Do not have an account?
Already have an account?

ERI માટે: ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રજીસ્ટર કરો

વિગતવાર માર્ગદર્શિકા

 

1.1 ERI નોંધણી ની વિનંતી રજુ કરો

પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને રજીસ્ટર પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: અન્ય ટેબમાં, ડ્રોપડાઉન વર્ગમાંથી ઈ-રીટર્ન મધ્યસ્થી પસંદ કરો.

Data responsive


પગલું 3: નવા અરજદાર તરીકે રજીસ્ટર પસંદ કરો અને લાગુ પડતા ERI નો પ્રકાર. ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


Step 4: On the Register as e-Return Intermediary page, enter PAN / TAN with which you want to register as ERI and click Validate.

Data responsive


પગલું 5: સફળ પ્રમાણીકરણ પર, દાખલ કરેલ PAN / TAN ના રજીસ્ટર મોબાઈલ નંબર પર 6 - અંકનો OTP મોકલવામાં આવશે ( PAN/TAN ની પહેલેથી જ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરવામાં આવી હોવી જોઈએ). OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયાસો છે
  • જ્યારે OTP સમાપ્ત થશે ત્યારે સ્ક્રીન પર OTP સમાપ્તિ ટાઈમર તમને કહે છે
  • OTP ફરી મોકલોપર ક્લિક કરવાથી, નવો OTP જનરેટ થશે
Data responsive


પગલું 6: અરજદારનો વર્ગ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પગલું 7:(વ્યક્તિગત વપરાશકર્તા/યુઝર માટે નામ અને જન્મની તારીખ; સંગઠનનું નામ અને કંપની / પેઢી માટે ફાળવણી ની તારીખ; સંગઠનનું નામ અને DDO માટે TAN ની ફાળવણીની તારીખ) ની પ્રાથમિક વિગતો દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પગલું 8: સફળ પ્રમાણીકરણ પર, તમને મુખ્ય સંપર્ક વિગતો પેજ અથવા વ્યક્તિઓના કિસ્સામાં સંપર્ક વિગતો સ્ક્રીન પર લઈ જવામાં આવશે. મુખ્ય સંપર્કની સંપર્ક વિગતો દાખલ કરો અને ચાલુ રાખવા ક્લિક કરો.

Data responsive


પગલું 9: તમને મોબાઈલ નંબર અને પગલું 8 માં દાખલ કરેલ ઈ-મેઈલ ID પર 6-અંકનો OTP પ્રાપ્ત થશે. તમારા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર પ્રાપ્ત 6-અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખવા પર ક્લિક કરો.

Data responsive


પગલું 10: જોડાણોટેબમાં, અરજદાર વર્ગના આધારે દસ્તાવેજો અપલોડ કરો.

પ્રકાર 1 માટે ERI

  • બોયધરીઓ
  • બેંકની ગેરંટી/ખાતરી

પ્રકાર 2 અને 3 ERI

  • બોયધરીઓ
  • બેંકની ગેરંટી/ખાતરી
  • ઓડિટ રિપોર્ટ

નોંધ: એક જ જોડાણનું મહત્તમ કદ 5 MB હોવું જોઈએ.

Data responsive


પગલું 11: તમારી વિગતો ચકાસો પેજમાં જો જરૂરી હોય તો વિગતો સંપાદિત કરો. પુષ્ટિ કરો પર ક્લિક કરો.

Data responsive


સફળતા થયા નો સંદેશ પ્રદર્શિત થાય છે અને તમારી નોંધણીની વિનંતી મંજૂરી માટે સબમિટ આવે છે.

Data responsive

 

1.2 પછીની વિનંતી સબમિશનનો તબક્કો:

એકવાર ERI નોંધણીની વિનંતી સબમિટ થઈ જાય, પછી નિમ્નલિખિતમાંથી એક પરિસ્થિતિ ઉભી થાય છે:

કલમ કેસ
જ્યારે રજિસ્ટ્રાર દ્વારા નોંધણી અરજી મંજૂર કરવામાં આવે છે
B જ્યારે નોંધણી ની વિનંતીમાં ખામી હોય છે
C જ્યારે નોંધણી વિનંતી અસ્વીકૃત કરવામાં આવે છે
D જ્યારે નોંધણીની વિનંતી રજિસ્ટ્રાર પાસે અનિર્ણીત હોય

પગલાંને અનુસરો 1-5 અને પછી લાગુ કેસ મુજબ અનુસરો.

પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને રજીસ્ટર પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: અન્ય ટેબમાં, ડ્રોપડાઉન વર્ગમાંથીઈ-રીટર્ન મધ્યસ્થી પસંદ કરો.

Data responsive


પગલું 3: નોંધણીની સ્થિતિની ચકાસો પસંદ કરો.

Data responsive


પગલું 4: તમારો PAN / TAN દાખલ કરો અને માન્ય પર ક્લિક કરો.

Data responsive


પગલું 5: નોંધણીની વિનંતી સબમિટ કરતી વખતે આપવામાં આવેલ મોબાઈલ નંબર પર 6-અંકનો OTP મોકલવામાં આવે છે.

નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયાસો છે
  • જ્યારે OTP સમાપ્ત થશે ત્યારે સ્ક્રીન પર OTP સમાપ્તિ ટાઈમર તમને કહે છે
  • OTP ફરી મોકલોપર ક્લિક કરવાથી, નવો OTP જનરેટ થશે
Data responsive

 

A. જ્યારે નોંધણી અરજી રજિસ્ટ્રાર દ્વારા મંજૂર કરવામાં આવે છે

પગલું 1: 6-અંકના OTP ના સફળ પ્રમાણીકરણ પર,એપ્લિકેશન માન્ય સ્ક્રીન પ્રદર્શિત થાય છે. ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: સેટ પાસવર્ડ પેજ પર, બંને સેટ પાસવર્ડમાં તમારો ઇચ્છિત પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડ ટેક્સ્ટબોક્સની પુષ્ટિ કરો અને રજીસ્ટર પર ક્લિક કરો.

નોંધ:

રીફ્રેશ અથવા બેક ક્લિક કરશો નહીં.

તમારો નવો પાસવર્ડ દાખલ કરતી વખતે, પાસવર્ડ નીતિ વિશે સાવચેત રહો:

  • તે ઓછામાં ઓછા 8 અક્ષરો અને વધુમાં વધુ 14 અક્ષરોના હોવા જોઈએ
  • તેમાં અપરકેસ અને લોઅરકેસ બંને અક્ષરોનો સમાવેશ થવો જોઈએ
  • તેમાં એક નંબર હોવો જોઈએ
  • તેમાં વિશેષ અક્ષર હોવો જોઈએ (દા. ત., @#$%)
Data responsive


નોંધણી પૂર્ણ થઈ છે અને તમને નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરેલ પેજ પર લઈ જવામાં આવશે.

Data responsive


B. જ્યારે નોંધણી વિનંતીમાં ત્રુટિ હોય

પગલું 1: OTP ની સફળ પ્રમાણીકરણ પર, ત્રુટિવાળા દસ્તાવેજોની સૂચિ પ્રદર્શિત થાય છે. ચકાસણી ન કરવામાં આવેલા દસ્તાવેજોની સૂચિ જોડવા માટે ફરીથી સબમિટ કરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: એકવાર દસ્તાવેજો જે અપલોડ કર્યા, પછી ચાલુ રાખો પર ક્લિક કરો.

નોંધ: એક જ જોડાણનું મહત્તમ કદ 5 MB હોવું જોઈએ.

Data responsive


પગલું 3: વિગતો ચકાસો અને સબમિટ કરો પર ક્લિક કરો.

Data responsive


સબમિટ કરેલ નોંધણીનું વિનંતી પેજ પ્રદર્શિત થાય છે.

Data responsive


C.જ્યારે નોંધણીની વિનંતી અસ્વીકૃત કરવામાં આવે છે

પગલું 1: દાખલ કરેલ OTP ના પ્રમાણીકરણ પર, અસ્વીકારનું કારણ તમને પ્રદર્શિત કરવામાં આવશે. હોમપેજ પર જાઓ ક્લિક કરો અને જો તમે ERI તરીકે નોંધણી કરવા માંગતા હો તો નોંધણીની વિનંતી સબમિટ કરો.

Data responsive


D. જ્યારે નોંધણીની વિનંતી રજિસ્ટ્રાર પાસે અનિર્ણીત હોય

પગલું 1: OTP ના પ્રમાણીકરણ પર, નિમ્નલિખિત સંદેશ પ્રદર્શિત થાય છે: મંજૂરી માટે અનિર્ણીત.

Data responsive