1. શું હું બહુવિધ ડીમેટ ખાતાઓ માટે EVC સક્ષમ કરી શકું છું?
ના. કોઈપણ સમયે માત્ર એક જ ડીમેટ ખાતા માટે EVC સક્ષમ કરી શકાય છે. જો તમે બીજા ડીમેટ ખાતા માટે EVC સક્ષમ કરવાનો પ્રયાસ કરો છો, તો તમને હાલના ખાતા માટે ઈ.વી.સી વિકલ્પને અક્ષમ કરવા માટેનો એક સંદેશ પ્રાપ્ત થશે. એકવાર તમે હાલના ખાતા માંથી EVC વિકલ્પને અક્ષમ કરો પછી તમે તેને અન્ય ખાતા માટે સક્ષમ કરી શકો છો.
2. ડીમેટ ખાતું ઉમેરવા માટેની પૂર્વ જરૂરીયાતો શું છે?
ડીમેટ ખાતું ઉમેરવા માટે:
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારૂ નોંધાયેલ વપરાશકર્તા હોવુ આવશ્યક છે
- તમારી પાસે PAN સાથે સંકળાયેલ NSDL અથવા CDSL સાથેનું એક માન્ય ડીમેટ ખાતું હોવું આવશ્યક છે
- NSDL ડિપોઝિટરી પ્રકાર માટે તમારી પાસે DP ID અને ક્લાયંટ ID હોવું આવશ્યક છે
- CSDL ડિપોઝિટરી પ્રકાર માટે તમારી પાસે ડીમેટ ખાતા નંબર હોવો આવશ્યક છે
- OTP નંબર મેળવવા માટે, તમારી પાસે ડીમેટ ખાતા સાથે લિંક થયેલ માન્ય મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ ID હોવું આવશ્યક છે.
3. જો હું ડિપોઝિટરી દ્વારા પહેલેથી ચકાસાયેલ ડીમેટ સંપર્ક વિગતો સાથે લિંક થયેલ મારો મોબાઈલ નંબર/ ઈ-મેઈલ ID બદલીશ તો શું થશે?.
આવા કિસ્સામાં, તમે "!" જોશો તમારા ઉમેરેલા ડીમેટ ખાતાના પેજમાં સંબંધિત મોબાઈલ નંબર/ઈ-મેઈલ IDની બાજુમાં ચેતવણીની નિશાની. તમને ડિપોઝિટરી સાથે નોંધાયેલ તમારી વિગતોને મેચ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારી સંપર્ક વિગતો અધ્યતન કરવાની સલાહ આપવામાં આવશે.
4. જો મારા ડીમેટ ખાતા માટે ચકાસણી નિષ્ફળ જાય તો મારે શું કરવું જોઈએ?
જો ચકાસણી નિષ્ફળ થાય છે, તો આગળ કરવાની કાર્યવાહી સાથેની નિષ્ફળતાના કારણો સાથેનો એક સંદેશ સ્ક્રીન પર દેખાશે. તમે વિગતોને ફરીથી ચકાસી શકો છો, અધ્યતન કરી શકો છો અને ફરીથી વિનંતિ દાખલ કરી શકો છો.
5. PAN મુજબ મારું નામ ડીમેટ ખાતામાં મારા નામ સાથે મેળ ખાતું નથી, જેના કારણે હું મારું ડીમેટ ખાતું માન્ય કરી શકતો નથી. મારે શું કરવું જોઈએ?
જો કોઈ કિસ્સામાં નામ મેળ ખાતું નથી, તો PAN મુજબ નામ અદ્યતન કરવા માટે ડિપોઝિટરીનો સંપર્ક કરો. એકવાર અદ્યતન થઈ ગયા પછી, તમે મારા ડીમેટ ખાતાને ફરીથી ચકાસી શકો છો, વિગતો અદ્યતન કરી શકો છો અને ચકાસણી માટે વિનંતી દાખલ કરી શકો છો.
6. આવકવેરા પોર્ટલ દ્વારા મારું ડીમેટ ખાતું સક્રિય કરવાનો હેતુ શું છે?
જો તમે તમારું ડીમેટ ખાતું સક્રિય કરો છો, તો તમે તેનો ઉપયોગ ઈ-વેરીફાઈ રિટર્ન/ફોર્મ, ઈ-પ્રોસીડીંગ, રિફંડ રી-ઈશ્યૂ, પાસવર્ડ રીસેટ કરવા અને તમારા ડીમેટ ખાતા સાથે જોડાયેલા વેરિફાઈડ મોબાઈલ નંબર/ઈ-મેઈલ ID પર મોકલેલા OTPનો ઉપયોગ કરીનેઈ-ફાઈલિંગ પોર્ટલમાં સુરક્ષિત લોગ-ઈન કરી શકો છો.
7. ઈ-ફાઈલિંગ પોર્ટલ પરની મારી સંપર્ક વિગતો મારા ડીમેટ ખાતા સાથે જોડાયેલ મારી સંપર્ક વિગતોથી અલગ છે. શું મારા માટે સંપર્કની વિગતો સમાન હોવી જોઈએ?
ના. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારી સંપર્ક વિગતોને તમારા ડીમેટ ખાતા સાથે લિંક કરેલી સંપર્ક વિગતો સાથે મેચ કરવા માટે તમારે અપડેટ કરવું ફરજિયાત નથી.
8. શું હું મારા ડીમેટ ખાતા માટે EVC સક્ષમ કર્યા પછી મારા ઈ-ફાઈલિંગ ખાતા પર મારી પ્રાથમિક સંપર્ક વિગતોને બદલી અથવા અપડેટ કરી શકું છું?
હા, તમે EVC સક્ષમ કર્યા પછી તમારી પ્રાથમિક સંપર્કની વિગતો બદલી શકો છો. તમને તમારા ડીમેટ ખાતા સાથે ચકાસાયેલ અને લિંક કરેલ મોબાઈલ નંબર/ઈ-મેઈલ ID પર EVC પ્રાપ્ત થશે.