1. ઓવરવ્યૂ
કર અવગણના અને કર ચોરીને નિરુત્સાહિત કરવા માટે, આકારણી વર્ષ 1985-86 સાથે નવી કલમ 44AB દાખલ કરીને, ફાઈનાન્સ અધિનિયમ 1984 દ્વારા કર ઓડિટની આવશ્યકતા રજૂ કરવામાં આવી હતી.
કર ઓડિટમાં કરદાતા દ્વારા રજૂ કરવામાં આવેલ વિગતોની સત્યતા અને શુદ્ધતા પર કર ઓડિટરના અભિપ્રાયની અભિવ્યક્તિનો સમાવેશ થાય છે જેથી આવકવેરા સત્તાધિકરીઓ દ્વારા તમામ ભથ્થાઓ, કપાત, નુકસાન, સમાયોજન, કરમુક્તિ, અન્ય ને ધ્યાનમાં રાખીને કુલ આવકની યોગ્ય રીતે આકારણી અને તેના પર કરની અંતિમ આકારણી કરી શકાય. તે નિમ્નલિખિત ઉદ્દેશ્યો હાંસલ કરવા માટે હાથ ધરવામાં આવે છે:
- કરદાતા દ્વારા ખાતાવહીની યોગ્ય જાળવણી અને સત્યતા અને CA દ્વારા તે બાબતનું પ્રમાણપત્ર સુનિશ્ચિત કરો
- ઓડિટ દરમિયાન CA દ્વારા નોંધાયેલ અવલોકન/વિસંગતતાની જાણ કરો
- ફોર્મ 3CD માં સંદર્ભિત આવકવેરા અધિનિયમની વિવિધ જોગવાઈઓના અનુપાલનમાં સૂચિત માહિતીની જાણ કરો.
આ ફોર્મ CA દ્વારા તેમના ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (DSC) નો ઉપયોગ કરીને અપલોડ કરવાનું રહેશે.
નિયમ 6G એ કલમ 44AB હેઠળ રજૂ કરવામાં આવતા ખાતાઓના ઓડિટના રિપોર્ટની જાણ કરવાની અને રજૂ કરવાની રીતને નિર્ધારિત કરે છે. ફોર્મના બે પ્રકાર છે- 3CA-3CD અને 3CB-3CD. તેથી, દરેક કરદાતાને બેમાંથી માત્ર એક જ લાગુ પડશે.
- ફોર્મ 3CA-3CD એ વ્યક્તિના કિસ્સામાં લાગુ પડે છે કે જેને કોઈપણ કાયદા દ્વારા અથવા હેઠળ તેના ખાતાનું ઓડિટ કરાવવાની જરૂર છે.
- ફોર્મ 3CB-3CD એ વ્યક્તિના કિસ્સામાં લાગુ પડે છે કે જે ઉપર સંદર્ભિત વ્યક્તિ ન હોય એટલે કે જ્યાં ખાતું અન્ય કાયદા હેઠળ ઓડિટ કરવાની જરૂર ન હોય.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
- કરદાતા અને CA માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા છે
- કરદાતા અને CA ના પાનની સ્થિતિ સક્રિય છે
- કરદાતાએ ફોર્મ 3CB-CD માટે CA નિયુક્ત કરેલ છે
- CA અને કરદાતા પાસે માન્ય અને સક્રિય ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર છે.
- વ્યક્તિગત કરદાતાના કિસ્સામાં, કરદાતાનો PAN આધાર સાથે લિંક કરવામાં આવેલ છે (ભલામણ કરેલ)
3. ફોર્મ વિશે
3.1.હેતુ
ફોર્મ 3CB-3CD એ વ્યક્તિના કિસ્સામાં લાગુ પડે છે જ્યાં ખાતું કોઈપણ અન્ય કાયદા હેઠળ ઓડિટ કરવાની જરૂર નથી. કરદાતા દ્વારા જાળવવામાં આવેલ ખાતાવહીની સત્યતા, CA દ્વારા નોંધવામાં આવેલ અવલોકન/ વિસંગતતાની જાણ અને CA દ્વારા ફોર્મ 3CD માં સંદર્ભિત આવકવેરા કાયદાની વિવિધ જોગવાઈઓના અનુપાલનમાં સૂચિત માહિતીનો રિપોર્ટ આપવાનું પ્રમાણિત કરવાનું છે.
3.2. તેનો ઉપયોગ કોણ કરી શકે છે?
CA જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ છે અને જેને કરદાતા દ્વારા ફોર્મ 3CA-3CDનું ઓડિટ કરવા માટે નિયુક્ત કરવામાં આવેલ છે તે આ ફોર્મને એક્સેસ કરવા માટે પાત્ર છે.
4. ફોર્મ તરફ એક નજર કરવી
ફોર્મ સબમિટ કરતા પહેલા ફોર્મ 3CB-3CD માં 2 વિભાગો ભરવાના છે. આ છે:
- ફોર્મ નંબર 3CB
- ફોર્મ નંબર 3CD
અહીં ફોર્મ 3CB-3CD ના વિભાગોની ત્વરિત જાણકારી આપેલ છે.
- પ્રથમ પાનું તમને ફોર્મ 3CB અને ફોર્મ 3CD પર નેવિગેટ કરવામાં મદદ કરે છે.
- ફોર્મ નંબર 3CB પૃષ્ઠ તે છે જ્યાં CA વ્યક્તિના વ્યાપાર અથવા વ્યવસાયના હિસાબના ઓડિટ અંગેની વિગતો દાખલ કરે છે.
- ફોર્મ નંબર 3CD માં 5 વધુ વિભાગો છે જ્યાં CA આવકવેરા અધિનિયમની કલમ 44AB હેઠળ રજૂ કરવાની વિગતો દાખલ કરે છે.
- ફોર્મ 3CD ના ભાગ A (અનુચ્છેદ 1 થી 8) માટે CA એ કરદાતાની મૂળભૂત વિગતો પ્રદાન કરવાની જરૂર છે. ફોર્મનો ભાગ A ભરાઈ જાય અને સેવ થઈ જાય પછી જ વપરાશકર્તા આગળ વધી શકે છે.
- ફોર્મ 3CD ના ભાગ Bમાં આવકવેરા અધિનિયમ, 1961 ના અનુચ્છેદ 9 થી 44 આધારિત આગળ વધુ વિભાગો છે. આ વિભાગમાં તમામ અનુચ્છેદની વિગતો ભરવાની જરૂર છે.
5. કેવી રીતે એક્સેસ અને સબમિટ કરવું
તમે CA ને ફોર્મ સોંપી શકો છો અને સબમિટ કરેલ ફોર્મને ઓનલાઈન પદ્ધતિ દ્વારા ચકાસી શકો છો. CA એ ફક્ત ઓફલાઈન ઉપયોગિતા દ્વારા જ ફોર્મ ભરવાનું રહેશે.
નોંધ: વધુ જાણવા માટે વૈધાનિક ફોર્મ વપરાશકર્તા માર્ગદર્શિકા માટે ઓફલાઈન ઉપયોગિતાનો સંદર્ભ લો.
5.1. CA ને ફોર્મ સોંપવું
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક કરેલું ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ ગયું છે કારણ કે તે તમારા આધાર સાથે લિંક થયેલ નથી.
PAN ને આધાર સાથે લિંક કરવા માટે, હમણાં લિંક કરો બટન પર ક્લિક કરો અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર ક્લિક કરો.
પગલું 3: આવકવેરા ફોર્મ ફાઈલ કરો પેજ પર, ફોર્મ 3CB-3CD પર ક્લિક કરો. વૈકલ્પિક રીતે, ફોર્મ ફાઈલ કરવા માટે શોધ બોક્સમાં ફોર્મ 3CB-3CD દાખલ કરો.
પગલું 4: ફોર્મ 3CB-3CDપેજ પર, ફાઈલિંગનો પ્રકાર અને આકારણી વર્ષ (A.Y.) પસંદ કરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને સોંપો અને કોઈપણ સહાયક દસ્તાવેજો જોડો. આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ:
- જો તમે પહેલેથી જ CA નિયુક્ત કરેલ છે, તો ફાઈલ કરવા અથવા સ્વીકૃતિ માટે CA પાસે બાકી ફોર્મ 3CB-3CD ની વિગતો દર્શાવવામાં આવશે.
- જો CA નિયુક્ત કરેલ ન હોય, તો તમે વિદ્યમાન CA લિંકમાંથી અગાઉ નિયુક્ત કરેલ CA ની હાલની સૂચિમાંથી પસંદ કરીને CA નિયુક્ત કરી શકો છો.
- જો ત્યાં કોઈ CA ઉમેરાયા ન હોય, તો તમે ડેશબોર્ડ > અધિકૃત ભાગીદારો > મારા CA > નવા CA ઉમેરો પર ક્લિક કરીને CA ઉમેરી શકો છો.
CA ને ફોર્મ સોંપ્યા પછી, લેવડ-દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે લેવડ-દેવડ ID ની નોંધ રાખો.
5.2. CA દ્વારા ફોર્મ ભરવાનું
પગલું 1 : તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગ ઈન કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર, બાકી ક્રિયાઓ > કાર્યસૂચિ પર ક્લિક કરો જ્યાં બાકી આઈટમની સૂચિ પ્રદર્શિત થાય છે.
પગલું 3: તમારી ક્રિયા ટેબ હેઠળ, તમને સોંપેલ ફોર્મ 3CB-CD સામે, સ્વીકાર કરો પર ક્લિક કરો.
જો કરદાતાનું PAN આધાર સાથે જોડાયેલું નથી, તો CA સ્ક્રીન પર એક પોપ-અપ સંદેશ દેખાશે કે કરદાતાનું PAN નિષ્ક્રિય છે કારણ કે તે આધાર સાથે જોડાયેલ નથી.
ફોર્મ સ્વીકારવા અથવા નકારવા માટે ચાલુ રાખો બટન પર ક્લિક કરો.
નોંધ: જો તમે વિનંતીને અસ્વીકાર કરવાનું પસંદ કરો છો, તો તમારે સેવા વિનંતીને અસ્વીકારવાનું કારણ પ્રદાન કરવું પડશે.
પગલું 4: વિનંતીની સફળતાપૂર્વક સ્વીકૃતિ પર, લેવડ-દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે લેવડ-દેવડ ID ની નોંધ રાખો. ફોર્મ ફાઈલ કરવા માટે કાર્યસૂચિ પર પાછા જાઓ પર ક્લિક કરો.
પગલું 5: તમારી કાર્યસૂચિ પર, ફાઈલિંગ માટે બાકી ટેબ હેઠળ, તમે સ્વીકારેલ ફોર્મ 3CB-3CD સામે ફોર્મ ફાઈલ કરો પર ક્લિક કરો.
જો કરદાતાનું PAN આધાર સાથે જોડાયેલું ન હોય, તો ફોર્મ ફાઈલ કરતી વખતે/અપલોડ કરતી વખતે CA એક પોપ-અપ સંદેશ જોશે કે કરદાતાનું PAN નિષ્ક્રિય છે કારણ કે તે આધાર સાથે જોડાયેલું નથી. ફોર્મ ફાઈલ કરવા/અપલોડ કરવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: ફોર્મ 3CB-3CD પેજ પર, આગળ વધવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 7: ઓફલાઈન ઉપયોગિતા ડાઉનલોડ કરો (તમારા હોમપેજ પર ડાઉનલોડ વિભાગ હેઠળ પણ ઉપલબ્ધ છે) અને ઉપયોગિતાનો ઉપયોગ કરીને ફોર્મ ફાઈલ કરો. ફોર્મ 3CB-3CD પેજ પર ઓફલાઈન ઉપયોગિતાનો ઉપયોગ કરીને ક્રિએટ કરેલ JSON ફાઈલ અપલોડ કરો. જરૂરી સહાયક દસ્તાવેજો જોડો અને સબમિટ કરો પર ક્લિક કરો.
પગલું 8: અનન્ય ઓળખ નંબર પેજ પર, આગળ વધો પર ક્લિક કરો.
પગલું 9: જો તમે આગળ વધો પસંદ કરો છો, તો તમને ઈ-ચકાસણી પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ચકાસી શકો છો.
નોંધ: વધુ જાણવા માટે કેવી રીતે વપરાશકર્તા માર્ગદર્શિકાની ઈ-ચકાસણી કરવી તેનો સંદર્ભ લો.
સફળ ઈ-ચકાસણી પછી, લેવડ-દેવડ ID સાથે સફળ સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે લેવડ-દેવડ ID ની નોંધ રાખો. કરદાતાને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.
5.3. કરદાતા દ્વારા ચકાસણી
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક કરેલું ન હોય, તો તમને એક પોપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN નિષ્ક્રિય થઈ ગયું છે કારણ કે તે તમારા આધાર સાથે લિંક થયેલ નથી.
PAN ને આધાર સાથે લિંક કરવા માટે, હમણાં લિંક કરો બટન પર ક્લિક કરો અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર, બાકી ક્રિયાઓ > કાર્યસૂચિ પર ક્લિક કરો.
પગલું 3: તમારી કાર્યસૂચિ પર, સ્વીકૃતિ માટે બાકી ટેબ હેઠળ, તમારા CA દ્વારા સબમિટ કરાયેલ ફોર્મ 3CB-3CD સામે સ્વીકારો પર ક્લિક કરો.
નોંધ: જો તમે વિનંતીને અસ્વીકાર કરવાનું પસંદ કરો છો, તો તમારે સેવા વિનંતીને અસ્વીકારવાનું કારણ પ્રદાન કરવું પડશે.
પગલું 4: વિનંતી સ્વીકારવા પર, તમને ઈ-ચકાસણી પેજ પર લઈ જવામાં આવશે જ્યાં તમે ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્રનો ઉપયોગ કરીને ચકાસી શકો છો.
નોંધ:વધુ જાણવા માટે કેવી રીતે ઈ-ચકાસણીકરવી વપરાશકર્તા પુસ્તિકાનો સંદર્ભ લો.
સફળ ઈ-ચકાસણી પછી, લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ પાવતી નંબર સાથે સફળતા સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભવિષ્યના સંદર્ભ માટે વ્યવહાર ID અને સ્વીકૃતિ રસીદ નંબરની નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.
6. સંબંધિત વિષયો
- લોગઈન કરો
- ડેશબોર્ડ અને કાર્યસૂચિ
- આવકવેરા ફોર્મ (અપલોડ)
- EVC જનરેટ કરો
- મારો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(સી.એ.)
- ઈ-ચકાસણી કેવી રીતે કરવી
- DSC ની નોંધણી કરી શકાય
- પ્રતિનિધિ તરીકે અધિકૃત / નોંધણી કરો
- દાખલ કરેલ પત્રક જુઓ
નોંધ: આ માત્ર મદદ દસ્તાવેજ છે. કાનૂની જોગવાઈઓ માટે કૃપા કરીને આવકવેરા અધિનિયમ 1961, આવકવેરા નિયમો, સૂચનાઓ, CBDT (કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ) દ્વારા સમયાંતરે જારી કરાયેલ પરિપત્રનો સંદર્ભ લો.