Do not have an account?
Already have an account?

રિટર્નની ઈ-ચકાસણી માટે 30 દિવસની સમયસીમા પર વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ઈ-ચકાસણી અથવા ITR-V સબમિટ કરવા માટેની સમય મર્યાદા શું છે?

સમાધાન: ઈ-ચકાસણી અથવા ITR-V સબમિટ કરવા માટેની સમય-મર્યાદા આવકનું રિટર્ન ફાઈલ કરવાની તારીખથી 30 દિવસની રહેશે.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

2 જો ડેટા પ્રસારિત કરવાના 30 દિવસની અંદર ITR-V સબમિટ કરવામાં આવે તો આવકનું રિટર્ન રજૂ કરવાની તારીખ કઈ હશે?

સમાધાન: જો આવકનું રિટર્ન અપલોડ કરવામાં આવે અને ITR-V અપલોડ કરવાના 30 દિવસની અંદર સબમિટ કરવામાં આવે છે, તો આવા કિસ્સામાં આવકનું રિટર્ન અપલોડ કરવાની તારીખને આવકનું રિટર્ન રજૂ કરવાની તારીખ તરીકે ગણવામાં આવશે.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

3. જો ઈ-ચકાસણી અથવા ITR-V 30 દિવસની સમય મર્યાદા પછી સબમિટ કરવામાં આવે તો શું થશે?

સમાધાન: જ્યાં આવકનું રિટર્ન નિયત તારીખની અંદર અપલોડ કરવામાં આવે છે પરંતુ ઈ-ચકાસણી અથવા ITR-V અપલોડ કર્યાના 30 દિવસ પછી સબમિટ કરવામાં આવે છે, આવા કિસ્સાઓમાં ઈ-ચકાસણી/ITR-V સબમિટ કરવાની તારીખને આવકનું રિટર્ન રજૂ કરવાની તારીખ તરીકે માનવામાં આવશે અને અધિનિયમ હેઠળ રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ થવાના તમામ પરિણામો તે મુજબ લાગુ પડશે. 30 દિવસના સમયગાળાના નિર્ધારણના હેતુ માટે CPC પર યોગ્ય રીતે ચકાસણી કરેલ ITR-V પ્રાપ્ત થયાની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે. તે વધુ સ્પષ્ટ કરવામાં આવે છે કે જ્યાં અપલોડ કર્યા પછી આવકના રિટર્નની ચકાસણી કરવામાં આવતી નથી, ત્યાં આવા રિટર્નને અસ્વીકાર્ય માનવામાં આવશે.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

4. ITR-V ક્યાં સરનામાં પર મોકલવાનું હોય છે?

સમાધાન: નિયત ફોર્મેટમાં અને નિર્ધારિત રીતે યોગ્ય રીતે ચકાસણી કરેલ ITR-V સામાન્ય અથવા સ્પીડ પોસ્ટ અથવા અન્ય કોઈપણ માધ્યમ દ્વારા ફક્ત નીચેના સરનામાં પર જ મોકલવામાં આવશે:
કેન્દ્રીયકૃત પ્રક્રિયા કેન્દ્ર,
આવકવેરા વિભાગ,
બેંગલુરુ- 560500, કર્ણાટક, પર મોકલવું જોઈએ.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)

5. સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવેલ ITR-V ના કિસ્સામાં કઈ તારીખને ચકાસણીની તારીખ તરીકે ગણવામાં આવશે?

સમાધાન: 30 દિવસના સમયગાળાના નિર્ધારણના હેતુ માટે CPC પર યોગ્ય રીતે ચકાસણી કરેલ ITR-V પ્રાપ્ત થયાની તારીખને ધ્યાનમાં લેવામાં આવશે.

(વધુ માહિતી માટે: 01/04/2024 થી અમલમાં આવેલી અધિસુચના ક્રમાંક 2/2024 તારીખ 31.03.2024 નો સંદર્ભ લો)