1. સર્વસામાન્ય નિરીક્ષણ
આવકવેરા નિયમ 1962 ના નિયમ 128 મુજબ, નિવાસી કરદાતા ભારતની બહારના દેશમાં અથવા નિર્દિષ્ટ પ્રદેશમાં ચૂકવેલ કોઈપણ વિદેશી કર માટે ક્રેડિટનો દાવો કરવા માટે પાત્ર છે. ક્રેડિટની મંજૂરી ફક્ત ત્યારે જ આપવામાં આવશે જો કરદાતા નિર્દિષ્ટ સમય મર્યાદામાં ફોર્મ 67 માં જરૂરી વિગતો રજૂ કરે.
ફોર્મ 67 ફક્ત ઓનલાઈન માધ્યમ દ્વારા જ સબમિટ કરી શકાય છે. આ સેવા નોંધાયેલા વપરાશકર્તાઓને ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા ફોર્મ 67 ઓનલાઈન ફાઈલ કરવા માટે સક્ષમ કરે છે.
2. આ સેવાનો લાભ મેળવવા માટે પૂર્વશરતો
• માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા.
• કરદાતાનો PAN અને આધાર લિંક થયેલ છે. (ભલામણ કરેલ)
• કરદાતાની PAN ની સ્થિતિ "સક્રિય" હોવી જોઈએ
3. ફોર્મ વિશે
3.1 હેતુ
એક નિવાસી કરદાતા કે જેની પાસે કપાતના રૂપે ભારતની બહારના દેશમાં ચૂકવવામાં આવેલ કોઈપણ વિદેશી કરની રકમ માટે ક્રેડિટ હોય અથવા અન્યથા આવા કરની ક્રેડિટનો દાવો કરવા માટે કલમ 139 ની પેટા-કલમ (1) હેઠળ આવકનું રિટર્ન રજૂ કરવા માટે નિર્દિષ્ટ નિયત તારીખે અથવા તે પહેલાં ફોર્મ 67 માં નિવેદન રજૂ કરવું પડશે.
ચાલુ વર્ષના નુકસાનને આગળ મોકલવાના પરિણામે વિદેશી કરના રિફંડમાં પરિણમે છે કે જેના માટે અગાઉના વર્ષોમાં ક્રેડિટનો દાવો કરવામાં આવ્યો હોય તેવા કિસ્સામાં ફોર્મ 67 પણ રજૂ કરવાનું રહેશે.
3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?
એક નિવાસી કરદાતા કે જે ભારતની બહારના દેશમાં કપાત દ્વારા અથવા અન્યથા ચૂકવવામાં આવતા કોઈપણ વિદેશી કરની રકમ માટે ક્રેડિટ ધરાવે છે.
4. ફોર્મ તરફ એક નજર
ફોર્મ 67 માં 4 વિભાગો છે:
- ભાગ A
- ભાગ B
- ચકાસણી કરવી
- જોડાણો
4.1. ભાગ A
ફોર્મના ભાગA માં તમારું નામ, PAN અથવા આધાર, સરનામું અને આકારણી વર્ષ જેવી મૂળભૂત માહિતી શામેલ છે.
તમારે ભારતની બહારના દેશ અથવા નિર્દિષ્ટ પ્રદેશમાંથી આવકની પ્રાપ્તિની વિગતો ઉમેરવાની અને વિદેશી કર ક્રેડિટનો દાવો કરવાની પણ જરૂર છે.
4.2. ભાગ B
ફોર્મનો ભાગ B એ છે કે જ્યાં તમારે નુકસાન અને વિવાદિત વિદેશી કરને પાછળના વર્ષમાં લઈ જવાના પરિણામે વિદેશી કરના રિફંડની વિગતો પ્રદાન કરવી જરૂરી હોય છે.
4.3. ચકાસણી
ચકાસણી વિભાગમાં આવકવેરા નિયમ 1962, ના નિયમ 128 મુજબ ફિલ્ડ ધરાવતુ સ્વ-ઘોષણા ફોર્મ શામેલ હોય છે.
4.4. જોડાણો
ફોર્મ 67 નો છેલ્લો વિભાગ એ જોડાણો નો છે જ્યાં તમારે પ્રમાણપત્ર અથવા નિવેદનની નકલ અને વિદેશી કરની ચુકવણી /કપાતના પુરાવા જોડવા આવશ્યક છે.
5. કેવી રીતે એક્સેસ અને સબમિટ કરવું
- તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા માત્ર ઓનલાઈન માધ્યમ દ્વારા જ ફોર્મ 67 ભરી અને સબમિટ કરી શકો છો.
ઓનલાઈન માધ્યમ દ્વારા ફોર્મ 67 ભરવા અને સબમિટ કરવા માટે નીચેના પગલાં અનુસરો.
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક ન હોય તો તમે એક પોપ-અપ સંદેશ જોશો કે તમારું PAN નિષ્ક્રિય થઈ ગયું છે કારણ કે તે તમારા આધાર સાથે લિંક નથી.
PAN ને આધાર સાથે લિંક કરવા માટે, હમણાં લિંક કરો બટન પર ક્લિક કરો અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 2: તમારા ડેશબોર્ડ પર, ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો પર ક્લિક કરો.
પગલું 3: ફાઈલ આવક વેરા ફોર્મ પેજ પર, ફોર્મ 67 પસંદ કરો. વૈકલ્પિક રીતે, ફોર્મ શોધવા માટે શોધ બોક્સમાં ફોર્મ 67 દાખલ કરો.
પગલું 4: ફોર્મ 67 પેજ પર, આકારણી વર્ષ (A.Y.) પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 5: સૂચના પેજ પર, ચાલો શરૂ કરીએ પર ક્લિક કરો.
પગલું 6: ચાલો શરૂ કરીએ પર ક્લિક કરવા પર, ફોર્મ 67 પ્રદર્શિત થશે. બધી આવશ્યક વિગતો ભરો અને પૂર્વાવલોકન પર ક્લિક કરો.
પગલું 7: પૂર્વાવલોકન પેજ પર, વિગતો ચકાસો અને ઈ-ચકાસણી કરવા માટે આગળ વધો પર ક્લિક કરો.
પગલું 8: ઈ-ચકાસણી કરવા માટે હા પર ક્લિક કરો..
પગલું 9: હા પર ક્લિક કરવાથી, તમને ઈ-ચકાસણી પેજ પર લઈ જવામાં આવશે.
નોંધ: જો તમારું PAN નિષ્ક્રિય છે, તો તમને પોપ-અપમાં એક ચેતવણી સંદેશ દેખાશે કે કરદાતાનો PAN નિષ્ક્રિય છે કારણ કે તે આધાર સાથે લિંક થયેલ નથી.
તમે હમણાં લિંક કરો વિકલ્પ પર ક્લિક કરીને PAN ને આધાર સાથે લિંક કરી શકો છો અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.
નોંધ: વધુ જાણવા માટે વપરાશકર્તા/યુઝર માર્ગદર્શિકા કેવી રીતે ઈ-ચકાસણી કરવી નો સંદર્ભ લો.
સફળ ઈ-ચકાસણી પછી, લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ નંબર સાથે સફળતા સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને લેવડ-દેવડ ID અને સ્વીકૃતિ નંબર ની ભવિષ્યના સંદર્ભ માટે નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ ઈ-મેઈલ ID પર પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.