1. મારે મારા બેંક ખાતા(ઓ)ને શા માટે માન્ય કરવાની જરૂર છે?
આવકવેરા રિફંડ મેળવવા માટે ફક્ત માન્ય બેંક ખાતાને જ નામાંકિત કરી શકાય છે.
વધુમાં, વ્યક્તિગત કરદાતા દ્વારા ઈ-ચકાસણી હેતુ માટે EVC (ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ)ને સક્ષમ કરવા માટે પૂર્વ-માન્ય બેંક ખાતાનો પણ ઉપયોગ કરી શકાય છે. ઈ-ચકાસણીનો ઉપયોગ આવકવેરા રિટર્ન અને અન્ય ફોર્મ, ઈ-કાર્યવાહી, રિફંડ ફરીથી જારી કરવા, પાસવર્ડ રીસેટ કરવા અને ઈ-ફાઈલિંગ ખાતામાં સુરક્ષિત લોગઈન કરવા માટે થઈ શકે છે.
2. શું બિન-વ્યક્તિગત કરદાતા ઈ-ચકાસણી માટે EVC નો ઉપયોગ કરી શકે છે?
EVC ને સક્ષમ અથવા અક્ષમ કરવું ફક્ત વ્યક્તિગત કરદાતાઓને જ લાગુ પડે છે. અન્ય શ્રેણીના કરદાતા તેમના માન્ય બેંક ખાતાનો ઉપયોગ તેમનું આવકવેરા રિટર્ન અને ફોર્મની ઈ-ચકાસણી કરવા માટે EVC જનરેટ કરવા માટે કરી શકતા નથી.
3. શું હું રિફંડ માટે એક કરતા વધુ બેંક ખાતાઓને માન્ય અને નામાંકિત કરી શકું છું?
હા. તમે બહુવિધ બેંક ખાતાને માન્ય કરી શકો છો, અને આવકવેરા રિફંડ માટે એક કરતાં વધુ બેંક ખાતાને નામાંકિત કરી શકો છો.
4. શું હું આવકવેરા રિફંડ માટે એક બેંક ખાતાને નામાંકિત કરી શકું છું અને અલગ બેંક ખાતાને EVC-સક્ષમ કરી શકું છું?
હા, પણ બંને બેંક ખાતામાં સ્થિતિ માન્ય કરેલ હોવી જોઈએ
5. શું EVC બહુવિધ બેંક ખાતાઓ માટે સક્ષમ કરી શકાય છે?
ના. કોઈપણ સમયે માત્ર એક બેંક ખાતા માટે EVC સક્ષમ કરી શકાય છે. જો તમે બીજા પૂર્વ-માન્ય ખાતા માટે EVC ને સક્ષમ કરવાનો પ્રયાસ કરશો, તો એક સંદેશ પ્રદર્શિત થશે, જેમાં વર્તમાન ખાતા માટે EVC ને અક્ષમ કરવા માટે તમારી પુષ્ટિ માટે પૂછવામાં આવશે. તદનુસાર, કોઈપણ એક બેંક ખાતું EVC સક્ષમ હશે.
નોંધ: EVC ને ફક્ત ઈ-ફાઈલિંગ સાથે એકીકૃત બેંક માટે જ સક્ષમ કરી શકાય છે. ઈ-ફાઈલિંગ એકીકૃત બેંકોની સૂચિ https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/e-filing-integratedbanks પૃષ્ઠ પર પ્રાપ્ત થઈ શકે છે.
6. સફળ માન્યતા માટે પૂર્વશરતો કઈ છે?
સફળ માન્યતા માટે, તમારી પાસે ઈ-ફાઈલિંગ સાથે નોંધાયેલ માન્ય PAN અને PAN સાથે લિંક થયેલ સક્રિય બેંક ખાતું હોવું આવશ્યક છે.
7. મને કેવી રીતે ખબર પડશે કે માન્યતા સફળ થઈ છે? જો તે અસફળ હોય તો મારે શું કરવું જોઈએ?
માન્યતા વિનંતીની સ્થિતિ તમારા ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર મોકલવામાં આવશે. જો માન્યતા નિષ્ફળ જાય, તો તેની વિગતો નિષ્ફળ બેંક ખાતાઓ હેઠળ પ્રદર્શિત થાય છે. નિષ્ફળ બેંક પૂર્વ-માન્યતાના કિસ્સામાં નિષ્ફળ બેંક ખાતાની માન્યતા માટે ફરીથી સબમિટ કરી શકાય છે: નિષ્ફળ બેંક ખાતા વિભાગમાં બેંક માટે ફરીથી માન્ય કરો પર ક્લિક કરો અને ‘માન્યતા પ્રગતિમાં છે’ સ્થિતિવાળા ખાતા પર ક્લિક કરો.
8 શું હું મારા લોન/PPF ખાતાને પૂર્વ-માન્ય કરી શકું છુ?
ના. તમે રિફંડ માટે ફક્ત નીચેના ખાતાને જ પૂર્વ-માન્ય કરી શકો છો:
- બચત બેંક ખાતું
- ચાલુ ખાતું
- રોકડ ક્રેડિટ ખાતું
- ઓવર ડ્રાફ્ટ ખાતું,
- NRO ખાતું.
જો તમે કોઈપણ અન્ય ખાતાના પ્રકારને પૂર્વ-માન્યતા કરવાનો પ્રયાસ કરો છો, તો બેંક માન્યતા નિષ્ફળ જશે, અને સિસ્ટમ અમાન્ય ખાતા ત્રુટિ પ્રદર્શિત કરશે
9. જો હું બેંક સાથે નોંધાયેલ મારો મોબાઈલ નંબર / ઈ-મેઈલ ID બદલીશ તો શું થશે, જેને મેં પહેલેથી જ પૂર્વ-માન્ય કર્યું છે?
આવા કિસ્સામાં, તમે જોશો કે તમારા ઉમેરેલ બેંક ખાતા વિભાગમાં, તમારી મેળ ન ખાતી સંપર્ક વિગતો (મોબાઈલ નંબર / ઈ-મેઈલ ID) ની બાજુમાં ! ચેતવણી ચિન્હ જોવા મળશે. જો તમે તે બેંક ખાતાને EVC સક્રિય કરવા માંગતા હોવ, તો તમારે બેંક સાથે નોંધાયેલ તમારી વિગતો સાથે મેળ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારી સંપર્ક વિગતો અપડેટ કરવી પડશે અથવા તમારા ઈ-ફાઈલિંગ વખતે નોંધાયેલ પ્રાથમિક મોબાઈલ/ઈ-મેઈલ મુજબ જ બેંક માટેના મોબાઈલ/ઈ-મેઈલ અપડેટ કરવાની જરૂર પડશે. એકવાર વિગતો અપડેટ થઈ જાય, પછી તમારા બેંક ખાતાને ફરીથી માન્ય કરો.
10. એકવાર હું મારી વિગતો સબમિટ કરી લઉં પછી મારા બેંક ખાતાને પૂર્વ માન્ય કરવામાં કેટલો સમય લાગે છે?
પૂર્વ માન્યતા પ્રક્રિયા સ્વયંસંચાલિત છે. એકવાર તમારી વિનંતી સબમિટ થઈ જાય, પછી તે તમારી બેંકમાં મોકલવામાં આવે છે. માન્યતા સ્થિતિ તમારા ઈ-ફાઈલિંગ ખાતામાં 10 - 12 કાર્યકારી દિવસોમાં અપડેટ કરવામાં આવશે.