1. શું હું મારા દાખલ કરેલા ફોર્મને ડાઉનલોડ કરી શકું છું?
હા. તમે ફાઈલ કરેલ ફોર્મનું PDF સંસ્કરણ(version) ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ > ફાઈલ કરેલા ફોર્મ જુઓ હેઠળ ઈ-ફાઈલિંગ પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો.
2. દાખલ કરેલા ફોર્મને કોણ જોઈ શકે છે?
કોઈપણ જે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ છે તેમના દ્વારા દાખલ કરેલા ફોર્મને તે પોતે અથવા તેમના વતી તેમના અધિકૃત પ્રતિનિધિ જોઈ શકે છે.
3. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ(CA)અગાઉ ફાઈલ કરેલ ફોર્મ 15CA/15CB કેવી રીતે જોઈ શકે?
CA લોગઈન અથવા TAN લોગઈન ધરાવતા વપરાશકર્તાઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ફાઇલ કરેલા ફોર્મ જુઓ સેવા દ્વારા ફોર્મ 15CA / 15CB જોઈ શકે છે.
4. ફાઈલ કરેલા ફોર્મ્સ જુઓ હેઠળ હું કયા ફોર્મ જોઈ શકું?
તમે તમારા દ્વારા અથવા તમારા વતી અધિકૃત પ્રતિનિધિ દ્વારા દાખલ કરેલા તમામ કાનૂની ફોર્મ જોઈ શકશો. તમારા વતી CA દ્વારા દાખલ કરવામાં આવેલ ફોર્મ તમને તેમજ CA ને પણ બતાવવામાં આવશે.
5. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મારું અગાઉ મેન્યુઅલી ફાઈલ કરેલ ફોર્મ જોઈ શકું?
ના, તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારા દ્વારા મેન્યુઅલી ફાઈલ કરેલા અગાઉના ફોર્મ જોઈ શકશો નહીં.
6. હું મારા દાખલ કરેલા ફોર્મને કેવી રીતે સંપાદિત કરી શકું?
એકવાર તે ફાઈલ થઈ જાય પછી તમે ફોર્મ ને સંપાદિત કરી શકતા નથી. જો કે, જો આવકવેરા અધિનિયમ/નિયમો મુજબ તેની સમય મર્યાદા સમાપ્ત થઈ ન હોય તો તમે નવું ફોર્મ ફાઈલ કરી શકો છો, અને અગાઉ દાખલ કરેલ ફોર્મ રદબાતલ ગણવામાં આવશે.