1. ફોર્મ 15CA શું છે?
- કલમ 195 મુજબ, દરેક વ્યક્તિ જે બિન-નિવાસી (જે કંપની નથી), અથવા કોઈપણ વિદેશી કંપનીને ચુકવણી કરે છે, જો આવી રકમ આવકવેરામાં કરપાત્ર છે તો તે તે TDS કપાત કરશે, અને વિગતો ફોર્મ 15CA માં રજૂ કરવી આવશ્યક છે.
- નાણાં મોકલવા (ચુકવણી) માટે જવાબદાર વ્યક્તિએ ફોર્મ 15CA સબમિટ કરવાનું રહેશે. આ ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી સબમિટ કરી શકાય છે. જો મોકલાવેલ નાણાં રૂપિયા 5 લાખથી વધુ હોય, તો ફોર્મ 15CA ઓનલાઈન અપલોડ કરતા પહેલા ફોર્મ 15CB માં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું પ્રમાણપત્ર આવશ્યક છે.
2. મારે ફોર્મ 15CA નો કયો ભાગ ભરવાની જરૂર છે?
ફોર્મ-15CA માં રજૂ કરેલ બિન-નિવાસી, જે કંપની નથી અથવા કોઈપણ વિદેશી કંપનીને કરેલ ચુકવણીની માહિતીને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવી છે. કેસના આધારે, તમારે સંબંધિત ભાગ ભરવાની જરૂર રહેશે:
ભાગ A: જ્યાં મોકલાવેલ નાણાં અથવા એકંદર મોકલાવેલ નાણાં FY દરમિયાન રૂપિયા 5 લાખથી વધુ નથી.
ભાગ B: જ્યાં નાણાકીય વર્ષ દરમિયાન મોકલાવેલ નાણાં અથવા એકંદર મોકલાવેલ નાણાં રૂપિયા 5 લાખથી વધુ હોય છે અને કાયદાની કલમ 195(2)/195(3)/197 હેઠળ આકારણી અધિકારી પાસેથી આદેશ / પ્રમાણપત્ર મેળવવામાં આવે છે.
ભાગ C: જ્યાં FY દરમિયાન મોકલાવેલ નાણાં અથવા એકંદર મોકલાવેલ નાણાં રૂપિયા 5 લાખથી વધુ હોય અને હિસાબનીશ પાસેથી ફોર્મ નંબર 15CB માં પ્રમાણપત્ર મેળવવામાં આવેલ છે.
ભાગ D: જ્યાં આવકવેરા કાયદા, 1961 હેઠળ મોકલાવેલ નાણાં કરપાત્ર નથી
3. કોણે ફોર્મ 15CA ફાઈલ કરવાની જરૂર છે?
નિયમ 37BB મુજબ, કોઈપણ વ્યક્તિ જે બિન-નિવાસી, જે કંપની નથી, અથવા કોઈપણ વિદેશી કંપનીને ચુકવણી કરવા માટે જવાબદાર છે તે ફોર્મ 15CA માં આવી માહિતી રજૂ કરશે.
4.શું ફોર્મ 15CB સબમિટ કરવું ફરજિયાત છે?
ના, ફોર્મ 15CB સબમિટ કરવું ફરજિયાત નથી. ફોર્મ 15CB એ ઈવેન્ટ-આધારિત ફોર્મ છે જે ફક્ત ત્યારે જ ભરવાનું હોય છે જ્યારે નાણાકીય વર્ષ દરમિયાન મોકલાવેલ નાણાંની રકમ રૂપિયા 5 લાખથી વધુ હોય અને તમારે કલમ 288 મુજબ હિસાબનીશ પાસેથી પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે.
5. શું ફોર્મ 15CA પાછું ખેંચી શકાય?
ના, ફોર્મ 15CA પાછું ખેંચવાનો કોઈ વિકલ્પ નથી.
6.ફોર્મ 15CA ક્યારે ભરવું જરૂરી નથી?
નિયમ 37BB ના પેટા-નિયમ (3) અનુસાર, ફોર્મ 15CA ભાગ-D માં માહિતી નીચે આપેલા વ્યવહારોના કિસ્સામાં આપવાની જરૂર નથી:
- વ્યક્તિ દ્વારા મોકલાવેલ નાણાં માટે RBI ની પૂર્વ મંજૂરીની જરૂર હોતી નથી
- RBI મુજબ સંબંધિત ઉદ્દેશો કોડ હેઠળ નિર્દેશિત પ્રકારે નાણાં મોકલવામાં આવેલ છે
7. હું ફોર્મ 15CA ની ઈ-ચકાસણી કેવી રીતે કરી શકું?
આ ફોર્મની DSC અથવા EVC નો ઉપયોગ કરીને ઈ-ચકાસણી કરી શકાય છે. જો DSC નોંધાયેલ હોય તો તમારે DSC નો ઉપયોગ કરીને ઈ-ચકાસણી કરવાની જરૂર છે. ઈ-ચકાસણી માટેની ક્રમાનુસાર પ્રક્રિયા ને સમજવા માટે ઈ-ચકાસણી કેવી રીતે કરવી માટેની વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લો.
8. શું હું ફક્ત ફોર્મ 15CA ઓનલાઈન ફાઈલ કરી શકું છું? મારે આ ફોર્મ ક્યારે ફાઈલ કરવું?
આ ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમ દ્વારા ફાઇલ કરી શકાય છે. ઓફલાઈન ઉપયોગિતા સેવા તમને ઓફલાઈન માધ્યમ દ્વારા ફોર્મ 15CA ફાઈલ કરવા માટે સક્ષમ કરે છે. આ ફોર્મ ભરવા માટે કોઈપણ સમયમર્યાદા નિર્ધારિત નથી. જો કે, તે નાણાં મોકલવામાં આવે તે પહેલા ફાઈલ કરવું જોઈએ.