1.અવલોકન
રોકડ ઉપાડ પર ટી.ડી.એસ કલમ 194N સેવા કરદાતાને તેમના દ્વારા કરવામાં આવેલી રોકડ ઉપાડ પર લાગુ ટી.ડી.એસ દર જોવા માટે સક્ષમ કરે છે. આ સેવા નીચેની શ્રેણીઓના કરદાતાઓ જેવા કે (નોંધણી થયેલ અને બિન નોંધણીકૃત બંને માટે) પૂર્વ - લોગઈન માટે ઉપલબ્ધ છે:
- વ્યક્તિગત કરદાતા
- એચ.યુ.એફ
- કંપની
- એ.ઓ.પી અથવા બી.ઓ.આઈ
- ભાગીદારી પેઢી અથવા એલ.એલ.પી
- સ્થાનિક અધિકારી
આ સેવા નોંધાયેલ ટેન વપરાશકર્તાઓ માટે પોસ્ટ - લોગઈન માટે ઉપલબ્ધ છે (એટલે કે, જાહેર/ખાનગી/ સહકારી બેંકો, પોસ્ટ ઓફિસ). તે તેમને બલ્ક અપલોડ કરેલ કાર્યક્ષમતાનો ઉપયોગ કરીને કરદાતાઓ દ્વારા કરવામાં આવેલી રોકડ ઉપાડ પર લાગુ પડતા ટી.ડી.એસનો દર જોવા માટે સક્ષમ બનાવે છે.
2. આ સેવાનો લાભ મેળવવા માટે પૂર્વશરત
- માન્ય અને સક્રિય પેન/ટેન
- માન્ય અને સક્રિય મોબાઈલ નંબર
- ટેન વપરાશકર્તાઓએ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી કરી છે (માન્ય વપરાશકર્તા આઈ.ડી અને પાસવર્ડ સાથે )
3. ક્રમાનુસાર માર્ગદર્શન
3.1. રોકડ ઉપાડ (પૂર્વ-લોગઈન) પર લાગુ ટી.ડી.એસ દર જુઓ
પગલું 1 : ઈ-ફાઈલિંગ પોર્ટલ હોમ પેજ પર, કલમ 194N હેઠળ રોકડ ઉપાડ પર ટી.ડી.એસની લિંક પર ક્લિક કરો.

પગલું 2: આગલા પેજ પર, તમારો પાન અને માન્ય મોબાઈલ નંબર દાખલ કરો, ઘોષણા ચેકબોક્સ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

પગલું 3: તમને પાછલા પગલામાં દાખલ કરેલ મોબાઈલ નંબર પર 6- અંકનો ઓ.ટી.પી પ્રાપ્ત થશે. ચકાસણી પેજ પર, ઓ.ટી.પી દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

નોંધ:
- ઓ.ટી.પી ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
- સાચો OTP દાખલ કરવાના 3 પ્રયાસ તમારી પાસે છે.
- સ્ક્રીન પર ઓ.ટી.પી સમાપ્તિ કાઉન્ટડાઉન ટાઈમર તમને કહેશે કે ક્યારે ઓ.ટી.પી સમાપ્ત થશે.
- ઓ.ટી.પી ફરીથી મોકલો પર ક્લિક કરવાથી, નવો ઓ.ટી.પી જનરેટ કરવામાં આવશે અને મોકલવામાં આવશે.
ટી.ડી.એસ દર પેજ પર, તમને નીચે મુજબ લાગુ ટી. ડી.એસ દર બતાવવામાં આવશે:
- જો તમારા દ્વારા રિટર્ન છેલ્લા ત્રણ વર્ષ માટે દાખલ કરવામાં આવ્યું હોય, તો તમને આ સંદેશ મળશે: " જો રોકડ ઉપાડ રૂ. 1 કરોડથી વધુ હોય તો 2% ના દરે ટી.ડી.એસ કપાતપાત્ર રહેશે."

- જો તમે અગાઉના ત્રણ વર્ષોમાંના તમામ અથવા કોઈ પણ વર્ષ માટે આવકવેરા રિટર્ન ફાઈલ કર્યું નથી, તો તમને આ સંદેશ મળશે: " જો રોકડ ઉપાડ રૂ.20 લાખથી વધુ તો ટી.ડી.એસ 2%ના દરે કપાતપાત્ર રહેશે અને જો તે રૂ.1કરોડ કરતાં વધી જાય તો 5% ના દરે રહેશે કારણ કે કરદાતાએ આવકવેરા કાયદા, 1961 ની કલમ 194N ની આવશ્યકતાઓનું પાલન કર્યું નથી."

3.2 ટેન લોગઈન - કલમ 194N હેઠળ (પોસ્ટ-લોગઈન) માટે લાગુ પડેલ બલ્ક ચકાસણી
પગલું 1: તમારા વપરાશકર્તા આઈ.ડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.

પગલું 2: સેવાઓ > કલમ 194N હેઠળ લાગુ પડેલ બલ્ક ચકાસણી પર ક્લિક કરો. કલમ 194N હેઠળ લાગુ પડેલ બલ્ક ચકાસણી પેજ પર, તમે બે વિકલ્પ જોશો:
- બલ્ક પાન વિગત અપલોડ કરો
- ટોકન સ્થિતિ ચકાસો

પગલું 3:
| બલ્ક પાનની વિગતો અપલોડ કરવા માટે | 3.1 પર જાઓ |
| ટોકન સ્થિતિની તપાસ માટે | 3.2 પર જાઓ |
3.1 અપલોડ કરેલ બલ્ક પાનની વિગતો
બલ્ક પાનની વિગત અપલોડ કરવાની સાથે, ટેન, વપરાશકર્તાઓ દરેક પાન માટે રિટર્ન ફાઈલિંગની સ્થિતિ માટે સિસ્ટમ દ્વારા પૂરી પાડવામાં આવેલ સી.એસ.વી ટેમ્પ્લેટમાં 1000 પાન નંબર (ઈ - ફાઈલિંગ દ્વારા પૂરી પાડવામાં આવેલ)ની વિગત દાખલ કરી શકે છે. તદનુસાર, સિસ્ટમ અપલોડ કરેલ સી.એસ.વી ફાઈલના દરેક પાન માટે લાગુ રોકડ ઉપાડ પર ટી.ડી.એસના દરની રચના કરશે.
પગલું 3.1.1: અપલોડ કરો પર ક્લિક કરો.

પગલું 3.1.2: અપલોડ કરેલ બલ્ક પાન વિગત પેજ પર, બલ્ક પાન વિગત સાથે ભરાયેલ સી.એસ.વી ટેમ્પ્લેટ પ્રાપ્ત કરવા માટે ડાઉનલોડ ટેમ્પ્લેટ પર ક્લિક કરો.

પગલું 3.1.3: બલ્ક પાન વિગતોનો સમાવેશ કરતી સી.એસ.વી ફાઈલ અપલોડ કરવા માટે અટેચ ફાઈલ પર ક્લિક કરો.
નોંધ: તમે એક સી.એસ.વી ફાઈલ અપલોડ કરવા માટે 1000 પાન વિગતો ઉમેરી શકો છો. તમારા કમ્પ્યુટર પર સંબંધિત ફોલ્ડરમાંથી સી.એસ.વી. ફાઈલ જોડો.

પગલું 3.1.4: એકવાર ફાઈલ અટેચ થઈ જાય, પછી અપલોડ કરો પર ક્લિક કરો.

સફળ અપલોડ થવા પર, તમને વ્યવહાર આઈ.ડી અને ભવિષ્યના સંદર્ભ માટે ટોકન નંબર સાથે સફળતા સંદેશ પ્રાપ્ત થશે. ટેન વપરાશકર્તાનો નોંધાયેલ ઈ-મેઈલ આઈ.ડી અને મોબાઈલ નંબર પર એક ઈ-મેઈલ અને એસ.એમ.એસ મોકલવામાં આવશે.

3.2ટોકનની સ્થિતિ તપાસો
ટોકન સ્થિતિ તપાસો હેઠળ, ટેન વપરાશકર્તાઓ દરેક પાન માટે લાગુ ટી.ડી.એસ દર સાથે સિસ્ટમ દ્વારા રેકોર્ડ (સિસ્ટમ દ્વારા રચિત સી.એસ.વી ફાઈલ) ડાઉનલોડ કરી શકે છે.
પગલું 3.2.1: ટોકન સ્થિતિ તપાસો વિકલ્પ હેઠળ, ચાલુ રાખો પર ક્લિક કરો.

પગલું 3.2.2: ટોકન સ્થિતિ તપાસો પેજ પર, ક્યાં તો ટોકન નંબર દાખલ કરો (વિનંતી બનાવતી વખતે તમને તમારા નોંધાયેલ ઈ-મેઈલ આઈ.ડી અથવા મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયો હશે) અથવા પ્રારંભ તારીખ અને અંતિમ તારીખ (ની વચ્ચે ટોકન ઈ- ફાઈલિંગ પોર્ટલમાં જનરેટ કરવામાં આવ્યું હશે).

પગલું 3.2.3: સ્થિતિ તપાસો પર ક્લિક કરો.

પગલું 3.2.4: પસંદ કરેલ માપદંડ સાથે મેળ ખાતા રેકોર્ડ કોષ્ટકમાં નીચે આપવામાં આવ્યા છે. ડાઉનલોડ કરવા માંગો છો તે રેકોર્ડ માટે (સી.એસ.વી ફોર્મેટ) ડાઉનલોડ કરો પર ક્લિક કરો.તમે સી.એસ.વી ફાઈલ ડાઉનલોડ કરેલ દરેક પાન દ્વારા કરવામાં આવેલી રોકડ ઉપાડ પર લાગુ ટી.ડી.એસ દર જોઈ શકશો.

4. સંબંધિત વિષયો
- હોમ પેજ
- લોગઈન કરો
- ડેશબોર્ડ