Do not have an account?
Already have an account?

1. ઓવરવ્યૂ

આવકવેરા રિફંડનો અર્થ થાય છે રિફંડની રકમ જે આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવે છે જો કરમાં ચૂકવવામાં આવેલી રકમ વાસ્તવિક બાકી રકમ કરતાં (ક્યાં તો TDS અથવા TCS અથવા અગ્રિમ કર અથવા સ્વ-આકારણી કર દ્વારા)વધી જાય તો. આવક વેરા વિભાગ દ્વારા આકારણી સમયે તમામ કપાત અને છૂટને ધ્યાનમાં લીધા પછી કરની ગણતરી કરવામાં આવે છે.

કર વિભાગ દ્વારા રિફંડની પ્રક્રિયા કરદાતા દ્વારા રિટર્નની ઈ-ચકાસણી કર્યા પછી જ શરૂ થાય છે. સામાન્ય રીતે, કરદાતાના ખાતામાં રિફંડ જમા કરાવવા માટે 4-5 અઠવાડિયાનો સમય લાગે છે જો કે, જો આ સમયગાળા દરમિયાન રિફંડ પ્રાપ્ત ન થાય, તો કરદાતાએ ITR માં વિસંગતતાઓ અંગેની માહિતી માટે તપાસ કરવી આવશ્યક છે; રિફંડ અંગે IT વિભાગની કોઈપણ અધિસૂચના માટે ઈ-મેઈલ તપાસો. કરદાતા ઈ-ફાઈલિંગ પર રિફંડની સ્થિતિ પણ અહીં વિગતવાર વર્ણવેલ પ્રક્રિયા અનુસાર તપાસી શકે છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટે પૂર્વ - આવશ્યકતાઓ

  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ
  • PAN આધાર નંબર સાથે લિંક થયેલ છે
  • રિફંડનો દાવો કરવા માટે ITR ફાઈલ કર્યું

3. પ્રક્રિયા / તબક્કાવાર માર્ગદર્શન

3.1 રિફંડની સ્થિતિ

પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ.

Data responsive


પગલું 2: વપરાશકર્તા ID અને પાસવર્ડ દાખલ કરો.

Data responsive

 

વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે જોડાયેલ ન હોય, તો તમે એક પોપ-અપ સંદેશ જોશો કે તમારું PAN નિષ્ક્રિય કરવામાં આવ્યું છે કારણ કે તે તમારા આધાર સાથે જોડાયેલ નથી.

PAN ને આધાર સાથે લિંક કરવા માટે, હમણાં લિંક કરો બટન પર ક્લિક કરો અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પગલું 3: ઈ-ફાઈલ ટેબ > આવકવેરા રિટર્ન > ફાઈલ કરેલ રિટર્ન જુઓ પર જાઓ.

Data responsive


પગલું 4: હવે તમે ઈચ્છિત આકારણી વર્ષ માટે રિફંડની સ્થિતિ ચકાસી શકો છો.

વિગતો જુઓ પર ક્લિક કરો અને અહીં તમે ફાઈલ કરેલ ITRની તમામ વિગતો પણ ચકાસી શકો છો.

 

Data responsive

સ્થિતિ 1: જ્યારે રિફંડ જારી કરવામાં આવેલ હોય:

Data responsive

સ્થિતિ 2: જ્યારે રિફંડ આંશિક રીતે સમાયોજિત કરવામાં આવેલ હોય:

Data responsive

સ્થિતિ 3: જ્યારે સંપૂર્ણ રિફંડ સમાયોજિત કરવામાં આવેલ હોય:

Data responsive

સ્થિતિ 4: જ્યારે રિફંડ નિષ્ફળ થાય છે:

Data responsive

નોંધ: જો તમારો PAN નિષ્ક્રિય હોય, તો તમારું રિફંડ નિષ્ફળ જશે અને તમને તમારા PANને આધાર સાથે લિંક કરવા માટેનો એક ચેતવણી સંદેશ દેખાશે.

Data responsive

રિફંડ નિષ્ફળતાના અન્ય કારણો:

ઉપરોક્ત ઉપરાંત, આવકવેરા વિભાગ તરફથી ચૂકવવામાં આવેલ રિફંડ નીચેના કારણોસર તમારા બેંક ખાતામાં જમા થવામાં નિષ્ફળ થઈ શકે છે:

1. જો બેંક ખાતું પૂર્વ-માન્ય કરેલ ન હોય તો. હવે તમારા બેંક ખાતાને પૂર્વ માન્ય કરવું ફરજિયાત છે.

2. બેંક ખાતામાં દર્શાવેલ નામ PAN કાર્ડની વિગતો સાથે મેળ ખાતું નથી.

3. અમાન્ય IFSC કોડના કિસ્સામાં.

4. જો તમે ITRમાં જે ખાતાનો ઉલ્લેખ કર્યો છે તે બંધ થઈ ગયેલ હોય તો.