1. EVC એટલે શું?
ઈલેક્ટ્રોનિક ચકાસણી કોડ [ઈ.વી.સી] એ 10 - અંકનો આલ્ફાન્યુમેરિક કોડ છે જેને તમારા નોંધાયેલ મોબાઈલ નંબર પર ઈલેક્ટ્રોનિક રીતે વસ્તુની ચકાસણી કરવા, ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગઈન કરવા અથવા પાસવર્ડ ફરીથી સેટ કરવા માટે મોકલવામાં આવે છે. તમે EVC નો ઉપયોગ કોઈ વસ્તુને ઈલેક્ટ્રોનિક રીતે ચકાસવા માટે (વૈધાનિક ફોર્મની ઈ-ચકાસણી, આવકવેરા રિટર્નની ઈ-ચકાસણી, રિફંડ ફરીથી જારી કરવાની વિનંતીની ઈ-ચકાસણી, કોઈપણ નોટિસ સામે પ્રતિભાવ), ઈ-ફાઈલિંગ પોર્ટલમાં લોગઈન કરવા અથવા પાસવર્ડ ફરીથી સેટ કરવા માટે કરી શકો છો.
2. શું હું કોઈ બીજા માટે ઈ.વી.સી જનરેટ કરી શકું અથવા કોઈ બીજું અમારા વતી ઈ.વી.સી જનરેટ કરી શકે છે?
વ્યક્તિગત કરદાતા સ્વયં માટે અને અન્ય માટે પાન (કંપની સિવાય] અથવા ટેન માટે તે વ્યક્તિગત કેશ મોં ચોક્કસ સંસ્થાનો મુખ્ય સંપર્ક હોય તે ઈ.વી.સી જનરેટ કરી શકે છે. વ્યક્તિગત કરદાતા કેટલાક અન્ય પાન વપરાશકર્તા માટે પણ ઈ.વી.સી જનરેટ કરી શકે છે, જો તે વિશેષ પાનના પ્રતિનિધિ તરીકે અધિકૃત હોય તો.
3. શું કોઈ કંપની ઈ.વી.સી દ્વારા તેમના રિટર્ન ચકાસી શકે છે?
ના. કંપની EVC જનરેટ કરીને તેમના રિટર્નની ચકાસણી કરી શકતી નથી. તેમણે તેમનું રિટર્ન ડી.એસ.સી દ્વારા ચકાસવા નુ રહેશે.
4. શું મારો પાન એ ખાતા સાથે લિંક થયેલ હોવો ફરજીયાત છે જેના માટે હું ઈ.વી.સી જનરેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું?
હા, તમે જે પણ ખાતા સાથે ઈ.વી.સી જનરેટ કરવા માટે ઉપયોગમાં લઈ રહ્યાં છો તેની સાથે તમારા પાનને લિંક કરવું ફરજિયાત છે.
જો કોઈ કિસ્સામાં તમે માન્ય બેંક ખાતાનો ઉપયોગ કરીને, નેટ બેન્કિંગ અથવા બેંક ખાતા દ્વારા ઈ.વી.સી જનરેટ કરી રહ્યા છો, તમારો પાન એ જ બેંક ખાતા સાથે લિંક થયેલ હોવો જોઈએ.
જો તમે ડિમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ.વી.સી જનરેટ કરો છો, તમારે તમારા પાનને એ જ ડિમેટ ખાતા સાથે લિંક કરવું પડશે.
5. જનરેટ કરેલા ઈ.વી.સીની માન્યતા ક્યાં સુધીની હોય છે?
જનરેટ થયેલ ઈ.વી.સી જનરેટ થયાના 72 કલાક સુધી માન્ય રહેશે.
6. શું હું વિવિધ રિટર્નની ઈ-ચકાસણી કરવા માટે એ જ ઈ.વી.સીનો ઉપયોગ 72 કલાકની અંદર ઘણી બધી વખત કરી શકું?
ના, તમે જુદા જુદા રિટર્નની ઈ-ચકાસણી કરવા માટે એ જ ઈ.વી.સીનો ઉપયોગ કરી શકતા નથી. તમે ઈલેક્ટ્રોનિક રીતે ચકાસવા માંગતા હોવ તે દરેક વસ્તુ માટે તમારે નવું ઈ.વી.સી જનરેટ કરવું પડશે.
7. મેં ઈ.વી.સીનો ઉપયોગ કરીને મારું રિટર્ન ચકાસ્યું છે, તો શું હજી પણ મારે કાગળના રૂપમાં આઈ.ટી.આર-5 સી.પી.સી બેંગ્લોરને મોકલવાની જરૂર છે?
ના. એકવાર તમે EVC નો ઉપયોગ કરીને તમારા રિટર્નની ઈ-ચકાસણી કરી લો, પછી તમારે ITR V ની ભૌતિક નકલ CPC બેંગ્લોર મોકલવાની જરૂર નથી.
8. હું એક ઈ.વી.સી જનરેટ કરવા માટે મારા બેંક ખાતાનો ઉપયોગ કરવા માંગુ છું. શું હું કોઈ પણ બેંક ખાતાનો ઉપયોગ કરી શકું છું અથવા એ જ કે જે મેં ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે લિંક કર્યું છે?
તમે માત્ર ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે લિંક થયેલ અને માન્ય થયેલ બેંક ખાતા સાથે જ ઈ.વી.સી જનરેટ કરી શકો છો.
9. શું હું અગાઉ ફાઈલ કરેલ રિટર્ન કે જેની ચકાસણી બાકી છે તેને ચકાસી શકું છું?
હા, જો ચકાસણી માટેની સમય મર્યાદા સમાપ્ત થઈ નથી અથવા વિલંબને સક્ષમ આવકવેરા અધિકારી દ્વારા માફ કરવામાં આવ્યો હોય તો.
10. બેંક એ.ટી.એમ વિકલ્પ દ્વારા હું કેવી રીતે ઈ.વી.સી જનરેટ કરી શકું?
બેંક ATM વિકલ્પ દ્વારા EVC જનરેટ કરવા માટે, તમારે તમારું PAN સંબંધિત બેંક ખાતા સાથે લિંક કરેલ હોવું જોઈએ અને તે જ PAN ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ હોવું જોઈએ. એકવાર તે લિંક થઈ જાય પછી, તમે એ.ટી.એમ પર તમારું ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને/દાખલ કરીને "આવકવેરા ફાઈલિંગ માટે પિન" નો વિકલ્પ પસંદ કરી શકો છો. ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ તમારા મોબાઈલ નંબર અને ઈ-મેઈલ ID પર EVC મોકલવામાં આવશે.
11. કઈ બેંકો મને બેંક ખાતા દ્વારા ઈ.વી.સી જનરેટ કરવાની મંજૂરી આપે છે?
તમે નીચેની કોઈપણ બેંકો દ્વારા ઈ.વી.સી જનરેટ કરી શકો છો કે જે ઈ-ફાઈલિંગ પોર્ટલ સાથે લિંક થયેલ છે અને માન્ય છે:
- અલ્હાબાદ બેંક
- આંધ્ર બેંક
- બેંક ઓફ બરોડા
- કેનરા બેંક
- સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા
- ફેડરલ બેંક
- એચ.ડી.એફ.સી બેંક
- આઈ.સી.આઈ.સી.આઈ બેંક
- આઈ.ડી.બી.આઈ બેંક
- કરુર વૈશ્ય બેંક
- કોટક મહિન્દ્રા બેંક
- ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ
- પંજાબ નેશનલ બેંક
- સારસ્વત બેંક
- સાઉથ ઈન્ડિયન બેંક
- સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
- સિન્ડિકેટ બેંક
- યુકો બેંક
- યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
- યુનાઈટેડ બેંક ઓફ ઈન્ડિયા
12. શું મારે મારા બેંક ખાતું અથવા ડિમેટ ખાતાનો ઉપયોગ કરીને ઈ.વી.સી જનરેટ કરતાં પહેલાં મારું બેંક ખાતું અથવા મારા ડિમેટ ખાતાને પૂર્વ માન્ય કરવું જરૂરી છે?
હા, તમારે ઈ.વી.સી જનરેટ કરતાં પહેલાં તમારા બેંક ખાતા અથવા તમારા ડિમેટ ખાતાને પૂર્વ માન્ય કરવું જરૂરી છે.