1. ઓવરવ્યૂ
આ પૂર્વ-લોગઈન સેવા તમામ બાહ્ય એજન્સીઓ (ફક્ત કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગો અને બેંકો) માટે ઉપલબ્ધ છે જેઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરવા અને તેને એક્સેસ કરવા માંગે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર PAN અને TAN ચકાસણી સેવાઓનો ઉપયોગ કરી શકે છે. બેંક પૂર્વ-માન્ય બેંક ખાતાનો ઉપયોગ કરી શકે છે, નેટબેંકિંગ દ્વારા લોગઈન અને ATM દ્વારા EVC જનરેટ કરી શકે છે. નોંધણી સેવા વપરાશકર્તાને ITD ની મંજૂરી પછી વિનંતી કરેલી વેબસાઈટને એક્સેસ કરવા અને બાહ્ય એજન્સી વપરાશકર્તા તરીકે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવાની પરવાનગી આપે છે.
2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરુરિયાતો
- બાહ્ય એજન્સી તરીકે નોંધણી કરવા માટે સંસ્થાનું માન્ય અને સક્રિય TAN/ PAN
- ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા મુખ્ય સંપર્કકર્તાના માન્ય અને સક્રિય PAN
- બાહ્ય એજન્સીના પ્રકાર પર આધારિત આપેલ ફોર્મેટમાં હસ્તાક્ષર કરેલ માંગ પત્ર < માંગણી પત્રના ફોર્મેટ માટેના પગલાં 6 નો સંદર્ભ લો >
3. પગલાં દર પગલાં માર્ગદર્શન આપવું
3.1 નોંધણી માટેની વિનંતી સબમિટ કરો
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર જાઓ, નોંધણી પર ક્લિક કરો.
પગલું 2: અન્યને ક્લિક કરો અને બાહ્ય એજન્સી તરીકે શ્રેણી પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 3: સંસ્થાનો પ્રકાર, સંસ્થાનો TAN / PAN , સંસ્થાનું નામ અને સંસ્થાની સ્થાપનાની તારીખ સહિતની તમામ ફરજિયાત વિગતો પાયાની વિગતો પેજમાં દાખલ કરો અને ચાલુ રાખો ક્લિક કરો.
પગલું4 : મુખ્ય સંપર્ક વિગતો પૃષ્ઠ પર પ્રાથમિક મોબાઈલ નંબર,ઇમેઇલ ID અને પોસ્ટલ એડ્રેસ સહિતની જરૂરી વિગતો દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું5 : બે અલગ અલગ પ્રાથમિક મોબાઈલ નંબર અને ઇમેઇલ ID પર મોકલવામાં આવેલ OTP સ્ટેપ 4 માં દાખલ કરવામાં આવે છે. તમારા મોબાઈલ નંબર અને ઈમેઈલ ID પર મેળવેલ 6 -અંકનો OTP દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ:
- OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
- સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયત્નો હશે.
- સ્ક્રીન પરનું OTPની સમયસીમા સમાપ્ત કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવશે કે OTPની સમયસીમા ક્યારે સમાપ્ત થશે.
- OTP ફરી મોકલો પર ક્લિક કરવાથી એક નવો OTP બનાવવામાં આવશે અને મોકલવામાં આવશે.
પગલું 6 : હસ્તાક્ષર કરેલ વિનંતી પત્રની સ્કેન કરેલી નકલ જોડો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
Requisition_Letter_For_Central_and_State_Government_departments_or_agencies

નોંધ:
- એકલ જોડાણની મહત્તમ સાઈઝ 5 MB હોવી જોઈએ.
- જો તમારી પાસે અપલોડ કરવા માટે એક કરતા વધુ દસ્તાવેજો હોય, તો તેને ઝિપ કરેલ ફોલ્ડરમાં એકસાથે મૂકો અને ફોલ્ડર અપલોડ કરો. ઝિપ કરેલ ફોલ્ડરમાં બધા જોડાણો મહત્તમ 50 MBના હોવા જોઈએ.
પગલું 7: ચકાસણી વિગતો પાના પર જો જરૂરી હોય તો પાનામાં વિગતો સંપાદિત કરો. પૃષ્ઠમાં પ્રદાન કરેલી વિગતોને માન્ય કરો અને પુષ્ટિ કરો પર ક્લિક કરો.
પગલું 8 : સેટ પાસવર્ડ પૃષ્ઠ પર, સેટ પાસવર્ડ અને પુષ્ટિ કરેલ પાસવર્ડ ટેક્સ્ટબોક્સ બંનેમાં તમારો ઈચ્છિત પાસવર્ડ દાખલ કરો અને નોંધણી કરો પર ક્લિક કરો.
નોંધ:
- રિફ્રેશ અથવા પાછા જાઓ પર ક્લિક કરશો નહીં .
- તમારો નવો પાસવર્ડ દાખલ કરતી વખતે, પાસવર્ડ નીતિ વિશે સાવચેત રહો:
- તે ઓછામાં ઓછા 8 અક્ષરો અને વધુમાં વધુ 14 અક્ષરો હોવા જોઈએ.
- તેમાં અપરકેસ અને લોઅરકેસ બંને અક્ષરોનો સમાવેશ થવો જોઈએ.
- તેમાં સંખ્યા હોવી જોઈએ.
- તેમાં વિશિષ્ટ અક્ષર હોવો જોઈએ (દા.ત. @#$%).

પગલું 9: ITD તરફથી મંજૂરી મળ્યા પછી, તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા પ્રાથમિક ઈ-મેઈલ ID પર બાહ્ય એજન્સી વપરાશકર્તા ID (EXTPXXXXXX) ફોર્મેટ ધરાવતો એક ઈ-મેઈલ પ્રાપ્ત થશે.
તમે નોંધણી દરમિયાન પ્રાપ્ત કરેલ વપરાશકર્તા ID અને તમારા દ્વારા સેટ કરેલ પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરી શકશો.
3.2 ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનબોર્ડિંગ
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સફળતાપૂર્વક નોંધણી પૂર્ણ કરવા માટે, તમારે જરૂરી વિગતો શેર કરીને આવકવેરા વિભાગના સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવવી પડશે.
પગલું 1: વિષય: બાહ્ય એજન્સી- પરીક્ષણ માટે UAT સ્ત્રોત IP વિગતો સાથે તમારા IP એડ્રેસની વિગતો efilingwebmanager@incometax.gov.in પર શેર કરો..
પગલું 2 : તમને પરીક્ષણ પોર્ટલ પર અસ્થાયી રૂપે નોંધવામાં આવશે. તમને URL, તકનીકી વિગતો, પરીક્ષણ પરિપ્રેક્ષ્ય, પરીક્ષણ ડેટા અને પરીક્ષણ રિપોર્ટ ટેમ્પ્લેટ સાથે સંકળાયેલ API ગેટવે પ્રમાણીકરણ ઓળખપત્રો પ્રદાન કરવામાં આવશે.
પગલું3: તમારે આવકવેરા વિભાગના સક્ષમ અધિકારી પાસેથી મંજૂરી મેળવવા માટે ઈ-મેઈલ વિષય: બાહ્ય એજન્સી- ITD મંજૂરી માટે UAT પરીક્ષણ રિપોર્ટ સાથે efilingwebmanager@incometax.gov.in પર અંતિમ UAT પરીક્ષણ અહેવાલ શેર કરવો પડશે..
પગલું 4 : આવકવેરા વિભાગના સક્ષમ અધિકારી દ્વારા મંજૂરી મળ્યા પછી જ, ઈ-ફાઈલિંગ પોર્ટલના API ગેટવે પ્રમાણીકરણ ઓળખપત્રો તમારી સાથે શેર કરવામાં આવશે.