિસાબનીશ પેનલના અહેવાલ હેઠળ, "સમાજ/કંપની/બિન નફાકારક સંસ્થા/વગેરે" પસંદ કરવાનો કોઈ વિકલ્પ નથી. હું કયો વિકલ્પ પસંદ કરી શકું?

સમાધાન:

ફોર્મ 10BB "હિસાબનીશ તરફથી અહેવાલ" પેનલ હેઠળ ઓડિટની વિગતો માટે પસંદગી માટે નીચેના વિકલ્પો આપે છે- ફંડ, ટ્રસ્ટ, સંસ્થા, યુનિવર્સિટી, અન્ય શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ અથવા અન્ય તબીબી સંસ્થા.

તમે સંસ્થાના પ્રકાર કે જેના માટે કામચલાઉ/અંતિમ નોંધણી મંજૂર કરવામાં આવી હતી અથવા સંસ્થા દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિઓનો પ્રકાર અથવા અન્ય કોઈપણ સંબંધિત પરિબળ કે જેને આધાર તરીકે લઈ શકાય છે તેના આધારે તમે ઓડિટના કિસ્સામાં યોગ્ય હોય તે પસંદ કરી શકો છો.

 

પ્રશ્ન 20:

મને 'સબમિશન નિષ્ફળ થયું' માટે ત્રુટિ મળી રહી છે

અથવા

સબમિશનમાં ત્રુટિ આવી રહી છે જ્યાં ત્રુટિ જણાવે છે કે "કૃપા કરીને નીચેની સમસ્યાઓને ઠીક કરો અને ફરીથી સબમિટ કરવાનો પ્રયાસ કરો: સંપૂર્ણ નામ માટે અમાન્ય ફોર્મેટ, અમાન્ય ફ્લેગ, અમાન્ય ઈનપુટ, કૃપા કરીને માન્ય ટકાવારી દાખલ કરો, અમાન્ય ફ્લેટ, અમાન્ય સરનામું, લાઈન, કૃપા કરીને માન્ય PIN કોડ દાખલ કરો." મારે હવે શું કરવું જોઈએ?

સમાધાન:

કૃપા કરીને ખાતરી કરો કે મુખ્ય વ્યક્તિની વિગતો સહિત તમામ ફરજિયાત ફિલ્ડ માટે કરદાતા અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પ્રોફાઈલ સંપૂર્ણ છે. પૂર્ણ થયા પછી, જૂનો ડ્રાફ્ટ કાઢી નાખો અને નવું ફોર્મ ફાઈલ કરવાનો ફરીથી પ્રયાસ કરો.

 

પ્રશ્ન 21:

જો કલમ 13 ના અનુચ્છેદ (c)ના પેટા-અનુચ્છેદ (1) અથવા પેટા-અનુચ્છેદ (2) માં ઉલ્લેખિત શરતો/માપદંડો લાગુ ન હોય તો પણ ફોર્મ 10BB ના અનુક્રમાંક 28 માં કલમ 13(3) હેઠળ ઉલ્લેખિત નિર્દિષ્ટ વ્યક્તિની વિગતો પ્રદાન કરવી ફરજિયાત છે?

સમાધાન:

અનુક્રમાંક 28 માં નિર્દિષ્ટ વ્યક્તિઓની વિગતો પ્રદાન કરવી ફરજીયાત છે. તમે 9મી ઓક્ટોબર 2023 નો પરિપત્ર ક્રમાંક 17/2023 નો આગળ સંદર્ભ લઈ શકો છો અને ઉપલબ્ધ વ્યક્તિઓની વિગતો પ્રદાન કરવામાં આવી શકે છે.

 

પ્રશ્ન 22:

આકારણી વર્ષ 2023-24 માટે ફોર્મ 10BB માટે UDIN કેવી રીતે જનરેટ કરવું?

સમાધાન:

કૃપા કરીને નોંધ કરો કે ફરીથી સૂચિત કરેલ ફોર્મ 10BB માટે, આકારણી વર્ષ 2023-24 થી લાગુ થશે, UDIN પોર્ટલ પર UDIN ફોર્મનું નામ "ફોર્મ 10BB- કલમ 10 (23C)(b)(iv)/(v)/(vi)/(via) અને કલમ 12A(1)(b)(ii)"ની દસમું પરંતુક પસંદ કરીને જનરેટ કરવાનું રહેશે.