1. કલમ 194N હેઠળ રોકડ ઉપાડ પર ટી.ડી.એસ એટલે શું?
અધિનિયમની કલમ 194N મૂજબ, જો કોઈ ચોક્કસ નાણાકીય વર્ષમાં વ્યક્તિ દ્વારા રોકડમાં ઉપાડવામાં આવેલ કુલ રકમ અથવા એકંદર કુલ સરેરાશ વધી જાય તો ટી.ડી.એસ કાપવામાં આવશે.
- ₹ 20 લાખ (જો અગાઉના ત્રણેય આકારણી વર્ષ માટે આઈ.ટી.આર ફાઈલ કરવામાં ન આવ્યો હોય], અથવા
- ₹ 1 કરોડ [જો અગાઉના ત્રણ આકારણી વર્ષો પૈકી કોઈપણ એક વર્ષ માટે આઈ.ટી.આર ફાઈલ કરવામાં આવ્યું હોય].
2. કલમ 194N હેઠળ રોકડ થી ઉપાડ પર ટી.ડી.એસ ની કપાત કોણ કરે છે?
ટી.ડી.એસની કપાત બેંકો [ખાનગી, જાહેર અને સહકારી] અથવા પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે. કોઈપણ વ્યક્તિને ₹ 20 લાખ અથવા ₹ 1 કરોડ [કોઈ પણ કિસ્સામાં] કરતાં વધુ રકમ ની રોકડમોં ચુકવણી કરતી વખતે બેંક અથવા પોસ્ટ ઓફિસમાં તેના/તેણી ના ખાતામાંથી કર કપાત કરવામાં આવે છે.
3. રોકડ ઉપાડ પર અધિનિયમની કલમ 194N હેઠળ ટી.ડી.એસ કોને લાગુ થતો નથી?
અધિનિયમની કલમ 194N હેઠળ રોકડ ઉપાડ પર નીચેના વ્યક્તિઓને ટી.ડી.એસ લાગુ થશે નહીં:
- કેન્દ્ર અથવા રાજ્ય સરકાર
- ખાનગી અથવા જાહેર ક્ષેત્રની બેંક
- કોઈપણ સહકારી બેંક
- પોસ્ટ ઓફિસ
- કોઈપણ બેંકના ધન્ધાકીય પત્ર લખનાર
- કોઈપણ બેંકના વ્હાઈટ લેબલ એ.ટી.એમ સંચાલક
- કૃષિ ઉત્પાદ બજાર સમિતિ (એ.પી.એમ.સી) હેઠળ કાર્યરત કમિશન એજન્ટ અથવા વેપારીઓ જેઓ કેન્દ્ર સરકાર દ્વારા નિર્દિષ્ટ કરેલ છે તેઓ ખેડુતોને કૃષિ પેદાશોની ખરીદી માટે ચુકવણી કરે
- આર.બી.આઈ અને તેમના ફ્રેન્ચાઈઝ એજન્ટ દ્વારા લાઈસન્સ આપવામાં આવેલ અધિકૃત ડીલરો અને તેના ફ્રેન્ચાઈઝ એજન્ટ અને પેટા-એજન્ટ અને સંપૂર્ણ મની ચેન્જર (એફ.એફ.એમ.સી)
- સરકાર દ્વારા સૂચિત અન્ય કોઈપણ વ્યક્તિ આર.બી.આઈ સાથે પરામર્શન કરીને
4. રોકડ ઉપાડ પર કલમ 194N હેઠળ ટી.ડી.એસ કયારે લાગુ પડે છે?
રોકડ ઉપાડ પર કલમ 194N હેઠળ 1લી સપ્ટેમ્બર 2019 ની શરૂઆત અથવા નાણાકીય વર્ષ 2019-2020થી લાગુ પડે છે.
5. રોકડ ઉપાડ પર કયા દરે ટી.ડી.એસ કલમ 194N હેઠળ કપાત કરવામાં આવશે?
જો ઉપાડ કરનાર વયક્તિએ અગાઉના ત્રણ આકારણી વર્ષમાંથી કોઈપણ એક વર્ષનું આવકવેરા રીટર્ન ફાઈલ કર્યુ હોય તો ₹ 1 કરોડથી વધુના રોકડ ઉપાડ પર 2%ના દરે ટી.ડી.એસ કાપવામાં આવશે.
જો ઉપાડ કરનાર વ્યક્તિએ અગાઉના ત્રણ આકારણી વર્ષમાંથી કોઈપણ વર્ષનું આઈ.ટી.આર ફાઈલ કર્યુ નથી તો ₹20 લાખથી વધુના ઉપાડ પર 2%ના દરે અને ₹1 કરોડથી વધુના ઉપાડ પર 5%ના દરે ટી.ડી.એસ કાપવામાં આવશે.