1. ઓવરવ્યૂ
કુલ આવક વેરાની જવાબદારી કોઈ ખાસ નાણાકીય વર્ષ દરમિયાન પ્રાપ્ત કુલ આવક પર ગણવામાં આવે છે. જો કે, જો કોઈ ખાસ નાણાકીય વર્ષ માટેની આવકમાં પગારના પ્રકારમાં અગ્રિમ અથવા બાકી ચુકવણી શામેલ હોય, તો આવકવેરા અધિનિયમ (કલમ 89 હેઠળ) વધારાની કર જવાબદારીના ભાર માટે રાહતની મંજૂરી આપે છે.
આવી રાહતનો દાવો કરવા માટે ફોર્મ 10E દાખલ કરવાની જરૂર છે. આવકવેરા રિટર્ન ફાઈલ કરતા પહેલા ફોર્મ 10E ફાઈલ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉપરોક્ત ફોર્મ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઈલ કરવા માટે ઉપલબ્ધ છે. જો ફોર્મ 10E ફાઈલ કરવામાં આવ્યું નથી અને કરદાતા કલમ 89 હેઠળ રાહતનો દાવો કરે છે, તો ફાઈલ કરેલ ITR પર પ્રક્રિયા કરવામાં આવશે પરંતુ દાવો કરાયેલ રાહતને મંજૂરી આપવામાં આવશે નહીં. પગાર હેઠળ બાકી/અગ્રિમ આવક પર કર રાહતનો દાવો કરવા માટે ફોર્મ 10E ફાઈલ કરવું ફરજિયાત છે.
ફોર્મ 10E ફક્ત ઓનલાઇન માધ્યમ દ્વારા જ સબમિટ કરી શકાય છે.
2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો
- તમારે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ વપરાશકર્તા હોવા જોઈએ
- કરદાતાની PANની સ્થિતિ "સક્રિય" હોવી જોઈએ
3. ફોર્મ વિશે
3.1 હેતુ
આવકવેરા અધિનિયમની કલમ 89 હેઠળ નાણાકીય વર્ષમાં કરદાતા દ્વારા અગાઉથી અથવા પાછળથી પ્રાપ્ત કરાયેલ પગાર અથવા કૌટુંબિક પેન્શનના બદલામાં કોઈપણ પગાર અથવા નફા માટે રાહત પ્રદાન કરે છે. આ રાહત મંજૂર કરવામાં આવે છે કારણ કે આકારણી કરેલી કુલ આવક તેના દર કરતા વધારે છે, જેના પર નહિતર તે આકારણી કરવામાં આવી હોય ફોર્મ 10E માં તમારી આવકની વિગતો રજૂ કરીને આવી રાહતનો દાવો કરી શકાય છે.
3.2 તેનો ઉપયોગ કોણ કરી શકે છે?
બધા નોંધાયેલા વપરાશકર્તાઓ, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર, વ્યક્તિગત તરીકે આવક વેરા અધિનિયમ,1961 ની કલમ 89 મુજબ રાહતનો દાવો કરવા માટે ફોર્મ 10E માં તેમની આવકની વિગતો રજૂ કરી શકે છે.
3.3 ફોર્મ પર એક નજર
ફોર્મ 10E માં સાત ભાગો છે:
- બિડાણ I - પાછલો બાકી પગાર/ પાછલું બાકી પ્રાપ્ત થયેલ કૌટુંબિક પેન્શન
- બિડાણ I - પગાર / અગાઉથી પ્રાપ્ત થયેલ કૌટુંબિક પેન્શન
- બિડાણ II અને IIA - ભૂતકાળની સેવાઓના સંદર્ભમાં ગ્રેચ્યુઈટીના સ્વરૂપમાં ચુકવણી
- બિડાણ III - નિયોક્તા અથવા ભૂતપૂર્વ નિયોક્તા તરફથી 3 વર્ષથી વધુની સતત સેવા આપ્યા પછી અથવા રોજગાર સમાપ્ત થવાના સંબંધમાં અથવા જ્યાં રોજગારની અવધિનો સમયગાળો બિન-સમાપ્ત થયેલો ભાગ માટે પણ 3 વર્ષથી ઓછો નથી તેના સંબંધમાં વળતરના રૂપમાં ચુકવણી.
- બિડાણ IV - પેન્શનનું રૂપાંતર
પ્રાપ્ત રકમના પ્રકારના આધારે, ફોર્મ 10E ફાઈલ કરતી વખતે યોગ્ય જોડાણની પસંદગી કરવાની જરૂર છે.
4. તબક્કાવાર માર્ગદર્શિકા
પગલું 1: તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડ દ્વારા ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરો.
પગલું 2: વપરાશકર્તા ID (PAN) અને પાસવર્ડ દાખલ કરો.
પગલું 3 : ઈ-ફાઈલ પર જાઓ > આવકવેરા ફોર્મ > આવકવેરા ફોર્મ ફાઈલ કરો
પગલું 4 : ફોર્મ 10E પસંદ કરો/ શોધો
પગલું 5: આકારણી વર્ષ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.
પગલું 6: ચાલો શરૂ કરીએ પર ક્લિક કરો
પગલું 7 : આવકની વિગતો સંબંધિત લાગુ પડતી આઈટમ પસંદ કરો
પગલું 8: વ્યક્તિગત માહિતીની પુષ્ટિ કરો અને સેવ કરો પર ક્લિક કરો.
નોંધ: કૃપા કરીને ખાતરી કરો કે રહેણાંક સ્થિતિ સહિત "મારી પ્રોફાઈલ" વિભાગ હેઠળની તમામ ફરજિયાત વિગતો પૂર્ણ થઈ ગઈ છે. તમે હાયપરલિંક "મારી પ્રોફાઈલ" પર ક્લિક કરીને તમારી સંપર્ક વિગતો અને રહેણાંકની સ્થિતિ બદલી શકો છો.
પગલું 9.1.a: વ્યક્તિગત માહિતી ટેબની હવે પુષ્ટિ થઈ છે, બાકી પગાર / કૌટુંબિક પેન્શન (જો તમને લાગુ હોય તો) પર ક્લિક કરો
પગલું 9.1.b: આ ભાગમાં પગાર / પાછલું બાકી પ્રાપ્ત થયેલ કૌટુંબિક પેન્શનની સામાન્ય વિગતો શામેલ હોય છે.
વિગતો દાખલ કરો અને સેવ કરો પર ક્લિક કરો
બાકી રકમ તરીકે પ્રાપ્ત થયેલ પગાર/કૌટુંબિક પેન્શન" ફિલ્ડમાં વિગતો અનુક્રમાંક 6 પછી ઉમેરવામાં આવેલ કોષ્ટક A માં પ્રદાન કરવામાં આવેલ માહિતીના આધારે સક્ષમ કરવામાં આવશે. "વિવિધ ગત વર્ષ સંબંધિત પગાર/ પાછલું બાકી પ્રાપ્ત થયેલ કૌટુંબિક પેન્શનની વિગતો".
પગલું 9.2.a: પાછલો બાકી પગાર ટેબની હવે પુષ્ટિ થઈ છે, અગાઉથી પ્રાપ્ત થયેલ પગાર પર ક્લિક કરો (જો તમને લાગુ હોય તો)
પગલું 9.2.b: આ ભાગમાં પગાર / અગાઉથી પ્રાપ્ત થયેલ કૌટુંબિક પેન્શનની સામાન્ય વિગતો શામેલ છે.
વિગતો દાખલ કરો અને સેવ કરો પર ક્લિક કરો
"અગાઉથી પ્રાપ્ત થયેલ પગાર" ફિલ્ડમાં વિગતો અનુક્રમાંક 6 પછી ઉમેરવામાં આવેલ કોષ્ટક A માં પ્રદાન કરવામાં આવેલ માહિતીના આધારે સક્ષમ કરવામાં આવશે. "વિવિધ ગત વર્ષ સંબંધિત પગાર/અગાઉથી પ્રાપ્ત થયેલ કૌટુંબિક પેન્શનની વિગતો''.
પગલું 9.3.a : અગાઉથી પ્રાપ્ત થયેલ પગાર ટેબની હવે પુષ્ટિ થઈ છે, ગ્રેચ્યુઈટી પર ક્લિક કરો (જો તમને લાગુ પડતું હોય તો)
પગલું 9.3.b: આ ભાગમાં ભૂતકાળની સેવાઓના સંદર્ભમાં ગ્રેચ્યુઈટીના રૂપમાં ચુકવણીની સામાન્ય વિગતો શામેલ છે.
વિગતો દાખલ કરો અને સેવ કરો પર ક્લિક કરો
પગલું 9.4.a: ગ્રેચ્યુઈટી ટેબની હવે પુષ્ટિ થઈ ગઈ છે, રોજગાર ટેબની સમાપ્તિ પર વળતર પર ક્લિક કરો (જો તમને લાગુ પડતું હોય તો)
પગલું 9.4.b: આ ભાગમાં નિયોક્તા અથવા ભૂતપૂર્વ નિયોક્તા તરફથી 3 વર્ષથી વધુની સતત સેવા આપ્યા પછી અથવા રોજગાર સમાપ્ત થવાના સંબંધમાં અથવાજ્યાં રોજગારની અવધિનો સમયગાળો બિન-સમાપ્ત થયેલો ભાગ માટે પણ 3 વર્ષથી ઓછો નથી તેના સંબંધમાં વળતરના રૂપમાં ચુકવણીની સામાન્ય વિગતો શામેલ છે.
રોજગાર સમાપ્ત થવા પર વળતર ટેબની વિગતો દાખલ કરો અને સેવ કરોપર ક્લિક કરો
પગલું 9.5.a: રોજગાર સમાપ્ત થવા પર વળતર ટેબની હવે પુષ્ટિ કરવામાં આવી છે, પેન્શનનું રૂપાંતર ટેબ પર ક્લિક કરો (જો તમને લાગુ પડતું હોય તો)
પગલું 9.5.b: આ ભાગમાં પેન્શનનું રૂપાંતરમાં ચુકવણીની સામાન્ય વિગતો શામેલ છે.
પેન્શનનું રૂપાંતર ટેબની વિગતો દાખલ કરો અને સેવ કરો પર ક્લિક કરો
પગલું 10: પેન્શનનું રૂપાંતર ટેબની હવે પુષ્ટિ કરવામાં આવી છે, ચકાસણી કરો ટેબ પર ક્લિક કરો
પગલું 11 : ચેક બોક્સ પસંદ કરો, સ્થળ દાખલ કરો અને સેવ કરો પર ક્લિક કરો
પગલું 12: હવે તમામ ટેબની પુષ્ટિ થઈ ગઈ છે. પૂર્વાવલોકન કરો પર ક્લિક કરો
પગલું 13 : આ ફોર્મનું પૂર્વાવલોકન છે. જો પૂર્વાવલોકનમાં વિગતો સાચી હોય તો ઈ-ચકાસણી કરવા માટે આગળ વધો પર ક્લિક કરો, અન્યથા તમે વિગતો સંપાદિત કરી શકો છો.
પગલું 14 : તમે ચકાસણીના કોઈપણ માધ્યમ દ્વારા ફોર્મની ઈ-ચકાસણી કરી શકો છો.
ઈ-ચકાસણી પછી, ફોર્મ 10E સબમિટ કરવામાં આવશે. સ્વીકૃતિ નંબર જનરેટ થશે અને નોંધાયેલ ઈ-મેઈલ Id અને મોબાઈલ નંબર પર તેની જાણ કરવામાં આવશે.