Do not have an account?
Already have an account?

1. ઓવરવ્યૂ

મારી ડિમેટ ખાતા ની સેવા નોંધાયેલ ઈ-ફાઈલિંગ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે જેમની પાસે માન્ય PAN અને માન્ય ડિમેટ ખાતું છે. આ સેવા તમને આ કરવાની મંજૂરી આપે છે:

  • ડિમેટ ખાતું ઉમેરો
  • હાલનું ડિમેટ ખાતું કાઢી નાખો
  • EVC સક્ષમ અથવા અક્ષમ કરો
  • ડીમેટ ખાતા સાથે લિંક થયેલ સંપર્ક વિગતો મુજબ પ્રાથમિક સંપર્ક વિગતો અપડેટ કરો
  • નિષ્ફળ ડિમેટ ખાતાને ફરીથી માન્ય કરો

2. આ સેવાનો લાભ લેવા માટેની પૂર્વજરુરિયાતો

  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ સાથે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા
  • PAN સાથે લિંક થયેલ NSDL અને CDSL સાથેનું માન્ય ડિમેટ ખાતું
    • NSDL ડિપોઝિટરી પ્રકાર માટે તમારી પાસે DP ID અને ગ્રાહક ID હોવું આવશ્યક છે
    • CSDL ડિપોઝિટરી પ્રકાર માટે તમારી પાસે ડિમેટ ખાતા નંબર હોવો આવશ્યક છે
  • ડિમેટ ખાતા સાથે લિંક થયેલ માન્ય મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID માન્ય કરો

3. પગલાં દર પગલાં માર્ગદર્શન આપવું

પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરો.

Data responsive

પગલું 2:તમારા ડેશબોર્ડની ઉપર જમણા ખૂણા પર, મારી પ્રોફાઈલ પર ક્લિક કરો.

Data responsive


પગલું 3: મારી પ્રોફાઈલ પેજ પર, ડિમેટ ખાતા પર ક્લિક કરો.

Data responsive


તમે ડિમેટ ખાતા ઉમેરવાના વિકલ્પ સાથે ઉમેરાયેલ, નિષ્ફળ અને દૂર કરાયેલ ડિમેટ ખાતા ની યાદી જોઈ શકશો.

Data responsive


પગલું 4: જો તમે ઈચ્છો તો -

ડિમેટ ખાતું ઉમેરો વિભાગ4.1 નો સંદર્ભ લો
ડિમેટ ખાતું દૂર કરો વિભાગ4.2 નો સંદર્ભ લો
EVC સક્ષમ અથવા અક્ષમ કરો વિભાગ4.3 નો સંદર્ભ લો
ડીમેટ ખાતાની વિગતોને મેળ ખાતી કરવા માટે પ્રાથમિક સંપર્ક વિગતો અપડેટ કરો વિભાગ4.4 નો સંદર્ભ લો
નિષ્ફળ ડિમેટ ખાતાને ફરીથી માન્ય કરો વિભાગ4.5 નો સંદર્ભ લો

4.1 ડીમેટ ખાતું ઉમેરો


પગલું 1: + ડિમેટ ખાતું ઉમેરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: ડિપોઝિટરી પ્રકાર પસંદ કરો અને સંબંધિત વિગતો દાખલ કરો.

પગલું 2a: જો તમે ડિપોઝિટરી પ્રકાર તરીકેNSDL પસંદ કરો છો – સંબંધિત વિગતો દાખલ કરો (DP ID, ગ્રાહક ID અને સંપર્ક વિગતો - મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID).

Data responsive


પગલું 2b:જો તમે ડિપોઝિટરી પ્રકાર તરીકે CDSL પસંદ કરો છો – સંબંધિત વિગતો દાખલ કરો (ડિમેટ ખાતા નંબર અને સંપર્ક વિગતો - મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID).

Data responsive


પગલું 3: માન્ય કરો પર ક્લિક કરો.

Data responsive


ડિમેટ ખાતું ઉમેરવાની સફળતાપૂર્વક વિનંતી કર્યા પછી એક પોપઅપ સંદેશ દેખાશે.

Data responsive


પગલું 4: બંધ કરોપર ક્લિક કરો. ડિમેટ ખાતાની વિગતો ઉમેરવામાં આવેલા ડિમેટ ખાતા ટેબ હેઠળ પ્રદર્શિત કરવામાં આવશે અને તમે નવા ઉમેરવામાં આવેલા ડિમેટ ખાતાની સ્થિતિ પ્રમાણીકરણ પ્રગતિમાં છે તરીકે જોઈ શકશો.

Data responsive

એકવાર ચકાસણી સફળ થઈ જાય પછી, ડિમેટ ખાતાની વિગતો ઉમેરવામાં આવેલા ડિમેટ ખાતા ટેબ હેઠળ માન્ય અને ચાલુ કરેલ EVCસ્થિતિ સાથે પ્રદર્શિત કરવામાં આવશે. તમને ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે નોંધાયેલ મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર માન્યતાની સ્થિતિ પ્રાપ્ત થશે.

નોંધ:

  1. EVC ને એક સમયે એક ડીમેટ ખાતા માટે જ સક્ષમ કરી શકાય છે. જો કોઈ ડિમેટ ખાતું પહેલાથી જ ઉમેરવામાં આવ્યું છે, તો નવા ઉમેરવામાં આવેલા ડિમેટ ખાતાની સ્થિતિ માન્ય તરીકેની સ્થિતિ સાથે અપડેટ કરવામાં આવશે.
  2. જો તમે તમારા ડીમેટ ખાતાને માન્ય કરવામાં સક્ષમ ન હોવ તો, નિષ્ફળતાના કારણ સાથે એક સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે. ફરીથી માન્ય કરો બટન પર ક્લિક કરો અને તમને ડિમેટ ઉમેરો ખાતાના પેજ લઈ જવામાં આવશે જ્યાં તમારે વિગતોને સંપાદિત કરવાની અને ડિમેટ ખાતાને ફરીથી માન્ય કરવાની જરૂર રહેશે.


4.2 ડીમેટ ખાતાને દૂર કરો

પગલું 1: ટેબઉમેરવામાં આવેલા ડિમેટ ખાતા હેઠળ, તમે દૂર કરવા માંગો છો તે ખાતા માટે ડિમેટ ખાતું દૂર કરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: ખાતું દૂર કરવા માટેનું કારણ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


નોંધ: જો તમે કારણ તરીકે અન્ય પસંદ કરો છો, ટેક્સ્ટબોક્સમાં કારણ દાખલ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


ડિમેટ ખાતા સફળ રીતે દૂર કરવા પર એક પોપઅપ સંદેશ દેખાશે અને ડિમેટ ખાતું દૂર કરાયેલ ડિમેટ ખાતાની ટેબમાં ખસેડવામાં આવશે.

Data responsive


4.3 EVCને સક્ષમ અને અક્ષમ કરો

પગલું 1: તમે જે ખાતા માટે EVC ચાલુ કરવા માંગો છો તેના માટે EVC ચાલુ કરો પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: પુષ્ટિકરણ આપતો એક પોપ અપ સંદેશ દેખાશે. ચાલુ રાખો પર ક્લિક કરો.જો નીચેની બે શરતો પૂરી થાય છે, તો પસંદ કરેલા ડિમેટ ખાતા માટે EVC સક્ષમ થશે:

  1. પસંદ કરેલ ખાતા માટે ડિપોઝિટરી દ્વારા મોબાઈલ નંબરની ચકાસણી કરવામાં આવે છે
  2. EVC એ અન્ય કોઈ ડિમેટ ખાતા માટે ચાલુ કરાયેલ નથી
Data responsive

નોંધ: જો તમારો મોબાઈલ નંબર ચકાસાયેલ નથી, તમારે મોબાઈલ નંબરને ડીમેટ ખાતા સાથે લિંક કરવો પડશે.

પગલું 3: જો ડિમેટ ખાતા માટે EVC પહેલેથી જ ચાલુ કરાયેલ છે (અને તમે EVC ચાલુ કરવા અન્ય ડિમેટ ખાતા માટે પ્રયાસ કરો છો), તેને સૂચિત કરતો પોપઅપ સંદેશ દેખાય છે. EVCને સક્ષમ કરવા માટે ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પગલું 4: તમે જે ખાતા mateEVC-બંધ કરવા માંગો છો તેના માટે EVC બંધ કરો પર ક્લિક કરો.

Data responsive

પગલું 5: એક પુષ્ટિકરણ સંદેશ પ્રદર્શિત થશે. ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive


પસંદ કરેલ ખાતામાંથી EVCબંધ કરવામાં આવશે અને સ્થિતિ માન્ય કરેલ પર અપડેટ કરવામાં આવશે.

Data responsive


4.4 ડીમેટ ખાતાની સંપર્ક વિગતો સાથે મેળ કરવા પ્રાથમિક સંપર્ક વિગતો અપડેટ કરો

પગલું 1: જો તમારો મોબાઈલ નંબર અથવા ઈ-મેઈલ ID તમારા ડીમેટ ખાતા સાથે ચકાસાયેલ હોય અને પ્રાથમિક સંપર્ક વિગતો અલગ હોય, તો a !ચકાસણી કરેલ મોબાઈલ નંબર/ઈ-મેઈલ IDની બાજુમાં (ચેતવણી ચિન્હ) સંદેશ સાથે પ્રદર્શિત થશે. મોબાઈલ નંબર/ઈ-મેઈલ ID અપડેટ કરવા માટે પ્રદર્શિત સંદેશમાં હાયપરલિંક પર ક્લિક કરો.

Data responsive


પગલું 2: ઉમેરેલ ડિમેટ સંપર્ક પેજ પર વિગતો સિંક્રોનાઈઝ કરો મોબાઈલ નંબર પર પ્રાપ્ત 6-અંકનો OTP અથવા ડિમેટ ખાતા સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID દાખલ કરો અને સબમિટ કરો પર ક્લિક કરો.

Data responsive

નોંધ:

  • OTP ફક્ત 15 મિનિટ માટે માન્ય રહેશે.
  • સાચો OTP દાખલ કરવા માટે તમારી પાસે 3 પ્રયાસો છે.
  • સ્ક્રીન પરનું OTP સમયસીમા સમાપ્તિ ટાઈમર તમને કેશે કે ક્યારે OTP ની સમયસીમા સમાપ્ત થશે.
  • OTP ફરીથી મોકલોપર ક્લિક કરવા પર, નવો OTP જનરેટ થશે અને મોકલવામાં આવશે.
  • જો તમે તમારો મોબાઈલ નંબર અપડેટ કરી રહ્યાં હોવ, તો તમને ડીમેટ ખાતા સાથે નોંધાયેલા મોબાઈલ નંબર પર OTP પ્રાપ્ત થશે.
  • જો તમે તમારું ઈ-મેઈલ ID અપડેટ કરી રહ્યાં છો, તો તમને ડીમેટ ખાતા સાથે નોંધાયેલ ઈ-મેઈલ ID પર OTP પ્રાપ્ત થશે .

સફળ માન્યતા પછી, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ડીમેટ વિગતો મુજબ સંપર્ક વિગતો સફળતાપૂર્વક અપડેટ થયા પછી એક પોપઅપ સંદેશ દેખાશે.

Data responsive


4.5 નિષ્ફળ ડીમેટ ખાતાને, ફરીથી-માન્ય કરો

પગલું 1: નિષ્ફળ ડિમેટ ખાતા ટેબ હેઠળ , ડિમેટ ખાતું પસંદ કરો જેને તમે માન્ય કરવા માંગો છો.

Data responsive


પગલું 2: ફરીથી માન્ય કરોપર ક્લિક કરો .

Data responsive


પગલું 3: પૂર્વ ભરેલી વિગતોને સંપાદિત કરો અને માન્ય છે પર ક્લિક કરો.

Data responsive


વિનંતીની સફળ સબમિશન પર એક પોપ અપ સંદેશ પ્રદર્શિત કરવામાં આવશે અને પ્રમાણીકરણ પ્રક્રિયામાં છે તરીકે સ્થિતિ સાથે ફરીથી માન્ય કરેલ ડિમેટ ખાતું ઉમેરવામાં આવેલ ડિમેટ ખાતા ટેબ હેઠળ ખસેડવામાં આવશે.

Data responsive

4. સંબંધિત વિષયો