Do not have an account?
Already have an account?

1. આકારણી વર્ષ 2025-26 માટે ITR-4 ફાઈલ કરવા માટે કોણ પાત્ર છે?
ITR-4 નિવાસી વ્યક્તિ / HUF / પેઢી (LLP સિવાય) દ્વારા ફાઈલ કરી શકાય છે જેની પાસે:

  • નાણાકીય વર્ષ દરમિયાન ₹50 લાખથી વધુ આવક ધરાવતા ન હોય
  • વ્યાપાર/વ્યવસાયમાંથી થતી આવકની ગણતરી કલમ 44AD, 44ADA અથવા 44AE હેઠળ સંભવિત ધોરણે કરવામાં આવતી હોય
  • કલમ 112A હેઠળ લાંબા ગાળાના મૂડી લાભ રૂ..1.25 લાખથી વધુ ન હોય
  • પગાર/પેન્શન, એક મકાન મિલકત, કૃષિ આવક (₹ 5000/- સુધી) ની હોય
  • અન્ય સ્રોતો જેમાં (લોટરી જીતવા અને ઘોડા રેસમાંથી થતી આવક સિવાય)નો સમાવેશ થાય છે:
    • બચત ખાતામાંથી વ્યાજ
    • થાપણમાંથી વ્યાજ (બેંક / પોસ્ટ ઓફિસ /સહકારી મંડળી)
    • આવકવેરા રિફંડમાંથી વ્યાજ
    • કૌટુંબિક પેન્શન
    • વધારેલ વળતર પર પ્રાપ્ત થયેલ વ્યાજ
    • કોઈપણ અન્ય વ્યાજની આવક (ઉદાહરણ તરીકે અસુરક્ષિત લોનમાંથી વ્યાજની આવક)

 

2. આકારણી વર્ષ 2025-26 માટે ITR-4 ફાઈલ કરવા માટે કોણ પાત્ર નથી?

ITR-4 વ્યક્તિ / HUF / પેઢી (LLP સિવાય) દ્વારા ફાઈલ કરી શકાતું નથી જેઓ:

  • નિવાસી છે પરંતુ સામાન્ય રીતે નિવાસી નથી (RNOR) અથવા બિન-નિવાસી ભારતીય છે
  • 50 લાખથી વધુની કુલ આવક ધરાવે છે.
  • ટૂંકા ગાળાના મૂડી લાભ;
  • કલમ 112A હેઠળ રૂ. 1.25 લાખથી વધુનો લાંબા ગાળાનો મૂડી લાભ
  • ₹5,000/- થી વધુની કૃષિ આવક ધરાવે છે
  • કોઈ કંપનીમાં નિર્દેશક છે
  • એક કરતા વધુ મકાન મિલકતમાંથી આવક ધરાવે છે;
  • નીચેના પ્રકારની આવક ધરાવે છે:
    • લોટરી જીતવાથી થતી આવક;
    • ઘોડાની રેસની માલિકી અને જાળવણીની પ્રવૃત્તિમાંથી થતી આવક;
    • કલમ 115BBDA અથવા કલમ 115BBE હેઠળ વિશેષ દરે કરપાત્ર આવક
  • પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અસૂચિબદ્ધ ઈક્વિટી શેર ધરાવતા હોય
  • જેમણે નિયોક્તા (માલિક) પાસેથી લાયક સ્ટાર્ટ-અપ હોવાને કારણે મળેલા ESOP પર કર સ્થગિત રાખ્યો છે.
  • ITR-4 માટેની પાત્રતા શરતો હેઠળ આવરી લેવામાં આવ્યા નથી

 

3. હું વ્યાપારની આવક ધરાવતી વ્યક્તિ છું શું હું ITR -4 ફાઈલ કરતી વખતે જૂની કર પ્રણાલી પસંદ કરી શકું?

હા, જો તમારી પાસે વ્યાપારની આવક હોય તો તમે જૂની કર પ્રણાલી પસંદ કરી શકો છો પરંતુ જૂની કર પ્રણાલી પસંદ કરવા માટે તમારે આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(1) હેઠળ ITR ફાઈલ કરવાની નિયત તારીખ પહેલાં ફોર્મ 10 IEA ફાઈલ કરવું પડશે.

 

4. હું એક વ્યાપારિક આવક ધરાવતી વ્યક્તિ છું શું હું દર વર્ષે નવી કર પ્રણાલી અને જૂની કર પ્રણાલી વચ્ચે ફેરબદલ કરી શકું?

વ્યાપારિક આવક ધરાવતી વ્યક્તિઓ દર વર્ષે નવી અને જૂની કર પ્રણાલી વચ્ચે વિકલ્પ પસંદ કરવા માટે પાત્ર નથી. એકવાર તેઓએ જૂની કર પ્રણાલી પસંદ કર્યા પછી, તેમની પાસે તેમના જીવનકાળમાં નવી કર પ્રણાલી પર પાછા ફેરબદલ કરવાનો ફક્ત એક જ વખતનો વિકલ્પ હોય છે. એકવાર ફેરબદલ કર્યા પછી તેઓ ફરીથી જૂની કર પ્રણાલી પસંદ કરી શકતા નથી.

અનિવાર્યપણે, વ્યાપારિક આવક ધરાવતા લોકોને એકવાર જૂની કર પ્રણાલીનો ઉપયોગ કરવા માટે અને બીજી વાર નવી પ્રણાલી પર ફરીથી ફેરબદલ કરવા માટે બે વખત ફોર્મ 10-IEA ભરવું પડી શકે છે.

 

5. જૂની કર પ્રણાલીની પસંદગી / પાછી લઈ લેવા માટે ફોર્મ 10 IEA ફાઈલ કરવાની નિયત તારીખ કઈ છે?

આવકવેરા કાયદા મુજબ, વ્યાપારિક આવક ધરાવતી વ્યક્તિએ ITR ફાઈલ કરવાની નિયત તારીખ પહેલાં ફોર્મ 10-IEA સબમિટ કરવું આવશ્યક છે.

 

6. શું ITR-1 રિટર્ન ફાઈલ કરતી વખતે તમામ કપાતનો દાવો કરવા માટે ઉપલબ્ધ હશે?

હા, વ્યક્તિગત માહિતી હેઠળ જ્યારે કરદાતા નિયત તારીખની અંદર ફોર્મ 10-IEA ફાઈલ કર્યા પછી નીચે આપેલા પ્રશ્નને 'નિયમિત તારીખ સાથે હા' તરીકે પસંદ કરીને ડિફોલ્ટ નવી કર પ્રણાલીના વિકલ્પને જૂની કરવેરા પ્રણાલીમાં બદલશે ત્યારે તમામ કપાત અને રિટર્નમાં ફોર્મ 10IEA રજૂ કરીને ફાઈલ કરવાની તારીખ અને સ્વીકૃતિ નંબર રિટર્નમાં દાવો કરવા માટે ઉપલબ્ધ થશે:

Data responsive

7. મારે ITR-4 ફાઈલ કરવા માટે મારે કયા દસ્તાવેજોની જરૂર પડશે? શું ITR ફાઈલ કરવા માટે આધારને PAN સાથે લિંક કરવું જરૂરી છે?

તમારે ITR-4 ફાઈલ કરવા માટે નિમ્નલિખિત દસ્તાવેજો તૈયાર રાખવા પડશે (લાગુ પડતું હોય તેમ):

  • ફોર્મ 16
  • ફોર્મ 26AS અને AIS
  • ફોર્મ 16A
  • બેંક સ્ટેટમેન્ટ
  • હાઉસિંગ લોનના વ્યાજ પ્રમાણપત્ર
  • કરેલ દાન માટે પ્રાપ્ત કરેલી પ્રાપ્તિ
  • ભાડા કરાર
  • ભાડાની પ્રાપ્તિ
  • રોકાણ પ્રીમિયમ ચુકવણીની પ્રાપ્તિ - LIC, ULIP વગેરે.

આધાર અને PAN ને લિંક કરવું જરૂરી છે. જો કે, તમારું PAN આધાર સાથે લિંક ન થયેલ હોય તો પણ હજી તમે તમારું ITR ફાઈલ કરી શકશો, પરંતુ તમારી પાસે પોર્ટલનો મર્યાદિત એક્સેસ હશે. તેથી આધારને PAN સાથે લિંક કરવાની સલાહ આપવામાં આવે છે.

 

8. ITR-4 ફાઈલ કરનારા વપરાશકર્તાઓ માટે સંભવિત કરવેરા યોજના શું છે?

આવકવેરા અધિનિયમ (1961) ની કલમ 44AA હેઠળ, વ્યાપાર અથવા વ્યવસાયમાં રોકાયેલ વ્યક્તિએ ચોક્કસ શરતો અનુસાર અમુક સંજોગોમાં નિયમિત ખાતાવહી જાળવવાની જરૂર છે. આવા પાલનના બોજમાંથી નાના કરદાતાઓને રાહત આપવા માટે, આવકવેરા અધિનિયમે કલમ 44AD, 44ADA અને 44AE હેઠળ સંભવિત કરવેરા યોજના ઘડી છે. સંભવિત કરવેરા યોજના અપનાવનાર વ્યક્તિ નિર્ધારિત દરે આવક જાહેર કરી શકે છે. આ અધિનિયમે નીચે જણાવ્યા મુજબ (ITR-4 વપરાશકર્તાઓ માટે) સંભવિત કરવેરા યોજનાઓ નિર્ધારિત કરી છે:

  • કલમ 44AD: ચોક્કસ શરતોને આધિન અમુક વ્યાપારમાં રોકાયેલા કરદાતાઓ (નિવાસી વ્યક્તિ, નિવાસી HUF, અથવા નિવાસી ભાગીદારી પેઢી (LLP સિવાય)ના કિસ્સામાં અંદાજિત ધોરણે આવકની ગણતરી.
  • કલમ 44ADA: ચોક્કસ શરતોને આધિન ભારતીય નિવાસી હોઈ તેવા અને કલમ 44AA (1)માં ઉલ્લેખિત વ્યવસાય ધરાવતા કરદાતાઓ માટે અનુમાનિત ધોરણે વ્યાવસાયિક આવકની ગણતરી.
  • કલમ 44AE: કરદાતાઓ (વ્યક્તિગત, HUF, પેઢી (LLP સિવાય) અથવા અન્ય કોઈપણ વ્યક્તિ જે નિવાસી અથવા બિન-નિવાસી છે) જે માલવાહક ચલાવવા, ભાડે આપવા અથવા ભાડે આપવાના વ્યવસાયમાં રોકાયેલ હોય, જેઓ પાછલા વર્ષ દરમિયાન કોઈપણ સમયે દસ કરતાં વધુ માલવાહકના માલિક નથી તેવા કિસ્સામાં અનુમાનિત ધોરણે આવકની ગણતરી.

 

9. કલમ44AD અને કલમ 44ADA હેઠળ સંભવિત ધોરણે કરવેરા યોજનાને પસંદ કરવા માટેની પ્રારંભિક મર્યાદા કેટલી છે?

કલમ 44AD હેઠળ ટર્નઓવરની થ્રેશોલ્ડ મર્યાદા રૂ. 3 કરોડ છે (જો પાછલા વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી રકમનો સરવાળો અથવા કુલ રકમ, રોકડમાં અને અન્ય કોઈપણ રીતે, પાછલા વર્ષની કુલ એકંદર આવકના 5% થી વધુ ન હોય) અને અન્યથા રૂ. 2 કરોડ હોઈ.

કલમ 44AD હેઠળ ટર્નઓવરની થ્રેશોલ્ડ મર્યાદા રૂ. 75 લાખ છે (જો પાછલા વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી રકમનો સરવાળો અથવા કુલ રકમ, રોકડમાં અને અન્ય કોઈપણ રીતે, પાછલા વર્ષની કુલ એકંદર આવકના 5% થી વધુ ન હોય) અને અન્યથા રૂ. 50 લાખ હોઈ.

 

10. કલમ 44AD હેઠળની સંભવિત કરવેરા યોજના માટે કોણ પાત્ર નથી?

કલમ 44AD ની યોજના નીચેના વ્યાપાર સિવાય કોઈપણ વ્યાપાર ધરાવતા નાના કરદાતાઓને રાહત આપવા માટે તૈયાર કરવામાં આવી છે:

  • કલમ 44AE માં ઉલ્લેખિત માલવાહક ચલાવવા, ભાડે લેવાનો અથવા ભાડાપટ્ટે આપવાનો વ્યાપાર ધરાવતી વ્યક્તિ
  • કોઈપણ વ્યક્તિ કે જે એજન્સીનો વ્યાપાર કરતી હોય
  • કમિશન અથવા દલાલીના રૂપમાં આવક મેળવનાર વ્યક્તિ (દા. ત. વીમા એજન્ટ)
  • કોઈપણ વ્યાપાર કે જેનું કુલ ટર્નઓવર અથવા કુલ પ્રાપ્તિ ₹ 2 કરોડથી વધુ છે
  • કોઈપણ વ્યાપાર કે જેનું કુલ ટર્નઓવર અથવા કુલ પ્રાપ્તિ ₹ 3 કરોડથી વધુ છે (₹ 3 કરોડ એવા કિસ્સામાં લાગુ પડે છે જ્યાં ગત વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી રકમ અથવા કુલ રકમ, રોકડમાં અને અન્ય કોઈપણ રીતે, ગત વર્ષની કુલ આવકના 5% થી વધુ ન હોય)
  • ઉપરોક્ત સિવાય, જે વ્યક્તિને કલમ 44AA (1) માં ઉલ્લેખિત ખાતાવહીઓ જાળવવાની જરૂર છે તે કલમ 44AD હેઠળ સંભવિત કરવેરા યોજના માટે પાત્ર નથી.

 

11. વર્ષ દરમિયાન મારા વ્યાપાર માટેની કુલ પ્રાપ્તિ ₹ 3 કરોડથી વધુ છે. શું હું 44AD ની સંભવિત કરવેરા યોજના પસંદ કરી શકું?

ના. તમે કલમ 44AD હેઠળની સંભવિત કરવેરા યોજનાને ફક્ત ત્યારે જ પસંદ કરી શકો છો જો તમારા વ્યાપારમાંથી કુલ ટર્નઓવર અથવા કુલ પ્રાપ્તિની નિર્ધારિત મર્યાદા (એટલે ​​​​કે, ₹ 3 કરોડ) કરતાં વધુ ન હોય.

 

12. કલમ 44ADA હેઠળની સંભવિત કરવેરા યોજના કોણ પસંદ કરી શકે?

કલમ 44ADA હેઠળની સંભવિત કરવેરા યોજના વ્યક્તિગત અથવા ભાગીદારી પેઢી (LLP સિવાય) અને ભારતમાં નિવાસી હોય તેવી વ્યક્તિ કે જેની કુલ પ્રાપ્તિ નાણાકીય વર્ષ દરમિયાન 50 લાખથી વધુ ન હોય તેમના દ્વારા અપનાવી શકાય છે.

જો કે પાછલા વર્ષ દરમિયાન પ્રાપ્ત થયેલી રકમના કિસ્સામાં રકમ અથવા એકંદર રકમ, રોકડમાં, આવા પાછલા વર્ષની કુલ પ્રાપ્તિના પાંચ ટકાથી વધુ ન હોય તો, નાણાકીય વર્ષ દરમિયાન મર્યાદા 75 લાખ સુધીની હશે.

નિમ્નલિખિત વ્યવસાય નિર્દિષ્ટ વ્યવસાય છે:

  • કાનૂની
  • તબીબી સંબંધિત
  • ઈજનેરી અથવા આર્કિટેક્ચરલ
  • હિસાબ પદ્ધતિ
  • તકનીકી પરામર્શ
  • આંતરિક સુશોભન
  • CBDT દ્વારા સૂચિત કરેલ કોઈપણ અન્ય વ્યવસાય

 

13. મેં કલમ 44AD અથવા 44ADA હેઠળની સંભવિત આવક મુજબ યોજના પસંદ કરી. શું હું કુલ પ્રાપ્તિના સંબંધિત કલમ હેઠળ લાગુ દરે નફો જાહેર કર્યા પછી ખર્ચની વધુ કપાતનો દાવો કરી શકું?

ના, જે વ્યક્તિએ સંભવિત કરવેરા યોજનાનો વિકલ્પ પસંદ કર્યો હતો તેણે ખર્ચની તમામ કપાતનો દાવો કર્યો હોવાનું માનવામાં આવે છે. નિર્દિષ્ટ દરે નફો જાહેર કર્યા પછી કપાતના કોઈપણ વધુ દાવાને મંજૂરી નથી. જો કે, તમે પ્રકરણ VI-A હેઠળ કપાતનો દાવો કરી શકો છો.

 

14. મેં કલમ 44ADA હેઠળની સંભવિત આવક યોજના પસંદ કરી છે. શું મારે કલમ 44ADA હેઠળ આવરી લેવામાં આવેલ વ્યવસાયમાંથી થતી આવકના સંદર્ભમાં અગ્રિમ કર ચુકવવો પડશે?

હા. 44ADA હેઠળ સંભવિત કરવેરા યોજના પસંદ કરનાર કોઈપણ વ્યક્તિ અગાઉના વર્ષની 15મી માર્ચે અથવા તે પહેલાં અગ્રિમ કરના 100% ચુકવવા માટે જવાબદાર છે. જો તમે અગાઉના વર્ષની 15મી માર્ચ સુધીમાં અગ્રિમ કર ચુકવવામાં નિષ્ફળ જાઓ છો, તો તમે કલમ 234B અને કલમ 234C હેઠળ વ્યાજ ચૂકવવા માટે જવાબદાર રહેશો. 31મી માર્ચે અથવા તે પહેલાં અગ્રિમ કર દ્વારા ચુકવવામાં આવતી કોઈપણ રકમને તે દિવસે સમાપ્ત થતા નાણાકીય વર્ષ દરમિયાન ચુકવવામાં આવતા અગ્રિમ કર તરીકે ગણવામાં આવશે.

 

15. મેં કલમ 44ADA ની સંભવિત કરવેરા યોજના પસંદ કરી છે. શું મારે કલમ 44AA હેઠળ ખાતાવહી જાળવવાની જરૂર છે?

જો તમે કલમ 44AA (1)માં ઉલ્લેખિત ચોક્કસ વ્યવસાયમાં રોકાયેલા છો ) અને કલમ 44ADA (કુલ પ્રાપ્તિના 50% ના દરની આવક જાહેર કરો છો) હેઠળની સંભવિત કરવેરા યોજના પસંદ કરો છો, તો તમારે ઉલ્લેખિત વ્યવસાયના સંદર્ભમાં ખાતાવહી જાળવવાની જરૂર નથી (એટલે કે, કલમ 44AA ની જોગવાઈ લાગુ પડશે નહીં).

 

16. મેં કલમ 44AE હેઠળની સંભવિત કરવેરા યોજના પસંદ કરી છે. શું કલમ 44AE માં આવરી લેવામાં આવેલ વ્યાપારમાંથી આવકના સંદર્ભમાં મારે અગ્રિમ કર ચુકવવો પડશે?

હા, તમે અગ્રિમ કર ચુકવવા માટે જવાબદાર હશો. જો તમે કલમ 44AEની સંભવિત કરવેરા યોજના પસંદ કરી હોય તો અગ્રિમ કરની ચુકવણીના સંદર્ભમાં કોઈ છૂટ નથી.

 

17. હું મકાન મિલકતમાંથી આવકની ગણતરી કેવી રીતે કરી શકું જે આંશિક રીતે સ્વ-કબજા હેઠળ છે અને આંશિક રીતે ભાડે આપેલ છે?

મકાન મિલકતમાં બે કે તેથી વધુ સ્વતંત્ર એકમોનો સમાવેશ થઈ શકે છે, જેમાંથી એક સ્વ-કબજા હેઠળ હોય છે અને બાકીનાનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે થાય છે (એટલે ​​​​કે, ભાડે આપેલ અથવા પોતાના વ્યાપાર માટે ઉપયોગમાં લેવાયેલ હોય છે). આવી મિલકતમાંથી આવકની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે:

  1. ભાગ / એકમ કે જે સમગ્ર વર્ષ દરમિયાન તમારા રહેઠાણ માટે તમારી પોતાની માલિકીનું છે તેને સ્વતંત્ર મિલકત તરીકે ગણવામાં આવશે અને આવા ભાગ / એકમમાંથી આવકની ગણતરી સ્વ-માલિકીની મિલકતના કિસ્સામાં ITR-4 વપરાશકર્તા માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ કરવામાં આવશે.
  2. ભાગ / એકમ કે જે ભાડે આપવામાં આવેલ છે તેને સ્વતંત્ર મિલકત તરીકે ગણવામાં આવશે અને આવા ભાગ/એકમમાંથી આવકની ગણતરી માટે ભાડે આપેલ મિલકતના કિસ્સામાં ITR-4 વપરાશકર્તા માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ કરવામાં આવશે.

 

18. જો હું કલમ 80 DD અને 80 U હેઠળ કપાતનો દાવો કરી રહ્યો હોઉં તો શું મારે કોઈ ફોર્મ ફાઈલ કરવાની જરૂર છે?

આકારણી વર્ષ 2024-25 થી 80 DD અને 80 U હેઠળ કપાત અંગે નવી અનુસૂચિ ઉમેરવામાં આવેલ છે. જો તમે કલમ 80DD અને 80U હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ તો તમારે આવકનું રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10 IA ફરજિયાતપણે ફાઈલ કરવું પડશે અને આવકનું રિટર્ન ફાઈલ કરતી વખતે અનુસૂચિ 80 DD અને 80 U માં ફોર્મ 10 IA ની વિગતો (ફોર્મ ફાઈલિંગ કરવાની તારીખ અને સ્વીકૃતિ નંબર) દાખલ કરવા પડશે.

 

19. અવાસ્તવિક ભાડાની કર પ્રક્રિયા શું છે જે પછીથી વસુલવામાં આવે છે?

અવાસ્તવિક ભાડાની કોઈપણ અનુગામી વસૂલી જે વર્ષમાં આવા ભાડાની વસૂલી કરવામાં આવી હોય તે વર્ષમાં મકાન મિલકતમાંથી આવકના શીર્ષક હેઠળ તમારી આવક તરીકે ધારવામાં આવે છે (ભલે તે વર્ષમાં તમે તે મિલકતના માલિક હોવ કે ન હોવ). તેના પર અવાસ્તવિક ભાડાના 30% જેટલી રકમ બાદ કર્યા પછી કર વસૂલવામાં આવશે.

 

20. શું TANની જગ્યાએ મારા નિયોક્તાના PANનો ઉલ્લેખ કરી શકાય?

ના. જ્યાં TAN ક્વોટ કરવાનો હોય તે ટેક્સ્ટબોક્સમાં PAN ક્યારેય ક્વોટ કરવો જોઈએ નહીં, કારણ કે જે હેતુઓ માટે PAN અને TAN ફાળવવામાં આવેલ છે તે અલગ-અલગ છે. TAN એ એક અનન્ય ઓળખ નંબર છે જે પક્ષોને ફાળવવામાં આવે છે જે સ્રોત પર કર કપાત અથવા એકત્રિત કરે છે તેમને ફાળવવામાં આવે છે. PAN એ એક અનન્ય ઓળખ નંબર છે જે વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ લેવડ-દેવડ જેમ કે કરની ચુકવણી, TDS/TCS ક્રેડિટ, આવકનું રિટર્ન, સંપત્તિનું રિટર્ન, આવકવેરા વિભાગ સાથેનો સંચાર અથવા ITD દ્વારા કરવામાં આવેલ પત્રવ્યવહાર, વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ રોકાણો, વ્યક્તિ દ્વારા લેવામાં આવેલ લોનને લિંક રાખવા માટે જારી કરવામાં આવે છે.

 

21. આકારણી વર્ષ 2025-26 (નાણાકીય વર્ષ 2024-25) માટે ITR-4 ફાઈલ કરવાની નિયત તારીખ કઈ છે?

આકારણી વર્ષ 2025-26 (નાણાકીય વર્ષ 2024-25) માટે ITR-4 ફાઈલ કરવાની નિયત તારીખ 15મી સપ્ટેમ્બર 2025 છે.

 

22. નવી કર પ્રણાલી અને જૂની કર પ્રણાલી મુજબ કલમ 87 A હેઠળ છૂટ એટલે શું?

હાલમાં, કલમ 87A વ્યક્તિઓને જૂની કર પ્રણાલી હેઠળ રૂ. 12,500 અને નવી કર પ્રણાલી હેઠળ રૂ. 25,000 ની છૂટનો દાવો કરવાની મંજૂરી આપે છે.

 

23. શું હું છેલ્લા 4 આકારણી વર્ષો માટે હમણાં ITR ફાઈલ કરી શકું?

હા, જો તમે તમારા પાછલા ચાર વર્ષના ITR ફાઈલ કરવાનું ચૂકી ગયા હોવ તો તમે ITR-U ફાઈલ કરી શકો છો. ચાલુ વર્ષ માટે તમે તમારું સામાન્ય ITR ફાઈલ કરી શકો છો.

 

24. જો હું કલમ 139(1) હેઠળ નિયત તારીખ પછી આવકવેરા રિટર્ન ફાઈલ કરું તો શું થશે?

જો તમે કલમ 139(1) હેઠળ નિયત તારીખની અંદર ITR ફાઈલ કરવાનું ચૂકી જાઓ છો, તો પણ તમે હજી તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરી શકો છો, પરંતુ તમારે ₹5000/- સુધીની વિલંબિત ફીની ચુકવણી કરવી પડશે. વધુમાં, તમારે કર જવાબદારી (જો કોઈ હોય તો) પર વ્યાજ પણ ચુકવવું પડશે

 

25. જો હું કલમ 80 C હેઠળ કપાતનો દાવો કરી રહ્યો છું તો શું મારે વધારાની માહિતી આપવાની જરૂર છે?

આકારણી વર્ષ 2025-26 થી તમારે કલમ 80 C હેઠળ કપાત સંબંધિત વધારાની માહિતી આપવી આવશ્યક છે. જો તમે કલમ 80 C હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો દાખલ કરવી આવશ્યક છે:

  • કપાતપાત્ર રકમ
  • પોલિસી નંબર અથવા દસ્તાવેજ ઓળખ નંબર
Data responsive

26. જો હું કલમ 80 CCD (1) અથવા 80 CCD (1B) હેઠળ કપાતનો દાવો કરી રહ્યો છું, તો શું મારે વધારાની માહિતી આપવાની જરૂર છે?

આકારણી વર્ષ 2025-26 થી તમારે કલમ 80 CCD (1) હેઠળ કપાત સંબંધિત વધારાની માહિતી આપવી આવશ્યક છે. જો તમે કલમ 80 CCD (1) હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો દાખલ કરવી આવશ્યક છે:

  • રોકાણની રકમ
  • કરદાતાનો PRAN.
Data responsive

27. જો હું કલમ 80 DD અથવા 80U હેઠળ કપાતનો દાવો કરી રહ્યો છું તો મારે ITR ફોર્મમાં કઈ વધારાની માહિતી આપવી પડશે?

આકારણી વર્ષ 2025-26 થી તમારે કલમ 80 DD અથવા કલમ 80U હેઠળ કપાત સંબંધિત વધારાની માહિતી આપવી આવશ્યક છે. જો તમે કલમ 80 DD અથવા 80U હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો દાખલ કરવી આવશ્યક છે:

  • વિકલાંગતાનો પ્રકાર
  • વિકલાંગતાનો પ્રકાર
  • કપાતની રકમ
  • આશ્રિતનો PAN
  • આશ્રિતનો આધાર
  • ફાઈલ કરેલ ફોર્મ 10 IAનો સ્વીકૃતિ નંબર
Data responsiveData responsive

28. જો હું કલમ 80 D હેઠળ કપાતનો દાવો કરી રહ્યો હોઉં તો શું મારે વધારાની માહિતી આપવાની જરૂર છે?

આકારણી વર્ષ 2025-26 થી તમારે કલમ 80 D હેઠળ કપાત સંબંધિત વધારાની માહિતી આપવી આવશ્યક છે. જો તમે કલમ 80 D હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચેની વિગતો દાખલ કરવી આવશ્યક છે:

  • વીમાદાતાનું નામ (વીમા કંપની)
  • પોલિસી નંબર
  • આરોગ્ય વીમા રકમ
Data responsive

29. જો હું કલમ 80 E, 80 EE, 80 EEA અને 80 EEB હેઠળ કપાતનો દાવો કરી રહ્યો હોઉં તો શું મારે વધારાની માહિતી આપવાની જરૂર છે?

આકારણી વર્ષ 2025-26 થી તમારે કલમ 80 E, 80 EE, 80 EEA અને 80 EEB હેઠળ કપાત સંબંધિત વધારાની માહિતી આપવી આવશ્યક છે. જો તમે આ કલમ હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે નીચે આપેલી વિગતો દાખલ કરવી આવશ્યક છે:

  • પાસેથી લીધેલી લોન
  • સંસ્થા અથવા બેંકનું નામ
  • લોન ખાતા નં.
  • લોન મંજૂર થયાની તારીખ
  • લોનની કુલ રકમ
  • આજની તારીખે બાકી લોન
  • વ્યાજની રકમ
Data responsive

30. જો હું કલમ 80 GG હેઠળ કપાતનો દાવો કરી રહ્યો હોઉં તો શું મારે કોઈ ફોર્મ ફાઈલ કરવાની જરૂર છે?

આકારણી વર્ષ 2025-26 થી, જો તમે કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે આવકનું રિટર્ન ફાઈલ કરતા પહેલા 10 BA ફરજિયાત ફાઈલ કરવું પડશે અને આવકનું રિટર્ન ફાઈલ કરતી વખતે અનુસૂચિ 80 GG માં ફોર્મ 10 BA ની વિગતો (સ્વીકૃતિ નંબર) દાખલ કરવો પડશે.

Data responsive

31. શું આકારણી વર્ષ 2025-26 માટે ITR 4 ની TDS અનુસૂચિમાં કોઈ ફેરફાર થયો છે?

આકારણી વર્ષ 2025-26થી, જો તમે TDSનો દાવો કરવા માંગતા હોવ, તો તમારે ફરજિયાતપણે તે કલમ પસંદ કરવી પડશે જેના હેઠળ TDS કપાત કરવામાં આવ્યો હોઈ.

Data responsive

શબ્દકોષ

ટૂંકાક્ષર/સંક્ષિપ્ત નામ

વર્ણન/સંપૂર્ણ નામ

ખાતુ

ખાતુ

આગળ મોકલેલ

આગળ મોકલેલ

આકારણી વર્ષ

આકારણી વર્ષ

AOP

વ્યક્તિઓનું સંગઠન

AJP

કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ

BOI

વ્યક્તિઓની સંસ્થા

CIN

ચલન ઓળખ નંબર

CPC

કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર

ફોર્મ 26AS

આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 285BB હેઠળ વાર્ષિક માહિતી નિવેદન

ITR

આવકવેરા રિટર્ન

કલમ હેઠળ

કલમ હેઠળ

DIN

દસ્તાવેજ ઓળખ નંબર

ECS

ઈલેક્ટ્રોનિક ક્લિયરિંગ સિસ્ટમ

નાણાકીય વર્ષ

નાણાકીય વર્ષ

GTI

કુલ આવક

ITBA

આવકવેરા વ્યાપાર એપ્લિકેશન

XML

એક્સ્ટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ

HUF

હિંદુ અવિભક્ત કુટુંબ

ERI

ઈ-રિટર્ન મધ્યસ્થી

ઓલ્ટાસ

ઓનલાઈન કર હિસાબી પદ્ધતિ

PAN

કાયમી ખાતા નંબર

JSON

જાવાસ્ક્રિપ્ટ ઓબ્જેક્ટ નોટેશન

TDS

સ્રોત પર કર કપાત

TIN

કર માહિતી નેટવર્ક

NSDL

રાષ્ટ્રીય પ્રતિભૂતિ ડિપોઝિટરી લિમિટેડ

RNOR

નિવાસી પરંતુ સામાન્ય રીતે નિવાસી નહીં

MT

મેટ્રિક ટન

TCS

સ્રોત પર એકત્રિત કર