Do not have an account?
Already have an account?

1. તમામ લાગુ કરદાતાઓ (સ્થાનિક કંપનીઓ ) માટે ફોર્મ 10-IC ફાઈલ કરવું ફરજિયાત છે?
ફોર્મ 10-IC એ ફક્ત ત્યારે જ ફાઈલ કરવાનું રહેશે જો કોઈ સ્થાનિક કંપની આવક વેરા અધિનિયમ ,1961ની કલમ 115BAA અંતર્ગત 22% રાહત દરે કરની ચુકવણી કરવાનું પસંદ કરે.

2. હું ફોર્મ 10-IC કેવી રીતે ફાઈલ કરી શકું?
તમે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કર્યા પછી જ ફોર્મ 10-IC ફક્ત ઓનલાઈન રીતથી ફાઈલ કરી શકો છો.

3. શું મારે આગામી આકારણી વર્ષ માટે ફરીથી ફોર્મ ફાઈલ કરવાની આવશ્યકતા છે?
 

4. હું કેવી રીતે જાણું કે ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે?
તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા તમારા ઈમેઈલ ID પર પુષ્ટિકરણ પ્રાપ્ત થશે. વધુમાં, તમે તમારા ક્રિયાઓ ટેબની અંતર્ગત તમારા કાર્યસૂચિ પરની સ્થિતિ પણ જોઈ શકો છો.

5. ફોર્મ સબમિટ કરતી વખતે મારે ઈ-ચકાસણી કરવાની જરૂર છે?
હા. એકવાર તમે ફક્ત DSC નો ઉપયોગ કરીને ફોર્મની ઈ-ચકાસણી પૂર્ણ કરો પછી તમારું ફોર્મ સબમિટ કરવામાં આવશે.

6. ફોર્મ 10-IC ફાઈલ કરવા માટેની સમય મર્યાદા શું છે?
લાભ પ્રાપ્ત કરવા ગત વર્ષના આવકના રિટર્નને રજૂ કરવા માટે તમારે કલમ 139ના પેટા વિભાગ (1) અંતર્ગત જણાવેલ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ 10-IC ફાઈલ કરવાનું રહેશે.

7.શું 10-IC ફોર્મ ઓફલાઇન ફાઈલ કરી શકાય છે?
ના, તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓફલાઈનનો ઉપયોગ કરીને ફોર્મ 10-IC ફાઈલ કરી શકતા નથી. તમે ઓનલાઈન માધ્યમ દ્વારા ફક્ત 10-IC ફાઈલ કરી શકો છો.

8. ફોર્મ 10-IC ફાઈલ કરવાનો હેતુ શું છે?
આવક વેરા અધિનિયમની કલમ 115BAA મુજબ, સ્થાનિક કંપનીઓ પાસે 22% (લાગુ સરચાર્જ અને ઉપકર) ના રાહત દરે કર ચુકવણીનો વિકલ્પ છે જો તેઓ ચોક્કસ કપાત અને પ્રોત્સાહનો મેળવે નહીં. ફક્ત જો તેઓ સૂચિત નિયત સમય મર્યાદામાં ફોર્મ 10-IC ફાઈલ કરે તો,કંપનીઓ આકારણી વર્ષ 2020-21 પછી રાહત દરને પસંદ કરી શકે છે.