Do not have an account?
Already have an account?

1. શું હું મારું ફાઈલ કરેલ ફોર્મ ડાઉનલોડ કરી શકું?

હા. તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર ઈ-ફાઈલ > આવકવેરા ફોર્મ્સ > ફાઈલ કરેલ ફોર્મ્સ જુઓ હેઠળ ફાઈલ કરેલ ફોર્મનું PDF સંસ્કરણ ડાઉનલોડ કરી શકો છો.

2. કોણ ફાઈલ કરેલ ફોર્મ્સ જોઈ શકે છે?

ઈ-ફાઈલિંગ પોર્ટલ પર નોંધાયેલ કોઈપણ વ્યક્તિ પોતે અથવા પોતાના અધિકૃત પ્રતિનિધિ દ્વારા પોતાના વતી ફાઈલ કરેલ ફોર્મ્સ જોઈ શકે છે.

3. CA અગાઉ ફાઈલ કરેલ ફોર્મ 15CA / 15CB કેવી રીતે જોઈ શકે?

વપરાશકર્તાઓ જેમની પાસે CA લોગઈન અથવા TAN લોગઈન છે, તેઓ ઈ-ફાઈલિંગ પોર્ટલ પરની ફાઈલ કરેલ ફોર્મ્સ જુઓ સેવા દ્વારા ફોર્મ 15CA / 15CB જોઈ શકે છે. 

4. ફાઈલ કરેલ ફોર્મ્સ જુઓ હેઠળ હું કયા ફોર્મ્સ જોઈ શકું?

તમે તમારા દ્વારા અથવા તમારા વતી અધિકૃત પ્રતિનિધિ દ્વારા ફાઈલ કરેલ તમામ વૈધાનિક ફોર્મ જોઈ શકશો. તમારા વતી CA દ્વારા ફાઈલ કરેલ ફોર્મ તમને તેમજ CAને પણ બતાવવામાં આવશે.

5. શું હું ઈ-ફાઈલિંગ પોર્ટલ પર મારા અગાઉ જાતે ફાઈલ કરેલ ફોર્મ જોઈ શકું?

ના, તમે ઈ-ફાઈલિંગ પોર્ટલ પર તમારા દ્વારા જાતે ફાઈલ કરેલ ફોર્મ્સ જોઈ શકશો નહીં.

6. હું મારું ફાઈલ કરેલ ફોર્મ કેવી રીતે સંપાદિત કરી શકું?

ફોર્મ એકવાર ફાઈલ થઈ ગયા પછી તેને સંપાદિત કરી શકાતું નથી. જોકે, જો આવકવેરા અધિનિયમ / નિયમો અનુસાર ફોર્મ ફાઈલ કરવાની સમય મર્યાદા પૂર્ણ ન થઈ હોય, તો તમે નવું ફોર્મ દાખલ કરી શકો છો, અને અગાઉ ફાઈલ કરેલ ફોર્મ અમાન્ય ગણાશે.