Do not have an account?
Already have an account?

1. ઓવરવ્યૂ

આવક અને કર અનુમાનક સેવા નોંધણી કરેલ ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓને અધિનિયમ મુજબ ઉપાર્જિત આવક અને કપાતના સંદર્ભમાં ઈનપુટ પ્રદાન કરીને આવકવેરા અધિનિયમ, આવકવેરા નિયમો અને અધિસુચનાઓની જોગવાઈઓ અનુસાર તેમના કરનું અનુમાન કાઢવા માટે સક્ષમ કરે છે. આ સેવા જૂની અને નવી કર પ્રણાલી અનુસાર કરની સરખામણીની સાથે જૂની અથવા નવી કર પ્રણાલી હેઠળ કરનું અનુમાન પણ પ્રદાન કરે છે.

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા

3. પગલાં દર પગલાં માર્ગદર્શન આપવું

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.

Data responsive

પગલું 2: તમારા ડેશબોર્ડ પરથી, આવક અને કર અંદાજકર્તા પર ક્લિક કરો.

પગલું 3a: મૂળભૂત માહિતી ટેબમાં, આકારણી વર્ષ, રહેણાંક સ્થિતિ, ઉંમર અને રિટર્ન સબમિટ કરવાની નિયત તારીખ જેવી આવશ્યક વિગતો દાખલ કરો. જો જરૂરી હોય તો પૂર્વ-ભરેલ માહિતી સંપાદિત કરો.

Data responsive

પગલું 3b: આવક વિગત ટેબમાં, આવશ્યક વિગતો દાખલ કરો જેવી કે:

  • પગારના શીર્ષક હેઠળની આવક,
  • મકાન મિલકતના શીર્ષક હેઠળની આવક,
  • મૂડી લાભના શીર્ષક હેઠળની આવક,
  • વ્યાપાર અથવા વ્યવસાયના શીર્ષક હેઠળની આવક, અને
  • અન્ય સ્રોત અંતર્ગતની આવક

Data responsive

પગલું 3c: કપાતની વિગતો ટેબમાં, તમને લાગુ પડતી સંબંધિત કપાત દાખલ કરો જેમાં PPF, LIC, હાઉસિંગ લોન, NPS, તબીબી દાવા, ઉચ્ચ શિક્ષણ પર લોનનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી.

Data responsive

પગલું 3d: કર વિગતો ટેબમાં, TDS/TCS વિગતો જુઓ અને જ્યાં તમારી પાસે પુરાવા ઉપલબ્ધ હોય ત્યાં સ્વ:આકારણી કર/અગ્રિમ કરની વિગતો દાખલ/સંપાદિત કરો.

Data responsive

પગલું 4: એકવાર પૂર્ણ થઈ ગયા પછી, અંદાજિત કર પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: તમારા દ્વારા ચૂકવવાપાત્ર અંદાજિત કરની ગણતરી કરવામાં આવશે અને પ્રદર્શિત કરવામાં આવશે. અનુમાનિત કર ગણતરીને આપના કમ્પ્યુટર પર PDF તરીકે સેવ કરવા માટે ડાઉનલોડ પર ક્લિક કરો.

Data responsive