આધાર લિંક કરો > વારંવાર પૂછાતા પ્રશ્નો
1. કોણે આધાર અને PAN લિંક કરવાની જરૂર છે?
આવકવેરા કાયદાની કલમ 139AA એ જોગવાઈ કરે છે કે દરેક વ્યક્તિ જેને 1લી જુલાઈ, 2017 ના રોજ કાયમી ખાતા નંબર (PAN) ફાળવવામાં આવ્યો છે, અને જે આધાર નંબર મેળવવા માટે પાત્ર છે, તેણે નિયત ફોર્મ અને યોગ્ય રીતે તેના આધાર નંબરની જાણ કરવી જોઈએ. જો તમે તેને 30મી જૂન 2023 સુધીમાં આધાર સાથે લિંક નહીં કરો તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. જો કે, જે લોકો છૂટની શ્રેણી અંતર્ગત આવે છે, તેઓ PAN નિષ્ક્રિય થવાની બાબતને આધીન રહેશે નહીં.
2. કોના માટે આધાર-PAN લિંક કરવો ફરજિયાત નથી?
આધાર-PAN લિંક કરવાની જરૂરિયાત એવી કોઈપણ વ્યક્તિને લાગુ પડતી નથી કે જેઓ:
- જે આસામ, જમ્મુ અને કાશ્મીર, તથા મેઘાલય રાજ્યમાં રહે છે;
- આવકવેરા અધિનિયમ, 1961 મુજબ બિન-નિવાસી;
- ગત વર્ષ દરમિયાન કોઈપણ સમયે એંસી વર્ષ અથવા તેથી વધુ વયના હોય; અથવા
- ભારતનો નાગરિક નથી.
નોંધ:
- પ્રદાન કરવામાં આવેલ છૂટ, આ વિષય પર અનુગામી સરકારી સૂચનાઓમાં કરવામાં આવેલા ફેરફારોને આધીન છે
- વધુ વિગતો માટે મહેસૂલ વિભાગના નોટિફિકેશન નંબર 37/2017 નો સંદર્ભ લો, તારીખ 11મી મે 2017”
- જો કે, ઉપરોક્ત કોઈપણ શ્રેણીમાં આવતા વપરાશકર્તાઓ માટે, સ્વેચ્છાપૂર્વક જો આધારને PAN સાથે લિંક કરવાની ઈચ્છા ધરાવતા હોય તો નિર્દિષ્ટ રકમની ચુકવણી કરવી જરૂરી છે.
3. આધાર અને PAN કેવી રીતે લિંક કરવું?
નોંધાયેલ અને બિનનોંધાયેલ વપરાશકર્તાઓ લોગઈન કર્યા વિના પણ ઈ-ફાઈલિંગ પોર્ટલ,પર તેમના આધાર અને PAN લિંક કરી શકે છે. તમે આધાર અને PAN લિંક કરવા માટે તમે ઈ-ફાઈલિંગ હોમ પેજ પર ઝડપી લિંકઆધારલિંક કરોનો ઉપયોગ કરી શકો છો.
4. જો હું આધાર અને PAN લિંક ન કરું તો શું થશે?
જો તમે તેને 30 June2023 સુધી આધાર સાથે લિંક કરશો નહીં તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે અને PAN નિષ્ક્રિય બનવાના પરિણામે નીચેના પરિણામોનો સામનો કરશો:
- અધિનિયમની જોગવાઈઓ અંતર્ગત, કોઈ પણ બાકી રહેલ કરની રકમ અથવા તેના ભાગરૂપે, તેને રિફંડ આપવામાં આવશે નહીં;
- નિયમ 114AAA નાં પેટા નિયમ (4) હેઠળ નિર્દિષ્ટ તારીખથી શરૂ કરીને અને તે તારીખ સાથે સમાપ્ત થાય છે કે જેના પર તે કાર્યરત થાય છે, તે સમયગાળા માટે તેને આવા રિફંડ પર વ્યાજ ચૂકવવાપાત્ર રહેશે નહીં;
- જ્યાં આવી વ્યક્તિના કિસ્સામાં પ્રકરણ XVJJ-B હેઠળ કર કપાતપાત્ર છે, ત્યાં કલમ 206AA ની જોગવાઈઓ અનુસાર, ત્યાં આવા કરની ઉચ્ચ દરે કપાત કરવામાં આવશે;
- જ્યાં આવી વ્યક્તિના કિસ્સામાં પ્રકરણ XVJJ-BB હેઠળ સ્ત્રોત પર કર એકત્રિત કરવાને પાત્ર છે, ત્યાં કલમ 206CC ની જોગવાઈઓ અનુસાર, આવા કર ઉચ્ચ દરે એકત્રિત કરવામાં આવશે.
વધુ માહિતી માટે, કૃપા કરીને 28મી માર્ચ 2023ના રોજનો પરિપત્ર ક્રમાંક 2023ના 03નો સંદર્ભ લો.
5. હું મારા આધારને PAN સાથે લિંક કરી શકતો નથી કારણ કે આધાર અને PAN માં મારું નામ/ફોન નંબર/જન્મ તારીખ મેળ ખાતી નથી. મારે શું કરવું જોઈએ?
પાન અથવા આધાર ડેટાબેઝમાં તમારી વિગતોને એવી રીતે સુધારો કે બંનેમાં વિગતો મેળ ખાતી હોય. PAN માં તમારું નામ અપડેટ કરવા માટે, કૃપા કરીને https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html અથવા UTIITSL પર https://www.pan.utiitsl.com/પર પ્રોટેનનો સંપર્ક કરો.
આધાર કાર્ડમાં તમારું નામ અપડેટ કરવા માટે, કૃપા કરીને https://ssup.uidai.gov.in/web/guest/update પર UIDAI નો સંપર્ક કરો. તમે UIDAI હેલ્પડેસ્કને મેઈલ (authsupport@uidai.net.in) દ્વારા એક મેઈલ પણ મોકલી શકો છો જેમાં ખાસ કરીને તમારા આધાર નંબર માટે ડેટા એક્સટ્રેક્શન માટે વિનંતી કરવામાં આવે છે.
જો લિંક કરવાની વિનંતી હજી પણ નિષ્ફળ જાય છે, તો તમને PAN સેવા પ્રદાતાઓ (પ્રોટેન અને UTIITSL )ના સમર્પિત કેન્દ્રો પર બાયોમેટ્રિક આધારિત પ્રમાણીકરણનો વિકલ્પ મેળવવાની સલાહ આપવામાં આવે છે.તમારે તમારા PAN, આધાર, ફી ચૂકવેલ (રૂ. .1000/ ) ચલનની નકલ સાથે રાખવી જોઈએ અને કેન્દ્ર પર જરૂરી બાયોમેટ્રિક પ્રમાણીકરણ શુલ્ક ચૂકવ્યા પછી સુવિધાનો લાભ લેવો જોઈએ.બાયોમેટ્રિક પ્રમાણીકરણ માટે અધિકૃત સેવા પ્રદાતાઓની વિગતો માટે, પ્રોટેન/UTIITSLની સંબંધિત વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે.
6. જો મારું PAN નિષ્ક્રિય થઈ જાય તો મારે શું કરવું જોઈએ?
નિષ્ક્રિય PANના આ પરિણામો 1લી જુલાઈ, 2023થી લાગુ થશે અને PAN સક્રિય ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. આધાર નંબરની જાણ કરીને PAN સક્રિય બનાવવા માટે એક હજાર રૂપિયાની ફી લાગુ રહેશે.
વધુ માહિતી માટે, કૃપા કરીને 28મી માર્ચ 2023ના રોજનો પરિપત્ર ક્રમાંક 2023ના 03નો સંદર્ભ લો.
અસ્વીકરણ:
આ વારંવાર પૂછાતાં પ્રશ્નો ફક્ત માહિતી અને સામાન્ય માર્ગદર્શન હેતુઓ માટે જ જારી કરવામાં આવેલ છે. કરદાતાઓને ચોક્કસ માહિતી, અર્થઘટન, સ્પષ્ટતાઓ માટે તેમના કિસ્સામાં લાગુ પડે તે રીતે I.T. કાયદાના સંબંધિત પરિપત્રો, સૂચનાઓ, નિયમો અને જોગવાઈનો સંદર્ભ લેવાની સલાહ આપવામાં આવે છે. આ વારંવાર પૂછતાં પ્રશ્નોના આધારે લેવામાં આવેલા પગલાં અને/અથવા નિર્ણયો માટે વિભાગ જવાબદાર રહેશે નહીં.