તમારું આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન સંચાલિત કરો - વારંવાર પૂછતા પ્રશ્ન
1. આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન શું છે?
આવકવેરા વિભાગ રિપોર્ટિંગ સંસ્થા ઓળખ નંબર (આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન) એ રિપોર્ટિંગ સંસ્થાને આવકવેરા વિભાગ (આઈ.ટી.ડી) દ્વારા ફાળવવામાં આવેલ ઓળખ નંબર છે. આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન જનરેટ થયા પછી અને જનરેટ થયેલા આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન સામે અધિકૃત વ્યક્તિ ઉમેરવામાં આવે છે, અધિકૃત વ્યક્તિ અપલોડ કરી શકે છે અને/અથવા ફોર્મ 15સી.સી.અને ફોર્મ V જોઈ શકે છે.
2. ફોર્મ 15 સી.સી શું છે? તેને ફાઈલ કરવાની કોને જરૂર છે?
આવકવેરા અધિનિયમની કલમ 195(6) મુજબ, નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળાના નાણાં મોકલવાના સંદર્ભમાં, અધિકૃત વ્યક્તિ દ્વારા ત્રિમાસિક નિવેદન ફોર્મ 15સી.સીમાં રજૂ કરવાના રહેશે.
એકવાર રિપોર્ટિંગ સંસ્થાના અધિકૃત વ્યક્તિ રિપોર્ટિંગ સંસ્થા દ્વારા બનાવેલ આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એનમાં મેપ થઈ જાય, ત્યારે અધિકૃત વ્યક્તિએ આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન, પાન અને પાસવર્ડ સાથે પોર્ટલમાં લોગઈન કરવું અને ફોર્મ 15સી.સી સબમિટ કરવું આવશ્યક છે.
3. ફોર્મ V શું છે? તેને ફાઈલ કરવાની કોને જરૂર છે?
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પી.એમ.જી.કે), 2016મુજબ, અધિકૃત બેંકએ ફોર્મ Vમાં પી.એમ.જી.કે હેઠળ કરવામાં આવેલી થાપણની વિગતો ઈલેક્ટ્રોનિક રીતે રજૂ કરવી જરૂરી છે.
4. શું નિયુક્ત નિયામક અને મુખ્ય અધિકારી સમાન વ્યક્તિ હોઈ શકે?
હા. તમે નિયુક્ત નિયામક અને મુખ્ય અધિકારીની ભૂમિકા સમાન અધિકૃત વ્યક્તિને સોંપી શકો છો.
5. રિપોર્ટિંગ સંસ્થા કેટલા આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન પ્રાપ્ત કરી શકે છે?
ફોર્મ પ્રકાર અને રિપોર્ટિંગ સંસ્થા શ્રેણીના દરેક અનન્ય સંયોજન માટે, અનન્ય આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન જનરેટ કરવામાં આવશે.
6. કેવી રીતે હું આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન જનરેટ કરી શકું અને રિપોર્ટિંગ સંસ્થાના અધિકૃત વ્યક્તિને કેવી રીતે સક્રિય કરી શકું?
રિપોર્ટિંગ સંસ્થા કે જે ફોર્મ 15સી.સી/ફોર્મ V ફાઈલ કરવા માટે જરૂરી છે તે આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન (આવકવેરા વિભાગ રિપોર્ટિંગ સંસ્થા ઓળખ નંબર) જનરેટ કરી શકે છે અને કોઈ પણ અધિકૃત વ્યક્તિને જનરેટ થયેલ આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એનના સંદર્ભમાં ફોર્મ 15 સી.સી અને ફોર્મ V અપલોડ કરવા માટે સક્ષમ કરે છે. પ્રક્રિયા માટે તમે આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન સંચાલિત કરો (વપરાશકર્તા માર્ગદર્શિકા)નો સંદર્ભ લઈ શકો છો.
7. શું કોઈ અધિકૃત વ્યક્તિને નિષ્ક્રિય / સક્રિય કરી શકાય છે?
હા. પહેલાથી જ સક્રિય અધિકૃત વ્યક્તિને વપરાશકર્તા (રિપોર્ટિંગ સંસ્થા) દ્વારા નિષ્ક્રિય કરી શકાય છે. એ જ રીતે, અધિકૃત વ્યક્તિ કે જે ઉમેરવામાં આવ્યો છે પરંતુ હજુ સક્રિય નથી, તે વપરાશકર્તા (રિપોર્ટિંગ સંસ્થા) દ્વારા સક્રિય કરી શકાય છે.
8. આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એનનો ઉપયોગ કરીને કયા ફોર્મ ફાઈલ કરવા/અપલોડ કરવા જોઈએ?
તમે આઈ.ટી.ડી.આર.ઈ.આઈ.એન સંચાલિત કરો સેવાનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 15 સી.સી અને ફોર્મ V અપલોડ કરી અને જોઈ શકો છો.
એપ્રિલ, 2018થી, ફોર્મ 61, ફોર્મ 61એ અને ફોર્મ 61બી માટેની નોંધણી અને નિવેદન અપલોડ સુવિધાને પ્રોજેક્ટ આંતરદૃષ્ટિ(ઇનસાઇટ) હેઠળ રિપોર્ટિંગ પોર્ટલ પર ખસેડવામાં આવી છે.
9. શું હું એક કરતા વધુ અધિકૃત વ્યક્તિ ઉમેરી શકું? શું એક જ સમયે એક કરતા વધુ અધિકૃત વ્યક્તિ સક્રિય થઈ શકે છે?
હા. તમે ફોર્મ માટે એક કરતા વધુ અધિકૃત વ્યક્તિની વિગત ઉમેરી શકો છો. જો કે, એક સમયે કોઈ ચોક્કસ ફોર્મ માટે ફક્ત એક જ અધિકૃત વ્યક્તિ સક્રિય કરી શકાય છે. નવા અધિકૃત વ્યક્તિને સફળતાપૂર્વક ઉમેર્યા પછી, અગાઉ સક્રિય કરેલ અધિકૃત વ્યક્તિની સ્થિતિ નિષ્ક્રિય કરવામાં આવશે.