Do not have an account?
Already have an account?

1. સ્થિર પાસવર્ડ એટલે શું?
સ્થિર પાસવર્ડ એ, તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવા માટે જે પાસવર્ડનો ઉપયોગ કરો છો તે ઉપરાંત એક બીજો પાસવર્ડ છે . તમારા ઈ-ફાઈલિંગ પાસવર્ડ અને સ્થિર પાસવર્ડ વચ્ચેનો તફાવત નીચે મુજબ છે:

  • તમને તમારો સ્થિર પાસવર્ડ બનાવવાની જરૂર નથી, તે સિસ્ટમમાંથી-જનરેટ થાય છે (જો તમે સ્થિર પાસવર્ડનો ઉપયોગ કરો પસંદ કરેલ હોય તો).
  • સ્થિર પાસવર્ડનો ઉપયોગ કરવો વૈકલ્પિક છે, ઈ-ફાઈલિંગ પાસવર્ડ ફરજિયાત છે.
  • સ્થિર પાસવર્ડ એ બીજું પ્રમાણીકરણ સ્તર છે, તમારો ઈ-ફાઈલિંગ પાસવર્ડ પ્રથમ છે.

2.સ્થિર પાસવર્ડને જનરેટ કરવો કેવી રીતે ઉપયોગી છે?
બહુવિધ-પરિબળ પ્રમાણીકરણ માટે તમે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો, જેમ કે આધાર OTP, EVC, નેટ બેન્કિંગ, DSC અથવા QR કોડ. આ પદ્ધતિ સામાન્ય રીતે સારા નેટવર્ક કનેક્ટિવિટી પર આધારિત હોય છે. જ્યારે તમારી પાસે મોબાઈલનું નેટવર્ક ઓછું હોય અને તમારા મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત કરી શકતા ન હોવ ત્યારે સ્થિર પાસવર્ડ ઉપયોગી છે.

3. શું મારે મારો પોતાનો સ્થિર પાસવર્ડ બનાવવાની જરૂર છે?
ના. સ્થિર પાસવર્ડ સિસ્ટમ દ્વારા જનરેટ કરવામાં આવે છે, અને ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ તમારા ઈ-મેઈલ ID પર તમને ઈ-મેઈલ કરવામાં આવશે.

4. સ્થિર પાસવર્ડ જનરેટ કરવા માટેના નિયમો ક્યાં છે?

  • એક સમયે કુલ 10 સ્થિર પાસવર્ડ જનરેટ કરવામાં આવશે અને ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ તમારા ઈ-મેઈલ ID પર મોકલવામાં આવશે.
  • જનરેટ થયેલા 10 પાસવર્ડમાંથી, ફક્ત એક લોગઈન માટે એક જ પાસવર્ડ વાપરી શકાય છે, અને તેને ફરીથી વાપરી શકાતો નથી. તમને તમારા દ્વારા જનરેટ કરેલી સૂચિમાંથી બીજું એક પસંદ કરવાની જરૂર છે.
  • તમને મોકલવામાં આવેલ સ્થિર પાસવર્ડ જનરેટ કરેલી તારીખથી 30 દિવસ સુધી સક્રિય રહેશે.
  • એકવાર તમે તમારો સ્થિર પાસવર્ડ જનરેટ કરો છો પછી, સ્થિર પાસવર્ડ જનરેટ કરો બટનને ત્યાં સુધી અક્ષમ કરવામાં આવશે જ્યાં સુધી તમે 10 પાસવર્ડનો ઉપયોગ કરી ન લો અથવા 30 દિવસ સમાપ્ત થાય ત્યાં સુધી, બન્ને જે પણ પ્રથમ આવે તે. 10 પાસવર્ડ અથવા 30 દિવસની સમયસીમા સમાપ્તિ પર, તમારે ફરીથી સ્થિર પાસવર્ડ જનરેટ કરવાના રેહશે.

5. શું હું સ્થિર પાસવર્ડને બહુવિધ વખત જનરેટ કરી શકું છું, અથવા તે એક-સમયની પ્રક્રિયા છે?
હા, તમે સ્થિર પાસવર્ડને બહુવિધ વખત જનરેટ કરી શકો છો, પરંતુ સમય સીમાની સમાપ્તિ પછી જ (જનરેટ થયાના 30 દિવસ પછી) અથવા તમામ 10 સ્થિર પાસવર્ડનો વપરાશ થઈ ગયા પછી.

6. મારી પાસે પહેલેથી જ ઈ-ફાઈલિંગ પાસવર્ડ છે. મને સ્થિર પાસવર્ડની જરૂર શા માટે છે?
ઉચ્ચ સ્તરીય સુરક્ષા માટે, ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવા માટે બે-સ્તરીય ઓથેન્ટિકેશન શામેલ છે. બે-સ્તરીય ઓથેન્ટિકેશન એ વધારાની સુરક્ષા પ્રદાન કરવાવાળી (વપરાશકર્તાનું નામ અને પાસવર્ડ ઉપરાંત) એક પદ્ધતિ છે. સ્થિર પાસવર્ડ, તમારા ઈ-ફાઈલિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કર્યા પછી દ્વિ-પરિબળીય પ્રમાણીકરણ પદ્ધતિમાંની એક છે.

7. ઈ-ફાઈલિંગ માટે સ્થિર પાસવર્ડ શેનો સમાવેશ કરે છે?
ઈ-ફાઈલિંગ સ્થિર પાસવર્ડ એ અવ્યવસ્થિત રીતે જનરેટ થયેલ 6-અંકનો આંકડાકીય કોડ છે.

8. હું મારા બિન વપરાયેલ સ્થિર પાસવર્ડની સ્થિતિ કેવી રીતે જાણી શકું?
તમારા ઈ-ફાઈલિંગ ડેશબોર્ડના ડાબા મેનુમાંથી, "સ્થિર પાસવર્ડ" પર ક્લિક કરો. સિસ્ટમ તપાસ કરે છે કે તમે છેલ્લા 30 દિવસમાં કોઈ સ્થિર પાસવર્ડ જનરેટ કર્યો છે અને જો કર્યો હોય તો તમે તમામ 10સ્થિર પાસવર્ડનો વપરાશ કર્યો છે. જો તમારી પાસે કોઈ બિન વપરાયેલ સ્થિર પાસવર્ડ હોય, તો એક સંદેશ દેખાશે જેમાં એ સૂચવેલ હોઈ છે કે તમારી પાસે 30 માંથી બાકીના દિવસો માટે કેટલા પાસવર્ડ બાકી છે."સ્થિર પાસવર્ડ ફરીથી મોકલો" પર ક્લિક કરો, અને તમને તમારા ઈ-ફાઈલિંગ નોંધાયેલ ઈ-મેઈલ ID પર બિન વપરાયેલ સ્થિર પાસવર્ડની સૂચિ સાથે એક ઈ-મેઈલ પ્રાપ્ત થશે.

9. મારે સ્થિર પાસવર્ડ દાખલ કરવાની ક્યાં જરૂર છે?
સ્થિર પાસવર્ડનો ઉપયોગ કરવા માટે, તમારે તેને અગાઉથી જનરેટ કરવો પડશે. તમારે નીચેના કિસ્સાઓમાં ફરીથી સ્થિર પાસવર્ડ જનરેટ કરવાની જરૂર પડશે:

  • જો તમારા અગાઉ જનરેટ કરેલ તમામ 10 પાસવર્ડનો ઉપયોગ થઈ ગયો હોય, અથવા
  • તમે છેલ્લે જનરેટ કરેલ સ્થિર પાસવર્ડને 30 દિવસ વીતી ગયા હોય તો (પછી ભલે તમે બધા 10 નો ઉપયોગ ન કર્યો હોય તો પણ)

સ્થિર પાસવર્ડનો ઉપયોગ કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. ઈ-ફાઈલિંગ હોમ પેજ પર જાઓ, તમારું ઈ-ફાઈલિંગ વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો.
  2. ચકાસો કે તે તમે જ છો પેજ પર, બીજી પદ્ધતિ અજમાવો પર ક્લિક કરો.
  3. આગામી પેજ પર, સ્થિર પાસવર્ડ પર ક્લિક કરો, પછી ચાલુ રાખો પર ક્લિક કરો.
  4. સ્થિર પાસવર્ડપેજ પર, ટેક્સ્ટબોક્સમાં તમારો માન્ય સ્થિર પાસવર્ડ દાખલ કરો અને લોગઈન કરો.

10. હું કેવી રીતે જાણી શકું કે કોઈ ચોક્કસ સ્થિર પાસવર્ડનો ઉપયોગ અગાઉ કરવામાં આવ્યો છે કે નહિ?
તમે ઉપયોગમાં લીધેલા પાસવર્ડનો તમે જાતે ટ્રેક રાખી શકો છો અથવા તમારા ડેશબોર્ડ>સ્થિર પાસવર્ડ ટેબ > સ્થિર પાસવર્ડ ફરીથી મોકલો પર ક્લિક કરો. તમને તમારા ઈ-ફાઈલિંગ પર નોંધાયેલ ઈ-મેઈલ ID પર બિન વપરાયેલ સ્થિર પાસવર્ડની સૂચિ સાથે એક ઈ-મેઈલ પ્રાપ્ત થશે.

11. શું સ્થિર પાસવર્ડનો ઉપયોગ કરવો ફરજિયાત છે?
ના. તમે તમારા લોગઈનને સુરક્ષિત કરવા માટે અન્ય પદ્ધતિઓ પસંદ કરી શકો છો, જેમ કે આધાર OTP, EVC, નેટ બેન્કિંગ, DSC અથવા QR કોડ. જો તમે એવા વિસ્તારમાં હોવ કે જ્યાં તમે મોબાઈલ નેટવર્ક કનેક્ટિવિટી ઓછી હોય અથવા ન હોય, જ્યાં તમને તમારા મોબાઈલ પર OTP/EVC મેળવવામાં મુશ્કેલી પડી શકે તો ત્યાં સ્થિર પાસવર્ડ મદદરૂપ થાય છે.