કર કપાતકર્તા/ એકત્ર કરનાર ધ્યાન આપો!!
'નિષ્ક્રિય' તરીકે PANની સ્થિતિ ધરાવનાર કપાત મેળવનાર/ જેમની પાસેથી એકત્રિત કરવામાં આવે છે તેને આવકવેરા અધિનિયમની કલમ 206AA/206CC ની જોગવાઈઓ અનુસાર વધુ TDS/TCS ના દરો લાગુ પડે છે. કૃપા કરીને તારીખ 28મી માર્ચ 2023ના રોજના CBDT અધિસૂચના ક્રમાંક 15/2023 અને પરિપત્ર ક્રમાંક 3/2023નો સંદર્ભ લો. ઝડપી લિંક હેઠળ ઉપલબ્ધ 'PANની સ્થિતિ ચકાસો' લિંક પર ક્લિક કરીને PANની સ્થિતિ તપાસી શકાય છે.