Do not have an account?
Already have an account?

1. ઈ-ફાઈલિંગ વોલ્ટ શું છે?
ઈ-ફાઈલિંગ વોલ્ટ સેવા નોંધાયેલ વપરાશકર્તાઓ માટે તેમના ઈ-ફાઈલિંગ એકાઉન્ટ્સ પર બીજા-ઘટક પ્રમાણીકરણ સાથે વધારે સુરક્ષા સક્ષમ કરવા માટે ઉપલબ્ધ છે. ઈ-ફાઈલિંગ વોલ્ટનો ઉપયોગ તમારા ઈ-ફાઈલિંગ એકાઉન્ટમાં લોગઈન કરવા અને/અથવા પાસવર્ડ ફરીથી સેટ કરવા માટે થઈ શકે છે. ઈ-ફાઈલિંગ વોલ્ટ સેવાનો ઉપયોગ ફરજીયાત ન હોવા છતાં, તમારા ઈ-ફાઈલિંગ એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

2. દ્રિતીય-ઘટક પ્રમાણીકરણ શું છે?
દ્રિતીય-ઘટક પ્રમાણીકરણ એ તમારા ઈ-ફાઈલિંગ ખાતામાં ઉચ્ચ સ્તરની સુરક્ષાને સક્ષમ કરવા માટે કાર્યક્ષમતા ધરાવે છે. આ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા ID અને પાસવર્ડને માન્ય કરવા સિવાય સુરક્ષાના બીજા સ્તરની ખાતરી કરે છે. ઈ-ફાઈલિંગ વોલ્ટ સેવાનો ઉપયોગ કરીને, તમે લોગીનનો વિકલ્પ પસંદ કરી શકો છો કે જ્યારે પણ તમે લોગઈન કરવાનો પ્રયત્ન કરો છો ત્યારે તે આપોઆપ ડિફોલ્ટ રૂપે દેખાશે.

3. હું મારા ઈ-ફાઈલિંગ એકાઉન્ટ માટે વધારે સુરક્ષા કેવી રીતે સક્ષમ કરી શકું?
તમે દ્રિતીય-ઘટક પ્રમાણીકરણ તરીકે ઉચ્ચ સુરક્ષાને નીચેની રીતોમાંથી એક દ્વારા સક્ષમ કરી શકો છો:

  • નેટ બેન્કિંગ
  • ડિજિટલ સુરક્ષા પ્રમાણપત્ર (ડી.એસ.સી.)
  • આધાર સાથે નોંધાયેલ મોબાઈલ નંબર પર OTP
  • બેંક ખાતા ઈ.વી.સી
  • ડિમેટ ખાતા ઈ.વી.સી

4. શું હું મારા ઈ-ફાઈલિંગ ખાતા પર ઉચ્ચ સુરક્ષા સક્ષમ કરી શકું છું?
જો તમે ઈ-ફાઈલિંગ પોર્ટલના નોંધાયેલા વપરાશકર્તા છો, તો પછી તમે ઈ-ફાઈલિંગ વોલ્ટ સુવિધાનો ઉપયોગ કરીને તમારા ઈ-ફાઈલિંગ ખાતા પર ઉચ્ચ સુરક્ષાને સક્ષમ કરી શકો છો.

5. જો હું વધારે સુરક્ષા વિકલ્પોમાંથી કોઈપણ પસંદ ન કરું તો હું કેવીરીતે લોગઈન કરી શકું?
જો તમે વધારે સુરક્ષા માટે કોઈપણ વિકલ્પ પસંદ કરતા નથી, તો તમે ડિફોલ્ટ વપરાશકર્તા ID અને પાસવર્ડ અને વિવિધ લોગઈન પદ્ધતિઓમાંથી એકનો ઉપયોગ કરીને લોગઈન કરી શકો છો. વધુ જાણવા માટે લોગઈનવપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લો.

6. જો હું કોઈપણ ઈ-ફાઈલિંગ વોલ્ટ પાસવર્ડ ફરીથી સેટ વિકલ્પોમાંથી કોઈ પસંદ ન કરું તો હું મારા પાસવર્ડને ફરીથી સેટ કેવી રીતે કરી શકું?
જો તમે ઈ-ફાઈલિંગ વોલ્ટ પાસવર્ડ ફરીથી સેટ કરો વિકલ્પ પસંદ કરતા નથી, તો તમે ઈ-ફાઈલિંગ OTP નો ઉપયોગ કરીને ડિફોલ્ટ વિકલ્પનો ઉપયોગ કરીને પાસવર્ડ ફરીથી સેટ કરી શકો છો.વધુ જાણવા માટે પાસવર્ડ ભૂલી ગયા છો વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લો.

7. શું હું ઈ-ફાઈલિંગ વોલ્ટ માટે સુરક્ષાની એક કરતા વધુ પદ્ધતિનો ઉપયોગ કરી શકું છું?
જ્યારે તમે લોગઈન અને પાસવર્ડ ફરીથી સેટ કરવા માટે બહુવિધ સુરક્ષા પદ્ધતિઓ પસંદ કરો છો, ત્યારે તમારે ખરેખર ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરતી વખતે અથવા તમારો પાસવર્ડ ફરીથી સેટ કરતી વખતે પસંદ કરેલ વિકલ્પોમાંથી એક પસંદ કરવાની જરૂર છે.

8. નવા ઈ-ફાઈલિંગ પોર્ટલમાં, શું મારે ફરીથી મારા ઉચ્ચ સુરક્ષા વિકલ્પો પસંદ કરવા પડશે અથવા જૂના પોર્ટલમાં જે અસ્તિત્વમાં હતા તે જ છે?
તમારે નવા પોર્ટલમાં ફરીથી ઉચ્ચ સુરક્ષા વિકલ્પો પસંદ કરવા પડશે કારણકે તકનીકી કારણોસર સમાન માહિતી સ્થાનાંતરિત કરવામાં આવી નથી. જો તમે ઉચ્ચ સુરક્ષા વિકલ્પ તરીકે DSC ની પસંદગી કરો છો, તો તમારે પહેલા નવા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર DSC ની નોંધણી કરાવવી પડશે.