Do not have an account?
Already have an account?

1. ઈ-કાર્યવાહી એટલે શું?
ઈ-કાર્યવાહી એ ઈ-ફાઈલિંગ પોર્ટલનો ઉપયોગ કરીને અંતથી અંત સુધી કાર્યવાહી હાથ ધરવા માટેનું ઈલેક્ટ્રોનિક પ્લેટફોર્મ છે. આ સેવાનો ઉપયોગ કરીને, કોઈપણ નોંધાયેલ વપરાશકર્તા (અથવા તેના અધિકૃત પ્રતિનિધિ) આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવેલ કોઈપણ સૂચના / માહિતી/ પત્રનો પ્રતિભાવ જોઈ અને સબમિટ કરી શકો છે.

2. ઈ-કાર્યવાહીના ફાયદા શું છે?
ઈ-કાર્યવાહી એ આવકવેરા વિભાગ દ્વારા જારી કરાયેલ તમામ સૂચના /માહિતી /પત્રોનો ઈલેક્ટ્રોનિક રીતે જવાબ આપવાનું એક સરળ માધ્યમ છે. તે કરદાતાના અનુપાલન બોજને ઘટાડે છે કારણ કે આવકવેરા કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. વધુમાં, સબમિશનનો ટ્રેક રાખવો અને ભાવિ સંદર્ભ માટે રેકોર્ડ રાખવો સરળ છે.

3. એકવાર મને જારી કરવામાં આવેલ સૂચનાનો મારો પ્રતિભાવ સબમિટ કર્યા પછી શું હું મારો પ્રતિભાવ જોઈ શકું?
હા, તમે તમારા દ્વારા અથવા તમારા અધિકૃત પ્રતિનિધિ દ્વારા સબમિટ કરેલ પ્રતિભાવ જોઈ શકો છો.

4. મને જારી કરાયેલ કલમ 143(1)(a) હેઠળ સમાયોજન હેઠળ આપેલા મારા પ્રતિભાવ સામે કોઈપણ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કેમ તે હું ક્યાં જોઈ શકું?
તમે ઈ-કાર્યવાહી હેઠળ આવકવેરા વિભાગ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નો જોઈ શકો છો.

5. શા માટે મારો પ્રતિસાદ સબમિટ કરોનું બટન નિષ્ક્રિય છે?
પ્રતિસાદ સબમિટ કરો બટન નીચેના કારણોસર નિષ્ક્રિય હોઈ શકે છે
CPC સૂચના માટે - જો પ્રતિભાવની નિયત તારીખ વીતી ગઈ હોય તો.
ITBA સૂચના માટે - જો આવકવેરા સત્તાધિકારી દ્વારા કાર્યવાહીની સ્થિતિ બંધ/અવરોધિત કરવામાં આવી હોય તો.

6. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સૂચનાનો જવાબ આપ્યા પછી મારા પ્રતિભાવને સંપાદિત કરી શકું?
ના, એકવાર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સબમિટ કર્યા પછી તમે તમારા પ્રતિભાવને સંપાદિત કરી શકતા નથી.

7. ઈ-કાર્યવાહી અંતર્ગત હું કઈ સૂચનાઓનો પ્રતિભાવ આપી શકું?

આવકવેરા વિભાગ અને CPC દ્વારા જારી કરવામાં આવેલ તમામ સૂચનાઓ / માહિતી / પત્ર ઈ-કાર્યવાહી હેઠળ ઉપલબ્ધ કરાવવામાં આવે છે જ્યાં તમે તેને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર અપલોડ કરીને જોડાણો સાથે પ્રતિભાવ જોઈ અને સબમિટ કરી શકો છો. તમે આ સેવા દ્વારા નિમ્નલિખિત સૂચનાઓનો જવાબ જોઈ અને સબમિટ કરી શકો છો

  • કલમ 139(9) હેઠળ ખામીયુક્ત સૂચના
  • કલમ 143(1)(a) હેઠળ પ્રથમ દૃષ્ટિએ સમાયોજન
  • કલમ 154 હેઠળ સ્વતઃ સુધારણા
  • આવકવેરા સત્તાવાળાઓ દ્વારા જારી કરવામાં આવેલી સૂચના
  • સ્પષ્ટીકરણ હેતુ માટે માહિતી સંચાર

પાથ
ડેશબોર્ડ/બાકી કાર્યવાહી/ઈ-કાર્યવાહી

 

8. પ્રતિભાવ સબમિટ કરોની કાર્યક્ષમતા અંતર્ગત જોડાણોની સંખ્યા/સાઈઝ પરવાનગી મર્યાદા કરતાં વધારે છે, મારે શું કરવું જોઈએ?
એક જોડાણની મહત્તમ સાઈઝ પરવાનગી 5 MB છે. જો તમારી પાસે અપલોડ કરવા માટે 1થી વધુ દસ્તાવેજ હોય, તો તમે 10સુધી જોડાણની સંખ્યા પસંદ કરી શકો છો. તમામ જોડાણોની મહત્તમ સાઈઝ 50 MB કરતાં વધુ ન હોવી જોઈએ. જો એક દસ્તાવેજનું કદ પરવાનગી મર્યાદા કરતાં વધી જાય, તો તમે ફાઈલની સાઈઝ ઘટાડીને દસ્તાવેજને ઓપ્ટિમાઈઝ કરી શકો છો.

9. ખામીયુક્ત રિટર્ન એટલે શું?
રિટર્નમાં અથવા અનુસૂચિમાં અધૂરું અથવા અસંગત માહિતીને લીધે અથવા અન્ય કોઈ કારણોસર રિટર્નને ખામીયુક્ત માનવામાં આવેલ છે.

10. હું કેવી રીતે જાણી શકું કે મારું રિટર્ન ખામીયુક્ત છે?
જો તમારું રિટર્ન ખામીયુક્ત જણાય, તો આવકવેરા વિભાગ તમને આવકવેરા અધિનિયમની કલમ 139(9) હેઠળ તમારા નોંધાયેલ ઈ-મેઈલ ID પર ઈ-મેઈલ દ્વારા ખામીયુક્ત સૂચના મોકલશે અને તે તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરીને જોઈ શકો છો.


11. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પ્રતિભાવ સબમિટ કર્યા પછી મારો પ્રતિભાવ અપડેટ કરી શકું કે પાછો લઈ શકું?
ના, એકવાર ઈ-ફાઈલિંગ પોર્ટલ પર સબમિટ કર્યા પછી તમે તમારો પ્રતિભાવ અપડેટ કે પાછો લઈ શકતા નથી.

12. શું હું મારી ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવા માટે અન્ય વ્યક્તિને અધિકૃત કરી શકું?
હા, તમે કલમ 139(9) હેઠળ ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવા માટે અન્ય વ્યક્તિને અધિકૃત કરી શકો છો.

13. શું હું ITR ફોર્મમાં રહેલ ખામીને ઓનલાઈન સુધારી શકું?
હા, તમે ITR ફોર્મમાં રહેલ ખામીને ઓનલાઈન સુધારીને પ્રતિભાવ સબમિટ કરી શકો છો.

14. આવકવેરા વિભાગ દ્વારા મોકલવામાં આવેલ ખામીયુક્ત સૂચનાનો હું પ્રતિભાવ કેટલા સમયની અંદર આપી શકું?
જો તમારું રિટર્ન ખામીયુક્ત જણાય, તો તમને સૂચના મળ્યાની તારીખથી 15 દિવસનો સમય મળશે અથવા તમારા દ્વારા ફાઈલ કરાયેલ રિટર્નમાં ખામીને સુધારવા માટે સૂચનામાં ઉલ્લેખિત અવધિ પ્રાપ્ત થશે. જો કે, તમે સ્થગિતતા શોધી શકો છો અને વિસ્તરણ માટેની વિનંતી કરી શકો છો.

15. જો હું ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ ન આપું તો શું?
જો તમે નિર્ધારિત સમયગાળાની અંદર ખામીયુક્ત સૂચનાનો પ્રતિભાવ આપવામાં નિષ્ફળ થશો તો તમારું રિટર્ન અમાન્ય ગણાશે અને તેથી પરિસ્થિતિ પ્રમાણે આવકવેરા કાયદા અનુસાર હોઈ તે મુજબ દંડ, વ્યાજ, આગળ લાવેલ નુકસાન, ચોક્કસ છૂટ હેઠળનું નુકસાન જેવા પરિણામો આવી શકે છે.

16. મને કલમ 139(9) હેઠળ ખામીયુક્ત રિટર્ન વિશે સૂચના આપવામાં આવી છે. શું હું તે આકારણી વર્ષ માટે તે રિટર્ન ને નવા રિટર્ન તરીકે ફાઈલ કરી શકું?
હા, તમે કાં તો નવા/સુધારેલ રિટર્ન તરીકે રિટર્ન ફાઈલ કરી શકો છો જો ખાસ આકારણી વર્ષમાં રિટર્ન ફાઈલ કરવા માટે આપેલો સમય વીતી ગયો ન હોય અથવા વૈકલ્પિક રીતે તમે કલમ 139 હેઠળ સૂચનાનો પ્રતિભાવ આપવાનું પણ પસંદ કરી શકો છો. જો કે, કોઈપણ ચોક્કસ આકારણી વર્ષ માટે રિટર્ન ફાઈલ કરવા માટે આપવામાં આવેલો સમય વીતી જાય, તો તમે નવા/સુધારેલ રિટર્ન તરીકે રિટર્ન ફાઈલ કરી શકશો નહીં અને તમારે કલમ 139(9) હેઠળ સૂચનાનો પ્રતિભાવ આપવો પડશે. જો તમે સૂચનાનો પ્રતિભાવ આપવામાં અસમર્થ હોવ, તો રિટર્નને અમાન્ય ગણવામાં આવશે અથવા તે આકારણી વર્ષ માટે તમે રિટર્ન ફાઈલ નથી કર્યું તેમ માનવામાં આવશે.

17. કેટલીક સામાન્ય ત્રુટિ કઈ છે જે રિટર્નને ખામીયુક્ત બનાવે છે?
કેટલીક સામાન્ય ત્રુટિ જે રિટર્નને ખામીયુક્ત બનાવે છે તે નીચે મુજબ છે:

  • TDS માટે ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો છે પરંતુ સંબંધિત પ્રાપ્તિ/આવકને કરવેરા માટે પ્રસ્તુત કરવામાં આવેલ નથી.
  • ફોર્મ 26AS માં દર્શાવેલ કુલ પ્રાપ્તિ, જેના પર TDS માટે ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો છે, તે આવકના રિટર્નમાં આવકના તમામ શીર્ષક હેઠળ દર્શાવેલ કુલ પ્રાપ્તિ કરતા વધારે છે.
  • કુલ આવક અને આવકના તમામ શીર્ષકને કોઈ આવક નથી અથવા 0 તરીકે દાખલ કરવામાં આવ્યા છે પરંતુ કર જવાબદારીની ગણતરી કરેલ છે અને ચુકવેલ છે.
  • ITR માં કરદાતાનું નામ PAN ડેટાબેઝ મુજબના નામ સાથે મેળ ખાતું નથી.
  • વ્યાપાર અથવા વ્યવસાયના નફા અને લાભના શીર્ષક હેઠળ આવક ધરાવતા કરદાતાએ સરવૈયું અને નફા-નુકસાન ખાતું ભરેલ નથી.

18. સ્પષ્ટીકરણ હેતુ માટે માહિતી સંચાર શું છે?
સ્પષ્ટીકરણ હેતુ માટે માહિતી સંચાર કરદાતાને મોકલવામાં આવે છે, જો એવા કિસ્સાઓ હોય કે જ્યારે અમુક અનુસૂચિ અથવા રિટર્નના જોડાણ હેઠળ પ્રદાન કરવામાં આવેલ માહિતી અપૂરતી અથવા અપર્યાપ્ત હોય અને કરદાતા દ્વારા કરવામાં આવેલા ચોક્કસ દાવાઓ પર સ્પષ્ટતા જરૂરી હોય.

19. શું ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને પ્રતિભાવ જોવા અને સબમિટ કરવા માટે મારે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવાની જરૂર છે?
હા, તમારે ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને પ્રતિભાવ જોવા અને સબમિટ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવું પડશે.

20. શું મારે આપેલા પ્રતિભાવ/સબમિશનની ઈ-ચકાસણી કરવાની જરૂર છે?
ના, તમારે તમારા દ્વારા સબમિટ કરેલા પ્રતિસાદની ઈ-ચકાસણી કરવાની જરૂર નથી.

21. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા વિના સ્પષ્ટીકરણની સૂચનાનો પ્રતિભાવ આપી શકું?
ના, તમારે સ્પષ્ટીકરણ હેતુ માટે માહિતી સંચારનો પ્રતિભાવ આપવા માટે લોગઈન કરવાની જરૂર પડશે. તમે સૂચના જોઈ શકશો નહીં અથવા તમને જારી કરવામાં આવેલ સૂચનાનો પ્રતિભાવ સબમિટ કરી શકશો નહીં.

22. શું આવકવેરા સત્તાધિકારી દ્વારા મને આપવામાં આવેલી સૂચના માટે ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને મારા વતી કોઈ અન્ય પ્રતિભાવ આપી શકે છે?
હા, તમે ઈ-કાર્યવાહી સેવાનો ઉપયોગ કરીને તમારા વતી સૂચનાનો પ્રતિભાવ આપવા માટે અધિકૃત પ્રતિનિધિ ઉમેરી શકો છો.

23. શું હું પહેલેથી ઉમેરાયેલ/હાલના અધિકૃત પ્રતિનિધિને દૂર કરી શકું?
હા, તમે તમારા દ્વારા અધિકૃત પ્રતિનિધિને દૂર અથવા પાછા લઈ શકો છો.

24. શું હું મને જારી કરવામાં આવેલ સૂચનાનો પ્રતિભાવ આપવા માટે બે અધિકૃત પ્રતિનિધિઓને ઉમેરી શકું?
ના, તમે કાર્યવાહી માટે એક સમયે માત્ર એક જ અધિકૃત પ્રતિનિધિ સક્રિય રાખી શકો છો.

25. મેં સુધારેલ રિટર્ન ફાઈલ કરેલ છે. શું મારે હજુ પણ મને જારી કરાયેલ સ્પષ્ટીકરણ હેતુ માટે માહિતી સંચારનો પ્રતિભાવ આપવાની જરૂર છે?
ના, જો તમે પહેલાથી જ સમાન આકારણી વર્ષ માટે સુધારેલ રિટર્ન ફાઈલ કરેલ હોય તો તેને પ્રતિભાવ સબમિટ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. 'આ સૂચના સામે સુધારેલ રિટર્ન ફાઈલ કરવામાં આવેલ છે' દર્શાવતો સંદેશ; આગળ કાર્યવાહીની જરૂર નથી' દર્શાવવામાં આવશે.

26. શું મને જારી કરાયેલ સ્પષ્ટીકરણ હેતુ માટે માહિતી સંચારનો પ્રતિભાવ આપવો મારે માટે ફરજિયાત છે? જો હા, તો મારે મારો પ્રતિભાવ કેટલી સમય મર્યાદામાં સબમિટ કરવો જોઈએ?
તમને જારી કરાયેલ સંચારમાં દર્શાવેલ નિયત તારીખ મુજબ તમારે તમારો પ્રતિભાવ સબમિટ કરવો / પ્રદાન કરવો જોઈએ. જો નિયત તારીખ પસાર થઈ ગઈ હોય અને કોઈપણ પ્રતિભાવ આપવામાં આવ્યો ન હોય, તો CPC તેમની પાસે ઉપલબ્ધ માહિતીના આધાર પર રિટર્ન પર પ્રક્રિયા કરશે.