Do not have an account?
Already have an account?

1. ફોર્મ 35 શું છે?

જો તમે આકારણી અધિકારી (AO)ના આદેશથી વ્યથિત છો, તો તમે તેની સામે આવકવેરા સંયુક્ત આયુક્ત (અપીલ) અથવા આવકવેરા આયુક્ત (અપીલ) સમક્ષ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર યોગ્ય રીતે ભરેલું ફોર્મ 35 ઓનલાઈન સબમિટ કરીને અપીલ ફાઈલ કરી શકો છો.

2. ફોર્મ 35 નો ઉપયોગ કોણ કરી શકે?

કોઈપણ કરદાતા/કપાતકર્તા જે AO ના ઓર્ડર સામે અપીલ કરવા માંગે છે તે ફોર્મ 35 નો ઉપયોગ કરી શકે છે.

3. શું ફોર્મ Form35 ફાઈલ કરવા માટે કોઈ ફી છે?

દરેક અપીલમાં અપીલ ફીની ચુકવણી સાથે કરવાની હોય છે જેની ફોર્મ 35 ફાઈલ કરતા પહેલા ચુકવણી કરવી આવશ્યક છે. અપીલ ફી નો દર AO દ્વારા ગણતરી મુજબ અથવા આકારણી કર્યા મુજબ કુલ આવક પર આધારિત હોય છે.

4. આવકવેરા આયુક્ત (અપીલ) સમક્ષ અપીલ દાખલ કરી શકાય તે માટેનો સમયગાળો કેટલો છે?

કરદાતાએ આદેશની બજવણી ની તારીખથી અથવા માંગણીના આદેશની બજવણી ની તારીખથી 30 દિવસની અંદર અપીલ ફાઈલ કરવાની હોય છે.

5. શું 30 દિવસ પછી અપીલ ફાઈલ કરી શકાય છે?

આવક વેરા કાયદો CIT(A) આગળ અપીલ ફાઈલ કરવા માટે 30 દિવસનો સમયગાળો પૂરો પાડે છે. જો કે, અપવાદરૂપ કિસ્સામાં જ્યાં કરદાતાનું વ્યાજબી કારણ હોય, જેના કારણે તે સૂચિત સમયમાં અપીલ ફાઈલ કરી શકે નહીં, તો પછી CIT (A) પાસે વિલંબ માટે ક્ષમા આપવાની સત્તા છે.

6. CIT (A) સાથે અપીલ ફાઈલ કરતી વખતે ચુકવવાપાત્ર ફી શું છે?

CIT (A) ને અપીલ ફાઈલ કરતા પહેલા ચુકવેલ ફી આકારણી અધિકારી દ્વારા નિર્ધારિત કુલ આવક પર આધારિત છે. નીચે મુજબની ફી ચૂકવવાની છે અને ફી ની ચુકવણીનો પુરાવો ફોર્મ સાથે જોડવાનો રહેશે.

અનુક્રમાંક

AO દ્વારા નિર્ધારિત કુલ આવક

અપીલ ફી

1

કરપાત્ર કુલ આવક રૂ .1 લાખ અથવા રૂ .1 લાખ થી ઓછી

રૂ. 250.00

2

કરપાત્ર કુલ આવક રૂ.1 લાખથી વધુ પરંતુ 2 લાખથી વધુ નહીં

રૂ. 500.00

3

કુલ કરપાત્ર આવક રૂ. .2લાખથી વધુ ધરાવતી અપીલો

રૂ. 1000.00

4

કોઈપણ અન્ય બાબતને લગતી અપીલ

રૂ. 250.00

7. કયા આદેશની વિરૂધ્ધ CIT (A) ની અપીલ કરી શકાય છે?

જ્યારે કરદાતા પર વિવિધ આવક વેરા અધિકારીઓ દ્વારા પસાર કરાયેલા આદેશો ની વિપરીત અસર પડે છે, ત્યારે CIT(A) સમક્ષ અપીલ કરી શકાય છે. આવક વેરા અધિનિયમની કલમ 246A અપીલ યોગ્ય આદેશોની સૂચિ આપે છે. કેટલાક આદેશો જેની વિરૂધ્ધ અપીલની પસંદગી કરી શકાય છે તે નીચે સૂચિબદ્ધ છે:
• કલમ 143(1) હેઠળ જાણ કરવામાં આવી હતી કે રિટર્નમાં દર્શાવેલી આવક સમાયોજિત કરવામાં આવી હતી
કલમ 143(3) હેઠળ તપાસ આકારણી આદેશ અથવા કલમ 144 હેઠળ એકતરફી આકારણી આદેશ, નિર્ધારિત આવક અથવા નુકસાન આકારણી અથવા નિર્ધારિત કર અથવા સ્થિતિ કે જેના હેઠળ આકારણી કરવામાં આવે છે તેના પર વાંધો ઉઠાવવા
• કલમ 147/150 હેઠળ આકારણી ફરીથી ખોલ્યા પછી પુનઃઆકારણીનો આદેશ પસાર કરવામાં આવ્યો
• કલમ 153A અથવા 158BC હેઠળ શોધ આકારણી આદેશ
• કલમ 154/155 હેઠળ સુધારણા આદેશ
• કરદાતાને બિનનિવાસીના પ્રતિનિધિ તરીકે ગણવા માટે કલમ 163 હેઠળ આદેશ આપવો વગેરે.