Do not have an account?
Already have an account?

કો-બ્રાઉઝર સંબંધિત વારંવાર પૂછાતા પ્રશ્નો

1.કો-બ્રાઉઝિંગ શું છે અને તે કરદાતાની સેવાને કેવી રીતે મદદ કરે છે?
કો-બ્રાઉઝિંગ, જેને કોલાબોરેટિવ બ્રાઉઝિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે હેલ્પડેસ્ક એજન્ટને ફક્ત એક બટનના ક્લિક પર, રિઅલ-ટાઈમમાં કરદાતાના બ્રાઉઝર સાથે કોલોબ્રેટ કરવાની મંજૂરી આપે છે. એજન્ટો કરદાતાની બ્રાઉઝર સ્ક્રીન જોઈ શકે છે અને સુરક્ષિત રીતે કો-નેવિગેટ કરી શકે છે અને રિઅલ-ટાઈમ અને વ્યક્તિગત સપોર્ટ પહોંચાડવા માટે તેમને ઈન્ટરેક્ટિવ રીતે માર્ગદર્શન આપી શકે છે.

2. હું કો-બ્રાઉઝિંગ દ્વારા શું કરી શકું?
કો-બ્રાઉઝિંગ સત્ર દરમિયાન:

  • હેલ્પડેસ્ક એજન્ટને કરદાતાના બ્રાઉઝર સ્ક્રીનનું ચોક્કસ વર્ણન પ્રાપ્ત થઈ શકે છે.
  • એજન્ટ સ્ક્રીન પર કરદાતાઓના લખાણ પર ટિપ્પણી પણ કરી શકે છે, ITR ફોર્મ, અન્ય વૈધાનિક ફોર્મ ભરવામાં મદદ પણ કરી શકે છે, સેટિંગ્સ બદલી શકે છે, લેવડ -દેવડ પૂર્ણ કરી શકે છે, કરદાતાઓ માટે મદદ અને સંદર્ભ સામગ્રી શોધી શકે છે અને દસ્તાવેજો પણ અપલોડ કરી શકે છે
  • એજન્ટ કરદાતાને રિઅલ-ટાઈમમાં એક જ બ્રાઉઝર ટેબ પર નેવિગેટ કરવા, સ્ક્રોલ કરવા, ટેક્સ્ટ ટાઈપ કરવા અને રુચિના ક્ષેત્રોને હાઈલાઈટ કરવામાં મદદ કરી શકે છે.
  • કો-બ્રાઉઝિંગનો ઉપયોગ કરવો સરળ છે. ગ્રાહકની સમસ્યાને ઝડપથી ઉકેલવા માટે તેને લાઈવ ચેટ, ફોન સાથે સરળતાથી જોડી શકાય છે.

3. શું કો-બ્રાઉઝિંગ એજન્ટને અન્ય ડેટા જોવાની મંજૂરી પ્રદાન કરે છે?
ના. કો-બ્રાઉઝિંગ એજન્ટને કરદાતાઓના ડેસ્કટોપ અથવા કમ્પ્યુટર પર અન્ય કોઈ ડેટા જોવાની મંજૂરી આપતું નથી. ઉપરાંત, એજન્ટો કો-બ્રાઉઝિંગ સત્ર શરૂ કરી શકે તે પહેલાં કરદાતાએ વિનંતીને મંજૂરી આપવી પડશે. કરદાતા જો ચર્ચા સમાપ્ત કરવા માંગતા હોય તો તેઓ કોઈપણ સમયે કો-બ્રાઉઝિંગ સત્રને સમાપ્ત પણ કરી શકે છે.

4. હેલ્પડેસ્ક એજન્ટ તરફથી કો-બ્રાઉઝિંગ સત્ર કેવી રીતે શરૂ કરવું?

  • એજન્ટને કોલ અને એજન્ટ તરફથી & CRM પોપ-અપ પ્રાપ્ત થશે.
  • એજન્ટ કરદાતા સાથે વાત કરશે અને કરદાતાને આવકવેરા પોર્ટલ પર કો-બ્રાઉઝ બટન ક્યાં લોકેટ થયેલ છે તે વિશે માર્ગદર્શન આપશે. 
  • કરદાતાએ PIN જનરેટ કરવો અને એજન્ટ સાથે શેર કરવો.
  • એજન્ટ CRM પર CB બટન પર ક્લિક કરશે જે તેને કો-બ્રાઉઝ URL પર લઈ જશે. 
  • એજન્ટને પ્રદર્શિત થયેલ સ્ક્રીનમાં કરદાતા દ્વારા શેર કરેલ પિન દાખલ કરવાનો રહેશે અને સત્ર પ્રારંભ કરો બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • એકવાર એજન્ટ સત્ર પ્રારંભ કરો બટન પર ક્લિક કરે પછી કો-બ્રાઉઝ સત્ર શરૂ થશે અને એજન્ટ કરદાતાને માર્ગદર્શન આપશે.
  • કરદાતાને જવાબ મળ્યા પછી, તે ગમે ત્યારે થોભી જાઓ બટન પર ક્લિક કરી શકે છે. એકવાર સત્ર સમાપ્ત થઈ જાય, પછી એજન્ટ કરદાતાનું બ્રાઉઝર જોઈ શકશે નહીં

5. કો-બ્રાઉઝિંગ કેવી રીતે કાર્ય કરે છે
જ્યારે કરદાતા સત્ર શરૂ કરે છે, ત્યારે બ્રાઉઝર કો-બ્રાઉઝર પ્રોક્સીને વિનંતી મોકલે છે.

  • ત્યારબાદ વિનંતીને એવી રીતે સંશોધિત કરવામાં આવે છે કે એવું લાગે કે જાણે મુખ્ય વિનંતી corbrowse.incometax.gov.in પરથી આવી હોય.
  • આ વિનંતીને પછી તે મુખ્ય સાઈટ પર મોકલવામાં આવે છે જેને અગ્રણી વ્યક્તિ કો-બ્રાઉઝ કરવા માંગે છે. 
  • વેબસાઈટ કો-બ્રાઉઝર પ્રોક્સીને પરત પ્રતિસાદ મોકલે છે. 
  • કો-બ્રાઉઝર પ્રોક્સી પછી ડેટાને સંશોધિત કરે છે જેથી તેને મુખ્ય પેજની ટોચ પર સ્થિત આઈફ્રેમમાં લોડ કરી શકાય. 
  • લીડર અને ફોલોઅર બંને હવે વેબસાઈટ સાથે સંપર્ક કરે છે કારણ કે તે આઈફ્રેમની અંદર લોડ થયેલ છે. આ પોઈન્ટ પરથી, વપરાશકર્તાના બ્રાઉઝર અને પ્રોક્સી વચ્ચે ફક્ત સંચાર થાય છે, અને વિનંતીઓ હવે મુખ્ય વેબસાઈટ પર સતત મોકલવાની જરૂર નથી.

6. કો-બ્રાઉઝિંગના ઉપયોગના ફાયદા

  • કો-બ્રાઉઝિંગ સોલ્યુશનને કોઈ ઈન્સ્ટોલેશન અથવા પ્લગઈનની જરૂર નથી
  • સીમલેસ નેવિગેશન, સરેરાશ હેન્ડલિંગ સમય ઘટાડે છે અને રિઝોલ્યુશન રેટમાં વધારો કરે છે
  • મહત્વપૂર્ણ મુદ્દાઓને હાઈલાઈટ કરો અને તેના પર ટિપ્પણી કરો
  • સરળ ઉપયોગ અને સરળ એકીકરણ, જેનાથી ગ્રાહક સંતોષમાં વધારો થાય છે

7. કો-બ્રાઉઝિંગ અને સ્ક્રીન શેઅરિંગ વચ્ચે શું તફાવત છે?

કો-બ્રાઉઝિંગ સ્ક્રીન શેઅરિંગ
કો-બ્રાઉઝિંગ એ વિઝ્યુઅલ જોડાણનું વધુ અનુકૂળ સ્વરૂપ છે કારણ કે તેના માટે કોઈને કોઈપણ સોફ્ટવેર ડાઉનલોડ કરવાની જરૂર નથી. એજન્ટો બટનના ક્લિકથી કરદાતાના બ્રાઉઝર સાથે ઝડપથી કનેક્ટ થઈ શકે છે. એજન્ટ અને કરદાતા બંનેએ તેમની સ્ક્રીન શેર કરતા પહેલા ઝૂમ અથવા ગુગલ મીટ જેવી થર્ડ પાર્ટી એપ્લિકેશન ઈન્સ્ટોલ કરવી આવશ્યક છે. 
કો-બ્રાઉઝિંગ કરદાતા માટે વધુ ખાનગી અને સુરક્ષિત અનુભવ પ્રદાન કરે છે કારણ કે એજન્ટ ફક્ત કરદાતાના બ્રાઉઝરની સક્રિય વિન્ડો જ જોઈ શકે છે અને બીજું કંઈ નહીં, સેવા પ્રતિનિધિઓ ગ્રાહકના સમગ્ર ડેસ્કટોપ અથવા પોપ અપ થઈ શકે તેવી કોઈપણ સૂચનાઓ જોઈ શકતા નથી. 
એજન્ટ ગ્રાહકના બ્રાઉઝર પર ચોક્કસ ક્રિયાઓ કરી શકે છે (જેમ કે હાઈલાઈટ કરવું, ટીકા કરવી, ક્લિક કરવું, ફોર્મ ભરવું), જે કરદાતાઓને તેમના પ્રશ્નોને ઝડપથી ઉકેલવામાં મદદ કરે છે. એજન્ટો કરદાતાની સ્ક્રીન પર કોઈ કાર્યવાહી કરી શકતા નથી અને સ્ક્રીન શેઅરિંગ સત્ર દરમિયાન ફક્ત મૌખિક સૂચનાઓ પ્રદાન કરે છે. 
મોટાભાગના કો-બ્રાઉઝિંગ સોફ્ટવેર ડેટા માસ્કિંગ નામની સુવિધા સાથે આવે છે જે કો-બ્રાઉઝિંગ સત્ર દરમિયાન કરદાતાઓના ગોપનીય ડેટા (જેમ કે પાસવર્ડ) છુપાવે છે.  સ્ક્રીન શેઅરિંગ ડેટા માસ્કિંગ પ્રદાન કરતું નથી, જેનાથી એજન્ટો કરદાતાની સ્ક્રીન પર પ્રદર્શિત થતી દરેક વસ્તુ જોઈ શકે છે.