1. ઓવરવ્યૂ
સંચાલિત આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલ પરના તમામ નોંધાયેલા વપરાશકર્તાઓને ઉપલબ્ધ છે. આ સેવા સાથે, રિપોર્ટિંગ એન્ટિટી કે જેને ફોર્મ 15CC/ ફોર્મ V ફાઈલ કરવાની જરૂર છે તે નીચે મુજબ કરી શકે છે:
- આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન (આવકવેરા વિભાગ રિપોર્ટિંગ એન્ટિટી ઓળખ નંબર)જનરેટ કરો; અને
- આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન ના સંદર્ભમાં જનરેટ થયેલ ફોર્મ 15 CC અને ફોર્મ V અપલોડ કરવા અને જોવા માટે કોઈપણ અધિકૃત વ્યક્તિઓને સક્ષમ કરો.
રિપોર્ટિંગ એન્ટિટી દ્વારા અધિકૃત વ્યક્તિને શામેલ કરવામાં આવ્યા પછી, અધિકૃત વ્યક્તિ આ સેવા દ્વારા વિનંતી સ્વીકારી શકે છે.
આઈ.ટી.ડી સાથે રિપોર્ટિંગ એન્ટિટીની નોંધણી કર્યા પછી આવકવેરા વિભાગ (આઈ.ટી.ડી) દ્વારા જારી કરાયેલ અને જાણ કરાયેલ આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન એક અનન્ય આઈ.ડી છે. XXXXXXXXXX. YZNNN, ફોર્મેટમાં આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન એ 16-અક્ષરનો ઓળખ નંબર છે જ્યાં:
| આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન ફોર્મેટ | વર્ણન |
| XXXXXXXXXX | રિપોર્ટિંગ એન્ટીટીનો પાન અથવા ટેન. |
| Y | ફોર્મ કોડ |
| Z | ફોર્મ કોડ માટે રિપોર્ટિંગ એન્ટિટીની નો કોડ |
| NNN | અનુક્રમ નંબરનો કોડ |
2. આ સેવાનો લાભ મેળવવા માટે પૂર્વશરત
| અનુક્રમ નં. | વપરાશકર્તા | વર્ણન |
| 1 | રિપોર્ટિંગ એન્ટિટી |
|
| 2 | અધિકૃત વ્યક્તિ |
|
3. તબક્કાવાર માર્ગદર્શન
3.1. એક નવું આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન જનરેટ કરો
પગલું 1: માન્ય વપરાશકર્તા આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર,સેવા > આઈ.ટી.ડી રીપોર્ટિંગ એન્ટિટી ઓળખ નંબરનું સંચાલન કરો (આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન) પર ક્લિક કરો.
પગલું 3: આઈ.ટી.ડી રિપોર્ટિંગ એન્ટિટી ઓળખ નંબર જનરેટ કરવાના (આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન) પેજ પર, નવું આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન જનરેટ કરો પર ક્લિક કરો.
પગલું 4:ITD રિપોર્ટિંગ એન્ટિટી ઓળખ નંબર (આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન) જનરેટ કરવાના પેજ પર, ફોર્મ પ્રકાર ( ફોર્મ 15CC અથવા ફોર્મ V) પસંદ કરો
પગલું 5: પછી, ડ્રોપ ડાઉન યાદીમાંથી યોગ્ય રિપોર્ટિંગ એન્ટિટી શ્રેણી પસંદ કરો અને આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન જનરેટ કરો પર ક્લિક કરો.
પગલું 6: આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન ને સફળતા પૂર્વક જનરેટ કરવા પર, સફળતા સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. તમારા ફોર્મ ફાઇલ કરવા માટે અધિકૃત વ્યક્તિને શામેલ કરવા માટે અધિકૃત વ્યક્તિને હમણાં શામેલ કરો પર ક્લિક કરો.
નોંધ:
- આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન ને સફળતાપૂર્વક જનરેટ કરવા પર, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ પ્રાથમિક મોબાઈલ નંબર અને ઈ-મેઈલ આઈ.ડી પર એક પુષ્ટિકરણ સંદેશ મળશે.
- તમે પછીથી અધિકૃત વ્યક્તિને શામેલ કરવા માટે અધિકૃત વ્યક્તિને શામેલ કરો પણ પસંદ કરી શકો છો.
પગલું 7: અધિકૃત વ્યક્તિને શામેલ કરો પેજમાં, આવશ્યક વિગતો દાખલ કરો, અધિકૃત વ્યક્તિ પ્રકાર પસંદ કરો, હોદ્દો દાખલ કરો, ઍક્સેસ પ્રકાર પસંદ કરો અને સેવ કરો પર ક્લિક કરો.
નોંધ:
- તમે અધિકૃત વ્યક્તિની પાન અથવા આધાર માહિતી પ્રદાન કરી શકો છો, અથવા બંને.
- જો તમે ફક્ત અધિકૃત વ્યક્તિનું આધાર પૂરો પાડો છો, તો આધારને અધિકૃત વ્યક્તિના પાનની સાથે લિંક કરવું જોઈએ.
- અધિકૃત વ્યક્તિનું નામ વૈકલ્પિક ક્ષેત્ર છે. ઈ-મેઈલ આઈ.ડી, મોબાઈલ નંબર, અધિકૃત વ્યક્તિનો પ્રકાર, હોદ્દો અને ઍક્સેસ પ્રકાર ફરજિયાત ક્ષેત્રો છે.
- અધિકૃત વ્યક્તિનો ઍક્સેસનો પ્રકાર નીચેના કોષ્ટક મુજબ બદલાશે:
| જો તમે ફોર્મ V પસંદ કરો છો | જો હોદ્દો નિયુક્ત નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવે છે | અધિકૃત વ્યક્તિ ફોર્મ અપલોડ કરી શકે છે અને જોઈ શકે છે |
| જો હોદ્દો મુખ્ય અધિકારી તરીકે પસંદ કરવામાં આવે છે | અધિકૃત વ્યક્તિ ફોર્મ અપલોડ કરી શકે છે અને જોઈ શકે છે | |
| જો તમે ફોર્મ 15CC પસંદ કરો છો | અધિકૃત વ્યક્તિ ફોર્મ અપલોડ કરી શકે છે અને જોઈ શકે છે |
પગલું 8: અધિકૃત વ્યક્તિના સફળતાપૂર્વક શામેલ કરવા પર, નીચેનો પોપઅપ સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે, અને ઈ-ફાઇલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ અધિકૃત વ્યક્તિના મોબાઇલ નંબર અને ઈ-મેઇલ આઈ.ડી પર માહિતી મોકલવામાં આવશે.
પગલું 9: અધિકૃત વ્યક્તિ (વ્યક્તિઓ)ની સ્થિતિ જોવા માટે, બંધ કરો પર ક્લિક કરો.
પગલું 10: અધિકૃત વ્યક્તિને, અધિકૃત વ્યક્તિ (વ્યક્તિઓ) પેજમાં નિષ્ક્રિય કરવા માટે,સક્રિય ટેબ હેઠળ નિષ્ક્રિય કરો પર ક્લિક કરો.
પગલું 11: નિષ્ક્રિય ટેબ હેઠળ પહેલાથી જ શામેલ અધિકૃત વ્યક્તિઓની સૂચિ સામે સક્રિય વિકલ્પને ક્લિક કરીને તમે નિષ્ક્રિય અધિકૃત વ્યક્તિઓને સક્રિય કરી શકો છો.
3.2. અધિકૃત વ્યક્તિ દ્વારા સક્રિયકરણ
પગલું 1: માન્ય વપરાશકર્તા આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઇલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર,બાકી ક્રિયાઓ >કાર્યસૂચિ પર ક્લિક કરો.
પગલું 3: કાર્યસૂચિ પેજ પર,તમે સક્રિય કરવા માગો છો તે આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન સામે સક્રિય કરો પર ક્લિક કરો.
પગલું 4: આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન વિનંતી-ઓ.ટી.પી માન્યતા પેજ પર, જયારે તમને અધિકૃત વ્યક્તિ શામેલ કરો પેજમાં અધિકૃત વ્યક્તિ તરીકે તમને શામેલ કરતી વખતે મોબાઇલ નંબર (તમારા દ્વારા ઉપલબ્ધ) પર પ્રાપ્ત કરેલો વિશેષ 6-અંકનો ઓ.ટી.પી દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ:
- ઓ.ટી.પી ફક્ત 15 મિનિટ માટે જ માન્ય હશે.
- તમારી પાસે સાચો ઓ.ટી.પી દાખલ કરવાના 3 પ્રયાસ છે.
- સ્ક્રીન પર ઓ.ટી.પી અવધિ સમાપ્તિ કાઉનડાઉન ટાઈમર તમને કહે છે ક્યારે ઓ.ટી.પી સમાપ્ત થશે.
- ઓ.ટી.પી ફરી મોકલોપર ક્લિક કરવાથી, નવો ઓ.ટી.પી જનરેટ કરવામાં આવશે અને મોકલવામાં આવશે.
પગલું 5: આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન વિનંતીમાં - નવો પાસવર્ડ સેટ કરો પેજ,નવો પાસવર્ડ સેટ કરો માં નવો પાસવર્ડ દાખલ કરો અને નવા પાસવર્ડ વિકલ્પોની પુષ્ટિ કરો અને સક્રિય કરો પર ક્લિક કરો.
નોંધ:
- રીફ્રેશ કરો અથવા પાછા જાઓ પર ક્લિક કરશો નહીં.
- તમારો નવો પાસવર્ડ દાખલ કરતી વખતે, પાસવર્ડ નીતિ વિશે સાવચેત રહો:
- તે ઓછામાં ઓછા 8 અક્ષરો અને વધુમાં વધુ 14 અક્ષરો હોવા જોઈએ.
- તેમાં અપરકેસ અને લોઅરકેસ બંને અક્ષરોનો સમાવેશ થવો જોઈએ.
- તેમાં સંખ્યા હોવી જોઈએ.
- તેમાં વિશેષ અક્ષરો હોવા જોઈએ (દા. ત. @#$%).
પગલું 6: સફળ સક્રિયકરણ પર, નીચેનો સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે.
પગલું 7: જો તમે ફોર્મ 15CC અને / અથવા ફોર્મ V અપલોડ કરવા / જોવા માંગતા હો, તો nullઆઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન, પાન અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
4. સંબંધિત વિષયો
- અહીં લોગઈન કરો
- ડેશબોર્ડ
- કાર્યસૂચિ
- મારી પ્રોફાઈલ
- પાસવર્ડ ભૂલી ગયા છો