સિનેમેટોગ્રાફ ફિલ્મનું નિર્માણ કરતી વ્યક્તિ અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિ અથવા બંનેમાં સંકળાયેલ વ્યક્તિ દ્વારા આવકવેરા અધિનિયમ, 1961ની કલમ 285B હેઠળ રજૂ કરવાનું નિવેદન.
પ્રશ્ન 1:
કોણે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 52A ફાઈલ કરવું જરૂરી છે?
જવાબ:
કોઈપણ નાણાકીય વર્ષના સમગ્ર અથવા કોઈપણ ભાગ દરમિયાન સિનેમેટોગ્રાફ ફિલ્મનું નિર્માણ કરતી અથવા કોઈ નિર્દિષ્ટ પ્રવૃત્તિમાં અથવા બંનેમાં સંકળાયેલી કોઈપણ વ્યક્તિએ તેના દ્વારા દરેક વ્યક્તિને કરવામાં આવેલી અથવા તેની પાસેથી બાકી રહેલી કુલ પચાસ હજાર રૂપિયાથી વધુની રકમની તમામ ચૂકવણીની વિગતો તે દરેક વ્યક્તિ માટે રજૂ કરવી પડે છે જે તેના દ્વારા આવાં નિર્માણ અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિમાં રોકાયેલ છે.
પ્રશ્ન 2:
ઉલ્લેખિત પ્રવૃત્તિઓ કઈ છે?
જવાબ:
નિર્દિષ્ટ પ્રવૃત્તિ એટલે કોઈપણ કાર્યક્રમ વ્યવસ્થાપન, દસ્તાવેજી નિર્માણ, ટેલિવિઝન પર અથવા ઓવર ધ ટોપ પ્લેટફોર્મ પર પ્રસારણ માટે કાર્યક્રમોનું નિર્માણ અથવા અન્ય કોઈ સમાન મંચ, રમતગમત કાર્યક્રમ વ્યવસ્થાપન, અન્ય પ્રદર્શન કલા અથવા કેન્દ્ર સરકાર, સત્તાવાર રાજપત્રમાં જાહેરનામાં દ્વારા, તેના વતી નિર્દિષ્ટ કરે તેવી કોઈપણ પ્રવૃત્તિ.
પ્રશ્ન 3:
ફોર્મ 52A ફાઈલ કરવાની નિયત તારીખ કઈ છે?
જવાબ:
પાછલા વર્ષના અંતથી 60 દિવસની અંદર ફોર્મ 52A રજૂ કરવું જરૂરી છે.
પ્રશ્ન 4:
ફોર્મ 52A ફાઈલ કરવા માટેની પૂર્વશરતો કઈ છે?
જવાબ:
ફોર્મ 52A ફાઈલ કરવા માટેની પૂર્વશરતો નીચે મુજબ છે:
- કરદાતા પાસે PAN હોવો જોઈએ
- કરદાતાનો PAN સક્રિય હોવો જોઈએ અને ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ હોવો જોઈએ
Question 5:
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 52A ફાઈલ કરવાની પ્રક્રિયા શું છે?
જવાબ:
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ 52A ફાઈલ કરવા માટેનાં પગલાં નીચે મુજબ છે:
પગલું 1: કરદાતાએ આવકવેરા પોર્ટલ પર લોગઈન કરવું એટલે કે, www.incometax.gov.in પર વપરાશકર્તા ID તરીકે PANનો ઉપયોગ કરવો.
પગલું 2: ઈ-ફાઈલ પર નેવિગેટ કરો - આવકવેરા ફોર્મ - આવકવેરા ફોર્મ ફાઈલ કરો - વ્યાપાર/ વ્યવસાયિક આવક ધરાવતી વ્યક્તિઓ - ફોર્મ 52A
પગલું 3: 4 પેનલમાં જરૂરી વિગતો ભરો, "મૂળભૂત માહિતી", "ભાગ - A", "ભાગ - B", "ચકાસણી" અને જ્યાં લાગુ હોય ત્યાં CSV ફાઈલ ઉમેરો
પગલાં 4: પૂર્વાવલોકન સ્ક્રીન પરની વિગતોની સમીક્ષા કરો અને જો બધી વિગતો યોગ્ય રીતે પ્રદાન કરવામાં આવી હોય તો ફોર્મની ઈ-ચકાસણી તરફ આગળ વધો
પ્રશ્ન 6:
ફોર્મ 52Aની ચકાસણી કેવી રીતે થઈ શકે?
જવાબ:
તમે EVC અથવા DSCનો ઉપયોગ કરીને ફોર્મ 52Aની ઈ-ચકાસણી કરી શકો છો.
વધુ જાણવા માટે તમે વપરાશકર્તા માર્ગદર્શિકાની કેવી રીતે (https://www.incometax.gov.in/iec/foportal//help/how-to-e-verifyતમારું ઈ-ફાઈલિંગ રિટર્ન) ઈ-ચકાસણી કરવી તેનો સંદર્ભ લઈ શકો છો.
પ્રશ્ન 7:
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફોર્મ 52A ફાઈલ કરવા માટે કઈ માહિતી/વિગતો જરૂરી છે?
જવાબ:
ફોર્મ 52A ફાઈલ કરવા માટે નીચેની માહિતી/વિગતો જરૂરી છે:
- પાછલાં વર્ષ દરમિયાન નિર્માણ કરવામાં આવેલી તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મોની વિગતો અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ અથવા બંને, જેમ કે નિર્મિત સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિનું નામ અથવા બંને, શરૂ થવાની તારીખ અને પૂર્ણ થવાના કિસ્સામાં, પૂર્ણ થવાની તારીખ
- સિનેમેટોગ્રાફ ફિલ્મોનાં નિર્માણમાં અથવા હાથ ધરવામાં આવેલી નિદિષ્ટ પ્રવૃત્તિઓમાં અથવા બંનેમાં સંકળાયેલી વ્યક્તિઓનાં નામ, PAN, આધાર (જો ઉપલબ્ધ હોય તો), સરનામાં જેમને તેમની સંલગ્નતા માટે રૂ. 50,000થી વધુની ચુકવણી થઈ હોય/બાકી હોય
- આવી વ્યક્તિઓને રોકડમાં ચુકવવામાં આવેલી રકમ/ રોકડ સિવાયની ચુકવણીની રકમ/ બાકી રકમ
- આવી વ્યક્તિઓને ચૂકવવામાં આવેલી/બાકી રકમ સામે સ્ત્રોત પર કરકપાતની વિગતો જેવી કે કરકપાતની રકમ અને કઈ કલમ હેઠળ
પ્રશ્ન 8:
હું ફોર્મ 52Aના ભાગ-Aમાં વિગતો કેવી રીતે ભરી શકું?
જવાબ:
વર્ષ દરમિયાન હાથ ધરવામાં આવેલી નિર્મિત સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની વિગતો પ્રદાન કરવા માટે કરદાતા પાસે 2 વિકલ્પો છે:
- વિગતો ઉમેરો:
- કરદાતા પાસેથી અપેક્ષા રાખવામાં આવે છે કે તેઓ જાતે દરેક ફિલ્મ અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિ માટે અલગ હરોળ ઉમેરીને નિર્મિત સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓનાં નામનો કોષ્ટકમાં ઉલ્લેખ કરે.
- મૂળભૂત માહિતી પેનલમાં તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની વિગતો પૂરી પાડવામાં આવે તે પછી જ "સેવ કરો" બટનને ભાગ-A સેવ કરવા માટે સક્ષમ કરવામાં આવશે.
- ભાગ-A માં પ્રદાન કરવામાં આવેલ સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની વિગતો મૂળભૂત માહિતી પેનલમાં ઉલ્લેખિત નિર્માણ કરેલી સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા હાથ ધરેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની ગણતરી સાથે માન્ય કરવામાં આવશે. એકવાર તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની વિગતો પૂરી પાડવામાં આવે તે પછી "વિગત ઉમેરો" બટન નિષ્ક્રિય થઈ જશે. જો તમે વધુ સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓને ઉમેરવા માંગતા હો, તો નવી વિગતો ઉમેરવા માટે પહેલા મૂળભૂત માહિતીમાં ગણતરીને સુધારો.
- CSV ઉમેરો:
- કરદાતા નિર્મિત સિનેમેટોગ્રાફ ફિલ્મોનાં નામ અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ એક્સેલ ટેમ્પલેટમાં કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
- એક્સેલ ટેમ્પલેટમાં તમામ વિગતો પૂર્ણ કર્યા પછી, તેને CSV માં ફેરવો અને પછી CSV અપલોડ કરો.
- અપલોડ કરેલ CSV કોઈપણ ત્રુટિ વિના માન્ય થયા પછી "સેવ" બટન સક્ષમ કરવામાં આવશે.
કૃપા કરીને નોંધ લેશો કે જો કરદાતા કેટલીક સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિગતો ઉમેરો અને વિગતો સાચવવાનું પસંદ કર્યા પછી CSV ઉમેરો પસંદ કરે છે અથવા તેનાથી ઉલટું કરે, તો પસંદ કરેલા અગાઉના વિકલ્પ માટે સંગ્રહિત ડેટા કાઢી નાખવામાં આવશે. કરદાતા પાસેથી ફરીથી વિગતો ભરવાની અને ભાગ-A સેવ કરવાની અપેક્ષા રાખવામાં આવશે.
પ્રશ્ન 9:
જ્યારે હું ભાગ-A માટે csv અપલોડ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને નીચેની ભૂલો મળી છે. આનો અર્થ શું છે અને મારે તેને કેવી રીતે સુધારવી જોઈએ?
જવાબ:
|
અનુક્રમાંક |
ત્રુટિ સંદેશ |
જરૂરી સમાધાન / કાર્યવાહી |
|
1. |
csv માં દાખલ કરવામાં આવેલી સિનેમેટોગ્રાફ ફિલ્મોની સંખ્યા મૂળભૂત માહિતી પેનલમાં ઉલ્લેખિત સિનેમેટોગ્રાફ ફિલ્મોની સંખ્યાને સમાન નથી. |
આ ત્રુટિ સંદેશ ત્યારે આવે છે જ્યારે સિનેમેટોગ્રાફ ફિલ્મોની વિગતો મૂળભૂત માહિતી પેનલમાં પ્રદાન કરવામાં આવેલી સિનેમેટોગ્રાફ ફિલ્મોની ગણતરી જેટલી ન હોય. કૃપા કરીને ખાતરી કરો કે તમે ફોર્મની મૂળભૂત માહિતી પેનલમાં તમારા દ્વારા નોંધાયેલી સિનેમેટોગ્રાફ ફિલ્મોની ગણતરી સામે તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મોની વિગતો પૂરી પાડી રહ્યા છો. |
|
2. |
csv માં દાખલ કરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની સંખ્યા મૂળભૂત માહિતી પેનલમાં ઉલ્લેખિત નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની સંખ્યાને સમાન નથી. |
આ ત્રુટિ સંદેશ ત્યારે આવે છે જ્યારે સિનેમેટોગ્રાફ ફિલ્મોની વિગતો મૂળભૂત માહિતી પેનલમાં પ્રદાન કરવામાં આવેલી સિનેમેટોગ્રાફ ફિલ્મોની ગણતરી જેટલી ન હોય. કૃપા કરીને ખાતરી કરો કે તમે ફોર્મની મૂળભૂત માહિતી પેનલમાં તમારા દ્વારા નોંધાયેલા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની ગણતરી સામે બધી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની વિગતો પૂરી પાડી રહ્યા છો. |
CSV માં તમામ જરૂરી સુધારા કર્યા પછી, તમે તેને ફરીથી અપલોડ કરવાનો પ્રયાસ કરી શકો છો.
પ્રશ્ન 10:
જ્યારે હું ભાગ – B માટે CSV અપલોડ કરવાનો પ્રયાસ કરું છું ત્યારે મને નીચેની ત્રુટિ મળી રહી છે "પ્રત્યેક સિનેમેટોગ્રાફ ફિલ્મ/હાથ ધરવામાં આવેલી ચોક્કસ પ્રવૃત્તિ સામે ઓછામાં ઓછી એક એન્ટ્રી ભાગ B CSVમાં હાજર હોવી જોઈએ" આનો અર્થ શું છે અને મારે તેને કેવી રીતે સુધારવી જોઈએ?
જવાબ:
તમને નીચેની 2 પરિસ્થિતિઓમાં આ ત્રુટિ પ્રાપ્ત થઈ શકે છે:
|
અનુક્રમાંક |
દૃશ્ય |
જરૂરી સમાધાન / કાર્યવાહી |
|
1. |
સિનેમેટોગ્રાફ ફિલ્મનું નામ/નિર્દિષ્ટ પ્રવૃત્તિનો ઉલ્લેખ ભાગ-A માં કરવામાં આવ્યો છે પરંતુ ભાગ-B CSV માં તેની કોઈ વિગતો આપવામાં આવી નથી. |
કૃપા કરીનેં નોંધ લેશો કે સિનેમેટોગ્રાફ ફિલ્મના નિર્માણમાં અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિમાં સંકળાયેલી વ્યક્તિઓને રૂ. 50,000થી વધુની ચુકવણીની વિગતો માટે ઓછામાં ઓછી એક એન્ટ્રી હોવી જોઈએ. કૃપા કરીને ખાતરી કરો કે ભાગ-A માં ઉલ્લેખિત તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની વિગતો ભાગ-B CSV માં પૂરી પાડવામાં આવે. |
|
2. |
સિનેમેટોગ્રાફ ફિલ્મનાં નિર્માણ અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિમાં સંકળાયેલી વ્યક્તિઓને રૂ. 50,000થી વધુની ચુકવણીની વિગતો ભાગ- B CSVમાં પ્રદાન કરવામાં આવી છે, પરંતુ સિનેમેટોગ્રાફ ફિલ્મનું નામ અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિનો ભાગ-Aમાં ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. |
કૃપા કરીને નોંધ લો કે ભાગ-A માં ઉલ્લેખિત સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓનાં નામ ભાગ-B માં ઉલ્લેખિત સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓનાં નામ સાથે સરખાવવામાં આવેલ છે. કૃપા કરીને ખાતરી કરો કે તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓનાં નામ ભાગ-A અને ભાગ-B બંનેમાં આપવામાં આવ્યાં છે. |
પ્રશ્ન 11:
જો હું મૂળભૂત માહિતી પેનલમાં કોઈ ફેરફાર કરું તો ભાગ - A અથવા ભાગ - B માં જોડાયેલ CSV શા માટે કાઢી નાખવામાં આવે છે?
જવાબ:
કૃપા કરીને નોંધ લો કે નિર્મિત સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓની ગણતરી અને વિગતો ત્રણેય પેનલમાં એટલે કે "મૂળભૂત માહિતી", "ભાગ-A" અને "ભાગ-B" માં માન્ય સરખામણી કરવામાં આવી રહી છે. જો કરદાતા મૂળભૂત માહિતી અથવા ભાગ-A પેનલમાં સિનેમેટોગ્રાફ ફિલ્મો અથવા નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ સામે પૂરી પાડવામાં આવેલી વિગતોમાં કોઈ ફેરફાર/સુધારા કરે છે, તો કરદાતા દ્વારા ભાગ-A અને ભાગ-B માં પૂરી પાડવામાં આવેલી વિગતો કાઢી નાખવામાં આવશે. કરદાતા પાસેથી ભાગ-A અને ભાગ-B માં વિગતો ફરી ભરવાની અથવા csv ને ફરીથી જોડવાની અપેક્ષા રાખવામાં આવે છે.
પ્રશ્ન 12:
શું મારે પાછલાં વર્ષ દરમિયાન નિર્માણ કરવામાં આવેલી દરેક સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિ માટે અલગથી ફોર્મ 52A ફાઈલ કરવાની જરૂર છે?
જવાબ:
ના, તમારે પાછલાં વર્ષ દરમિયાન નિર્માણ કરવામાં આવેલી દરેક સિનેમેટોગ્રાફ ફિલ્મ અથવા હાથ ધરવામાં આવેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિ માટે અલગથી ફોર્મ 52A ફાઈલ કરવાની જરૂર નથી. દરેક TAN માટે અગાઉના સમયગાળા દરમિયાન નિર્મિત તમામ સિનેમેટોગ્રાફ ફિલ્મો અને/અથવા હાથ ધરાયેલી નિર્દિષ્ટ પ્રવૃત્તિઓ માટે વિગતો સંકલિત કરવી પડશે અને દરેક TAN નોંધણી માટે અલગ ફોર્મ 52A જમા કરાવવું પડશે.
પ્રશ્ન 13:
શું મને ભાગ – A અથવા ભાગ – B માં CSV અપલોડ કર્યા પછી એક ત્રુટિ ફાઈલ પ્રાપ્ત થઈ રહી છે?
જવાબ:
તમે ભાગ-A અથવા ભાગ-B માં CSV અપલોડ કરો તે પછી, પૂરી પાડવામાં આવેલી વિગતો સરખાવવામાં આવશે, અને જો કોઈ ભૂલો જોવા મળે, તો આવી ભૂલોની વિગતો તમને એક્સેલ ફાઈલમાં આપવામાં આવશે. કૃપા કરીને ઉલ્લેખિત હરોળમાં થયેલી ભૂલો માટે એક્સેલ ફાઈલનો સંદર્ભ લો અને તેને સુધારો. બધા જરૂરી સુધારાઓ કર્યા પછી, તમે તેને ફરીથી અપલોડ કરવાનો પ્રયાસ કરી શકો છો.
તમે દરેક ફિલ્ડ માટે ફરજિયાતપણે આવશ્યક અને સ્વીકાર્ય ફોર્મેટની વિગતો માટે ભાગ-A અને ભાગ-B બંનેમાં પૂરી પાડવામાં આવેલી CSV સૂચના ફાઈલોનો સંદર્ભ લઈ શકો છો.