Do not have an account?
Already have an account?

1. ઓવરવ્યૂ

આ પૂર્વ-લોગઈન સેવા તમામ કરદાતાઓ માટે ઉપલબ્ધ છે. આ માર્ગદર્શિકા તમામ કરદાતાઓ માટે છે (એવી કંપનીઓ સિવાય કે જેમની પાસે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અન્ય વિશિષ્ટ વપરાશકર્તા માર્ગદર્શિકા છે) જેઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરાવવા અને તેને એક્સેસ કરવા માંગે છે. નોંધણી સેવા કરદાતાને કર સંબંધિત તમામ પ્રવૃત્તિને એક્સેસ કરવા અને ટ્રેક કરવા સક્ષમ બનાવે છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
 

  • માન્ય અને સક્રિય PAN
  • માન્ય મોબાઈલ નંબર
  • માન્ય ઈ-મેઈલ આઈ.ડી

3. તબક્કાવાર માર્ગદર્શિકા


પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ, નોંધણી કરો પર ક્લિક કરો.

Data responsive



પગલું 2:કરદાતા તરીકે નોંધણી કરો વિકલ્પ હેઠળ તમારોPANદાખલ કરો અને માન્ય કરો પરક્લિક કરો. જો કોઈ કિસ્સામાં PAN પહેલાથી જ નોંધાયેલ છે અથવા અમાન્ય છે તો ત્રુટિ સંદેશ પ્રદર્શિત થાય છે.

Data responsiveData responsive

જો PAN અને આધાર લિંક કરેલા હોય, તો પોપ અપ મેસેજમાં, UIDAI ડેટાબેઝ સાથે વિગતો માન્ય કરવા માટે પુષ્ટિ કરવા માટે ચેકબોક્સ પસંદ કરો.

Data responsive



પગલું 3: મૂળભૂત વિગતો પેજ પર તમારા PAN મુજબ નામ, DOB/DOI, લિંગ (જો લાગુ હોય તો) અને રહેણાંક સ્થિતિ સહિતની તમામ ફરજિયાત વિગતો દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive



પગલું 4: પેન માન્ય થયા પછી, સંપર્ક વિગત પેજ વ્યક્તિગત કરદાતા માટે દેખાય છે. પ્રાથમિક મોબાઈલ નંબર, ઈ-મેઈલ ID અને સરનામું સહિત તમારી સંપર્ક વિગતો દાખલ કરો. ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive



પગલું 5: ઉલ્લેખિત પ્રાથમિક મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર બે અલગ OTP મોકલવામાં આવેલ છે, મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર પ્રાપ્ત થયેલા અલગ 6 અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • તમારી પાસે યોગ્ય OTP દાખલ કરવાના 3 પ્રયાસ છે.
  • સ્ક્રીન પરનું OTP ની સમયસીમા સમાપ્ત થવાનું કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવશે કે ક્યારે OTP ની સમયસીમા સમાપ્ત થશે.
  • OTP ફરીથી મોકલો પર ક્લિક કરવાથી, નવો OTP જનરેટ કરવામાં આવશે અને મોકલવામાં આવશે.

 

પગલું 6: જો જરૂરી હોય તો પેજની વિગતો એડિટ કરો અને પુષ્ટિ કરો પર ક્લિક કરો.

Data responsive



પગલું 7: પાસવર્ડ સેટ કરો પેજ પર, પાસવર્ડ સેટ કરો અને પાસવર્ડની પુષ્ટિ કરો ટેક્સ્ટબોક્સ બંનેમાં તમારો ઈચ્છિત પાસવર્ડ દાખલ કરો. તમારો વ્યક્તિગત સંદેશ પ્રદાન કરો અને નોંધણી કરો પર ક્લિક કરો.

Data responsive

નોંધ:

  • રિફ્રેશ કરો અથવા પાછા જાઓ પર ક્લિક કરશો નહીં.
  • તમારો નવો પાસવર્ડ દાખલ કરતી વખતે, પાસવર્ડ નીતિનું ધ્યાન રાખો:
    • તે ઓછામાં ઓછા 8 અક્ષરો અને વધુમાં વધુ 14 અક્ષરો હોવા જોઈએ.
    • તેમાં અપરકેસ અને લોઅરકેસ બંને અક્ષરોનો સમાવેશ થવો જોઈએ.
    • તેમાં સંખ્યા હોવી જોઈએ.
    • તેમાં વિશિષ્ટ અક્ષર હોવો જોઈએ (દા.ત. @#$%).

પગલું 8: જ્યારે તમે સફળતાપૂર્વક નોધાવ છો, ત્યારે લોગઈન પ્રક્રિયા શરૂ કરવા માટે લોગઈન પર આગળ વધવા માટે ક્લિક કરો.

Data responsive

4. સંબંધિત વિષયો

  • લોગઈન કરો
  • ડેશબોર્ડ
  • PAN આધાર લિંક કરો
  • આવકવેરા રિટર્ન