Do not have an account?
Already have an account?

ERI સેવા વિનંતી > વપરાશકર્તા માર્ગદર્શિકા ચકાસો

1. ઓવરવ્યૂ

સેવા વિનંતી ચકાસો એ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર પૂર્વ-લોગઈન કાર્યક્ષમતા છે. આ સેવા સાથે, તમે (ERIના ગ્રાહક) તમારા વતી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર રિટર્ન અને ફોર્મ ફાઈલિંગ કરવા સહિતની ચોક્કસ કાર્યવાહી કરતી વખતે ઈ-રિટર્ન મધ્યસ્થી દ્વારા સબમિટ કરેલી વિનંતીને ચકાસી શકશો.

ERI તેમના ગ્રાહક વતી નિમ્નલિખિત સેવાઓને અમલ કરી શકે છે:

  • ગ્રાહકને ઉમેરો (નોંધાયેલ અને બિનનોંધાયેલ વપરાશકર્તાઓ)
  • ગ્રાહકને સક્રિય કરો
  • ગ્રાહકની માન્યતાને વિસ્તારીત કરો
  • સેવા માન્યતા વિસ્કતારીત કરો
  • સેવા ઉમેરો
  • આવકવેરા પત્રકો દાખલ કરો
  • રિફંડ ફરીથી જારી કરવા વિનંતી

ગ્રાહક દ્વારા ચકાસણી કર્યા પછી જ, ERI દ્વારા રજૂ કરવામાં આવેલી વિનંતી પૂર્ણ થશે.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

  • માન્ય અને સક્રિય પેન
  • ઈ-રિટર્ન મધ્યસ્થીએ તેના ગ્રાહક (કરદાતા) માટે વિનંતી શરૂ કરી હોવી જોઈએ.
  • ERI દ્વારા મોકલાયે વિનંતીનું વ્યવહાર ID
  • મોકલાયેલ વિનંતીનું વ્યવહાર ID વિનંતીની ચકાસણી સમયે માન્ય/સક્રિય હોવું આવશ્યક છે.
  • OTP મેળવવા માટે સક્રિય પ્રાથમિક મોબાઈલ નંબર/પ્રાથમિક ઈ-મેઈલ ID
  • ફોર્મની ચકાસણી/રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી માટે, કરદાતા પાસે નીચેનામાંથી એક હોવું આવશ્યક છેઃ આધાર સાથે લિંક કરાયેલ PAN અથવા EVC સક્ષમ બેંક અથવા ડીમેટ ખાતુ/નેટબેન્કિંગ લોગઈન/નોંધાયેલ DSC

3. પગલાં દર પગલાં માર્ગદર્શન આપવું

પગલું 1: ઈ- ફાઈલિંગ પોર્ટલ હોમપેજ પર જાઓ અને સેવા વિનંતીની ચકાસણી કરો પર ક્લિક કરો

Data responsive

પગલું 2: સેવા વિનંતીની ચકાસણી કરો ના પૃષ્ઠ પર, તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર (ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ) પર મળેલી વિનંતીનું લેવડ-દેવડ ID અને PAN દાખલ કરો. માન્ય કરો પર ક્લિક કરો.

Data responsive

નોંધ: જો ચકાસણી વિનંતી પોર્ટલ પર નોંધણી માટે હોય, તો નોંધણી વિનંતી સબમિટ કરતી વખતે ERI દ્વારા પ્રદાન કરવામાં આવેલ તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પ્રાપ્ત થયેલ લેવડ-દેવડ ID દાખલ કરો.

પગલું 3: સફળ પ્રમાણીકરણ પછી, ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પગલું 4:ચકાસણીની પદ્ધતિ ERI દ્વારા સબમિટ કરવામાં આવેલી વિનંતીના પ્રકાર પર આધારિત રહેશે.

વિનંતીનો પ્રકાર જે મોકલવામાં આવ્યો છે

ચકાસણીનો પ્રકાર

  • ગ્રાહક (નોંધાયેલ વપરાશકર્તાઓ) ઉમેરો
  • ગ્રાહકને સક્રિય કરો
  • ગ્રાહકની માન્યતાને વિસ્તારીત કરો
  • સેવા માન્યતા વિસ્કતારીત કરો
  • સેવા ઉમેરો

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર 6-અંકનો OTP પ્રાપ્ત થશે

  • નોંધણી કરો અને ગ્રાહક ઉમેરો (બિનનોંધાયેલ વપરાશકર્તાઓ)

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર બે અલગ અલગ 6-અંકના OTP પ્રાપ્ત થયા

  • આવકવેરા પત્રકો દાખલ કરો
  • રિફંડ ફરીથી જારી કરવા વિનંતી

ઈ-ચકાસણી

પગલું 5a: 6-અંકનો OTP/OTP દાખલ કરો(આગળની વિગતો માટે પગલાં 4 માં કોષ્ટકનો સંદર્ભ લો). ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • તમારી પાસે સાચો OTP દાખલ કરવાના 3 પ્રયાસો છે
  • સ્ક્રીન પરનું OTP ની સમયસીમા સમાપ્ત થવાનું કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવશે કે ક્યારે OTP ની સમયસીમા સમાપ્ત થશે.
  • OTP ફરીથી મોકલો પર ક્લિક કરવા પર, એક નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.
  • જો તમે બિનનોંધાયેલ વપરાશકર્તા છો, તો જ્યારે તમને ગ્રાહક તરીકે ઉમેરવામાં આવશે ત્યારે તમારા ઈ-મેઈલ ID અને મોબાઈલ નંબર પર પ્રાપ્ત તમારા ERI દ્વારા પ્રદાન કરવામાં આવેલા બે અલગ અલગ 6-અંકના OTP દાખલ કરવા પડશે.

પગલું 5b: જો ERI એ તમારા વતી આવકવેરા ફોર્મ ફાઈલ કરવા, રિફંડ ફરીથી રજૂ કરવાની વિનંતી જેવી સેવાઓ કરવા માટે વિનંતી કરી છે, તો તમારે ઉપલબ્ધ વિકલ્પોનો ઉપયોગ કરીને વિનંતીની ઈ-ચકાસણી કરવી પડશે.

નોંધ:વધુ જાણવા માટે વપરાશકર્તા માર્ગદર્શિકાની કેવી રીતે ઈ-ચકાસણી કરવી નો સંદર્ભ લો.

સફળ ચકાસણી થયા પર,વ્યવહાર ID સાથે સફળતા સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે લેવડ-દેવડ IDની નોંધ રાખો. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા ઈમેલ ID અને મોબાઈલ નંબર પર એક પુષ્ટિકરણ સંદેશ પણ પ્રાપ્ત થશે.

Data responsive

4. સંબંધિત વિષયો

લોગઈન કરો

ડેશબોર્ડ

ગ્રાહક અને પ્રકાર 1 ERI સેવાઓ જુઓ

ઈ-ચકાસણી કેવી રીતે કરવી

નોંધણી કરો

ERI સેવા વિનંતી > વારંવાર પૂછાતા પ્રશ્નો ચકાસો

1. ERI સેવાની સેવા વિનંતીની ચકાસણી કરવી એટલે શું?

આ સેવા સાથે, પ્રકાર 1 ERI ના ગ્રાહક તેમના વતી ERI દ્વારા સબમિટ કરેલી વિનંતીઓની ચકાસણી કરી શકશે.

2. ERI દ્વારા સબમિટ કરવામાં આવેલી સેવા વિનંતીઓની ચકાસણી કોણ કરી શકે છે?

બધા વપરાશકર્તાઓ (નોંધાયેલ/બિનનોંધાયેલ) ERI દ્વારા મોકલવામાં આવેલ સેવાની વિનંતીઓની ચકાસણી કરી શકે છે.

3. મારા વતી ERI દ્વારા કયા પ્રકારની સેવાઓ પ્રદર્શિત કરી શકાય છે?

ERI તેમના ગ્રાહક વતી નિમ્નલિખિત સેવાઓને અમલ કરી શકે છે:

  • ગ્રાહકને ઉમેરો (નોંધાયેલ અને બિનનોંધાયેલ વપરાશકર્તાઓ)
  • ગ્રાહકને સક્રિય કરો
  • ગ્રાહકની માન્યતાને વિસ્તારીત કરો
  • સેવા માન્યતા વિસ્કતારીત કરો
  • સેવા ઉમેરો
  • ITR-V નિવેદન રજૂ કરવામાં વિલંબ થયા માટેની માફી વિનંતી
  • અધિકૃત પ્રતિનિધિ ઉમેરો
  • પોતાના વતી કાર્ય કરવા કોઈ અન્ય વ્યકિતને અધિકૃત કરો
  • પ્રતિનિધિ કરદાતા તરીકે નોંધણી કરાવો.
  • અન્ય વ્યક્તિ વતી કાર્ય કરવા માટે તમારી નોંધણી કરો.
  • આવકવેરા પત્રકો દાખલ કરો
  • રિફંડ ફરીથી જારી કરવા વિનંતી
  • સુધારણા વિનંતી
  • સમય પ્રતિબંધિત થયા પછી ITR ફાઈલ કરવા માટે માફીની વિનંતી
  • બેંક ખાતાંની ચકાસેલ સંપર્ક વિગતો મુજબ પ્રાથમિક સંપર્ક વિગતો અદ્યતન કરો.
  • ડીમેટ ખાતાની ચકાસેલ સંપર્ક વિગતો મુજબ પ્રાથમિક સંપર્ક વિગતો અદ્યતન કરો.

4. જો કોઈ ERI એ મારા વતી રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી સબમિટ કરી છે, તો જો હું ચકાસણી ન કરું તો વિનંતી માન્ય રહેશે?

ના. તમારા વતી ERI દ્વારા રજૂ કરવામાં આવેલ કોઈપણ વિનંતિ જો તમારા દ્વારા ચકાસવામાં ન આવે તો તે પૂર્ણ થશે નહીં.

5. શું કોઈ સમયગાળો છે કે જેમાં મારે મારા વતી ERI દ્વારા સબમિટ કરેલી વિનંતીની ચકાસણી કરવાની જરૂર છે?

તમારે લેવડ-દેવડ ID જનરેટ થયાના 7 દિવસની અંદર વિનંતીની ચકાસણી કરવી પડશે જેના પછી તે અસ્વીકાર્ય રહેશે.

6. ERI દ્વારા સબમિટ કરવામાં આવેલી સેવા વિનંતીની ચકાસણી માટે મારે કઈ વિગતોની જરૂર છે??

તમને તમારા PAN અને સબમિટ કરેલી વિનંતીના વ્યવહાર ID ની જરૂર પડશે.

શબ્દકોષ

ટૂંકાક્ષર/સંક્ષિપ્ત નામ

વર્ણન/સંપૂર્ણ નામ

આકારણી વર્ષ

આકારણી વર્ષ

ITD

આવકવેરા વિભાગ

ITR

આવકવેરા રિટર્ન

HUF

હિંદુ અવિભક્ત કુટુંબ

ટેન

TDS અને TCS ખાતા નંબર

ઈ.આર.આઈ

ઈ-રિટર્ન મધ્યસ્થી

મેટાડેટા

ગ્રાહકો ઉમેરો

પ્રકાર 1 ERI

પ્રકાર 2 ERI

સેવાની વિનંતી ચકાસો

ERIs

આકારણી પ્રશ્નો

(નોંધ: સાચો જવાબ બોલ્ડફેસમાં છે.)


Q1. ગ્રાહકો ઉમેરવાની વિનંતી (ERI દ્વારા) કેટલા સમયગાળા માટે સક્રિય છે?

a) 24 કલાક

b) 5 દિવસ

c) 7 દિવસ

d) 30 દિવસ

જવાબ – c) 7 દિવસ


Q1. જો કોઈ ERI એ રિફંડ ફરીથી જારી કરવાની વિનંતી સબમિટ કરી હોય, તો કરદાતા આનો ઉપયોગ કરીને ચકાસણી કરી શકે છે? (તમે એક કરતાં વધુ વિકલ્પો પસંદ કરી શકો છો)

a) વિનંતી સબમિટ કરતી વખતે દાખલ કરેલા મોબાઈલ નંબર પરનો OTP

b) ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ મોબાઈલ નંબર પરનો OTP

c) EVC

d) આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પરનો OTP

જવાબ – b) ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલા મોબાઈલ નંબર પરનો OTP અને d) આધાર સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પરનો OTP