પ્રશ્ન 1. મારે ભૂલસુધારણા વિનંતી ક્યારે સબમિટ કરવાની જરૂર છે?
જવાબ. કલમ 143(1) હેઠળ જારી કરાયેલી સૂચનામાં અથવા CPC દ્વારા કલમ 154 હેઠળ પસાર કરાયેલા આદેશમાં અથવા આકારણી અધિકારી દ્વારા પસાર કરાયેલા આકારણી આદેશમાં જો રેકોર્ડમાંથી કોઈ ભૂલ સ્પષ્ટ રીતે દેખાય તો, ભૂલસુધારણા માટેની વિનંતી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સબમિટ કરી શકાય છે.
CPC દ્વારા પસાર કરાયેલા આદેશ / સૂચના સામે ભૂલસુધારણા વિનંતીના સંદર્ભમાં, કરદાતાએ "CPC દ્વારા પસાર કરાયેલા આદેશમાં ભૂલસુધારણા" પસંદ કરવાની જરૂર છે.
CIT(અપીલ) આદેશ સામે ભૂલસુધારણા વિનંતીના સંદર્ભમાં કરદાતાએ "CIT(A) દ્વારા પસાર કરાયેલા આદેશની ભૂલસુધારણા" પસંદ કરવાની જરૂર છે, વિનંતી ફક્ત એવા રિટર્ન માટે જ સબમિટ કરી શકાય છે જે પહેલાથી જ પ્રક્રિયા કરેલ હોય અને
અન્ય કોઈપણ ભૂલસુધારણા વિનંતીના સંદર્ભમાં, કરદાતાએ "ભૂલસુધારણાની માંગ માટે AO(નિર્ધારણ અધિકારી)ને ભૂલસુધારણાની વિનંતી" પસંદ કરવાની જરૂર છે.
ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરવાનો માર્ગ:- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો - સેવા પર જાઓ – 'ભૂલસુધારણા' પસંદ કરો.
પ્રશ્ન 2. મારા આવકવેરા રિટર્ન પર CPC દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે જેમાં માંગમાં વધારો / ઓછા રિફંડની માંગ કરવામાં આવી છે, મારે ભૂલસુધારણા માટે કોનો સંપર્ક કરવો જોઈએ?
જવાબ: જો સંબંધિત આકારણી વર્ષ માટે તમારા આવકવેરા રિટર્ન પર પ્રક્રિયા CPC દ્વારા કરવામાં આવે છે, તો તમે તમારા ઈ-ફાઈલિંગ ખાતામાં લોગઈન કર્યા પછી CPC સાથે ઓનલાઈન ભૂલસુધારણા ફાઈલ કરી શકો છો.
માર્ગ – ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો – સેવા પર જાઓ - ‘ભૂલસુધારણા’ પસંદ કરો – “CPC દ્વારા પસાર કરાયેલ આદેશ સામે ભૂલસુધારણા” પસંદ કરો.
પ્રશ્ન 3. ભૂલસુધારણા વિનંતી સબમિટ કરીને કયા પ્રકારની ત્રુટિ સુધારી શકાય છે?
જવાબ. જો રેકોર્ડમાંથી ત્રુટિ સ્પષ્ટ હોય તો, તમે ભૂલસુધારણાની વિનંતી સબમિટ કરી શકો છો.
કૃપા કરીને નોંધ લો કે જો તમને CPC ના આદેશ સામે ભૂલસુધારણાની વિનંતી ફાઈલ કરતી વખતે કોઈ ત્રુટિનો સામનો કરવો પડે છે, અને તે તમને આગળ વધવાની મંજૂરી આપતું નથી, તો તમે "AO(નિર્ધારણ અધિકારી)ને ભૂલસુધારણા ફાઈલ કરો" વિકલ્પનો ઉપયોગ કરીને અથવા "ભૂલસુધારણા માટે AO(નિર્ધારણ અધિકારી)ને વિનંતી કરો" વિકલ્પ પસંદ કરીને સીધા આકારણી અધિકારીને ભૂલસુધારણા વિનંતી સબમિટ કરી શકો છો.
નોંધ- સુધારેલા રિટર્ન દ્વારા સુધારી શકાય તેવી કોઈપણ અન્ય ત્રુટિ માટે ભૂલસુધારણા વિનંતીનો ઉપયોગ કરશો નહીં.
પ્રશ્ન 4. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર આવકવેરા ભૂલસુધારણા માટે નીચે મુજબ કયા વિવિધ પ્રકારની વિનંતીઓ ઉપલબ્ધ છે?
જવાબ. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ત્રણ પ્રકારની ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરી શકાય છે
• રિટર્ન પર ફરી પ્રક્રિયા કરો
• કર ક્રેડિટ મેળ ખાતુ નથી સુધારણા
• ડેટા સુધારણા રિટર્ન (ઓફલાઈન)
નોંધ: રિટર્ન ડેટા સુધાર (ઓફલાઈન) માટે, કરદાતાએ આકારણી વર્ષ 2019-20 સુધી ઓફલાઈન ઉપયોગિતામાં જનરેટ થયેલ XML અપલોડ કરવાની જરૂર હતી પરંતુ તેઓ આકારણી વર્ષ 2020-21 થી JSON અપલોડ કરી શકે છે અને ઓનલાઈન ભૂલસુધાર પણ સબમિટ કરી શકે છે.
પ્રશ્ન 5. હું રિટર્ન પર પુનઃપ્રક્રિયા વિનંતી ક્યારે ફાઈલ કરી શકું?
જવાબ. જો તમે આવકના રિટર્નમાં સાચી અને યોગ્ય વિગતો રજૂ કરી હોય અને પ્રક્રિયા દરમિયાન CPC એ ધ્યાનમાં લીધું ન હોય તો આ વિકલ્પ પસંદ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉદાહરણ - નીચેની પરિસ્થિતિમાં રિટર્ન પર પુનઃપ્રક્રિયા વિનંતી કરીને ફાઈલ કરી શકાય છે-
a) કરદાતાએ મૂળ/સુધારેલ રિટર્નમાં કપાતનો દાવો કર્યો છે અને રિટર્ન પર પ્રક્રિયા કરતી વખતે તેને મંજૂરી આપવામાં આવી નથી.
b) કરદાતાએ TDS/TCS/સ્વ-આકારણી કર/અગ્રિમ કરનો યોગ્ય દાવો કર્યો છે અને રિટર્ન પર પ્રક્રિયા કરતી વખતે તેને મંજૂરી આપવામાં આવી નથી.
કૃપા કરીને નોંધ લો કે જો CPC દ્વારા રિટર્ન પર યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવેલ હોય અને દાવો કરાયેલ રિફંડ/માંગમાં કોઈ તફાવત ન હોય, તો CPC સાથે ભૂલસુધારણા ફાઈલ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કે, તમે “AO ને ભૂલસુધારણા ફાઈલ કરો” વિકલ્પનો ઉપયોગ કરીને AO (નિર્ધારણ અધિકારી) પાસે ભૂલસુધારણા ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 6. હું ડેટા રિટર્ન સુધારણા વિનંતી ક્યારે ફાઈલ કરી શકું?
જવાબ. કૃપા કરીને અનુસૂચિમાં બધી એન્ટ્રીઓ ફરીથી દાખલ કરો. તમામ સુધારેલી એન્ટ્રીઓ તેમજ અગાઉ ફાઈલ કરેલ ITRમાં ઉલ્લેખિત બાકીની એન્ટ્રીઓ દાખલ કરવાની રહેશે. ડેટામાં જરૂરી સુધારો કરો. સુધારણા કરતી વખતે, ખાતરી કરો કે આવકનો કોઈ નવો સ્ત્રોત અથવા વધારાની કોઈ કપાત જાહેર કરશો નહીં.
ઉદાહરણ- નીચેની પરિસ્થિતિ માટે કરદાતા રિટર્ન ડેટા સુધારણા વિનંતી ફાઈલ કરી શકે છે.
a) જો કરદાતાએ આવકના ખોટા શીર્ષક હેઠળ અયોગ્ય રીતે આવક દર્શાવી હોઈ.
b) કરદાતા અન્ય કોઈપણ માહિતીમાં ફેરફાર કરી શકે છે, જો કે આ ફેરફારોના પરિણામ સ્વરૂપ કુલ આવક અને કપાતમાં કોઈપણ ફેરફાર થતા નથી.
c) આ પ્રકારની ભૂલસુધારણા વિનંતીમાં કરદાતાને નીચે જણાવેલ ફેરફારો કરવાની મંજૂરી નથી –
i. નવો દાવો અને/અથવા અતિરિક્ત દાવો અને/અથવા આગળ લાવવામાં આવેલા નુકસાનમાં ઘટાડો.
ii. નવો દાવો અને/અથવા અતિરિક્ત દાવો અને/અથવા આગળ મોકલેલ નુકસાનમાં ઘટાડો.
iii. નવો દાવો અને/અથવા અતિરિક્ત દાવો અને/અથવા MAT ક્રેડિટમાં ઘટાડો.
iv. પ્રકરણ VI A હેઠળ નવી કપાત/અતિરિક્ત દાવો/કપાતમાં ઘટાડો.
પ્રશ્ન 7. હું કર ક્રેડિટ મેળ ન ખાતી સુધારણા ક્યારે ફાઈલ કરી શકું?
જવાબ. જો તમે પ્રક્રિયા કરેલ રિટર્નના TDS/TCS/IT ચલનમાં વિગતો સુધારવા માંગતા હોવ તો આ વિકલ્પનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. કૃપા કરીને અનુસૂચિમાં બધી એન્ટ્રીઓ ફરીથી દાખલ કરો. તમામ સુધારેલી એન્ટ્રીઓ તેમજ અગાઉ ફાઈલ કરેલ ITRમાં ઉલ્લેખિત બાકીની એન્ટ્રીઓ દાખલ કરવાની રહેશે. ડેટામાં જરૂરી સુધારો કરો. સુધારણા કરતી વખતે, એ ખાતરી કરો કે તમે એ ક્રેડિટનો દાવો ન કરો જે 26AS સ્ટેટમેન્ટનો ભાગ નથી.
ઉદાહરણ - નીચેની પરિસ્થિતિ માટે કર ક્રેડિટ મેળ ન ખાતી સુધારણા વિનંતી ફાઈલ કરી શકાય છે -
a) કરદાતા મૂળ રિટર્નમાં કરવામાં આવેલી માંગને રદ્દ કરવા માટે ચૂકવવામાં આવેલ નવું સ્વ-આકારણી કર ચલન ઉમેરી શકે છે.
b) જો કરદાતાએ મૂળ રિટર્ન ફાઈલ કરતી વખતે કોઈપણ સ્વ-આકારણી કર/અગ્રિમ કર ચલન વિગત જેમ કે BSR કોડ, ચુકવણીની તારીખ, રકમ, ચલન નંબર ખોટી રીતે પ્રદાન કર્યો હોય, તો તેઓ ભૂલસુધારણાની આ શ્રેણીમાં ભૂલ સુધારી શકે છે.
c) જો કરદાતાએ TAN, PAN, રકમ વગેરે જેવી કોઈપણ TDS/TCS વિગત ખોટી પ્રદાન કરી હોઈ તો
d) કરદાતા ફક્ત TDS/TCS એન્ટ્રીને સંપાદિત/કાઢી શકે છે.
પ્રશ્ન 8. હું 5 વર્ષ પહેલાની કલમ 143(1) હેઠળની સૂચના સામે ભૂલસુધારણા ફાઈલ કરવા માંગુ છું. સિસ્ટમ તેને કેમ મંજૂરી આપતી નથી?
જવાબ. કલમ 143(1) હેઠળ સૂચના પસાર કરેલ નાણાકીય વર્ષના અંતથી 4 વર્ષ પૂરા થયા પછી તમને CPCને ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરવાની મંજૂરી નથી. જો કે, તમે “AO ને ભૂલસુધારણા ફાઈલ કરો” વિકલ્પનો ઉપયોગ કરીને AO (નિર્ધારણ અધિકારી) પાસે ભૂલસુધારણા ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 9. શું મારે મારી ભૂલસુધારણા વિનંતીની ઈ-ચકાસણી કરવાની જરૂર છે?
જવાબ. ના, ભૂલસુધારણા વિનંતીની ઈ-ચકાસણી કરવાની જરૂર નથી.
પ્રશ્ન 10. શું હું ભૂલસુધારણા વિનંતી સેવાનો ઉપયોગ કરીને મારું અગાઉ ફાઈલ કરેલ ITR સુધારી શકું?
જવાબ. જો તમને તમારા સબમિટ કરેલા ITR માં કોઈ ત્રુટિ દેખાય, અને CPC દ્વારા તેના પર પ્રક્રિયા કરવામાં આવી ન હોય, તો તમે સુધારેલ રિટર્ન સબમિટ કરી શકો છો. તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ભૂલસુધારણા વિનંતી સેવાનો ઉપયોગ ફક્ત CPCની કલમ 143(1) હેઠળ આદેશ/સૂચના સામે જ કરી શકો છો.
પ્રશ્ન 11. મારી અગાઉ ફાઈલ કરેલી ભૂલસુધારણા વિનંતી પર હજુ સુધી CPC દ્વારા પ્રક્રિયા પર કાર્યવાહી કરવાની બાકી છે. શું હું સમાન પ્રકારની વિનંતી માટે બીજી ભૂલસુધારણા વિનંતી સબમિટ અથવા ફાઈલ કરી શકું?
જવાબ. ના. તમે આકારણી વર્ષ માટે ભૂલસુધારણા વિનંતી સબમિટ કરી શકતા નથી સિવાય કે અગાઉ ફાઈલ કરેલી ભૂલસુધારણા વિનંતી પર CPC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હોય.
પ્રશ્ન 12. હું મારો ભૂલસુધારણા સંદર્ભ નંબર ક્યાંથી શોધી શકું?
જવાબ. એકવાર તમે તમારી ભૂલસુધારણા વિનંતી સબમિટ કરો, પછી તમને તમારા 15-અંકના ભૂલસુધારણા સંદર્ભ નંબરની સૂચના આપતો મેઈલ અથવા સંદેશ પ્રાપ્ત થશે. તમારા ઈ-ફાઈલિંગ ખાતામાં લોગઈન કર્યા પછી તમે ભૂલસુધારણાની સ્થિતિ હેઠળ તમારો 15-અંકનો ભૂલસુધારણા નંબર પણ શોધી શકો છો.
પ્રશ્ન 13. શું હું મારી ભૂલસુધારણાની સ્થિતિ ઓફલાઈન ચકાસી શકું?
જવાબ. ના, તમે સ્થિતિને ઓફલાઈન જોઈ શકતા નથી. ભૂલસુધારણાની સ્થિતિ જોવા માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવું પડશે.
પ્રશ્ન 14. ભૂલસુધારણા વિનંતી માટે કોણ અરજી કરી શકે છે?
જવાબ. ફક્ત આ પક્ષ કે જેમને કલમ 143(1) હેઠળ CPC તરફથી આદેશ / સૂચના મળે છે તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ભૂલસુધારણા વિનંતી માટે અરજી કરી શકે છે:
• નોંધાયેલા કરદાતાઓ
• ERI (જેમણે ગ્રાહક PAN ઉમેર્યો છે)
• અધિકૃત સહીકર્તાઓ અને પ્રતિનિધિઓ
પ્રશ્ન 15. શું હું મેન્યુઅલ/કાગળના સ્વરૂપમાં રિટર્ન ફાઈલ કરવાના કિસ્સામાં ઈ-ફાઈલિંગ પર ભૂલસુધારણાની વિનંતી સબમિટ કરી શકું?
જવાબ. ના, કાગળના સ્વરૂપમાં ભૂલસુધારણા વિનંતીઓ CPC પર સ્વીકારવામાં આવતી નથી. CPCને પ્રત્યેક સંચાર માત્ર ઈલેક્ટ્રોનિક પદ્ધતિથી CPC દ્વારા પ્રદાન કરવામાં આવેલી પદ્ધતિથી જ થવો જોઈએ.
પ્રશ્ન 16. જો ભૂલસુધારણા અધિકાર AO(નિર્ધારણ અધિકારી) ને સ્થાનાંતરિત કરવામાં આવેલ હોઈ તો શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ભૂલસુધારણા વિનંતી સબમિટ કરી શકું?
જવાબ. હા, તમે "ભૂલસુધારણાની માંગ માટે AO(નિર્ધારણ અધિકારી)ને ભૂલસુધારણાની વિનંતી" નો ઉપયોગ કરીને AO(નિર્ધારણ અધિકારી) સમક્ષ ભૂલસુધારણા અરજી ફાઈલ કરી શકો છો.
માર્ગ – ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો – સેવા પર જાઓ - ‘ભૂલસુધારણા’ પસંદ કરો – “ભૂલસુધારણા માટે AO(નિર્ધારણ અધિકારી) ને વિનંતી કરો” પસંદ કરો - ‘નવી વિનંતી’ પસંદ કરો
પ્રશ્ન 17. એકવાર સબમિટ કર્યા પછી ભૂલસુધારણા વિનંતી પાછી લઈ શકાય અથવા ફરીથી ફાઈલ કરી શકાય છે?
જવાબ. ના, તમને પહેલાથી જ સબમિટ કરેલી ભૂલસુધારણા વિનંતીઓ પાછી લઈ લેવાની મંજૂરી નથી. તમે CPC માં સબમિટ કરેલ ભૂલસુધારણા વિનંતી પર પ્રક્રિયા થયા પછી જ અન્ય ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 18. શું હું ભૂલસુધારણા વિનંતી સબમિટ કરતી વખતે છૂટ/કપાતનો દાવો કરી શકું?
જવાબ. ના. તમને ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરતી વખતે નવી છૂટ/કપાતનો દાવો કરવાની મંજૂરી નથી.
પ્રશ્ન 19. મારી આવક/બેંક/સરનામાંની વિગતોમાં ફેરફાર થયો છે, જેને મારે મારા ITRમાં અપડેટ કરવાની જરૂર છે. શું મારે ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરવી જોઈએ?
જવાબ. આવક / બેંક / સરનામાની વિગતોમાં ફેરફાર માટે ભૂલસુધારણા વિનંતી લાગુ પડતી નથી. તમારી આવક/બેંક/સરનામું સુધારેલા રિટર્ન દ્વારા અપડેટ કરી શકાય છે.
પ્રશ્ન 20. અગાઉના કયા આકારણી વર્ષ સુધી ભૂલસુધારણા વિનંતી ઓનલાઈન ફાઈલ કરી શકાય છે?
જવાબ. એવું કોઈ વિશિષ્ટ આકારણી વર્ષ નથી કે ક્યાં સુધી ઓનલાઈન ભૂલસુધારણા વિનંતી સબમિટ કરી શકાય, તે ચોક્કસ કિસ્સા પર આધારિત છે. ભૂલસુધારણા વિનંતી નાણાકીય વર્ષના અંતથી 4 વર્ષની અંદર સબમિટ કરી શકાય છે જેમાં સુધારો કરવાની માંગનો આદેશ કરવામાં આવ્યો હતો.
પ્રશ્ન 21. મારે કલમ 44AB હેઠળ ઓડિટ કરાવવું જરૂરી છે. શું ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરતી વખતે મારા માટે DSC ફરજિયાત છે?
જવાબ. ના, ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરવા માટે DSC ફરજિયાત નથી.
પ્રશ્ન 22. મેં મારી ભૂલસુધારણા વિનંતીમાં ખોટી વિગતો અપલોડ કરી. હું તેને કેવી રીતે ભૂલ સુધારી શકું?
જવાબ. તમે ભૂલસુધારણા વિનંતીનું પુનરાવર્તન રજૂ કરી શકતા નથી, ન તો તમે તેને પાછી લઈ શકો છો. એકવાર સબમિટ કર્યા પછી, સબમિટ કરેલી CPC માં પ્રક્રિયા કર્યા પછી તમે બીજી ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 23. મેં CPC દ્વારા કરવામાં આવેલી માંગણી ચૂકવી દીધી છે. શું મારે માંગ રદ્દ કરવા માટે ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરવી પડશે?
જવાબ. તમે ચૂકવેલ ચલન વિગતો સાથે કર ક્રેડિટ મેળ ન ખાતી સુધારણા વિનંતી ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 24. મેં નિયત તારીખ (વિલંબિત રિટર્ન) પછી મારું મૂળ ITR ફાઈલ કર્યું છે. મારે સબમિટ કરેલ ITRમાં સુધારો કરવાની જરૂર છે. શું હું ભૂલસુધારણા વિનંતી ફાઈલ કરી શકું છું?
જવાબ. ના, ITRની ભૂલસુધારણા સુધારેલ રિટર્ન ફાઈલ કરવા કરતા અલગ છે. તમે તમારા વિલંબિત રિટર્નને સુધારી શકો છો ( જે ફક્ત નાણાકીય વર્ષ 2016-17 લાગુ થશે) કાં તો નીચેના નાણાકીય વર્ષના અંત પહેલા અથવા કર અધિકારીઓ દ્વારા ITRની પ્રક્રિયા પહેલાં, જે પણ પહેલાં આવે તે. ચોક્કસ ઈ-ફાઈલ કરેલ રિટર્ન માટે CPC તરફથી મળેલી સૂચના/ઓર્ડર/સૂચનાના જવાબમાં જ ભૂલસુધારણા વિનંતી દાખલ કરી શકાય છે.
પ્રશ્ન 25. મેં મૂળ રીતે ITR-1 ફાઈલ કર્યું છે. શું હું ભૂલસુધારણા વિનંતી સાથે CPC સૂચનાનો જવાબ આપતી વખતે ITR- 2નો ઉપયોગ કરી શકું છું?
જવાબ. ના, તમારે ITR- 1 નો ઉપયોગ કરવાની જરૂર રહેશે જો તમે તેને મૂળ રીતે તેને ફાઈલ કર્યું હોઈ તો.
પ્રશ્ન 26. શું ભૂલસુધારણા આદેશ સામે અપીલ ફાઈલ કરી શકાય છે?
જવાબ. હા, તમે CPC દ્વારા જારી કરાયેલા આદેશ સામે CITને પ્રત્યક્ષ રીતે અપીલ ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 27. હું ભૂલસુધારણા ફાઈલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ 'પુનઃપ્રક્રિયા' અને 'રિટર્ન ડેટા ભૂલસુધારણા' નો ભૂલસુધારણા વિકલ્પ અક્ષમ છે. મને ફક્ત આકારણી અધિકારી પાસે ફાઈલ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે.
જવાબ. જો તમારા રિટર્નની CPC દ્વારા યોગ્ય રીતે પ્રક્રિયા કરવામાં આવી હોય અને દાવો કરાયેલ રિફંડ અથવા માંગની રકમમાં કોઈ તફાવત ન હોય, તો તમે CPC સાથે 'રિટર્ન ડેટા ભૂલસુધારણા' અથવા 'પુનઃપ્રક્રિયા’ ભૂલસુધારણા ફાઈલ કરી શકશો નહીં. જો તમે હજુ પણ ભૂલસુધારણા ફાઈલ કરવા માંગતા હોવ, તો તમે આકારણી અધિકારી પાસે તે ફાઈલ કરી શકો છો.
પ્રશ્ન 28. શું હું "અપડેટ થયેલ રિટર્ન" ની જાણ થયા પછી ભૂલસુધારણા ફાઈલ કરી શકું?
જવાબ. અપડેટ થયેલ રિટર્નની જાણ થયા પછી તેની સામે તમે ભૂલસુધારણા અરજી ફાઈલ કરી શકો છો. જોકે, ભૂલસુધારણા અરજી વધુ પ્રક્રિયા માટે JAO ને ટ્રાન્સફર કરવામાં આવશે અને કોઈપણ વધુ સ્પષ્ટતા/માહિતી JAO પાસે ઉપલબ્ધ રહેશે.
પ્રશ્ન 29. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં ફાઈલ કરતી વખતે મારી ભૂલસુધારણા અરજી નકારવામાં આવી છે. હું શું કરી શકું?
જવાબ. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં એક વિકલ્પ સક્ષમ કરવામાં આવ્યો છે જ્યાં તમે JAOને ભૂલસુધારણા અરજી ફાઈલ કરવા માટે આગળ વધી શકો છો. તમે ભૂલસુધારણાનું કારણ આપી શકો છો અને ફક્ત PDF ફોર્મેટમાં 5MB સુધીનું જોડાણ અધિકારક્ષેત્ર આકારણી અધિકારીને સબમિટ કરી શકો છો. એકવાર સબમિટ કર્યા પછી, જોડાણ સાથે ભૂલસુધારણા અરજી તમારા JAOને ટ્રાન્સફર કરવામાં આવશે અને રિટર્નની આગળની પ્રક્રિયા JAO દ્વારા કરવામાં આવશે.
પ્રશ્ન 30. શું હું CPC દ્વારા અગાઉના આદેશને પસાર કરવામાં આવેલા આકારણી વર્ષના અંતથી 4 વર્ષના મંજૂર સમય પછી મારી ભૂલસુધારણા ફાઈલ કરી શકું?
જવાબ. ઈ-ફાઈલિંગ પોર્ટલમાં એક વિકલ્પ સક્ષમ કરવામાં આવ્યો છે જ્યાં તમે JAOને ભૂલસુધારણા અરજી ફાઈલ કરવા માટે આગળ વધી શકો છો. તમે ભૂલસુધારણાનું કારણ આપી શકો છો અને ફક્ત PDF ફોર્મેટમાં 5MB સુધીનું જોડાણ અધિકારક્ષેત્ર આકારણી અધિકારીને સબમિટ કરી શકો છો. એકવાર સબમિટ કર્યા પછી, જોડાણ સાથે ભૂલસુધારણા અરજી તમારા JAOને ટ્રાન્સફર કરવામાં આવશે અને રિટર્નની આગળની પ્રક્રિયા JAO દ્વારા કરવામાં આવશે.