Do not have an account?
Already have an account?

1. હું મને લાગુ પડતા આવકવેરા ફોર્મ ને મારા આવકવેરા પત્રક ફાઈલ કરવા ની કેટેગરી કેવી રીતે એક્સેસ કરી શકું?
ઈ-ફાઈલ મેનૂમાં આવકવેરા ફોર્મ વિકલ્પ હેઠળ, તમને તમામ ઉપલબ્ધ આવકવેરા ફોર્મની યાદી ટૂંકા વર્ણનો સાથે રજૂ કરવામાં આવશે. બધી કેટેગરી હેઠળ ઉપલબ્ધ યાદીમાંથી તમારા ફાઈલિંગ માટે સૌથી વધુ સુસંગત ફોર્મ પસંદ કરો.

2. મારા માટે ઉપલબ્ધ વિવિધ ઈ-ચકાસણી વિકલ્પો કયા છે?
નીચે આપેલ ઈ-ચકાસણી વિકલ્પો ઉપલબ્ધ છે. તમને જે સૌથી વધુ અનુકૂળ હોય તેને તમે પસંદ કરી શકો છો:

  • આધાર ઓ.ટી.પી
  • ઈ.વી.સી [ઈ.વી.સી પહેલેથી જ ઉપલબ્ધ છે અથવા ઈ.વી.સી જનરેટ કરવાનું છે]
  • ડી.એસ.સી

અમુક ફોર્મ માટે, માત્ર ડી.એસ.સીનો ઉપયોગ કરીને જ ઈ-ચકાસણી કરી શકાય છે.

3. શું હું અપલોડ કરતા પહેલા ફોર્મમાં ઓફલાઈન ફેરફાર કરી શકું?
હા, ફોર્મને ઓફલાઈન તૈયાર કરી શકાય અને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ઉપલબ્ધ ઉપયોગિતાનો ઉપયોગ કરીને અપલોડ કરી શકાય છે. ઉપલબ્ધ ઉપયોગિતાને ઈ-ફાઈલિંગ પોર્ટલમાંથી જ ડાઉનલોડ કરી શકાય છે.

4. શું મારા વતી કોઈ અન્ય ફોર્મ અપલોડ કરી શકે છે?
હા, અમુક કિસ્સામાં, કરદાતા પસંદ કરી શકે અને તેના અથવા તેણીના વતી ફોર્મ અપલોડ કરવા માટે અન્ય વ્યક્તિને અધિકૃત કરી શકે છે. કોણ પ્રતિનિધિત્વ કરી શકે તે વિશે ની વધુ માહિતી પ્રતિનિધિ વપરાશકર્તા મેન્યુઅલ તરીકે અધિકૃત/રજીસ્ટરમાં મળી શકે છે.