Do not have an account?
Already have an account?
14-સપ્ટેમ્બર-2023

ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર (DSC) સંબંધિત પ્રશ્નો અને ઉકેલો કરદાતાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ DSCની સમાપ્તિ તારીખ, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધણી અને નવીનતમ એમબ્રિજ એપ્લિકેશનના ઈન્સ્ટોલેશન માટે તપાસ કરે જેથી ઈ-ચકાસણીમાં છેલ્લી ક્ષણે સમસ્યાઓ ટાળી શકાય. જો તમને DSC દ્વારા ઈ-ચકાસણીમાં કોઈ સમસ્યા આવી રહી હોઈ, તો કૃપા કરીને નીચેના વારંવાર પૂછાતા પ્રશ્નોનો સંદર્ભ લોઃ

Q1: DSCનો ઉપયોગ કરીને ઈ-ચકાસણી દરમિયાન, મને "કંઈક ખોટું થયું" ત્રુટિ સંદેશો મળી રહ્યો છે, મારે શું કરવું જોઈએ?

જવાબઃ જો તમે DSCમાં સમસ્યા (કંઈક ખોટું થયું છે)નો સામનો કરી રહ્યા છો, તો કૃપા કરીને નીચે ઉલ્લેખિત પગલાં અનુસરોઃ પહેલા હાલની એમબ્રિજ એપ્લિકેશનને અનઈન્સ્ટોલ કરો અને પછી નવીનતમ એપ્લિકેશન ડાઉનલોડ કરો. નવીનતમ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેઃ https://embridge.emudhra.com/ ની મુલાકાત લો નવું સંસ્કરણ ઈન્સ્ટોલ કરો. મૂળભૂત સમસ્યા નિવારણ માટે એમબ્રિજ ઈન્સ્ટોલરમાં આપવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરો. કૃપા કરીને હાલનું પ્રમાણપત્ર કાઢી નાંખો અને તેને ફરીથી ઈપાસટોકન ટૂલમાં ઈમ્પોર્ટ કરો અને ફરીથી પ્રયાસ કરો.

Q2: ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલું મારું DSC સમાપ્ત થઈ ગયું છે, મારે શું કરવું જોઈએ?

જવાબઃ કરદાતાએ ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નવા માન્ય DSCની નોંધણી કરવાની જરૂર છે. કૃપા કરીને નીચે જણાવેલાં પગલાંઓ અનુસરોઃ DSC પ્રદાતા પાસેથી નવું ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર મેળવો. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો અને "નોંધણીકૃત DSC" કાર્યક્ષમતા પર નેવિગેટ કરો. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નવા DSCની નોંધણી કરો.

Q3: ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલું મારું DSC સમાપ્ત થઈ ગયું છે. હું એક નવું DSC નોંધાવવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ "ગ્રાહક પહેલેથી જ અસ્તિત્વમાં છે" એવો ત્રુટિ સંદેશ પ્રાપ્ત થઈ રહ્યો છે, મારે શું કરવું જોઈએ?

જવાબઃ નવા DSCની નોંધણી કરવા માટે, કૃપા કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારા PAN સામે નોંધાયેલ જૂના DSCની નોંધણી રદ્દ કરો. કૃપા કરીને નીચે જણાવેલાં પગલાંઓ અનુસરોઃ DSC પ્રદાતા પાસેથી નવું ડિજિટલ હસ્તાક્ષર પ્રમાણપત્ર મેળવો. જૂના DSCની નોંધણી રદ્દ કરવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવો. ઉપરાંત, કરવામાં આવેલી ફરિયાદ સાથે ત્રુટિ સંદેશનો સ્ક્રીનશોટ જોડો. નવા DSCની નોંધણી કરવાનું કારણ જણાવો. એકવાર તમારા જૂના DSCની નોંધણી રદ્દ થઈ જાય, પછી તમને એક ઈ-મેઈલ સંદેશ પ્રાપ્ત થશે, ત્યારબાદ તમે DSC નોંધણી પગલાંને અનુસરીને નવા DSCની નોંધણી કરી શકશો.

પ્રશ્ન 4: સંસ્થા સાથે સંકળાયેલ મુખ્ય વ્યક્તિ છોડી ગયો છે અને નવા મુખ્ય વ્યક્તિએ તેના PAN સામે DSC નોંધાવ્યું છે પરંતુ DSCનો ઉપયોગ કરીને ઈ-ચકાસણી દરમિયાન, હજુ પણ અગાઉના મુખ્ય વ્યક્તિનો PAN પ્રતિબિંબિત થાય છે, કૃપા કરીને માર્ગદર્શન આપો?

જવાબઃ જો સંકળાયેલ મુખ્ય વ્યક્તિ બદલાઈ ગઈ હોય, તો તમારે પ્રોફાઈલમાં નવા મુખ્ય વ્યક્તિની વિગતો અપડેટ કરવી પડશે અને મુખ્ય સંપર્ક તરીકે તેની નિમણૂક કરવી પડશે. કૃપા કરીને નીચે જણાવેલાં પગલાંઓ અનુસરોઃ સંસ્થાના PANનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો. મારી પ્રોફાઈલ પર જાઓ-> મુખ્ય વ્યક્તિની વિગતો-> નવા મુખ્ય વ્યક્તિની વિગતો ઉમેરો-> મુખ્ય સંપર્ક તરીકે નિમણૂક કરો મુખ્ય સંપર્કને તેના PAN સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવા માટે કહો અને મારી પ્રોફાઈલ-> નોંધાયેલ DSC પર જાઓ. DSC નોંધણીના પગલાંઓ અનુસરો. એકવાર DSC સફળતાપૂર્વક નોંધાય તે પછી, તેનો ઉપયોગ ITR/ફોર્મ/કોર્પોરેટ PAN માટેની અન્ય વિનંતીઓની ચકાસણી માટે થઈ શકે છે.

Q5: DSCનો ઉપયોગ કરીને ચકાસણી કરતી વખતે, મને "પ્રમાણપત્ર મેળ ખાતું નથી" ત્રુટિ પ્રાપ્ત થઈ રહી છે?

જવાબઃ બિન-વ્યક્તિગત (કંપનીઓ, પેઢીઓ, ટ્રસ્ટ, LLP વગેરે)ના કિસ્સામાં PAN, કૃપા કરીને ખાતરી કરો કે ચકાસણી માટે ઉપયોગમાં લેવાતું DSC મુખ્ય સંપર્કના PAN સાથે લિંક થયેલ છે અને DSCની નોંધણી મુખ્ય સંપર્કના લોગઈનમાંથી ઈ-ફાઈલિંગ પોર્ટલ પર થયેલ હોવી જોઈએ. જો તમને હજુ પણ DSC દ્વારા ઈ-ચકાસણીમાં સમસ્યા આવી રહી છે, તો કૃપા કરીને હેલ્પડેસ્ક નંબર 18001030025180041940025 અને +91-80-46122000 + 91-80-61464700 પર સંપર્ક કરો.