Do not have an account?
Already have an account?

1. ફોર્મ 15CC શું છે?
બિન-નિવાસી જે કંપની અથવા વિદેશી કંપની નથી તેઓને રેમિટન્સ કરનાર દરેક અધિકૃત વેપારીએ ફોર્મ 15CCમાં આવા રેમિટન્સની ત્રિમાસિક જાહેરાત કરવી જરૂરી છે.

2. ફોર્મ 15CC સબમિશન કરવાના માધ્યમ કયા છે?
ફોર્મ 15CC માત્ર ઓનલાઈન પદ્ધતિ દ્વારા જ સબમિટ કરી શકાય છે.ફોર્મ ઓનલાઈન ફાઈલ કરવા માટે, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કર્યા પછી, ફોર્મ પસંદ કરો, ફોર્મ તૈયાર કરો અને સબમિટ કરો.

3. શું ફોર્મ 15CC ફાઈલ કરતા પહેલા ITDREIN ને ફરજિયાત જનરેટ કરવું જરૂરી છે?
હા. રિપોર્ટિંગ એકમ દ્વારા ઉમેરવામાં આવેલ અધિકૃત વ્યક્તિએ ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવા માટે અને ફોર્મ 15CC ફાઈલ કરવા માટે ITDREIN નો ઉપયોગ કરવો પડશે.

4. ફોર્મ 15CC ફાઈલ કરવું ક્યારે જરૂરી છે?
એવી માહિતી જેનાથી આ ચુકવણી સંબંધિત છે તેની જાણ આવકવેરા વિભાગના સક્ષમ સત્તાધિકારીને નાણાકીય વર્ષના ત્રિમાસિક ગાળાના અંતથી પંદર દિવસની અંદર ઈલેક્ટ્રોનિક રૂપે રજૂ કરવાની આવશ્યકતા છે.


5. હું કેવી રીતે જાણી શકું કે ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થયું છે?
તમને તમારા ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ પ્રાપ્ત કરશો. વધુમાં, તમે તમારી ક્રિયાઓ ટેબ હેઠળ તમારી કાર્યસૂચિમાં સ્થિતિ પણ જોઈ શકો છો.


6. શું ફોર્મ 15CC સબમિટ કરવા માટે ઈ-ચકાસણી જરૂરી છે? જો હા, તો હું ફોર્મ 15CC ની ઈ-ચકાસણી કેવી રીતે કરી શકું?
હા, ફોર્મ 15CC ની ઈ-ચકાસણી કરવી આવશ્યક છે. તમારે ડિજિટલ સહી પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ઈ-ચકાસણી કરવી પડશે.