Do not have an account?
Already have an account?

Know Your AO

1. આકારણી અધિકારી (AO) કોણ છે?
આકારણી અધિકારી (AO) આવકવેરા વિભાગના અધિકારી છે કે જે કરદાતા દ્વારા તેમના અધિકારક્ષેત્રમાં દાખલ કરેલ આવકવેરા રિટર્નની ચોકસાઈની ખાતરી કરવા માટે જવાબદાર હોય છે.

2. મને મારા AO સાથે ક્યારે સંપર્ક કરવો પડશે?
જો તમને તમારા ફાઈલિંગમાં કોઈ સમસ્યા નથી, તો તમારે તમારા AO નો સંપર્ક કરવાની આવશ્યકતા નથી. સામાન્યતઃ ITD તમામ કરદાતાને નિ:સ્વાર્થપણે, ઓનલાઈન સેવા પ્રદાન કરવાનો પ્રયાસ કરે છે. જો કે, કેટલીક અસાધારણ પરિસ્થિતિઓમાં, ITD તમને તમારા અધિકારક્ષેત્ર AOનો સંપર્ક કરવા વિનંતી કરી શકે છે.

3. શું મને "તમારો AO જાણો" સેવાનો લાભ મેળવવા માટે ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલા મારા મોબાઈલ નંબરનો ઉપયોગ કરવો જોઈએ?
તમે આ સેવાનો લાભ મેળવવા માટે કોઈપણ માન્ય મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો.

4. હું કોઈ બીજા શહેર/રાજ્યમાં સ્થાનાંતરિત થયો છું, શું મને મારો AO બદલવાની જરૂર છે?
હા. જ્યારે તમે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમારું સ્થાયી સરનામું અથવા રહેણાંક સરનામું બદલો છો, ત્યારે તમારું PAN નવા AO પર સ્થાનાંતરિત કરવું જરૂરી છે. જોકે આવકવેરા વિભાગ કરદાતાને તમામ જરૂરી સેવાઓ ઓનલાઈન પ્રદાન કરવાનો પ્રયત્ન કરે છે, પણ જૂજ પ્રસંગોએ તમારે તમારા AOનો સંપર્ક કરવાની જરૂર પડી શકે છે. આમ, તમારા PANને યોગ્ય અધિકારક્ષેત્રના AOમાં સ્થાનાંતરિત કરવું તમારા હિતમાં છે, જેથી જરૂર પડે ત્યારે તમે સરળતાથી તેનો/તેણીનો સંપર્ક કરી શકો છો.

5. આવકવેરા વોર્ડ/સર્કલ શું છે?
આવકવેરા સંબંધિત સેવા/કાર્યના અસરકારક વહીવટ માટે, નિર્ધારિત અધિકારક્ષેત્રના આધારે દેશભરમાં સંખ્યાબંધ વોર્ડ/સર્કલ બનાવવામાં આવ્યા છે. દરેક વોર્ડ/સર્કલમાં અધિકારક્ષેત્ર AO હોય છે, DCIT/ACIT અથવા ITO હોય છે.

6. મને મારા PANને નવા AO ને સ્થાનાંતરિત કરવા માટે શું કરવું જોઈએ?
તમારે તમારા PANને તમારા વર્તમાન અધિકારક્ષેત્ર AOને સ્થાનાંતરિત કરવા માટે અરજી ફાઈલ કરવાની જરૂર છે. આ પ્રક્રિયામાં સામેલ છે:

  1. સરનામાંના પરિવર્તનનું કારણ જણાવીને તમારા વર્તમાન AOને અરજી લખો.
  2. નવા AOને અરજી લખો, તેને/તેણીને વર્તમાન AOને બદલાવ કરવા માટે અરજી કરવાની વિનંતી કરો.
  3. વર્તમાન AOએ આ અરજી સ્વીકારવી પડશે.
  4. એકવાર મંજૂરી મળ્યા પછી, અરજી આવકવેરા આયુકતને મોકલવામાં આવે છે.
  5. આયુક્ત તરફથી મંજૂરી મળ્યા પછી, AO બદલવામાં આવે છે.

તમારા નવા સરનામાંના આધારે નવા AOમાં તમારું PAN સ્થાનાંતરિત કરવા માટે તમારા વર્તમાન AOને લેખિતમાં વિનંતી કરવી આવશ્યક છે.

7. મારા PANનું સ્થાનાંતર નવા AO પાસે થઈ ગયું છે તે મને કેવી રીતે ખબર પડશે?
તમારા PAN માટે અધિકારક્ષેત્ર AOની વર્તમાન સ્થિતિની ચકાસણી ઈ-ફાઈલિંગ પોર્ટલ >તમારા AO જાણો પર કરી શકાય છે . આ સેવાનો ઉપયોગ કરવા તમારે નોંધણી અથવા લોગઈન કરવાની જરૂર નથી.

પૃષ્ઠની છેલ્લી સમીક્ષા અથવા અપડેટ: