Do not have an account?
Already have an account?

મારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વપરાશકર્તા માર્ગદર્શિકા

1. વિહંગાવલોકન

મારા CA સેવા ઈ-ફાઈલિંગ પોર્ટલના તમામ નોંધાયેલા વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે, જે નીચે દર્શાવેલ શ્રેણીઓમાં આવે છે:

  • વ્યક્તિગત
  • હિન્દુ અવિભાજિત કુટુંબ (HUF)
  • કંપની, વ્યક્તિઓનું સંગઠન (AOP), વ્યક્તિની સંસ્થા (BOI), કૃત્રિમ ન્યાયિક વ્યક્તિ (AJP), ટ્રસ્ટ, સરકાર, સ્થાનિક અધિકારી (LA), પેઢી
  • કર કપાતકર્તા અને એકત્રિત કરનાર

આ સેવાની મદદથી, નોંધાયેલા વપરાશકર્તાઓ નીચે મુજબ કાર્ય કરી શકશે:

  • તેમના અધિકૃત હિસાબનીશ (CA) ની યાદી જુઓ
  • CA ને ફોર્મ સોંપો
  • સોંપેલ ફોર્મ પાછા ખેંચો
  • CA ને સક્રિય કરો
  • CA ને નિષ્ક્રિય કરો

2. આ સેવાનો લાભ મેળવવા માટેની પૂર્વશરતો

  • માન્ય વપરાશકર્તા ID અને પાસવર્ડ ધરાવતા ઈ-ફાઈલિંગ પોર્ટલના નોંધણી કરેલ વપરાશકર્તા
  • CA પાસે માન્ય CA સભ્યપદ નંબર હોવો જોઈએ અને તે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ હોવો જોઈએ
  • વ્યક્તિના કિસ્સામાં, PAN ને આધાર નંબર સાથે લિંક કરવામાં આવે છે (ભલામણ કરેલ)

3. તબક્કાવાર માર્ગદર્શિકા

3.1 CA જુઓ

પગલું 1: વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લૉગ ઇન કરો.

Data responsive

વ્યક્તિગત વપરાશકર્તાઓ માટે, જો PAN આધાર સાથે લિંક થયેલ ન હોય, તો તમને એક પૉપ-અપ સંદેશ દેખાશે કે તમારું PAN નિષ્ક્રિય કરવામાં આવ્યું છે કારણ કે તે તમારા આધાર સાથે લિંક થયેલ નથી.

PAN ને આધાર સાથે લિંક કરવા માટે, હમણાં લિંક કરો બટન પર ક્લિક કરો, અન્યથા ચાલુ રાખો પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: અધિકૃત ભાગીદારો >મારા હિસાબનીશ પર ક્લિક કરો.

Data responsive

પગલું 3: મારા હિસાબનીશ(ઓ) પેજ પ્રદર્શિત થાય છે. તે સંબંધિત ટૅબ અંતર્ગત સક્રિય અને નિષ્ક્રિય CA દર્શાવે છે.

Data responsive


પગલું 4: તમામ સુસંગત રેકોર્ડ જોવા માટે નામ દ્વારા શોધો ટેક્સ્ટબોક્સમાં નામ દાખલ કરો.

Data responsive

પગલું 5: ચોક્કસ CA ને સોંપેલ તમામ ફોર્મની સ્થિતિ અને વિગત દર્શાવવા માટે સોંપેલ ફોર્મ જુઓ પર ક્લિક કરો.

Data responsive

મારા હિસાબનીશ(ઓ) પેજ પર પહોંચ્યા પછી તમે કરી શકો તેવી અન્ય ક્રિયાઓ નીચે મુજબ છે:

CA ઉમેરો

કલમ 3.2 નો સંદર્ભ લો

CA ને ફોર્મ સોંપો

કલમ 3.3 નો સંદર્ભ લો

CA ને નિષ્ક્રિય કરો

કલમ 3.4 નો સંદર્ભ લો

CA ને સક્રિય કરો

કલમ 3.5 નો સંદર્ભ લો

ફોર્મ પાછું લઈ લો

કલમ 3.6 નો સંદર્ભ લો

3.2: CA ઉમેરો

પગલું 1: CA ને ફોર્મ સોંપવા માટે, CA તમારી પ્રોફાઈલમાં તમારા દ્વારા ઉમેરાયેલ અને અધિકૃત હોવો આવશ્યક છે. જો તમે CA ઉમેરવા માંગો છો, તો CA ઉમેરો પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: હિસાબનીશ(ઓ)(CA) ઉમેરો પેજ પ્રદર્શિત થાય છે. CA નો સભ્યપદ નંબર દાખલ કરો. CA નું નામ ડેટાબેઝમાંથી આપમેળે ભરવામાં આવે છે.

Data responsive

પગલું 3: CA ઉમેરવા માટે પુષ્ટિ કરો પર ક્લિક કરો.

Data responsive

ભવિષ્યના સંદર્ભ માટે લેવડ -દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે.

Data responsive

3.3 CA ને ફોર્મ સોંપો

પગલું 1: મારા હિસાબનીશ(ઓ) પેજમાં, સક્રિય CA ટૅબમાં સંબંધિત CA સામે ફોર્મ(ઓ) સોંપો પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: ફોર્મ(ઓ) સોંપો પેજ પર ફોર્મ ઉમેરો પર ક્લિક કરો.

Data responsive

પગલું 3: “આવકેવરા અધિનિયમ 1961 મુજબ ફોર્મ, ફોર્મનું નામ, આકારણી વર્ષ, ફાઈલિંગનો પ્રકાર” પસંદ કરો અને આવકેવરા અધિનિયમ 1961 ના ફોર્મ સોંપવા માટે ઉમેરો પર ક્લિક કરો.

 

“આવકેવરા અધિનિયમ 2025 પ્રમાણે ફોર્મ, ફોર્મનું નામ, કર વર્ષ, ફાઈલિંગનો પ્રકાર” પસંદ કરો અને આવકેવરા અધિનિયમ 2025 ના ફોર્મ સોંપવા માટે ઉમેરો પર ક્લિક કરો.

Data responsive

પગલું 4: પસંદ કરેલ ફોર્મ ઉમેરાયેલ સાથે Assign Form(s) પેજ દેખાશે. પ્રદર્શિત માહિતીની સમીક્ષા કરો અને સબમિટ કરો પર ક્લિક કરો.
 

Data responsive

લેવડ -દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે.

Data responsive


3.4 CA ને નિષ્ક્રિય કરો

પગલું 1: મારા હિસાબનીશ(ઓ) પેજ પર, સક્રિય ટૅબ હેઠળ જરૂરી સક્રિય CA સામે નિષ્ક્રિય પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: CA નિષ્ક્રિય કરોપેજને, નિષ્ક્રિય કરવા માટેનું કારણ પસંદ કરો અને ચાલુ રાખો પર ક્લિક કરો.

 

Data responsive

લેવડ -દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે લેવડ -દેવડ ID નોંધી રાખો.

Data responsive

3.5 CA ને સક્રિય કરો

પગલું 1: મારા હિસાબનીશ(ઓ) પેજ પરથી નિષ્ક્રિય CA ને સક્રિય કરવા માટે, નિષ્ક્રિય ટેબ હેઠળ સંબંધિત CA સામે સક્રિય પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: મારા હિસાબનીશ(ઓ) ઉમેરો પેજ દેખાશે, જેમાં સક્રિય કરવા માટેના CA ની પૂર્વ ભરેલ વિગત પ્રદર્શિત થશે.

Data responsive

પગલું 3: દાખલ કરેલ વિગત સાચી હોય તો પુષ્ટિ કરો પર ક્લિક કરો. અન્યથા રદ કરો પર ક્લિક કરો.

Data responsive

લેવડ -દેવડ ID સાથે સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે. કૃપા કરીને ભાવિ સંદર્ભ માટે લેવડ -દેવડ ID નોંધી રાખો.

Data responsive

3.6 ફોર્મ પાછું ખેંચો

પગલું 1: સક્રિય ટેબ હેઠળ Aસોંપાયેલ ફોર્મ(ઓ) જુઓ પર ક્લિક કરો.

Data responsive

પગલું 2: પાછું ખેંચવા માટેના સંબંધિત ફોર્મ વિરૂધ્ધ પાછું ખેંચો પર ક્લિક કરો.

Data responsive

પગલું 3: ફોર્મ પાછું ખેંચવા માટે પુષ્ટિ કરો પર ક્લિક કરો.

Data responsive

પસંદ કરેલ ફોર્મ પાછું ખેંચવામાં આવ્યું છે તે દર્શાવતો સફળતાનો સંદેશ પ્રદર્શિત થાય છે, CA તે ફોર્મ પર આગળ ની કોઈ પણ કાર્યવાહી કરી શકશે નહીં.

Data responsive