Do not have an account?
Already have an account?

1. મારે મારો પાન ચકાસવાની જરૂર શા માટે છે?
તમે તમારા પાનની ચકાસણી કરી શકો છો:

  • તમારા પાનની વિગત, જેમ કે પાન કાર્ડ પર નામ, જન્મ તારીખ પાન ડેટાબેસમાં ઉપલબ્ધ વિગતો સમાન છે કે નહીં તે તપાસો.
  • તમારો પાન સક્રિય છે કે નહીં તે માન્ય કરો.


2.પાન ચકાસણી માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મારો મોબાઈલ નંબર નોંધાયેલ હોવો આવશ્યક છે?
તમે ચકાસણી દરમિયાન તમને એક્સેસ હોય તેવા કોઈપણ માન્ય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો જેના પર તમને ઓ.ટી.પી (મહત્તમ ત્રણ પ્રયાસ સાથે 15 મિનિટ માટે માન્ય) પ્રાપ્ત થઈ શકે.


3. કોઈ પણ વ્યક્તિગત કરદાતા માટે એક મોબાઈલ નંબર સાથે કેટલાં પાન સંખ્યાની ચકાસણી કરી શકાય તેની કોઈ મર્યાદા છે ?
હા. તમે એક દિવસમાં એક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને વધુમાં વધુ 5 અલગ અલગ પાનની ચકાસણી કરી શકો છો.


4. બાહ્ય એજન્સી તરીકે, શું હું વપરાશકર્તાના પાનને માન્ય કરી શકું છું?
હા, બાહ્ય એજન્સી સહિત તમામ નોંધાયેલ વપરાશકર્તા માટે પાન ચકાસો સેવા ઉપલબ્ધ છે. જથ્થાબંધ (Bulk) PAN/TAN ચકાસણી એ બાહ્ય એજન્સીઓ માટે અલગ સેવા છે જેને વિભાગની મંજૂરીની જરૂર હોય છે.


5. હું મારા પાનની વિગત ઓનલાઈન કેવી રીતે જોઈ શકું?
તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ઉપલબ્ધ તમારા પાનને જાણો સેવાની મુલાકાત લઈ શકો છો. તમારો પાન માન્ય છે કે નહીં તે તપાસવા માટે પણ તમે આ સેવાનો ઉપયોગ કરી શકો છો.