Do not have an account?
Already have an account?

1. હું કેવી રીતે જાણી શકું કે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મારી પ્રોફાઈલ અપડેટ કરવામાં આવી છે કે નહીં?
જો તમારી પ્રોફાઇલ પર કોઈ માહિતી અપડેટ કરવામાં આવી હશે, તો તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે રજીસ્ટર કરેલ પ્રાથમિક ઈ - મેઈલ ID પર એક ઇ-મેઇલ મળશે.


2. હું એક NRI છું અને મારી પાસે ભારતીય નંબર નથી. મારી સંપર્કની વિગત ચકાસવા માટે મને OTP કેવી રીતે મળશે?
તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે રજીસ્ટર કરેલ ઈ-મેઈલ ID પર OTP પ્રાપ્ત થશે.


3. પ્રોફાઈલ ને અપડેટ કરવું ફરજિયાત છે ?
ના, ઈ-ફાઇલિંગ પોર્ટલ પર તમારી પ્રોફાઇલ અપડેટ કરવી ફરજિયાત નથી. જો કે, અમારી ભલામણ છે કે વપરાશકર્તા/યુઝર અનુભવ (પ્રી - ફિલિંગ સહિત ) મેળવવા માટે તેમજ આવકવેરા વિભાગમાંથી સમયસર સંદેશાવ્યવહાર મેળવવા માટે તમારી પ્રોફાઇલ અપડેટ કરી રાખો.


4. પ્રોફાઈલને અપડેટ કરવાના લાભ શું છે ?
તમારા દ્વારા અપડેટ કરેલી પ્રોફાઇલ વિગતો, ITD ને જરૂર પાડે ત્યારે, સમયસર તમારી સાથે સંપર્ક કરવા માટે સક્ષમ કરશે. તે તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લાગુ વિવિધ ફોર્મ અને ITRsના પ્રી- ફાઈલિંગ માટે ઇનપુટ પણ પ્રદાન કરશે. -


5. હું મારા પ્રોફાઈલ દ્વારા જે વિગતોને સુધારી/અપડેટ કરી શકું તે કઈ છે?
તમારી પ્રોફાઈલ દ્વારા તમે નિમ્નલિખિતને અપડેટ અથવા સુધારી શકો છો :

  • આવકના સ્ત્રોતની વિગતો
  • બેંક એકાઉન્ટ અને ડિમેટ એકાઉન્ટ ની વિગતો
  • DSC ની નોંધણી કરો
  • સંપર્ક ની વિગત (OTP પ્રમાણીકરણ દ્વારા), મુખ્ય વ્યક્તિ ની વિગત
    • જો તમે કરદાતા તરીકે લોગ-ઈન છો - તો તમે તમારી બેઝિક પ્રોફાઇલ વિગતો જેમ કે રહેણાંકની સ્થિતિ અને પાસપોર્ટ નંબર; મૂળભૂત પ્રાથમિક અને દ્વિતીય સંપર્ક નંબર, ઈ - મેઈલ ID અને સરનામું જેવી વિગતોને સંપાદિત કરી શકો છો.
    • જો તમે ERI તરીકે લોગ ઇન છો - તો તમે તમારી બેઝિક જૂની પ્રોફાઇલની વિગતો જેમ કે બાહ્ય એજન્સીનો પ્રકાર, સેવાઓના પ્રકાર, PAN ઓફ ઓર્ગેનાઇઝેશન, TAN ઓફ ઓર્ગેનાઇઝેશન; સંપર્કની વિગત; સંચાલન પ્રમાણપત્ર, મુખ્ય સંપર્ક વિગતોનું અપડેટ, ERI ઉમેરવું અથવા કાઢવું, ERI પ્રકાર બદલવાં જેવી વિગતોને સંપાદિત કરી શકો છો.
    • જો તમે બાહ્ય એજન્સીમાં લોગ-ઇન છો - તો તમે સંપર્કની વિગતો, સંચાલન પ્રમાણપત્ર, મુખ્ય વ્યક્તિઓને ઉમેરવા અથવા કાઢવા અને સેવાઓ ઉમેરી અથવા કાઢવા જેવું અપડેટ કરી શકો છો.
    • જો તમે TIN 2.0 લોગ ઇન છો - તો તમે સંપર્ક વિગતોને, સંચાલન પ્રમાણપત્ર અને નવી ટેકનીકલ SPOC વિગતોને અપડેટ અથવા ઉમેરી શકવા જેવા અપડેટ કરી શકો છો.

6. શું હું મારી પ્રોફાઇલ પ્રમાણે પ્રાથમિક અને માધ્યમિક સંપર્કો બન્ને પર ITD પરથી સંચાર પ્રાપ્ત કરી શકું?
હા, તમે તમારી ઈ-ફાઈલિંગ પ્રોફાઇલ પર ઉમેરેલા પ્રાથમિક અને દ્વિતીય સંપર્ક વિગતો બન્ને પર ITD માંથી સંચાર પ્રાપ્ત કરી શકો છો.


7. મારી પ્રોફાઈલ કેટલી અપડેટ/પૂર્ણ થઇ છે તે હું કેવી રીતે જાણી શકું ?
પ્રોફાઇલ પૂર્ણ થવાની સ્થિતિ જોવા માટે તમે તમારા પ્રોફાઇલ પેજ પર પ્રોફાઇલ સમાપ્તિની ટકાવારી બારને રીફર કરી શકો છો. આ નિમ્નલિખિત વપરાશકર્તા/યુઝર સિવાય તમામ રજિસ્ટર કરેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ રહેશે:

  • ERIs
  • બાહ્ય એજન્સી
  • TIN 2.0 હિસ્સેદાર
  • ITDREIN
  • કર કપાત કરનાર અને એકત્રિત કરનાર

8. હું કેવી રીતે જાણી શકું છું કે મારું DSC રજીસ્ટર કરેલ છે કે નહિ ?
તમે તમારા પ્રોફાઈલ પર જઈ શકો છો અને સ્થિતિ જોવા માટે રજીસ્ટર DSC પર ક્લિક કરી શકો છો॰ CA / કંપની / ERI માટે, જો PAN / મુખ્ય સંપર્ક માટે DSC નોંધાયેલા નથી અથવા સમાપ્ત થઇ ગયું છે તો, પ્રોફાઇલ પોસ્ટ લોગઈનમાં તે જ સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. વધુમાં, તમે વધુ શીખવા માટે તમે રજીસ્ટર કરેલ DSC વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લઈ શકો છો.