1. ફોર્મ 10E શું છે?
બાકી રકમની પ્રાપ્તિમાં અથવા પગારના પ્રકારે કોઈપણ રાશિ આગોતરી પ્રાપ્તિમાં, કલમ / 89 હેઠળ રાહતનો દાવો કરી શકો છો. આવી રાહતનો દાવો કરવા માટે, કરદાતાએ ફોર્મ 10E ફાઈલ કરવું પડશે. આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10E ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે.
2. શું મારે ફોર્મ 10E ડાઉનલોડ અને સબમિટ કરવાની જરૂર છે?
ના, ફોર્મ 10E ડાઉનલોડ કરવાની જરૂર નથી કારણ કે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી સબમિશન ઓનલાઈન કરી શકાય છે.
3. મારે ફોર્મ 10E ક્યારે ફાઈલ કરવું જોઈએ?
તમારું આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10E ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે.
4. શું ફોર્મ 10E ફાઈલ કરવું ફરજિયાત છે?
હા, જો તમે તમારી બાકી રકમ / આગોતરી આવક પર કર રાહતનો દાવો કરવા માંગતા હો તો ફોર્મ 10E ફાઈલ કરવું ફરજિયાત છે.
5. જો હું ફોર્મ 10E ફાઈલ કરવામાં નિષ્ફળ જાવ પરંતુ મારા ITR માં કલમ 89 હેઠળ રાહતનો દાવો કરું તો શું થશે?
જો તમે ફોર્મ 10E ફાઈલ કરવામાં નિષ્ફળ જાઓ છો પરંતુ તમારા ITR માં કલમ 89 હેઠળ રાહતનો દાવો કરો છો, તો તમારા ITR ની પ્રક્રિયા કરવામાં આવશે પરંતુ કલમ 89 હેઠળ દાવો કરાયેલ રાહતને મંજૂરી આપવામાં આવશે નહીં.
6. હું કેવી રીતે જાણું છું કે ITD એ મારા ITR માં મારા દ્વારા દાવો કરવામાં આવેલી રાહતને નામંજૂરી આપી છે?
જો કલમ 89 હેઠળ તમારા દ્વારા દાવો કરવામાં આવેલી રાહતને મંજૂરી મળી નથી, તો તે કલમ 143(1) હેઠળની ITR પ્રક્રિયા પૂર્ણ થયા પછી ITD દ્વારા જાણ કરવામાં આવશે.
7. સિસ્ટમ કરની ગણતરી કેવી રીતે કરે છે?
આકારણી વર્ષ 2024-25 (નાણાકીય વર્ષ 2023-24) થી સંબંધિત કર ગણતરીઓ માટે, "સિસ્ટમ દ્વારા ગણતરી કરેલ કર" ડિફોલ્ટ કર પ્રણાલી મુજબ છે એટલે કે નવી કર પ્રણાલી (કલમ 115BAC(1A) હેઠળ). જો કે, આકારણી વર્ષ 2023-24 (નાણાકીય વર્ષ 2022-23) સુધીના પાછલા વર્ષો માટે કર ગણતરીઓ જૂની કર પ્રણાલી મુજબ છે.