Do not have an account?
Already have an account?

 

1. ઓવરવ્યૂ

ITR-4 સેવાનું પૂર્વ-ફાઈલિંગ અને ફાઈલિંગ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે અને ઓફલાઈન ઉપયોગિતાને એક્સેસ કરીને કરી શકાય છે. આ સેવા વ્યક્તિગત કરદાતાઓ, HUF અને પેઢીઓ (LLP સિવાય) ને ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ITR-4 ઓનલાઈન ફાઈલ કરવા માટે સક્ષમ કરે છે.

આ વપરાશકર્તા માર્ગદર્શિકા ઓનલાઈન મોડ દ્વારા ITR-4 ફાઈલિંગ કરવાની પ્રક્રિયાને આવરી લે છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

સામાન્ય
  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા
  • PAN ની સ્થિતિ સક્રિય છે
  • વ્યક્તિની રહેણાંક સ્થિતિ નિવાસી છે
અન્ય
  • PAN અને આધારને લિંક કરો (ભલામણ કરેલ ).

કૃપા કરીને નોંધ લો: જો તમારો PAN તમારા આધાર સાથે લિંક થયેલ નથી, તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. તે કિસ્સામાં તમને એક ટિકર સંદેશ પ્રાપ્ત થશે “તમારો PAN આધાર સાથે લિંક ન થયેલ હોવાથી તેને નિષ્ક્રિય કરવામાં આવ્યો છે. કેટલાક એક્સેસ મર્યાદિત હોઈ શકે છે. કલમ 234H હેઠળ ચુકવણી કર્યા પછી તમે તમારું PAN લિંક કરી શકો છો અને સક્રિય કરી શકો છો.”

  • રિફંડ જારી કરવા માટે ઓછામાં ઓછું એક બેંક ખાતું પૂર્વ-માન્ય કરો.
  • આધાર/ઈ-ફાઈલિંગ પોર્ટલ/તમારી બેંક (ઈ-ચકાસણી માટે) સાથે લિંક કરેલ માન્ય મોબાઈલ નંબર
  • ઓફલાઈન ઉપયોગિતા ડાઉનલોડ કરો અથવા તૃતીય-પક્ષ સોફ્ટવેરનો ઉપયોગ કરો (જો ઓફલાઈન મોડનો ઉપયોગ કરી રહ્યા હોવ તો)

3. ફોર્મ વિશે

3.1 હેતુ

આવકવેરા રિટર્ન એ એક એવું ફોર્મ છે જેમાં કરદાતા વાર્ષિક ધોરણે આવકવેરા વિભાગને આવક અને તેના પરના કર વિશેની માહિતી ફાઈલ કરે છે. ફોર્મ ITR-4 નો ઉપયોગ નિવાસી વ્યક્તિઓ, HUF અને કંપનીઓ (LLP સિવાય) દ્વારા જૂની અથવા નવી કર પ્રણાલીમાં તેમના આવકવેરા રિટર્ન ફાઈલ કરવા માટે નીચે 3.2 મુજબના માપદંડોને પૂર્ણ કરીને કરી શકાય છે.

3.1 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?

ITR-4 નિવાસી વ્યક્તિઓ / HUF / ભાગીદારી પેઢી દ્વારા ફાઈલ કરી શકાય છે જે નીચેની શરતો પૂર્ણ કરે છે:

  • વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક હોવી
  • કલમ 44AD અથવા 44AE હેઠળ ગણતરી કરાયેલ વ્યાપારી આવકમાંથી આવક
  • કલમ 44ADA હેઠળ ગણતરી કરેલ વ્યવસાયમાંથી આવક
  • કલમ 112 A હેઠળ લાંબા ગાળાના મૂડી લાભ રૂ. 1.25 લાખ સુધી (જેમાં કોઈ આગળ મોકલેલ અથવા આગળ લાવેલ મૂડી નુકસાન નથી)
  • એક કરતા વધુ મકાન મિલકતમાંથી આવક ન ધરાવતા હોવા જોઈએ

 

4. ફોર્મ પર એક નજર

ITR-4 માં છ વિભાગો છે જે તમારે ઓનલાઈન મોડમાં ફોર્મ સબમિટ કરતા પહેલા ભરવાની જરૂર છે અને એક પૂર્વાવલોકન પેજ છે જ્યાં તમે તમારી ફાઈલ કરેલી તમામ વિગતોને માન્ય કરી શકો છો. વિભાગો નીચે મુજબ છે:

  1. વ્યક્તિગત માહિતી
  2. કુલ આવક
  3. જાહેર કરેલ અને કરમુક્ત આવક
  4. કુલ કપાત
  5. કલમ 112 A હેઠળ લાંબા ગાળાના મૂડી લાભ
  6. ચુકવેલ કર
  7. કુલ કર જવાબદારી

અહીં ITR-4ના વિવિધ વિભાગોની ત્વરિત જાણકારી આપેલ છે.

4.1 વ્યક્તિગત માહિતી

ITRના વ્યક્તિગત માહિતી વિભાગમાં, તમારે પૂર્વ-ભરવામાં આવેલા ડેટાને માન્ય કરવાની જરૂર છે જે તમારી ઈ-ફાઈલિંગ પ્રોફાઈલમાંથી આપમેળે-ભરવામાં આવે છે. તમે ફોર્મમાં તમારા કેટલાક વ્યક્તિગત ડેટાને સીધા જ સંપાદિત કરી શકશો નહીં. જો કે, તમે તમારી ઈ-ફાઈલિંગ પ્રોફાઈલ પર જઈને જરૂરી ફેરફારો કરી શકો છો. તમે તમારી ઈ-ફાઈલિંગ પ્રોફાઈલમાં તમારી સંપર્ક વિગતો, ફાઈલિંગ પ્રકારની વિગતો, અધિકૃત પ્રતિનિધિ, ભાગીદારની વિગતો (જો લાગુ પડે તો) અને બેંક વિગતોને સંપાદિત કરી શકો છો.

 

સંપર્ક વિગત

Data responsive

ફાઈલિંગના પ્રકારની વિગત

Data responsive

કૃપા કરીને નોંધ લો:

નાણાકીય (નં. 2) અધિનિયમ, 2024 માં કલમ 115BAC(1A) દાખલ કરવામાં આવી છે જેથી કરદાતા વ્યક્તિગત, HUF, AOP (સહકારી મંડળી સિવાય), BOI, પછી ભલે તે નિગમિત હોય કે ન હોય, અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ હોય તેમના માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી છે. જો કોઈ કરદાતા નવી કર પ્રણાલી અનુસાર કર ચુકવવા માંગતા ન હોય, તો તેણે સ્પષ્ટપણે તેમાંથી નાપસંદ કરવું પડશે અને જૂની કર પ્રણાલી હેઠળ કર ભરવાનું પસંદ કરવું પડશે.

વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવતા કરદાતા નવી કર પ્રણાલીમાંથી નાપસંદ કરી શકે છે અને સંબંધિત વર્ષ માટે જૂની કર પ્રણાલી પર ફેરબદલ કરી શકે છે. જો કે, વ્યાપાર અથવા વ્યવસાયની આવક સાથે, કરદાતા દર વર્ષે બે પ્રણાલી વચ્ચે પસંદગી કરવા માટે પાત્ર રહેશે નહીં. ફોર્મ 10-IEA ફાઈલ કર્યા પછી એકવાર કરદાતા નવી કર પ્રણાલી નાપસંદ કર્યા, પછી આગામી વર્ષમાં નવી કર પ્રણાલીમાં ફરીથી દાખલ થવાની માત્ર એક જ તક હોઈ છે. એકવાર કરદાતા નવી પ્રણાલીમાં પાછા ફર્યા પછી, પછી ફરીથી કર પ્રણાલી બદલવાના વિકલ્પો આગામી કોઈપણ વર્ષો માટે ઉપલબ્ધ રહેશે નહીં.

જોકે, તેણે કલમ 139(1) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ નં. 10-IEAમાં નાપસંદ કરવાના આ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે.

  • જો તમે આકારણી વર્ષ 2024-25માં નવી કર પ્રણાલી નાપસંદ કરી છે તો: "હા" પસંદ કરો અને ફોર્મ 10-IEA ફાઈલ કરવાની તારીખ અને સ્વીકૃતિ નંબર દાખલ કરો.
  • જો તમે આકારણી વર્ષ 2024-25માં નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ ન કર્યો હોઈ તો "ના" પસંદ કરો
  • જો આ પ્રશ્ન તમને કોઈ કારણસર લાગુ પડતો નથી, જેમ કે રિટર્ન અગાઉ ફાઈલ કરવામાં આવ્યું ન હોય અથવા ITR 1 અથવા 2 અગાઉ ફાઈલ કરવામાં આવ્યું હોય; તો કૃપા કરીને "લાગુ નથી" પસંદ કરો.
  • જો તમે 2024-25 માં નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય અને આકારણી વર્ષ 2025-26 માં નવી કર પ્રણાલી નાપસંદ કરવાનું ચાલુ રાખવા માંગતા હોવ, તો "શું તમે ચાલુ આકારણી વર્ષ માટે નવી કર પ્રણાલી નાપસંદ કરવાનું ચાલુ રાખવા માંગો છો" પ્રશ્નનો પ્રતિસાદ 'હા' તરીકે ITRમાં પસંદ કરો. જો તમે 2024-25 માં નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ કર્યો હોય અને આકારણી વર્ષ 2025-26 માં નવી કર પ્રણાલી નાપસંદ કરવાનો વિકલ્પ પસંદ ન કરો, તો "શું તમે ચાલુ આકારણી વર્ષ માટે નવી કર પ્રણાલી નાપસંદ કરવાનું ચાલુ રાખવા માંગો છો" પ્રશ્નનો પ્રતિસાદ 'ના' તરીકે પસંદ કરો અને 2025-26 માં નવી કર પ્રણાલીમાં ફરીથી દાખલ થવા માટે ફરીથી ફોર્મ 10-IEA ફાઈલ કરો.
  • જો તમે આકારણી વર્ષ 2024-25 માં નવી કર પ્રણાલીને ના અથવા NA તરીકે પસંદ કર્યું છે અને ચાલુ આકારણી વર્ષ 2025-26 માટે નવી કર પ્રણાલીમાંથી નાપસંદ કરવા માંગો છો: તો "હા", અથવા "ના" પસંદ કરો. જો આ વિકલ્પ માટે હા પસંદ કરવામાં આવે તો આકારણી વર્ષ 2025-26 માં ફાઈલ કરેલા ફોર્મ 10-IEA ની ફાઈલિંગ તારીખ અને સ્વીકૃતિ નંબર દાખલ કરો. આવકવેરા અધિનિયમ, 1961 ની કલમ 139(1) હેઠળ રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખની અંદર ફોર્મ 10-IEA ફાઈલ કરવું જરૂરી છે.

 

બેંકની વિગત

Data responsive

4.2 એકંદર કુલ આવક

એકંદર કુલ આવક વિભાગમાં, તમારે પૂર્વ-ભરેલી માહિતીની સમીક્ષા કરવાની અને પગાર / પેન્શન, મકાન મિલકત, વ્યાપાર અથવા વ્યવસાય અને અન્ય સ્રોતો (જેમ કે વ્યાજની આવક, કુટુંબ પેન્શન, વગેરે)માંથી તમારી આવકના સ્ત્રોતની વિગતોની ચકાસણી કરવાની રહેશે. તમારે બાકીની / અતિરિક્ત વિગતો જો કોઈ હોય તો દાખલ કરવાની રહેશે.

પગારમાંથી આવક

Data responsive

કલમ 10(13A) હેઠળ HRA છૂટનો દાવો કરવા માટેની અતિરિક્ત માહિતી

Data responsive

વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક:

Data responsive

એક મકાન મિલકતમાંથી આવક અને ઉધાર લીધેલી મૂડી પરના વ્યાજની વિગતો

Data responsiveData responsiveData responsive

અન્ય સ્ત્રોતોમાંથી આવક

Data responsive

4.3 જાહેર કરેલ અને કરમુક્ત આવક

જાહેર કરેલ અને કરમુક્ત આવક વિભાગમાં, તમારે વ્યાપારથી સંબંધિત નાણાકીય વિગતો, GST (વૈકલ્પિક) અને કરમુક્ત આવક માટે નોંધાયેલી કુલ પ્રાપ્તિઓ સંબંધિત માહિતી પ્રદાન કરવાની જરૂર છે.

 

Data responsive

4.4 કલમ 112A હેઠળ લાંબા ગાળાના મૂડી લાભ:

Data responsive

4.5 કુલ કપાત

કુલ કપાત વિભાગમાં, તમારે આવકવેરા અધિનિયમના પ્રકરણ VI-A હેઠળ દાવો કરવાની જરૂર હોય તેવી કોઈપણ કપાતને ઉમેરવાની અને ચકાસવાની રહેશે.

Data responsive

નોંધ: આકારણી વર્ષ 2025-26 થી તમારે કપાતનો દાવો કરવા માટે કેટલીક વધારાની માહિતી પ્રદાન કરવાની જરૂર છે.

કલમ 80C

Data responsiveData responsive

કલમ 80 D

Data responsive

કલમ 80DD

Data responsive

કલમ 80U

Data responsive

કલમ 80E

Data responsive

કલમ 80GG

Data responsive

કૃપા કરીને નોંધ લેશો:

1. જો તમે જૂની કર પ્રણાલી પસંદ કરી નથી, તો ફક્ત કલમ 80CCD (2)- ટિયર-1 NPS ખાતામાં નોકરીદાતાઓનું યોગદાન અને કલમ 80CCH- હેઠળ અગ્નિવીર કોર્પસ ફંડમાં જમા કરાયેલ રકમ હેઠળ કપાત સક્ષમ કરવામાં આવશે.

2. જો કરદાતા જૂની કર પ્રણાલી પસંદ કરી રહ્યા હોય અને કલમ 80DD અથવા 80U હેઠળ ઓટીઝમ, સેરેબ્રલ પાલ્સી અથવા બહુવિધ વિકલાંગતા માટે કપાતનો દાવો કરી રહ્યા હોય, તો રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10-IA ફાઈલ કરવું ફરજિયાત છે.

3. જો કરદાતા જૂની કર પ્રણાલી પસંદ કરી રહ્યા છે અને કલમ 80GG હેઠળ કપાતનો દાવો કરી રહ્યા છે, તો રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10BA ફાઈલ કરવું ફરજિયાત છે.

4. 80CCD(1) અને 80CCD(1B) હેઠળ કપાતનો દાવો કરવા માટે PRAN ફરજિયાત છે.

 

4.6 ચુકવેલ કર

ચુકવેલ કર વિભાગમાં, તમારે ગત વર્ષમાં તમારા દ્વારા ચુકવેલ કરની ચકાસણી કરવાની જરૂર છે. કરની વિગતોમાં ચૂકવનાર, TCS, અગ્રિમ કર અને સ્વ-આકારણી કર દ્વારા રજૂ કરવામાં આવેલ પગાર/પગાર સિવાયના TDS નો સમાવેશ થાય છે.

Data responsive


4.7 કુલ કર જવાબદારી

કુલ કર જવાબદારી વિભાગમાં, તમે તમારી આવકની ગણતરી, કરની ગણતરી અને કુલ કર, ઉપકર અને વ્યાજ જોઈ શકશો. કર વિભાગની ગણતરીમાં તમે અગાઉ ભરેલા વિભાગો મુજબ તમારે તમારી કર જવાબદારીની વિગતો તપાસવાની રહેશે.

Data responsive


5. ITR 4 ને કેવી રીતે એક્સેસ કરવું અને સબમિટ કરવું

તમે નીચે આપેલ પદ્ધતિઓ દ્વારા તમારું ITR ફાઈલ કરી શકો છો અને સબમિટ કરી શકો છો:

  • ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા - ઓનલાઈન મોડ
  • ઓફલાઈન મોડ - ઓફલાઈન ઉપયોગિતા અથવા એક્સેલ ઉપયોગિતા દ્વારા

ઓનલાઈન માધ્યમ દ્વારા ITR ફાઈલ અને સબમિટ કરવા માટે નીચેના પગલાં અનુસરો:

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.

Data responsive


પગલું 2: તમારા ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ> આવકવેરા રિટર્ન>આવકવેરા રિટર્ન ફાઈલ કરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 3: આકારણી વર્ષ 2025-26 અને ફાઈલિંગનું માધ્યમ ઓનલાઈન પસંદ કરો, અને ચાલુ રાખો પર ક્લિક કરો

Data responsive

પગલું 4: જો તમે પહેલેથી જ આવકવેરા રિટર્ન ભર્યું હોય અને તે સબમિશન માટે બાકી હોય, તો ફાઈલિંગ ફરીથી શરૂ કરો પર ક્લિક કરો. જો તમે સેવ કરેલા રિટર્નને રદ્દ કરવા માંગતા હોવ અને નવેસરથી રિટર્ન તૈયાર કરવાનું શરૂ કરવા માંગતા હોવ, તો નવું ફાઈલિંગ શરૂ કરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 5: તમને લાગુ પડે તે મુજબ સ્થિતિ પસંદ કરો અને આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પગલું 6: ડ્રોપડાઉનમાંથી લાગુ આવકવેરા રિટર્ન પસંદ કરો અને ITR-4 સાથે આગળ વધો પર ક્લિક કરો.

Data responsive

પગલું 7: એકવાર તમે તમને લાગુ પડે તે ITR પસંદ કરી લો, પછી જરૂરી દસ્તાવેજોની સૂચિ નોંધી લો, અને ચાલો શરૂ કરીએ પર ક્લિક કરો.

Data responsiveData responsive

પગલું 8: ITR ફાઈલ કરવાના કારણસર તમને લાગુ પડતા ચેકબોક્સને પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પગલું 9: તમારી પૂર્વ-ભરેલ માહિતીની સમીક્ષા કરો અને જો જરૂરી હોય તો તેને સંપાદિત કરો. બાકીની / અતિરિક્ત માહિતી દાખલ કરો (જો જરૂરી હોય તો) અને દરેક વિભાગના અંતમાં પુષ્ટિ કરો પર ક્લિક કરો.

Data responsive

કૃપા કરીને નોંધ લો:

નાણાકીય (નં. 2) અધિનિયમ, 2024 માં કલમ 115BAC(1A) દાખલ કરવામાં આવી છે જેથી કરદાતા વ્યક્તિગત, HUF, AOP (સહકારી મંડળી સિવાય), BOI, પછી ભલે તે નિગમિત હોય કે ન હોય, અથવા કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ હોય તેમના માટે નવી કર પ્રણાલીને ડિફોલ્ટ કર પ્રણાલી બનાવી છે. જો કોઈ કરદાતા નવી કર પ્રણાલી અનુસાર કર ચુકવવા માંગતો નથી, તો તેણે સ્પષ્ટપણે તેને નાપસંદ કરવું પડશે અને જૂની કર પ્રણાલી હેઠળ કરવેરા ભરવાનું પસંદ કરવું પડશે.

વ્યાપાર અથવા વ્યવસાયમાંથી આવક ધરાવતા કરદાતા નવી કર પ્રણાલીમાંથી નાપસંદ કરી શકે છે અને સંબંધિત વર્ષ માટે જૂની કર પ્રણાલી પર ફેરબદલ કરી શકે છે. જોકે, કલમ 139(1) હેઠળ આવકનું રિટર્ન ફાઈલ કરવાની નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ નં. 10-IEA માં આ વિકલ્પનો ઉપયોગ કરવો પડશે.

Data responsive

કૃપા કરીને નોંધ લો:

  • જો તમે આકારણી વર્ષ 2024-25માં નવી કર પ્રણાલી નાપસંદ કરી હોય તો: "હા, ના અથવા લાગુ નથી" પસંદ કરો જો હા પસંદ કરેલ હોય, તો ફાઈલ કરેલ ફોર્મ 10-IEAની ફાઈલિંગની તારીખ અને સ્વીકૃતિ નંબર દાખલ કરો.
  • જો તમે આકારણી વર્ષ 2024-25 માટે ના અથવા NA પસંદ કર્યું હોય અને ચાલુ આકારણી વર્ષ 2025-26 માટે નવી કર પ્રણાલી નાપસંદ કરવા માંગતા હોવ: તો "હા" પસંદ કરો, નહીં તો "ના" પસંદ કરો. જો હા પસંદ કરેલ હોય, તો ફાઈલ કરેલ ફોર્મ 10-IEAની ફાઈલિંગની તારીખ અને સ્વીકૃતિ નંબર દાખલ કરો.

 

પગલું 10: વિવિધ વિભાગોમાં તમારી આવક અને કપાતની વિગતો દાખલ કરો. ફોર્મના તમામ વિભાગો પૂર્ણ કર્યા પછી અને પુષ્ટિ કર્યા પછી, આગળ વધો પર ક્લિક કરો.

Data responsive

પગલું 11: જો કર જવાબદારી હોય તો

તમે પ્રદાન કરેલી વિગતોના આધારે તમને તમારી કર ગણતરીનો સારાંશ બતાવવામાં આવશે. જો ગણતરીના આધારે કર જવાબદારી ચુકવવાપાત્ર હોય, તો તમને પેજના નીચે હમણાં ચુકવણી કરો અને પછીથી ચુકવણી કરો વિકલ્પો જોવા મળશે. હમણાં જ ચુકવણી કરો વિકલ્પનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે.

Data responsiveData responsive

પગલું 11a(i): જો તમે "હમણાં જ ચુકવો" પર ક્લિક કરો છો તો તમને કરની ઈ-ચુકવણી સેવા પર પુનઃનિર્દેશિત કરવામાં આવશે. ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive
  • નોંધ: તમે ચાલુ રાખો પર ક્લિક કર્યા પછી કર ચુકવણી કરવા માટે પોર્ટલ પર ઈ-ચુકવણી કર પેજ પર લઈ જવામાં આવશે. વધુ જાણવા માટે કરની ઈ-ચુકવણી વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

 

પગલું 11a(ii): ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા સફળતાપૂર્વક ચુકવણી પછી, એક સફળતા સંદેશ પ્રદર્શિત થશે. ITR ફાઈલિંગ પૂર્ણ કરવા માટે રિટર્ન ફાઈલિંગ કરો પર પાછા જાઓ પર ક્લિક કરો.

Data responsive
  • જો તમે પછીથી ચુકવણી કરો પસંદ કરો છો, તો તમે તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કર્યા પછી ચુકવણી કરી શકો છો, પરંતુ ડિફોલ્ટ કરદાતા તરીકે ધ્યાનમાં આવવાનું જોખમ છે, અને ચુકવવાપાત્ર કર પર વ્યાજ ચુકવવાની જવાબદારી આવી શકે છે.

પગલું 12: જો કોઈ કર જવાબદારી ન હોય (કોઈ માંગ / રિફંડ નથી) અથવા જો તમે રિફંડ માટે પાત્ર છો

રિટર્નનું પૂર્વાલોકન કરોપર ક્લિક કરો. જો ત્યાં કોઈ કર જવાબદારી ચૂકવવાપાત્ર નથી, અથવા જો કરની ગણતરીના આધારે રિફંડ છે, તો તમને તમારા રિટર્નનું પૂર્વાવલોકન કરો અને સબમિટ કરો પેજ પર લઈ જવામાં આવશે.

Data responsiveData responsive

પગલું 13: તમારા રિટર્નનું પૂર્વાવલોકન કરો અને સબમિટ કરો પેજ પર, સ્થાન, નામ અને અન્ય વિગતો સ્વચાલિત રીતે ભરાઈ જશે પછી ઘોષણા ચેકબોક્સ પસંદ કરો અને માન્યતા પર આગળ વધોપર ક્લિક કરો

Data responsive

નોંધ: જો તમે તમારું રિટર્ન તૈયાર કરવામાં કર રિટર્ન તૈયાર કરનાર અથવા TRP સામેલ ન કર્યું હોય, તો તમે TRP સંબંધિત ટેક્સ્ટબોક્સ ખાલી છોડી શકો છો.

 

પગલું 14: એકવાર આંતરિક માન્યતા સફળ થઈ જાય, પૂર્વાવલોકન કરો પર ક્લિક કરો.

Data responsive

નોંધ: જો તમને તમારા રિટર્નમાં ભૂલોની સૂચિ બતાવવામાં આવે, તો તમારે ભૂલોને સુધારવા માટે ફોર્મ પર પાછા જવું પડશે. જો કોઈ ભૂલો ન હોય, તો તમે તમારા રિટર્નનું પૂર્વાવલોકન કરવા માટે આગળ વધી શકો છો.

પગલું 15: રિટર્ન પેજના પૂર્વાવલોકન પર માન્યતા પર આગળ વધો પર ક્લિક કરો.

Data responsive

પગલું 16: એકવાર માન્ય થયા, પછી ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરો.

Data responsive

નોંધ: તમને તમારા રિટર્નમાં માન્યતા સંબંધિત ભૂલોની સૂચિ બતાવવામાં આવશે, જો કોઈ હોય તો. ભૂલો સુધારવા માટે તમારે ફોર્મ પર પાછા જવાની જરૂર છે. જો કોઈ ભૂલ ન હોય, તો તમે ચકાસણી માટે આગળ વધો પર ક્લિક કરીને તમારા રિટર્નની ઈ-ચકાસણી કરી શકો છો.

 

પગલું 17: તમારી ચકાસણી પૂર્ણ કરો પેજ પર, તમારો મનપસંદ વિકલ્પ પસંદ કરો અને ચાલુ રાખોપર ક્લિક કરો.

તમારા રિટર્નની ચકાસણી કરવી ફરજિયાત છે, અને ઈ-ચકાસણી (ભલામણ કરેલ વિકલ્પ – હમણાં ઈ-ચકાસણી કરો) એ તમારા ITR ની ચકાસણી કરવાની સૌથી સહેલી રીત છે – તે ઝડપી, પેપરલેસ છે, અને સ્પીડ પોસ્ટ દ્વારા CPC ને સહી કરેલ ભૌતિક ITR-V મોકલવા કરતાં સુરક્ષિત છે.

Data responsiveData responsive

નોંધ: જો તમે પછીથી ઈ-ચકાસણી કરો પસંદ કરો છો, તો તમે તમારું રિટર્ન સબમિટ કરી શકો છો, જો કે, તમારે તમારું ITR ફાઈલ કર્યાના 30 દિવસની અંદર તમારું રિટર્ન ચકાસવાની જરૂર રહેશે.

 

પગલું 18: ઈ-ચકાસણી પેજ પર, તે વિકલ્પ પસંદ કરો કે જેના દ્વારા તમે રિટર્નની ઈ-ચકાસણી કરવા માંગો છો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

 

 

નોંધ:

  • વધુ જાણવા માટે વપરાશકર્તા માર્ગદર્શિકાની ઈ-ચકાસણી કેવી રીતે કરવી તેનો સંદર્ભ લો.
  • જો તમે ITR-V દ્વારા ચકાસણી કરો પસંદ કરો છો, તો તમારે તમારા ITR-V ની સહી કરેલ ભૌતિક નકલ કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર, આવકવેરા વિભાગ, બેંગલુરુ 560500ને સ્પીડ પોસ્ટ દ્વારા 30 દિવસની અંદર મોકલવાની રહેશે.
  • કૃપા કરીને ખાતરી કરો કે તમે તમારા બેંક ખાતાને પૂર્વ-માન્ય કરાવ્યું હોય જેથી બાકીનું કોઈપણ રિફંડ તમારા બેંક ખાતામાં જમા થઈ શકે.
  • વધુ જાણવા માટે મારું બેંક ખાતું વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.

 

કૃપા કરીને નોંધ લો: અધિસૂચના ક્રમાંક 2024 ના 2 તારીખ 31/03/2024 મુજબ-

  1. જ્યાં આવકનું રિટર્ન અપલોડ કરવામાં આવે છે અને ઈ-ચકાસણી/lTRV અપલોડ કર્યાના 30 દિવસની અંદર સબમિટ કરવામાં આવે છે - આવા કિસ્સામાં આવકનું રિટર્ન અપલોડ કરવાની તારીખ આવકનું રિટર્ન ભરવાની તારીખ તરીકે ગણવામાં આવશે.
  2. જ્યાં રિટર્ન અપલોડ કરવામાં આવ્યું હોય પરંતુ ઈ-ચકાસણી અથવા ITR-V અપલોડ કર્યાના 30 દિવસ પછી સબમિટ કરવામાં આવે છે - આવા કિસ્સાઓમાં ઈ-ચકાસણી/ITR-V સબમિશનની તારીખને આવકનું રિટર્ન રજૂ કરવાની તારીખ તરીકે ગણવામાં આવશે અને કાયદા હેઠળ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબના તમામ પરિણામો લાગુ પડશે.
  3. નિર્ધારિત ફોર્મેટમાં અને નિર્ધારિત રીતે યોગ્ય રીતે ચકાસાયેલ ITR-V સામાન્ય અથવા સ્પીડ પોસ્ટ દ્વારા અથવા અન્ય કોઈપણ રીતે ફક્ત નીચેના સરનામે મોકલવામાં આવશે:

કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર, આવકવેરા વિભાગ, બેંગલુરુ - 560500, કર્ણાટક.

  1. આવકનું રિટર્ન અપલોડ કર્યાની તારીખથી 30 દિવસના સમયગાળાના નિર્ધારણ માટે, CPC પર યોગ્ય રીતે ચકાસાયેલ ITR-V પ્રાપ્ત થવાની તારીખ ધ્યાનમાં લેવામાં આવશે.
  2. વધુમાં સ્પષ્ટતા કરવામાં આવે છે કે જ્યાં નિર્ધારિત સમય મર્યાદામાં અપલોડ કર્યા પછી આવકનું રિટર્ન ચકાસવામાં ન આવે ત્યાં આવા રિટર્નને અમાન્ય ગણવામાં આવશે.

એકવાર તમે તમારા રિટર્નની ઈ-ચકાસણી કરી લો, પછી લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ નંબર સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થશે. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર એક પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.

Data responsive