TAN વિગત વપરાશકર્તા માર્ગદર્શિકા જાણો
1. ઓવરવ્યૂ
ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓ(નોંધાયેલ અને બિનનોંધાયેલ બંને) દ્વારા ટેન વિગતો સેવા જાણોનો ઉપયોગ કરી શકાય છે. આ સેવાનો ઉપયોગ કરવા માટે તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવાની જરૂર નથી. આ સેવા તમને TAN માટે કર કપાત કરનાર અને એકત્રિત કરનારની TAN વિગતો (મૂળભૂત વિગતો અને AO વિગતો) જોવાની મંજૂરી આપે છે. તમે કપાતકર્તાનું નામ અથવા કપાતકર્તાનું ટેન દાખલ કરીને વિગત જોઈ શકો છો.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
- માન્ય મોબાઈલ નંબર
- કપાતકર્તાનું ટેન અથવા કપાતકર્તાનું નામ
- કપાતકર્તાની સ્થિતિ
3. ક્રમશ: માર્ગદર્શન આપવું
પગલું 1:ઈ-ફાઈલિંગ પોર્ટલના હોમ પેજ પર જાઓ, અને TAN ની વિગતો જાણો ક્લિક કરો.
પગલું 2: TAN ની વિગતો જાણો પેજ પર, જો તમને કપાતકર્તાનો TAN ખબર ન હોય તો, શોધ માપદંડ તરીકે નામ વિકલ્પ પસંદ કરો. કપાત કરનારની શ્રેણી અને રાજ્ય પસંદ કરો; કપાત કરનારનું નામ અને તમારા માટે સુલભ માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
વૈકલ્પિક રીતે, જો તમે કપાત કરનારનો TAN જાણો છો ,તો શોધ માપદંડ તરીકે TAN વિકલ્પ પસંદ કરો.કપાત કરનારની શ્રેણી અને રાજ્ય પસંદ કરો; કપાત કરનારનો TAN અને તમારા માટે સુલભ માન્ય મોબાઈલ નંબર દાખલ કરો.
પગલું 3: ચાલુ રાખો પર ક્લિક કરો. તમે પગલું 2 માં દાખલ કરેલ મોબાઈલ નંબર પર તમને 6-અંકનો OTP પ્રાપ્ત થશે.
પગલું 4: ચકાસણી પેજ પર, 6-અંકનો OTP દાખલ કરો અને માન્ય કરો પર ક્લિક કરો.
નોંધ:
- OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
- તમારી પાસે સાચો OTP દાખલ કરવાના 3 પ્રયાસ છે.
- સ્ક્રીન પરનું OTP ની સમયસીમા સમાપ્ત થવાનું કાઉન્ટડાઉન ટાઈમર તમને જણાવશે કે ક્યારે OTP ની સમયસીમા સમાપ્ત થશે.
- OTP ફરીથી મોકલો પર ક્લિક કરવાથી, નવો OTP જનરેટ કરવામાં આવશે અને મોકલવામાં આવશે.
પગલું 5: જો તમે પગલું 2 માં કપાતકર્તાનું નામ દાખલ કર્યું હોય, તો તમે નામ સાથે મેળ ખાતા તમામ રેકોર્ડની સૂચિ જોઈ શકશો. TAN વિગત કોષ્ટકમાંથી કપાત કરનારનું આવશ્યક નામ પર ક્લિક કરો, અને તમે કપાત કરનારની વ્યક્તિગત TAN વિગતો (મૂળભૂત વિગતો અને AO વિગતો ) જોઈ શકશો.
વૈકલ્પિક રીતે, જો તમે પગલું 2 માં કપાતકર્તા TAN દાખલ કર્યું હોય, તો તમે મેળ ખાતા રેકોર્ડ (મૂળભૂત વિગતો અને AO વિગતો) જોશો.
4. સંબંધિત વિષયો