ઑવરવ્યૂ
આવક અને કર કેલ્ક્યુલેટર સેવા નોંધણી કરેલ અને નોંધણી વગરના બંને ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓને અધિનિયમ મુજબ ઉપાર્જિત આવક અને દાવો કરેલ કપાત સંબંધિત ઈનપુટ પુરા પાડીને આવકવેરા કાયદા, આવકવેરા નિયમો, અધિસુચનાઓ વગેરેની જોગવાઈઓ અનુસાર કરની ગણતરી કરી આપે છે. આ સેવા જૂની અને નવી કર પ્રણાલી અનુસાર કરની સરખામણીની સાથે જૂની કે નવી કર પ્રણાલી હેઠળ કરની ગણતરી પણ પુરી પાડે છે.
આ સેવાનો લાભ મેળવવા માટે જરૂરી શરતો
• ઈ-ફાઈલિંગ પોર્ટલનો એક્સેસ
વિગતવાર માર્ગદર્શિકા
પગલું 1: ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમપેજ પર જાઓ.

પગલું 2: ઝડપી સંપર્ક> આવક અને કર કેલ્ક્યુલેટર પસંદ કરો. (કેલ્ક્યુલેટર ક્યાં છે તે બતાવવા માટે છબીની ઝડપી લિંક પસંદ કરો) (હાલમાં UAT/SIT ના એક્સેસ નથી, તેને પછીથી ઉમેરવું પડશે)
તમને આવક અને કર કેલ્ક્યુલેટર પૃષ્ઠ પર લઈ જવામાં આવશે. ત્યાં બે ટેબ છે – બેઝિક કેલ્ક્યુલેટર અને એડવાન્સ કેલ્ક્યુલેટર. બેઝિક કેલ્ક્યુલેટર ટેબ ડિફોલ્ટ તરીકે પસંદ કરેલ છે.

પગલું 3a: મૂળભૂત કેલ્ક્યુલેટર ટેબમાં, જરૂરી વિગતો દાખલ કરો જેમ કે આકારણી વર્ષ, કરદાતાની શ્રેણી, ઉંમર, રહેણાંકની સ્થિતિ, કુલ વાર્ષિક આવક અને કુલ કપાત. તમે દાખલ કરેલી વિગતો મુજબ કરની ગણતરી કર સારાંશ વિભાગમાં દેખાશે.

નોંધ: જૂની અને નવી કર પ્રણાલી હેઠળ કરની વધુ વિગતવાર સરખામણી પ્રાપ્ત કરવા માટે સરખામણી જુઓ પર ક્લિક કરો.


પગલું 3b: એડવાન્સ કેલ્ક્યુલેટર ટેબમાં, નીચેની વિગતો દાખલ કરો:
પસંદગીની કર પ્રણાલી, આકારણી વર્ષ, કરદાતા શ્રેણી, ઉંમર, રહેણાંક સ્થિતિ, નિયત તારીખ અને રિટર્ન સબમિટ કરવાની વાસ્તવિક તારીખ.
- આવક અને કરની ગણતરી માટેની વિગતો હેઠળ, નીચેની જરૂરી વિગતો દાખલ કરો:
- પગારના શીર્ષક હેઠળની આવક,
- મકાન મિલકતના શીર્ષક હેઠળની આવક,
- મૂડી લાભના શીર્ષક હેઠળની આવક,
- વ્યાપાર અથવા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક, અને
- અન્ય સ્રોતોના શીર્ષક હેઠળ આવક. (કઈ વિગતો જરૂરી છે?) - (દાખલ કરેલ)
કપાતની વિગતો હેઠળ, તમને લાગુ પડતી સંબંધિત કપાત દાખલ કરો, જેમાં PPF, LIC, આવાસ લોન, NPS, તબીબી દાવો, ઉચ્ચ શિક્ષણ પરની લોનનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી. (કઈ વિગતો જરૂરી છે?) - (દાખલ કરેલ)
કરપાત્ર આવક હેઠળ, જ્યાં તમારી પાસે પુરાવા ઉપલબ્ધ હોય ત્યાં TDS/TCS વિગતો દાખલ કરો અથવા સંપાદિત કરો.

તમારા દ્વારા ચૂકવવાપાત્ર કુલ કર અને વ્યાજ પૃષ્ઠના અંતે પ્રદર્શિત કરવામાં આવશે.