1. ફોર્મ 10BD શું છે?
ફોર્મ 10BD એ કલમ 80G (5) (viii) અને કલમ 35 (1A) (i) મુજબ ફરજિયાતપણે ફાઈલ કરવા માટે પ્રાપ્ત થયેલાં દાનનું નિવેદન છે. તે DSC અથવા EVC નો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક રીતે રજૂ કરવામાં આવશે.
નોંધ: જો નાણાકીય વર્ષ દરમિયાન કોઈ દાન પ્રાપ્ત ન થયું હોય, તો ઉપરોક્ત ફોર્મની જરૂર નથી.
2. ફોર્મ 10BD માં નિવેદન ફાઈલ કરવાની નિયત તારીખ શું છે?
ફોર્મ 10BD માં વિવરણ સબમિટ કરવાની છેલ્લી તારીખ જે નાણાકીય વર્ષમાં દાન મળ્યું હતું તેના પછીની તરત જ આવતી 31મી મે છે.
3. ફોર્મ 10BE શું છે?
ફોર્મ 10BD માં દાનનું નિવેદન ફાઈલ કર્યા પછી, ઉપરોક્ત સંસ્થાઓએ ફોર્મ 10BE માં પ્રમાણપત્ર ડાઉનલોડ કરવું પડશે અને તે દાતાઓને પ્રદાન કરવું પડશે.
4. ફોર્મ 10BE માં પ્રમાણપત્ર જારી કરવાની નિયત તારીખ શું છે?
ફોર્મ 10BEમાં દાતાને પ્રમાણપત્ર જારી કરી આપવાની છેલ્લી તારીખ જે નાણાકીય વર્ષમાં દાન મળ્યું હતું તેના અંત પછીની તરત જ આવતી 31મી મે છે.
5. શું ફોર્મ 10BD સબમિટ કરતી વખતે મારે ઈ-ચકાસણી કરવાની જરૂર છે?
હા, એકવાર તમે તમારા નોંધાયેલા મોબાઈલ નંબર પર DSC/EVC/OTP નો ઉપયોગ કરીને ફોર્મની ઈ-ચકાસણી પૂર્ણ કરી લો તે પછી તમારું ફોર્મ સબમિટ કરવામાં આવશે.
6. ફોર્મ 10BD ફાઈલ ન કરવાનાં પરિણામો શું છે?
ફોર્મ 10BD ફાઈલ ન કરવા પર નવી દાખલ કરવામાં આવેલી કલમ 234G મુજબ વિલંબના પ્રતિ દિવસ રૂ.200 ફી લાગશે. ફોર્મ 10BD માં દાનનું નિવેદન રજૂ કરવામાં વિલંબ માટેની ફી ઉપરાંત, આ પ્રકારનું નિવેદન ફાઈલ કરવામાં નિષ્ફળ થવા પર કલમ 271K હેઠળ પણ દંડ થશે, જે રૂ..10,000/-થી ઓછો નહીં હોય અને જે રૂ..1,00,000 સુધી વધી શકે છે.